• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope September 2nd Week 2021: September Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:11 સપ્ટેમ્બર સુધી 5 રાશિઓને નક્ષત્રોનો સાથ મળશે, આર્થિક ફાયદો અને ઉન્નતિના પણ યોગ બની રહ્યા છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સપ્તાહ ધન અને મકર સહિત સાત રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે

5 થી 11 સપ્ટેમ્બર સુધી પાંચ રાશિના લોકોને નક્ષત્રોનો સાથ મળી શકે છે. ત્યાં જ, અન્ય સાત રાશિઓ ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહ કન્યા રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. તુલા રાશિના લોકોના કામકાજ સમયે પૂર્ણ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. વૃશ્ચિક રાશિના લોકોને રોકાણમાં ફાયદો અને ઉન્નતિ પણ થશે. કુંભ રાશિના લોકોના કામકાજમાં વિઘ્ન આવવા છતાંય લક્ષ્ય પ્રાપ્ત થશે.કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાતના પણ યોગ બની રહ્યા છે. ત્યાં જ, મીન રાશિના લોકો માટે સમય અનુકૂળ છે. ઉધાર આપેલાં રૂપિયા પણ પ્રાપ્ત થશે. સાથે જનવા કારોબારી સોદા પણ ફાયદો આપી શકે છે. આ સિવાય મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, ધન અને મકર રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા હતા આ સપ્તાહ તે ખૂબ જ સહજ અને સરળ રીતે ઉકેલાઈ જશે. નજીકના સંબંધીઓ સાથે મનોરંજનના પ્રોગ્રામ બનશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. સમય તમારા પક્ષમાં છે, તેનું સન્માન કરો.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે કોઈપણ કાર્યને કરતા પહેલાં તેની સારા-ખરાબ બાબતો અંગે વિચાર કરવો અતિ જરૂરી છે. બાળકોની સમસ્યાઓને શાંતિથી ઉકેલો. તેમના ઉપર ગુસ્સો કરવાથી તેમની અંદર હીનતાની ભાવના ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઉત્તમ રીતે ચાલતી રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમા મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

-------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘરમાં ખાસ મહેમાનોના આવવાથી વ્યસ્ત રહી શકો છો. તમે તમારી રોજિંદા દિનચર્યામાંથી થોડો સમય સુકૂન અને મોજમસ્તી માટે પણ કાઢી શકશો. બાળકો તરફથી પણ કોઈ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ તેમના અભ્યાથી ધ્યાન હટાવીને બહારની ગતિવિધિઓ તથા મોજમસ્તીમાં ધ્યાન આપશે. થોડા લોકો તમને ભાવનાત્મક રૂપથી નબળા કરવા માટે અફવાહ ફેલાવશે. આવા લોકોથી સાવધાન રહેવું.

વ્યવસાયઃ- સપ્તાહની શરૂઆતમાં ભાગદોડ વધારે રહી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે કોઈ પ્રકારનો મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

-------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઈ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીત કરીને તમે અનેક વિવાદોનો ઉકેલ અને સમાધાન શોધી લેશો. કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્મિક સુખ મળી શકે છે. ઘરમાં મહેમાનોની અવરજવર પણ રહેશે.

નેગેટિવઃ- કોઈની સાથે નાની વાતને લઇને વિવાદ ઊભો થઈ શકે છે. જોકે, વિરોધી ઇચ્છા હોવા છતાંય તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. સપ્તાહના મધ્યમાં તમને કોઈ અપ્રિય સમાચાર મળી શકે છે, જેના કારણે બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડી મુશ્કેલીઓ આવશે, પરંતુ તમે તમારી યોગ્યતા દ્વારા તમારું કામ કઢાવી જ લેશો.

લવઃ- પતિ-પત્નીમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર આવી શકે છે.

-------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારી વ્યવહાર કુશળતા અને યોગ્યતા તમારી ઉન્નતિમાં મદદગાર રહેશે. તમે તમારા સંપર્ક સૂત્રોનો યોગ્ય ઉપયોગ કરવામાં પણ સક્ષમ રહેશો, અન્ય લોકોની મુશ્કેલીઓને દૂર કરવામાં પણ તમારો સહયોગ રહેશે.

નેગેટિવઃ- ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. નકારાત્મક પ્રવૃત્તિના કોઈ વ્યક્તિ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. કૃપા કરીને રૂપિયા-પૈસાના મામલે કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- કામકાજને લઈને કોઈ પોઝિટિવ યાત્રા પૂર્ણ થશે તથા આર્થિક રૂપથી ખૂબ જ લાભદાયી રહી શકે છે.

લવઃ- ઘર-પરિવાર તથા કારોબાર વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- યાત્રા દરમિયાન તમારા ખાનપાન અને દવાઓનું ખાસ ધ્યાન રાખો.

-------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારી કોઈ ખામીને સુધારવાની કોશિશ કરો. ધાર્મિક તથા માંગલિક કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહેશો. ઘરમાં કોઈ મહેમાનના આવવાની પણ શક્યતા છે. એકબીજા સાથે મળવાથી તમને આનંદ થશે. કોઈપણ નવા કાર્યોની યોજના બનાવવામાં સફળતા મળશે.

