તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મૌની અમાસ 11 ફેબ્રુઆરી, ગુરુવારે આખો દિવસ રહેશે. ધર્મશાસ્ત્રો પ્રમાણે પોષ મહિનાની આ મૌની અમાસના દિવસે સૂર્યોદય સાથે ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે મૌન રહેવાથી આધ્યાત્મિક વિકાસ થાય છે. આ કારણે ગ્રંથોમાં તેને મૌની અમાસ કહેવામાં આવે છે. આ દિવસે મનુ ઋષિનો જન્મ દિવસ પણ ઊજવવામાં આવે છે. ઋષિઓ અને પિતૃઓને નિમિત્ત કરવામાં આવતી પૂજા, જલાર્પણ અને દાન કરવા માટે આ પર્વ ઉત્તમ ફળદાયી હોય છે. આ પર્વ આ વખતે એટલાં માટે ખાસ માનવામાં આવી રહ્યો છે, કેમ કે અમાસના અધિપતિ દેવતા સ્વયં શનિદેવ છે, જે પોતાન જ રાશિ એટલે મકરમાં આ દિવસે ઉદય થશે.
પોતાની જ રાશિમાં શનિગ્રહ ઉદય થશેઃ-
કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે અમાસના દિવસે સવારે લગભગ 6.05 વાગે શનિગ્રહ લગભગ એક મહિના પછી ઉદય થશે. આ પહેલાં જાન્યુઆરીમાં મકર સંક્રાંતિના 3 દિવસ પહેલાં જ સૂર્ય નજીક આવી જવાથી શનિ અસ્ત થઇ ગયો હતો. જેના કારણે શનિના શુભ-અશુભ ફળમાં ઘટાડો આવી ગયો હતો. હવે પોતાની જ રાશિમાં ઉદય થવાથી શનિનો પ્રભાવ વધી જશે. આવી સ્થિતિમાં જ્યારે અમાસનો દિવસ હોય અને શનિ ઉદય થઇ રહ્યો હોય, ત્યારે જરૂરિયાતમંદ લોકો, વૃદ્ધો અને રોગીઓની મદદ કરવાની સાથે જ શ્રદ્ધા પ્રમાણે દાન કરવું શુભ ફળદાયી રહેશે.
સાડાસાતી અને ઢૈય્યા ધરાવતાં લોકોની મુશ્કેલીઓ વધી શકે છેઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે જ્યોતિષના સંહિતા ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે શનિ ક્રૂર ગ્રહ છે અને તેના અસ્ત થવાથી શુભફળ મળે છે. પરંતુ હવે શનિ ઉદય થઇ જશે જેથી ધન, મકર અને કુંભ રાશિના લોકો ઉપર સાડાસાતીનો પ્રભાવ વધશે. જેનાથી ધન રાશિના લોકો માટે સારો સમય રહેશે. પરંતુ મકર અને કુંભ રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. ત્યાં જ, મિથુન અને તુલા રાશિના લોકો ઉપર ઢૈય્યા રહેવાથી શારીરિક પરેશાનીઓ અને કામકાજમાં ફેરફાર આવી શકે છે.
પૂજા-પાઠ અને સ્નાન-દાન માટે આખો દિવસ પુણ્યકાળ રહેશેઃ-
અમાસ 11 ફેબ્રુઆરીએ રાતે લગભગ 12.39 વાગે શરૂ થશે જે આખો દિવસ રહેશે અને રાતે 11.47 વાગે પૂર્ણ થશે. આ કારણે 11 ફેબ્રુઆરીએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અમાસનો પુણ્યકાળ રહેશે. આ દરમિયાન સ્નાન-દાન સિવાય પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાનું પણ વિધાન છે.
રામચરિતમાનસના બાલકાંડમાં પણ ઉલ્લેખઃ-
माघ मकरगति रवि जब होई, तीरथपतिहि आव सब कोई।। देव दनुज किन्नर नर श्रेणी, सादर मज्जहिं सकल त्रिवेणी।।
એટલે- પોષ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે તીર્થપતિ એટલે પ્રયાગરાજમાં દેવ, ઋષિ, કિન્નર અને અન્ય ગણ ત્રણેય નદીઓના સંગમમાં સ્નાન કરે છે. પ્રાચીન સમયથી જ પોષ મહિનામાં બધા ઋષિ મુનિ તીર્થરાજ પ્રયાગ આવીને અધ્યાત્મિક-સાધનાત્મક પ્રક્રિયાઓને પૂર્ણ કરીને પાછા ફરે છે. મહાભારતના એક દૃષ્ટાંતમાં પણ આ વાતનો ઉલ્લેખ મળી આવે છે કે પોષ મહિનાના દિવસોમાં અનેક તીર્થોનું સમાગમ થાય છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.