રાશિ પરિવર્તન:મંગળ ગ્રહનું સિંહ રાશિમાં પરિભ્રમણ તુલા અને મીન રાશિ માટે શુભફળદાયી રહેશે, શેરબજારમાં તેજી આવે તેવી શક્યતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નૈસર્ગિક કુંડળી પ્રમાણે આ પરિભ્રમણ પંચમ સ્થાને થવાથી વિદ્યાર્થી વર્ગમાં આનંદ ઉમંગ-ઉત્સાહમાં વધારો થાય

તા. 20 મંગળવારે સાંજે 17.56 કલાકે મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરીને સતત 48 દિવસ ભ્રમણ કરશે. સિંહ રાશિ અગ્નિતત્વની હોવાથી આ ભ્રમણ દરમિયાન મંગળકારી શુભ ધટનાઓનું નિર્માણ શક્ય છે. નૈસર્ગિક કુંડળી પ્રમાણે પંચમ સ્થાને ભ્રમણ હોવાથી વિદ્યાર્થી વર્ગમાં આનંદ ઉમંગ-ઉત્સાહમાં વધારો થાય. વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય. શેરબજારમાં તેજી સાથે થોડા સમય માટે માર્કેટમાં મંદી બની રહે. આગ અકસ્માતના બનાવો વધે.વિશિષ્ટ મહાનુભાવો વાદ વિવાદમાં આક્રમકતા બતાવે. આમ જનતામાં કોરાના રસી વધારે સરળ અને સુલભ બને. પાડોસી રાષ્ટ્રોની સરહદો પર સંભાળવું. બ્લડ ડોનેશન માટે જાગૃતી આવે. આ ભ્રમણ તમારી ચંદ્ર રાશિથી કેવું રહેશે આ અંગે જણાવતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર...

મેષઃ- સંતાનોની સમસ્યાઓ હળવી થાય. વડીલો દ્વારા ધન લાભ શક્ય છે.

વૃષભઃ- મનની મહેચ્છાઓ પૂર્ણ થવાના યોગ બની રહ્યાં છે. વાહન અકસ્માત શક્ય છે

મિથુનઃ- ટૂંકો પ્રવાસ યાદગાર નીવડે. સરકારી નોટીસો મળી શકે.

કર્કઃ- વાણી દ્વારા સંબંધો બગડી શકે. ભાગ્ય પરીવર્તન માટે અન્યનો સહકાર મળે.

સિંહઃ- અટવાયેલા સરકારી કામકાજો આકસ્મિક પૂર્ણ થાય. નાનું ઓપરેશન આવી શકે.

કન્યાઃ- કોર્ટ-કચેરીના ધક્કા કે રોગ માંદગી આવી શકે. નોકરિયાત લોકોની બદલી થઈ શકે.

તુલાઃ- વિદ્યા અભ્યાસમાં મુશ્કેલીઓ આવી શકે. શેરબજારમાં ધનલાભ થઈ શકે.

વૃશ્ચિકઃ- કર્મક્ષેત્રમાં માન-સન્માન મળી શકે. માતા સાથે મતભેદ વધે.

ધનઃ- ધાર્મિક યાત્રાઓમાં મુશ્કેલીઓ આવી શકે. પડતર જમીન મકાન મિલકતોના પ્રશ્નો ઉકેલાઈ.

મકરઃ- માનસિક ભય ચિંતા ઉદ્વેગ અશાંતિ વધે. આવક કરતા જાવક વધે.

કુંભઃ- લગ્નજીવનમાં અકારણ ઝઘડા વધી શકે. સ્વભાવમાં ઉગ્રતા વધે.

મીનઃ- છૂપા શત્રુ સમન. નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે.

આ સંપૂર્ણ માહિતી અમદાવાદના એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.