17 જાન્યુઆરીએ શનિ ગ્રહ રાશિ બદલશે:આ વર્ષે મિથુન, તુલા અને ધનના જાતકો ઢૈયા અને સાડાસાતીમાંથી મુક્ત થશે, શ્રાવણ મહિનો 59 દિવસનો રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 22 એપ્રિલે ગુરુ ગ્રહ રાશિ બદલશે, આ વર્ષે 26 એકાદશી, 13 અમાસ અને 13 પૂનમ રહેશે

નવા વર્ષે 2023માં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્ર સાથે જ ગુરુ, શનિ, રાહુ-કેતુ પણ રાશિ બદલશે. ગુરુ લગભગ 12-13 મહિનામાં એકવાર રાશિ બદલે છે. શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે. રાહુ-કેતુ 18-18 મહિનામાં રાશિ બદલે છે. આ ચાર ગ્રહનું રાશિ પરિવર્તન એક જ વર્ષમાં હોવું જ્યોતિષીની દૃષ્ટિએ ખૂબ જ મોટી વાત છે. ગ્રહોના ફેરબદલ સાથે જ આ વર્ષે શ્રાવણ મહિનામાં અધિકમાસ રહેશે, આ કારણે આ મહિનો 59 દિવસનો રહેશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પાસેથી જાણો નવા વર્ષ 2023 સાથે જોડાયેલી 10 ખાસ વાતો....