13 જુલાઈ, બુધવારથી વક્રી શનિ મકર રાશિમાં રહેશે. જેથી થોડા લોકોની પરેશાની વધી શકે છે. તે પછી આખું વર્ષ મકર રાશિમાં રહેશે અને 23 ઓક્ટોબર સુધી વક્રી જ રહેશે. એટલે હવે શનિની સાડાસાતી અને ઢૈય્યાની રાશિ પણ બદલાઈ જશે. આ કારણે અશુભ અસરથી બચવા માટે શનિદેવ સાથે જોડાયેલાં ઉપાય કરવા જોઈએ. જેમાં મંદિર જઇને તેલ ચઢાવવું, દીવો પ્રગટાવવો, શનિ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન અને મંત્રજાપ સામેલ છે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે શનિ હાલ કુંભ રાશિમાં વક્રી છે. એટલે ધીમો અને પાછળ તરફ ગતિ કરી રહ્યો છે. એટલે 13 જુલાઈના રોજ આ ગ્રહ એક રાશિ પાછળ એટલે મકરમાં પ્રવેશ કરશે. જેથી ધન, મકર અને કુંભ રાશિના લોકો ઉપર સાડાસાતીની અસર થવા લાગશે. ત્યાં જ, મિથુન અને તુલા રાશિ ઉપર ઢૈય્યા રહેશે. આ રાશિના લોકોએ ખાસ કરીને સાવધાન રહેવું પડશે અને પરેશાનીઓથી બચવા માટે શનિના ઉપાય કરવા પડશે.
શનિદેવને તલનું તેલ ચઢાવો
શનિની અશુભ અસરથી બચવા માટે મંદિરમાં જઈને શનિદેવ ઉપર કાળા તલ ચઢાવો અને તલનું તેલ ચઢાવો. સાથે જ, તલના તેલથી માટીનો દીવો પ્રગટાવવો. શનિદેવને કાળા કપડાં અને વાદળી ફૂલ ચઢાવો.
શનિપૂજામાં ધ્યાન રાખવામાં આવતી વાતો
જ્યોતિષમાં શનિને પશ્ચિમ દિશાનો સ્વામી જણાવવામાં આવે છે. આ કારણે તેમની પૂજા કે મંત્રજાપ કરતી સમયે પશ્ચિમ દિશા તરફ મુખ હોવું જોઈએ. કાળા કપડાં પહેરી શકો છો. કાળા આસનનો ઉપયોગ કરવો જોઈએ. તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે શનિદેવની પૂજામાં તાંબાના વાસણનો ઉપયોગ ન કરો, કેમ કે આ સૂર્યની ધાતુ છે. શનિ અને સૂર્ય એકબીજાના દુશ્મન છે. શનિની પૂજામાં લોખંડના વાસણનો ઉપયોગ કરો. લોખંડ કે માટીનો દીવો પ્રગટાવો. લોખંડના વાસણમાં તેલ ભરીને શનિદેવને ચઢાવો. શનિ મંત્ર ૐ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ 108વાર કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.