તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope September 3rd Week 2021: September Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:12 થી 18 સપ્ટેમ્બર સુધી કુંભ અને મીન સહિત 9 રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્ક અને તુલા રાશિના લોકો માટે આ સપ્તાહ યોગ્ય રહેશે નહીં, વૃષભ રાશિના લોકો માટે આ સાત દિવસ ફાયદો આપનાર રહેશે

આ સપ્તાહ ચંદ્ર વૃશ્ચિક રાશિથી મકર રાશિ સુધી જશે. આ સપ્તાહની શરૂઆતમાં ગ્રહણ અને છેલ્લાં થોડા દિવસોમાં વિષયોગ રહેશે. વચ્ચેના દિવસોમાં ચંદ્ર ઉપર મંગળની દૃષ્ટિ રહેશે. આવી ગ્રહ સ્થિતિના કારણે 9 રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ દિવસોમાં મેષ, મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ફેરફાર થવાના યોગ છે. કામકાજ તો પૂર્ણ થશે પરંતુ મુશ્કેલીઓ પણ આવી શકે છે. આ સિવાય કર્ક અને તુલા રાશિના નોકરિયાત લોકોએ સાવધાન રહેવું પડશે. લેવડ-દેવડમાં પણ સાવધાની રાખવી પડશે. ત્યાં જ, વૃષભ રાશિના લોકો નક્ષત્રોની અશુભ અસરથી બચી જશે. આ રાશિના લોકોના મનગમતા કામ પૂર્ણ થઈ શકે છે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- તમારી છેલ્લી થોડી ભૂલથી બોધપાઠ લઈને વર્તમાનમાં વધારે સુધાર લાવવાની કોશિશ કરો, તમને ચોક્ક જ યોગ્ય સફળતા મળશે. જો કોઈ જમીનને લગતી ખરીદદારી કે વેચાણને લગતી યોજના બનશે.

નેગેટિવઃ- તમારા સ્વભાવમાં ઈગો ઉત્પન્ન થવા દેશો નહીં. વડીલ તથા અનુભવી વ્યક્તિઓની સલાહ ઉપર પણ જરૂર ધ્યાન આપો. કોઈ નજીકના સંબંધીઓ સાથે થોડી ગેરસમજ થઈ શકે છે. સમય રહેતા તેનો ઉકેલ લાવવો જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઈ અટવાયેલાં કાર્યોને ફરીથી શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

લવઃ- પરિવાર સાથે પણ મનોરંજનને લગતા કાર્યોમાં યોગ્ય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ પરેશાન કરી શકે છે.

-----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- મન પ્રમાણે કોઈ કામ પૂર્ણ થવાથી સુખ મળશે. વિદ્યાર્થીઓના પણ પોતાની કોઈ ખાસ સફળતા મળવાના કારણે વખાણ થશે. કોઈ ખાસ કાર્યક્રમમાં જવાનો પણ અવસર મળી શકે છે. તમારી કાર્યકુશળતામાં પણ વધારો થશે.

નેગેટિવઃ- ઇચ્છાઓ વધારે રહેશે. તેને પૂર્ણ કરવા માટે વધારે મહેનત અને કોશિશની જરૂરિયાત રહેશે. જેના કારણે મનમાં ચીડિયાપણું પણ રહેશે. રાજકીય મામલે પણ કોઈ પ્રકારના વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- આ સપ્તાહ વેપારમાં ક્રિયાશીલતા રહેશે. જોકે, થોડા લોકો નુકસાન કરવાની ઇચ્છા રાખશે પરંતુ સફળ થઈ શકશે નહીં.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે. હરવા-ફરવાનો પણ પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈપણ પ્રકારની ચિંતા કરશો નહીં.

-----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ માટે સપ્તાહ અનુકૂળ છે. સુકૂન અને શાંતિદાયક દિવસ પસાર થશે. ઘરેલૂ કાર્યોને પ્રાથમિકતા સાથે પૂર્ણ કરવાની કોશિશ કરો. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે.

નેગેટિવઃ- આ સમયે કોઈપણ પ્રકારનું દેવું લેવાથી બચવું. અન્ય લોકોની આલોચનામાં સમય તથા ઊર્જા નષ્ટ ન કરો. તમારી યોગ્યતા અને આવડત ઉપર પ્રશ્ન ઊભા થઈ શકે છે. એટલે સાવધાન રહેવું જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં ફાયદો આપતી નવી યોજનાઓ બનશે. ઓફિસના પેન્ડિંગ કાર્યોને પૂર્ણ કરવામાં સફળતા મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં ઘરની વ્યવસ્થાને લઈને થોડો વિવાદ થવાની શક્યતા છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક રહી શકે છે.

