તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યોતિષ:141 દિવસ માટે શનિ મકર રાશિમાં વક્રી રહેશે, આ સમયગાળા દરમિયાન દેશમાં અશુભ ઘટનાઓ નિશ્ચિત

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અર્થતંત્રમાં લેબર શોર્ટેજ વધી શકે તેમ જ કુદરતી કે અકુદરતી આફતો આવી શકે

અગામી તા.11થી ગ્રહ ગોચરમાં મકર રાશિમાં શનિ ગ્રહ વક્રી ભ્રમણ સતત 141 દિવસ થશે. ગોચર પરિભ્રમણમાં એક રાશિમાં શનિ અઢી વર્ષ (30 માસ)સુધી રહેતો હોય છે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે કોઈપણ લાંબાગાળાનો ગ્રહ ગોચરમાં વક્રી પરિભ્રમણ શુભ માનવામાં આવતું નથી. જ્યારે શનિ જેવો મંદ ગતિ ધરાવતો ગ્રહ (સાડાસાતી ગ્રહ) ગોચરમાં લગભગ પાંચ મહિના સુધી વક્રી પરિભ્રમણ કરશે.

શનિ ગ્રહ જ્યારે વક્રી થાય તેવા સમયમાં તેના મૂળભૂત કારકતત્વમાં સંપૂર્ણ વિરોધાભાસ જોવા મળે છે. જેના કારણે અર્થતંત્રમાં વધુ પડતી લેબર શોર્ટએજ ઉભી થાય. કુદરતી કે અકુદરતી આફતો આવી શકે. માર્કેટમાં મંદી વધે. નોકરીમાં છુટા થવાની સમસ્યાઓ વધે. નવી નોકરીની તક અપ્રાપ્ય બને. વેતનમાં ધટાડો આવી શકે. વધારાની સવલતો બંધ થઈ શકે. ઉંમરલાયક વ્યક્તિઓએ વધુ બીમારીનો સામનો કરવો પડે. કુદરતી રીતે મૃત્યુઆંક વધી શકે. યુવા કે સ્ત્રી વર્ગની નાની-મોટી બીમારીઓ વારંવાર આવી શકે. પાણીની સમસ્યાઓમાં કંકળાટ ચોમેર વધે. આર્થિક વ્યવહારો વધુ કથળે. અર્થતંત્રમાં હાલમાં પડતા ઉપર પાટું જેવી પરિસ્થિતિ બની રહે. કાળી વસ્તુઓ વધુ મોંઘી બને. ધર્માચાર્યો જ્યોતિષાચાર્ય તેમજ બ્રાહ્મણ વર્ગને વધુ પદ, પ્રતિષ્ઠામાં હાનિ થઈ શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો