5 જૂને શનિ કુંભ રાશિમાં વક્રી થઈ જશે, જેથી મેષ, કન્યા અને ધન રાશિના લોકો માટે સમય સારો રહેશે. ત્યાં જ વૃષભ, મિથુન, સિંહ અને તુલા રાશિના લોકો માટે સામાન્ય સમય રહેશે. આ સિવાય કર્ક, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. ત્યાં જ વક્રી ગતિ કરીને શનિ 12 જુલાઈએ મકર રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે ફરીથી મિથુન રાશિ પર શનિની ઢૈયા અને મકર, કુંભ પર સાડાસાતી શરૂ થવાથી આ લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. શનિની શુભ-અશુભ અસર નોકરી, બિઝનેસ અને સ્વાસ્થ્ય પર દેખાશે, સાથે જ કાયદાકીય અને રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આ ગ્રહ ખાસ કરીને પ્રભાવિત કરશે.
12 રાશિના લોકો પર શનિદેવની આવી અસર રહેશે (જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર, પુરી)
મેષઃ- નોકરી અને બિઝનેસમાં સફળતા મળશે. જરૂરી કામ સમયે પૂર્ણ થઈ જશે. વિઘ્ન દૂર થઈ શકે છે. સ્વાસ્થ્યના મામલે સમય સારો રહેશે. જૂની પરેશાની દૂર થશે. બીમારીઓ દૂર થઈ શકે છે. પ્રોપર્ટીને લગતા મામલે પણ ફાયદો મળવાના યોગ છે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. આ મામલે દોડભાગ પણ થઈ શકે છે.
વૃષભઃ- સમય સામાન્ય રહેશે. લાંબી યાત્રાઓ થઈ શકે છે. પરેશાનીઓ દૂર થવાના યોગ છે. નોકરિયાત લોકોનાં કામકાજમાં સારા ફેરફાર થઈ શકે છે. આવકનો સોર્સ સામાન્ય રહેશે. નવો બિઝનેસ શરૂ થઇ શકે છે. લાઇફ પાર્ટનર સાથે સારો સમય વીતશે.
મિથુનઃ- કામકાજ સમયે પૂર્ણ થશે. વિવાદ દૂર થવા લાગશે. દૂર સ્થાનોની યાત્રા થઈ શકે છે. એનો ફાયદો પણ મળી શકે છે. જમીન-જાયદાદ સાથે જોડાયેલા મામલાઓ પૂર્ણ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઇને પણ સાવધાન રહેવું પડશે.
કર્કઃ- આળસને કારણે જરૂરી કામ અધૂરાં રહી શકે છે. નોકરી અને બિઝનેસમાં સમજી-વિચારીને નિર્ણય લેવા જોઈએ. કામકાજમાં મોડું થઈ શકે છે. હાડકાંને લગતો રોગ પરેશાન કરી શકે છે. સ્વાસ્થ્ય પર રૂપિયા ખર્ચ થવાના યોગ બની રહ્યા છે.
સિંહઃ- ધનને લગતા મામલે સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ. જોબ અને બિઝનેસમાં મહેનત વધી થઈ શકે છે, પરંતુ એનો ફાયદો અને ઉન્નતિ પણ મળી શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું પડશે. ગુપ્ત દુશ્મનોને કારણે માનસિક તણાવ થઈ શકે છે.
કન્યાઃ- વેપાર અને યશમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પડકારનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક મામલાઓને લઇને પરેશાન થઈ શકો છો. બિઝનેસની શરૂઆત કરી રહ્યા છો તો સમજી-વિચારીને જ કરો. માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને સમય સામાન્ય રહેશે.
તુલાઃ- બિઝનેસમાં સારી તક મળી શકે છે. લાંબી દૂરની યાત્રાનો યોગ છે. બિઝનેસના મામલાઓને લઇને નવી યોજનાઓ બની શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. માતા કે ભાઈ-બહેનો સાથે મતભેદ થવાની શક્યતાઓ છે. પેટ અને સ્કિન સાથે જોડાયેલા રોગ થઈ શકે છે.
વૃશ્ચિકઃ- કામકાજમાં વિઘ્ન આવી શકે છે. કિસ્મતનો સાથ મળી શકશે નહીં. માંગલિક કાર્યોમાં ખર્ચ થવાની શક્યતા છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું પડશે. નોકરી અને બિઝનેસમાં નુકસાન થઈ શકે છે. ધનહાનિ પણ થવાના યોગ બની રહ્યા છે.
ધનઃ- આર્થિક સ્થિતિમાં ફાયદો થઈ શકે છે. કોઈપણ કામ શરૂ કરતાં પહેલાં યોગ્ય રીતે ચર્ચા-વિચારણા કરી લો. આર્થિક મામલે પિતા પાસેથી મદદ મળી શકે છે. જમીન, જાયદાદના મામલે કિસ્મતનો સાથ મળશે. યાત્રાઓમાં વિઘ્ન પણ આવી શકે છે. નોકરી અને બિઝનેસના કામકાજમાં મોડું થઈ શકે છે.
મકરઃ- સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. લિવર અને હાડકાં સાથે જોડાયેલી પરેશાનીઓ થઈ શકે છે. દૂર સ્થાનની યાત્રા થશે. નવી જગ્યાએ રહેવાના યોગ બનશે. બિઝનેસમાં સમજી-વિચારીને રોકાણ કરવું જોઈએ. રોજિંદાં કામકાજમાં વિઘ્ન આવી શકે છે. આર્થિક મામલે મુશ્કેલીઓ વધી શકે છે. વિવાદ થવાના યોગ બની રહ્યા છે.
કુંભઃ- સ્વાસ્થ્યના મામલે સમય ઠીક નથી. હાડકાંને લગતી પરેશાની થઈ શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. સમજી-વિચારીને બોલવું. ફાલતુ ખર્ચ થવાની શક્યતા છે. મોટો નિર્ણય સમજી-વિચારીને લો. પોતાના મનની વાત કે કોઈ પ્લાનિંગ કોઈ સામે જાહેર ન કરો. અનુભવીની સલાહ લઇને જ કામ કરો.
મીનઃ- કામકાજમાં ફેરફાર થઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ રહેશે. નોકરી બદલવા ઇચ્છો છો તો એની સાથે જોડાયેલાં કામ પૂર્ણ કરી લો. કિસ્મતનો સાથ મળશે નહીં. કાર્યસ્થળે સહયોગ મળી શકશે નહીં. બિઝનેસમાં વિઘ્ન આવી શકે છે. તમારી નિર્ણય ક્ષમતામાં ઘટાડો આવી શકે છે. લગ્નજીવન માટે પણ સમય સારો રહેશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.