તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Saturn's Jubilee Will Be Celebrated In The Sun's Constellation: Saturn Is Curved On This Date, Be Aware Of These Things According To The Zodiac Sign

જ્યોતિષ:સૂર્યના નક્ષત્રમાં શનિ જયંતી ઉજવાશેઃ આ તિથિએ શનિ વક્રી રહે છે, રાશિ પ્રમાણે આ બાબતોનું ધ્યાન રાખો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેષ રાશિના લોકોને નવો રોજગાર મળી શકે છે, વૃષભ રાશિના લોકોએ શનિના નામનો જાપ કરવો

આજે કૃતિકા નક્ષત્ર રહેશે અને શનિ જયંતી ઉજવાશે. આ નક્ષત્રનો સ્વામી સૂર્ય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શનિદેવ પોતાના પિતા સૂર્યના દુશ્મન છે. જેના કારણે કૃતિકા નક્ષત્રમાં શનિ જયંતીનું આવવું વિશેષ યોગ છે. શનિ આ સમયે મકર રાશિમાં વક્રી છે. વૈશાખ મહિનાની અમાસે શનિ જયંતી ઉજવવામાં આવે છે, આ સમયે શનિ વક્રી રહે છે. શનિનું ગોચર પણ સૂર્યના સ્વામિત્વવાળા નક્ષત્ર ઉત્તરાષાઢામાં રહેશે.

મેષઃ- તમારા માટે દશમ શનિ કાર્યમાં વધારો કરશે. બેરોજગારને રોજગારની પ્રાપ્તિ થશે. પિતા પાસેથી લાભ મળશે. આ લોકોએે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

વૃષભઃ- આ લોકો માટે નવમ શનિ ભાગ્યનો સાથ અપાવનાર રહેશે. આર્થિક લાભ મળી શકે છે. શનિના નામનો જાપ કરો.

મિથુનઃ- અષ્ઠમ શનિના કારણે ભય, ચિંતા અને પરેશાની વધશે. કમાણી થઇ શકે છે. શનિદેવને કાળા અડદ ચઢાવો.

કર્કઃ- સપ્તમ શનિ તમને પરેશાની સાથે લાભ પણ અપાવી શકે છે. આકરી મહેનત કરવી પડી શકે છે. રાજા દશરત કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરો.

સિંહઃ- આ લોકો માટે શનિ ષષ્ઠમ રહેશે. બિનજરૂરી વિવાદ વધારનાર સમય રહેશે. આવક પણ વધી શકે છે. હનુમાનજીને ચોલા ચઢાવો.

કન્યાઃ- આ રાશિ માટે પંચમ શનિ સંતાન સાથે વિવાદ કરાવી શકે છે. રોગ વધારનાર સમય રહેશે. ઉપવાસ રાખો અને શનિદેવના મંત્રનો જાપ કરો.

તુલાઃ- તમારા માટે ચતુર્થ શનિ રહેશે. દાંતમાં દુખાવો થઇ શકે છે. સમસ્યાઓ વધી શકે છે. શનિદેવનો અભિષેક સરસિયાના તેલથી કરવો.

વૃશ્ચિકઃ- આ રાશિ માટે તૃતિય શનિ ભાઇઓ સાથે વિવાદ કરાવનાર અને સફળતા અપાવનાર રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો અને કીડીને લોટ નાખો.

ધનઃ- દ્વિતીય શનિ તમને ધનનું નુકસાન કરાવી શકે છે. વિવાદ થઇ શકે છે. ધનની ખોટ રહેશે. પીપળા નીચે દીવો પ્રગટાવો.

મકરઃ- શનિનું ગોચર આ રાશિમાં છે. પરેશાની વધી શકે છે. ધનની ખોટ રહેશે. શનિદેવના વૈદિક મંત્રનો જાપ કરો.

કુંભઃ- આ રાશિ માટે બારમા ભાવનો શનિ આર્થિક હાનિ કરાવી શકે છે. પરેશાની, તણાવ અને કામ વધારે રહેશે. હનુમાનજીની ઉપાસના કરો અને નીલમ રત્ન ધારણ કરો.

મીનઃ- અગિયારમાં ભાવનો શનિ તમારા માટે લાભદાયક રહેશે. શુભ કાર્ય થશે. બજરંગ બાણનો પાઠ કરો અને ગરીબોને સંભવ મદદ કરો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો