• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Saptahik Horoscope June 3rd Week 2021: June Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:13 થી 19 જૂનની વચ્ચે 8 રાશિઓને નક્ષત્રોનો સાથ મળશે, ધનલાભ અને ઉન્નતિના યોગ પણ બની રહ્યાં છે

6 મહિનો પહેલા
  • આ સપ્તાહ કર્ક, ધન અને કુંભ રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે, મેષ રાશિના લોકોએ સાવધાન રહેવું

13 થી 19 જૂનની વચ્ચે ચંદ્ર કર્કથી કન્યા રાશિ સુધી જશે. જેના કારણે આ દિવસોમાં મહાલક્ષ્મી અને ગજકેસરી યોગ બનશે. આ 2 મોટા શુભ યોગનો ફાયદો 8 રાશિના જાતકોને મળશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે વૃષભ રાશિના લોકોને નોકરીમાં નવી તક અને ઓફર્સ મળી શકે છે. રોકાણમાં પણ ફાયદો મળશે. મિથુન રાશિના લોકોને કામકાજમાં ફાયદો થશે. નોકરી અને બિઝનેસ માટે સમય સારો રહેશે. સિંહ રાશિના લોકોના કામ પૂર્ણ થશે અને આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. કન્યા રાશિન લોકોને બિઝનેસમાં નવા એગ્રીમેન્ટ મળી શકે છે. પ્રોપર્ટીના અટવાયેલાં કામ પણ પૂર્ણ થશે. તુલા રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે. મનગમતુ કામ પૂર્ણ થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકો માટે રોકાણ કરવાનો સમય છે. અચાનક ફાયદો થઈ શકે છે. મકર રાશિના લોકોના કામકાજમાં વિઘ્ન દૂર થઇ શકે છે. અટવાયેલાં રૂપિયા મળી શકે છે. મીન રાશિના નોકરિયાત લોકો માટે ઉન્નતિ અને બોનસના યોગ છે. આ સાત દિવસોમાં કર્ક, ધન અને કુંભ રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. આ સિવાય મેષ રાશિના નોકરિયાત લોકોને બેદરકારીના કારણે નુકસાન થઈ શકે છે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ...

મેષઃ-

પોઝિટિવઃ- માંગલિક કાર્યોને લગતી શોપિંગની યોજના બનશે. તમે ઉત્સાહ પૂર્ણ રહેશો. પારિવારિક અવ્યવસ્થાને દૂર કરવા માટે તમારી મહેનત અને સહયોગ સફળ રહેશે. મહેમાનોની અવરજવર રહેશે.

નેગેટિવઃ- ખર્ચન મામલે વધારે દરિયાદિલી ન રાખશો. નહીંતર બજેટ ખરાબ થવાથી પછતાવું પડી શકે છે. કોઈ ઝઘડા કે મનમુટાવની સ્થિતિ પણ બની શકે છે. ફાલતૂ વાતો ઉપર ધ્યાન આપશો નહીં.

વ્યવસાયઃ- આ સપ્તાહ વ્યક્તિગત કાર્યોના કારણે વેપારમા વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પરિવારમાં બધા સભ્યોનો એકબીજા પ્રત્યે સહયોગ અને ભાવનાત્મક લગાવ બની રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

-------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે જે કામ કરવાનું નક્કી કરી લેશો, તેને પૂર્ણ કરીને જ રહેશો. સાથે જ કોઇ વડીલ વ્યક્તિના માર્ગદર્શન અને સલાહ પણ તમારી મદદ કરશે. સામાજિક કાર્યોમાં તથા કોઇ સમાજ સેવી સંસ્થામા પણ તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ- પારિવારિક કાર્યો ઉપર વધારે ધ્યાન ન આપવાના કારણે થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. આ સમયે ખરાબ આદતો તથા ખરાબ પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. કોઇ નજીકના સંબંધી જ તમારી માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- આ સપ્તાહ થોડા નવા કાર્યોને કરવાની યોજના બનશે.

લવઃ- કોઇ પ્રિય વ્યક્તિને લગતી કોઈ અનહોનીના સમાચાર મળવાથી પરિવારમા દુઃખદ વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

-------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે તમારા સિદ્ધાંતો સાથે કોઈ પ્રકારનો સમજોતો ન કરશો જે તમારા માન-સન્માનને વધારશે. વડીલોના સ્નેહ અને આશીર્વાદ પણ ઘર-પરિવાર ઉપર બની રહેશે. થોડા રચનાત્મક સંબંધી કાર્યોમાં તમારો વિશેષ રસ રહી શકે છે.

