• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Saturn Will Remain Crooked Till October 10, Political Turmoil, Tension And Fear Will Increase In The Country And The World; There Are Also Chances Of Natural Disasters.

10 ઓક્ટોબર સુધી શનિની ચાલ વક્રી રહેશે:રાજકારણમાં ઊથલપાથલ, દેશ-દુનિયામાં તણાવ અને ભય વધશે, પ્રાકૃતિક આપત્તિઓના પણ યોગ છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિના વક્રી ચાલ દરમિયાન 26મેના રોજ ચંદ્રગ્રહણ અને બુદ્ધ પૂર્ણિમા પર્વ એકસાથે રહેશે

23 મેના રોજ શનિ મહારાજ વક્રી થઇ ગયા છે. જે 10 ઓક્ટોબર સુધી વક્રી જ રહેશે. આ 141 દિવસોમા શનિ સાથે બુધ અને પછી ગુરુ પણ વક્રી ચાલ ચાલશે. આ દરમિયાન જૂન-જુલાઈમા લગભગ 48 દિવસ શનિ અને મંગળનો અશુભ યોગ પણ રહેશે.

નક્ષત્રોની આ સ્થિતિના કારણે અનેક લોકો માનસિક રૂપથી પરેશાન રહી શકે છે. આ ગ્રહોના કારણે દેશ-દુનિયામાં ઊથલપાથલ પણ થવાની શક્યતા છે. જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ અને ભય વધી શકે છે. દેશમાં પણ પ્રાકૃતિક આપત્તિઓ અને દુર્ઘટનાઓની સ્થિતિ બની શકે છે.

2 જૂનથી 20 જુલાઈ સુધી મંગળ અને શનિ સામસામે રહેશે અને એકબીજા ઉપર પૂર્ણ દૃષ્ટિ રાખશે
2 જૂનથી 20 જુલાઈ સુધી મંગળ અને શનિ સામસામે રહેશે અને એકબીજા ઉપર પૂર્ણ દૃષ્ટિ રાખશે

23થી ગ્રહ પરિવર્તન, 59 વર્ષ પછી મંગળ-શનિ સામસામે રહેશેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે શનિની ચાલમાં ફેરફાર થતા જ દેશ-દુનિયામાં તણાવની સ્થિતિ પણ બની શકે છે. શનિના કારણે બીમારીઓમા ઘટાડો તો આવશે પરંતુ ભય પણ રહેશે. શનિદેવ શ્રવણ નક્ષત્રમા વક્રી ચાલથી ચાલશે. આ નક્ષત્રનો સ્વામી ચંદ્ર હોય છે અને ચંદ્રની અસર માનસિક ગતિવિધિઓ ઉપર પડે છે. એટલે શનિના કારણે લોકોમા ભય અને તણાવની સ્થિતિ રહી શકે છે.

આ દરમિયાન 2 જૂનથી 20 જુલાઈ સુધી મંગળ અને શનિ સામસામે રહેશે અને એકબીજા ઉપર પૂર્ણ દૃષ્ટિ રાખશે. આ બે દુશ્મન ગ્રહના કારણે દેશ-દુનિયામાં શીત યુદ્ધ જેવું વાતાવરણ બનશે. સાથે જ પ્રાકૃતિક આપત્તિઓ અને દુર્ઘટનાઓ પણ થઈ શકે છે. ભૂકંપ અને નુકસાન પહોંચાડે તેવા વાવાઝોડા અને તોફાનની શક્યતા છે. દેશમા કોઇ જગ્યાએ વધારે તો કોઈ જગ્યાએ ઓછો વરસાદ થઈ શકે છે. દેશના રાજકારણમાં ઊથલપાથલ થશે. મોટા રાજનેતાઓ અને જનતા વચ્ચે તણાવ વધશે. ભૂકંપ, વરસાદ, તોફાન, વાવાઝોડુ વગેરે આવી શકે છે. વિપરીત પરિસ્થિતિઓમા સોના-ચાંદીના ભાવ ઘટી શકે છે.

પૂર્ણિમા સિદ્ધ, સર્વાર્થસિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ દરમિયાન ઊજવવામા આવશે
પૂર્ણિમા સિદ્ધ, સર્વાર્થસિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ દરમિયાન ઊજવવામા આવશે

ચંદ્રગ્રહણ અને બુદ્ધ પૂર્ણિમા એકસાથેઃ-
26 મે બુધવારના રોજ અનુરાશા નક્ષત્રમા બુદ્ધ પૂર્ણિમા ઊજવવામા આવશે. આ વખતે પૂર્ણિમા મંગળવારે રાતે લગભગ 8.30 વાગ્યાથી શરૂ થઈને બુધવારે સાંજે 4.43 સુધી રહેશે. ખાસ વાત એવી છે કે પૂર્ણિમા સિદ્ધ, સર્વાર્થસિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ દરમિયાન ઊજવવામા આવશે. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ પણ આ દિવસે જ થશે. ભારતીય સમય પ્રમાણે ગ્રહણ બપોરે 2.17 વાગ્યાથી સાંજે 7.19 સુધી રહેશે.

આ ચંદ્ર ગ્રહણ પૂર્વ એશિયા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેરિયા, અન્ટાર્કટિકા, પ્રશાંત મહાસાગરના ક્ષેત્રોમા જોવા મળી શકે છે. ગ્રહણનો શરૂઆતનો ભાગ બ્રાઝિલના પશ્ચિમ ભાગ, અમેરિકા અને કેનેડાના પૂર્વ ભાગમા જોવા મળી શકે છે. હિંદ મહાસાગર, શ્રીલંકા, ભારતા ઉત્તર પૂર્વ ભાગ, ચીન, મંગોલિયા અને રશિયામા ગ્રહણનો છેલ્લો ભાગ જોવા મળી શકે છે. ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ ગ્રહણ જોવા મળશે ત્યાં જ સૂતક લાગશે.