અંકશાસ્ત્રથી જાણો સપ્ટેમ્બર મહિનાનું અંકફળ:જેમની જન્મતારીખ 10 કે 28 છે, તેમને લાભ મળશે; અંક 5ના લોકોએ સાવધાન રહેવું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનામાં અંક 1ના લોકો એટલે જેમની જન્મતારીખ 1, 10, 19 કે 29 છે, તેમના કામ સફળ થઈ શકે છે અને લાભ મળી શકે છે. અંક 5ના જાતકો એટલે જેમની જન્મતારીખ 5, 14, 23 છે તેમણે સાવધાન રહેવાની જરૂરિયાત છે, નહીંતર હાનિ થઈ શકે છે.

નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણો અંક જ્યોતિષ પ્રમાણે તમારા માટે સપ્ટેમ્બર મહિનો કેવો રહેશે....

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આ મહિનામાં તમને સતત લાભ પ્રાપ્ત થઈ શકે છે. તમે તમારા સાથીઓના સમર્થનનો આનંદ લેશો. પાર્ટનરશિપ સ્થિર રહેશે. આ મહિનામાં તમે કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો.

શું કરવુંઃ- ભગવાન ગણેશજીની આરાધના કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આ મહિને તમને અનેક ક્ષેત્રમાં સમસ્યા જોવા મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને તમે ભાવનાત્મક રીતે પરેશાન પણ રહી શકો છો. તમારે પોતાને શાંત રાખવાની કોશિશ કરવી જોઈએ.

શું કરવુંઃ- ભગવાન વિષ્ણુની આરાધના કરો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 3

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આ મહિને તમને ચારેય બાજુથી સુખ આપી શકે છે. વ્યવસાયિક રીતે તમે સક્રિય અને સાવધાન રહેશો. જ્ઞાન અને જાણકારી એકઠી કર્યા પછી પ્રગતિ મળશે. આ મહિને વિદેશી સંપર્કથી આર્થિક લાભ શક્ય છે.

શું કરવુંઃ- સૂર્યદેવતાને જળ અર્પણ કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આ મહિને તમે વ્યવસાયિક યાત્રા કરી શકો છો. ભાગ્ય તમને સાથ આપી રહ્યું છે અને એટલે તમે વ્યવસાયિક જીવનમાં નવી યોજનાઓ બનાવી શકો છો. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, નહીંતર પરેશાની થઈ શકે છે.

શું કરવુંઃ- યોગ-પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- તમારે બોલતી સમયે શબ્દોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, કેમ કે સંબંધ ખરાબ થઈ શકે છે. પારિવારિક અને વ્યવસાયિક સંબંધમાં વિવાદ થઈ શકે છે. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય ગંભીર ચિંતાનું કારણ બની શકે છે.

શું કરવુંઃ- જરૂરિયાત લોકોની મદદ કરો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- તમે થોડા પડકારનો સામનો કરશો, અંતે દરેક વસ્તુ તમારા પક્ષમાં રહેશે. દિવસની ગતિવિધિઓમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો અને પોઝિટિવ વાતચીત સ્થાપિત કરવા માટે પગલાં ભરો.

શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 8

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- વિદેશી વેપારને લગતા સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે યાત્રાની યોજના ફરીથી શરૂ થશે. તમને તમારા વિદેશી સંપર્કોથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. અચાનક વિત્તીય સંકટ પણ આવી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- પિતા-પુત્રના સંબંધ ખરાબ થવાથી પરેશાન રહી શકો છો અને ભાવનાત્મક રીતે તૂટી શકો છો. કાયદાકીય કાર્યવાહી ચિંતામાં મુકી શકે છે. તમને દૂર કે વિદેશી સ્થાનોના લોકો સાથે વેપારમાં નુકસાન થઈ શકે છે.

શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- નવા સંપર્ક અને સંચાર વ્યવસાયને એક નવી દિશા આપી શકો છો. સમયની માગ છે કે તમે તમારું ધ્યાન વ્યાવહારિક મામલાઓ ઉપર રાખો અને તે ઉપાયોને અપનાવો, જે નાણાકીય વિવાદોમાં તમને સુરક્ષા આપે.

શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- બદામી

શુભ અંકઃ- 1