-----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા કોઈપણ કાર્યમાં વિઘ્ન આવવાથી પિતા કે પિતા સમાન વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબજ યોગ્ય રહેશે. થોડા સમયથી ચાલી રહેલી નકારાત્મક પરિસ્થિતિઓમાં પણ સુધાર આવી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારું તમારા કાર્યમાં ઉતાવળ કરવું અને ગુસ્સો આવવો તમારા બનતા કાર્યોને ખરાબ કરી શકે છે. તમારી આ ઊર્જાનો પોઝિટિવ રૂપમાં ઉપયોગ કરો. તમારા સામાનનું ખાસ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- મીડિયા સાથે જોડાયેલાં વેપારમાં થોડા અવસર પ્રાપ્ત થશે. નવું કામ શરૂ કરવા માટે સમય યોગ્ય નથી.

લવઃ- પરિવાર સાથે મનોરંજનને લગતા પ્રોગ્રામ બની શકે છે. તેનાથી પારિવારિક વાતાવરણ સુખમય અને મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરને લગતી મુશ્કેલી થવાથી દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહી શકે છે.

-----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા દિવસોથી તમે તમારી અંદર આળસ જેવી સ્થિતિ અનુભવ કરી રહ્યા હતાં. પરંતુ કોઈપણ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારી અંદર જોશ અને ઊર્જાનો સંચાર કરશે. અટવાયેલાં કાર્યો સરળતા અને સુગમતા સાથે પૂર્ણ થતા જશે.

નેગેટિવઃ- મહેનત કરવાથી જ ભાગ્ય પણ સહયોગ કરશે. આ વાતને જરૂર ધ્યાનમાં રાખો. ઘરમાં જો સમારકામ વગેરેની કોઈ યોજના બની રહી છે તો તેને ટાળવું યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વેપારને લગતી નાનામાં નાની વાત ઉપર પણ ઝીણવટ અને ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઈ ઈજા કે દુર્ઘટના થવાની સ્થિતિ બની શકે છે.

-----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- બાળકોની કોઈ સમસ્યાને ઉકેલવામાં તમારો વિશેષ સહયોગ રહેશે. સમય ઉન્નતિદાયક છે. મિત્રો તથા સહયોગીઓ પાસેથી સહયોગ મળી શકે છે. કોઈ નવી જવાબદારી તમે સ્વીકાર કરશો અને તેને પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો.

નેગેટિવઃ- સંબંધોના મામલે વધારે સહજ તથા વિનમ્રતા સાથે કામ લેવું પડશે. સાસરિયા પક્ષ સાથે થોડું અસહજ અનુભવ કરશો. જમીન-જાયદાદને લગતા મામલે વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળમાં તમારી કોઈ માનહાનિ જેવી સ્થિતિ બની શકે છે. એટલે સાવધાન રહેવું.

લવઃ- પારિવારિક વાતાવરણ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડના કારણે થાક અને માથાનો દુખાવો રહી શકે છે.

-----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારી મુલાકાત કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે થશે. તમે તમારી અંદર પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. છેલ્લાં થોડા સમયથી તમે જે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતાં, તે રાહ હવે પૂર્ણ થઈ ગઈ છે. પરિસ્થિતિ અનુકૂળ રહેશે.

નેગેટિવઃ- વિતેલી નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. તેના કારણે સંબંધી કે મિત્રો સાથે સંબંધ પણ ખરાબ થઈ શકે છે. સમય પ્રમાણે તમારા વિચારોમાં પણ પોઝિટિવ ફેરફાર લાવો.

વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિ પોતાના કામ પ્રત્યે વધારે ધ્યાન આપે, આ સમયે બોસ કે ઉચ્ચાધિકારીઓ સાથે સંબંધ ખરાબ થવાની સ્થિતિ બની રહી છે.