નેગેટિવઃ- વિરોધી તમારા માટે થોડી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. પરંતુ તમે તેના ઉપર વિજય પ્રાપ્ત કરી લેશો. યુવા વર્ગ જલ્દી જ સફળતા મેળવવાના ચક્કરમાં કોઇ ખોટા માર્ગને અપનાવશે. આ સમયે તમારી પાસે યોજનાઓ તો અનેક છે, પરંતુ તેને શરૂ કરી રીતે કરવી તે મુશ્કેલ રહેશે.

વ્યવસાયઃ- જો તમે કોઈ નવા કામને શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સપ્તાહ યોગ્ય સમય છે.

લવઃ- પરિવારમાં કોઇ મુદ્દાને લઇને થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

-------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા દિવસોથી તમે જે કામ કરવા માટે કોશિશ કરી રહ્યા હતાં, આ સપ્તાહ તેના શુભફળની પ્રાપ્તિ આશા કરતા વધારે થઈ શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ તમારી અનુકૂળ થઈ શકે છે. કોઇ નવી વસ્તુ કે આભૂષણ ખરીદવાની પણ યોજના બની શકે છે.

નેગેટિવઃ- કલ્પનાઓમાં યોજનાઓ ન બનાવીને હકીકતમા તેને શરૂ કરો. બાળકોની સમસ્યાઓને ધ્યાનથી સમજો અને તેનો ઉકેલ મેળવવાની કોશિશ કરો. તેનાથી તેમનો આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને લગતા નવા કરાર બનશે. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે કોઈપણ કામ કરતા પહેલાં તેની બધી જ બાબતો અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરવી.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

-------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી મહેનતનું પોઝિટિવ પરિણામ આશા કરતા વધારે મળશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. જે કાર્યોના ન બનવાથી તમે આશા ગુમાવી ચૂક્યા હતાં, તે કામ પણ મોટી સરળતાથી પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- કોઈની સાથે રૂપિયાની લેવડ-દેવડ કરતી સમયે બધા સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરીને જ આગળ વધવું. બાળકોની સમસ્યાઓને તેમની સાથે બેસીને શાંતિથી તેનો ઉકેલ મેળવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં નવા કરાર બની શકે છે. માત્ર વધારે મહેતન અને કર્મચારીઓ પાસેથી કામ કઢાવવા અંગે સફળતા નિર્ભર કરે છે.

લવઃ- ઘરની યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં જીવનસાથીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે શરદી અને થાકના કારણે ગળા અને પેટનો દુખાવો થઈ શકે છે.

-------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારી લગન અને હિંમત દ્વારા કોઈ લાભ મળવાનો છે. કોઈ વારસાગત જમીન-જાયદાદને લગતું કાર્ય અટવાયેલું છે તો તેનો ઉકેલ મળવાની આશા છે. તમારું તમારા કામ પ્રત્યે સમર્પણ તમને નવા માર્ગ બતાવી શકે છે.

નેગેટિવઃ- કોઈ જૂની નકારાત્મક વાતો હાવી થવાથી તમે તમારી અંદર આત્મબળની ખામી અનુભવ કરશો. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓનું ધ્યાન જાતે રાખો. કોઇ અન્ય ઉપર વિશ્વાસ કરવો હાનિકારક સાબિત થઇ શકે છે. કોશિશ કરીને તમે કામ તમે જાતે જ પૂર્ણ કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમા નવા કરાર મળશે. સમયનો ભરપૂર સદુપયોગ કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક બંને પ્રકારનો થાક હાવી થઇ શકે છે.

-------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઈ સારા શુભ સમાચાર મળી શકે છે. કોઈ મનગમતું કામ પૂર્ણ થવાથી મન ખૂબ જ વધારે પ્રસન્ન રહેશે. ઘરના કોઇ ખાસ વ્યક્તિની સલાહ ઉપર ધ્યન આપો, તમને ચોક્કસ જ યોગ્ય માર્ગદર્શન મળી શકે છે. રાજકીય સંપર્ક લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- કોઈ અન્ય વ્યક્તિની દખલથી તમારા માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. કોઈ આર્થિક નુકસાન થવાની શક્યતા છે. આ સમયે તમારા ઈગો અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. નહીંતર કામ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપાર તથા કારોબારમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત પડશે.

લવઃ- ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખવા માટે થોડો સમય તેમની સાથે પણ પસાર કરો.

સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે.

-------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- અન્ય ઉપર વધારે નિર્ભર રહેવાની જગ્યાએ તમારી યોગ્યતા અને પ્રતિભા ઉપર વિશ્વાસ રાખો. તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરશે. બપોર પછી થોડી લાભની સ્થિતિ બની શકે છે.

નેગેટિવઃ- કોઈપણ નિર્ણય તરત લેશો નહીં. વધારે ચર્ચા-વિચારણાં કરવાના કારણે અનેકવાર તમારા હાથમાંથી મહત્ત્વપૂર્ણ સફળતા સરકી શકે છે. આ સમયે આવક સાથે ખર્ચ પણ રહેશે. કોઇ સાથે રૂપિયાની લેવડદેવડને લઇને થોડા વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં તમારા દ્વારા કરવામાં આવેલાં ફેરફાર તમને ભવિષ્યમાં સારા પરિણામ આપી શકે છે.