લવઃ- કામના તણાવના કારણે ઘર-પરિવાર ઉપર વધારે સમય આપી શકાશે નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

-----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે કોઈ મોટો નિર્ણય લેશો. કોઈ નવી જવાબદારીને પૂર્ણ કરવામાં સફળ રહેશો. મન પ્રમાણે કામ થઈ જવાથી મન પ્રસન્ન રહેશે. તમારો જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી કોઈ વાતથી તમે નિરાશ રહી શકો છો. કોઈ ખોટી જગ્યાએ રોકાણ કરવાથી પછતાવું પડી શકે છે. અન્ય લોકોના અવગુણો ઉપર ધ્યાન ન આપીને તમારા કાર્યોને પૂર્ણ કરવામાં સમય લગાવો.

વ્યવસાયઃ- કારોબારી વિસ્તારને લગતી કોઈ યોજના ઉપર અમલ થશે.

લવઃ- પારિવારિક તથા દાંપત્ય જીવનમાં ખૂબ જ તાલમેલ જાળવી રાખશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે. હળવી બીમારીઓ પરેશાન કરી શકે છે.

-----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનને અપનાવો. તેમની સલાહથી તમારું કોઈ પણ કામ શરૂ કરો, સફળતા ચોક્કસ મળી શકે છે. ભાઈ-બહેન સાથે સંબંધ મધુર રહેશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારા સ્વભાવમાં કોઈ વિપરીત પરિસ્થિતિના કારણે ચીડિયાપણું આવી શકે છે. સમય કરતા જલ્દી સફળતા પ્રાપ્ત કરવાની ઇચ્છા ન કરો. નહીંતર પરેશાની વધી શકે છે.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વેપારમાં કોઈ ઉત્તમ ડીલ થવાની શક્યતા છે.

લવઃ- કોઈ શુભ સમાચાર મળવાથી પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન, માથાના દુખાવાની સમસ્યા રહી શકે છે.

-----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો કોઈ પ્રકારનો પ્રોપર્ટીને લઈને કોઈ મામલો છે તો તેના ઉપર ધ્યાન આપો. સફળતા મળવાની શક્યતા છે. સાસરિયા પક્ષ સાથે સંબંધ મજબૂત થશે. ભેટનું આદાન-પ્રદાન પણ સુખમય વાતાવરણ બનાવશે.

નેગેટિવઃ- આ સપ્તાહ તમારા વ્યક્તિગત કાર્યો પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓનું મન કોઈ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાથી નિરાશ રહેશે. તમારું મનોબળ જાળવી રાખવું.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઈપણ પ્રકારનું રિસ્ક લેવાથી બચવું.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને અનુશાસિત જાળવી રાખવામાં તમારી ખાસ કોશિશ રહેશે.

સ્વાસ્થ્યઃ- અચાનક સાથે સ્વાસ્થ્યને લગતી કોઈ મુશ્કેલી આવી શકે છે.

-----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- પરિસ્થિતિવશ કાર્યોમાં આવી રહેલી મુશ્કેલીઓથી થોડો રાહત મળી શકે છે. કોઈ પોલિસી વગેરેમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. પિતા કે પિતા સમાન કોઈ વ્યક્તિની સલાહનું પાલન કરવું તમારા હિતમાં રહેશે.

નેગેટિવઃ- માત્ર તમારી મનમાની ન કરીને અન્ય લોકોની વાતો ઉપર ધ્યાન આપો. કોઈ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં કટુતાના કારણે તમને પણ તણાવ રહી શકે છે. જોકે, તમારી સલાહથી પરિસ્થિતિઓ નિયંત્રણમાં થઈ જશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં સરકારી કાર્યોને લગતા કોઈ વિઘ્ન આવી શકે છે.

લવઃ- સંબંધોને મજબૂત જાળવી રાખવામાં તમારી ખાસ ભૂમિકા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

-----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સંબંધોને મજબૂત જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. સંબંધો ગાઢ બનશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. પરિવાર તથા કામકાજની જવાબદારી તમે યોગ્ય રીતે નિભાવી શકશો.

નેગેટિવઃ- તમે તે દરેક વસ્તુ પ્રાપ્ત કરવાની કોશિશ કરશો જેની તમને ઇચ્છા હતી. પરંતુ વધારે મહેનત તો કરવી પડશે. ખાસ કરીને મહિલાઓએ વધારે પરેશાની ભોગવવી પડી શકે છે. ઘર અને બહાર બંને જગ્યાએ જવાબદારી નિભાવવામાં વધારે થાક રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં કામની ગુણવત્તાને વધારવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક જવાબદારીઓને નિભાવવામાં તમે સારી જીવનશૈલીનું ધ્યાન રાખશો.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતવરણમાં શરદી અને તાવની ફરિયાદ રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...