લવઃ- પરિવારના લોકો સાથે સુખમય સમય પસાર થવાથી તમે ફ્રેશ અનુભવ કરશો.

સ્વાસ્થ્યઃ- કસરત ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

-------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- જો કોઈ મહત્ત્વપૂર્ણ યોજના ઉપર રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ગંભીરતાથી આ અંગે વિચાર કરો. આ સમયે પરિસ્થિતિ અનુકૂળ છે. માત્ર તમારે દરેક યોજના અને સ્તર ઉપર યોગ્ય રીતે કામ કરવાની જરૂરિયાત છે.

નેગેટિવઃ- ક્યારેક બધાને ખુશ રાખવાની તમારી પ્રવૃત્તિ તમારા માટે નુકસાનદાયી સાબિત થશે. આ સમયે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપવું જરૂરી છે. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહને ઇગ્નોર ન કરો તથા કટુ ભાષાનો પ્રયોગ કરવાથી બચવું.

વ્યવસાયઃ- વર્તમાન સમયમાં ચાલી રહેલાં વેપાર સાથે-સાથે થોડા નવા કામમાં પણ તમારો રસ વધશે.

લવઃ- ઘરમાં ચાલી રહેલી કોઈપણ ગેરસમજને તમે એકબીજા સાથે બેસીને ઉકેલવાની કોશિશ કરશો.

સ્વાસ્થ્યઃ- આ સમયે તમારી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત જાળવી રાખવા માટે તમારા ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો.

-------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી કાર્યોમાં આવી રહેલાં વિઘ્નો દૂર થશે. કોર્ટ કેસને લગતી કાર્યવાહી તમારા પક્ષમાં રહેશે. તમારા વ્યક્તિત્વને લગતી થોડી પોઝિટિવ વાતો લોકો સામે આવશે. સમાજમા તમારું માન-સન્માન વધી શકે છે.

નેગેટિવઃ- આ સમયે કોઈપણ પ્રકારની યાત્રા કરવાથી બચવું, થોડી સમસ્યાઓ ઊભી થઇ શકે છે. તમારા થોડા નજીકના લોકો જ ઈર્ષ્યાની ભાવનાથી તમારું નુકસાન કરવાની કોશિશ કરશે. સાવધાન રહો, જોકે, તમારું કોઈ નુકસાન થશે નહીં.

વ્યવસાયઃ- વેપારને લગતા કોઈ અટવાયેલાં રૂપિયા આ સપ્તાહ તમને પ્રાપ્ત થઈ શકે છે, એટલે કોશિશ કરતા રહો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે. આ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું.

સ્વાસ્થ્યઃ- તણાવ અને ડિપ્રેશનની સ્થિતિ વધી શકે છે.

-------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. લાભના નવા માર્ગ મળી શકે છે. ઉત્તમ સમયનો સદુપયોગ કરો. કોઇ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક આયોજનમાં જવાનો અવસર પણ પ્રાપ્ત થશે. માન-સન્માનમાં વધારો થશે.

નેગેટિવઃ- ક્યારેક અતિ આત્મવિશ્વાસ તમારી પરેશાનીઓનું કારણ બનશે. યોજનાઓ બનાવવાની સાથે-સાથે તેને શરૂ કરવી પણ જરૂરી છે. બાળકોની કોઇ ગતિવિધિના કારણે ઘરમાં તણાવ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જળવાયેલી રહેશે.

લવઃ- જીવનસાથીને તમારી દરેક વાત જણાવવાથી સમસ્યાનું યોગ્ય સમાધાન મળી શકશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

-------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમે આકરી મહેનત અને આત્મવિશ્વાસ દ્વારા તમારા કાર્યોમાં ધ્યાન લગાવશો. જેનાથી તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. ભાઇઓ સાથે સંબંધ મધુર રહેશે. વિતેલી નકારાત્મક ગેરસમજ પણ દૂર થશે.

નેગેટિવઃ- અજાણ્યા વ્યક્તિઓ સાથે મુલાકાત અને સંપર્ક તમારા માટે નુકસાદાયી સાબિત થશે. કોઇ તમારી વાતનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. આવા લોકોથી દૂર રહો. બાળકો તરફથી પણ કોઇ નકારાત્મક વાત જાણવા મળી શકે છે.

વ્યવસાયઃ- નોકરિયાત લોકો પોતાના કાર્યો પ્રત્યે સમર્પિત રહે, જલ્દી જ કોઇ પ્રકારનું બોનસ કે ઉન્નતિના યોગ બનશે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.