નેગેટિવઃ- નાની-નાની વાતોને લઇને તણાવ હાવી રહી શકે છે. પોતાના જ લોકો સાથે કડવી વાતો સાંભળવી મનને દુઃખી કરી શકે છે. આ સમયે અન્ય લોકોની વાતોમાં ધ્યાન આપવાની જગ્યાએ પોતાની કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિ અને એકબીજા સાથે તાલમેલનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

-------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ સારું પસાર થશે. તમારી અંદર પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. લક્ષ્ય પ્રત્યે કોશિશ કરતા રહેવું તમને સફળ બનાવશે. આ સમયે કોઈ સંબંધી સાથે ચાલી રહેલો વિવાદ દૂર થશે તથા સંબંધોમાં પણ મધુરતા આવશે. આત્મ વિશ્લેષણ અને આત્મ મંથન કરવાથી તમે તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવશો.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે જે વ્યક્તિ ઉપર તમે વધારે વિશ્વાસ કરો છો તેની સાથે જ મનમુટાવ થવાની શક્યતા છે. કોઈ કાગળ ઉપર સહી કરતા પહેલાં તેને યોગ્ય રીતે વાંચી લો.

વ્યવસાયઃ- આ સમયે આર્થિક સ્થિતિ સારી રહી શકે છે. વ્યવસાયિક ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો.

લવઃ- પરિવારમાં કોઈ પ્રકારના ક્લેશની સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન વ્યવસ્થિત રાખવું.

-------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઈ સમારોહમાં નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થશે. એકબીજા સાથે મળવું સુખ આપી શકે છે. જમીનને લગતા મામલે પોઝિટિવ ચર્ચા-વિચારણાં થશે. જે કાર્ય છેલ્લાં થોડા સમયથી ચાલી શરૂ કરી શક્યા નથી, તેના માટે ખૂબ જ સારો સમય છે.

નેગેટિવઃ- સપ્તાહની શરૂઆતમાં થોડો તણાવ રહી શકે છે. અચાનક આવેલી મુશ્કેલીમાં કોઈ રસ્તો મળી શકશે નહીં. બાળકો ઉપર પોતાનો ગુસ્સો ઉતારવો નહીં નહીંતર તેઓ તમારા વિરોધી થઈ શકે છે.

વ્યવસાયઃ- આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં કોઈ સોનેરી અવસર હાથમાં આવી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણના કારણે સ્વાસ્થ્યને લગતી થોડી મુશ્કેલીઓ આવી શકે છે.

-------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે નક્કી કરેલાં સમયમાં તમારું કામ પૂર્ણ કરવાની કોશિશ કરશો. તમારી પારિવારિક જવાબદારીને તમે યોગ્ય રીતે પૂર્ણ કરશો. રોકાણને લગતા કાર્યોમાં લાભ થવાથી પ્રસન્ન રહેશો. ઘરમાં કોઈ સભ્યના લગ્નને લગતી વાતચીત અને તૈયારીઓ ચાલશે.

નેગેટિવઃ- ક્યારેક આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવ થઈ શકે છે. આ સમયે તમારો ઉત્સાહ જાળવી રાખવાની જરૂરિયાત છે. જવાબદારીઓનો ભાર તમારા માથે રહી શકે છે. તમે તમારી સમજણથી કોઈને કોઈ ઉકેલ શોધી શકશો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ વિસ્તાર કરવા માટે તમે યોજના બનાવશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

-------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલાં રહેવું તથા સહયોગ આપવો તમને આત્મિક સુખ આપી શકે છે. સમાજમાં માન-પ્રતિષ્ઠા પણ વધશે. યુવાઓ પોતાની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી ન કરે. દેખાડાના કારણે ખોટા ખર્ચ ન કરો. કોઈ નજીકના સંબંધી સાથે મનમુટાવની સ્થિતિ બની શકે છે. થોડી સાવધાની સંબંધોને ખરાબ કરવાથી બચાવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં નવા પ્રભાવશાળી સંપર્ક બની શકે છે.

લવઃ- પરિવાર સાથે મનોરંજન અને ડિનર માટે જવું યાદગાર ક્ષણાં સામેલ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓથી રાહત મળી શકે છે.

-------------------------

મકરઃ-

પોઝિટિવઃ- વિદેશ જવાના ઇચ્છુક લોકોના વિઘ્નો દૂર થશે, એટલે યોગ્ય કોશિશ કરો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મેલજોલ વધશે. જીવનમાં સ્થિરતા આવશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાનો પણ પ્રોગ્રામ બનશે. તમે જે અટવાયેલાં કાર્યો માટે પરેશાન થઈ રહ્યા હતાં, તે કાર્યો વિના વિઘ્ન પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- વારસાગત ગતિવિધિઓને લઇને ભાઈઓ સાથે મનમુટાવ થઈ શકે છે. મનમાં વિવિધ પ્રકારની શંકાઓ રહેશે. તમામ સમસ્યાઓમાંથી બહાર આવવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વેપારમાં આકરી સ્પર્ધા રહી શકે છે. તમે તમારી મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ પણ રહેશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે પરિશ્રમ અને તણાવ લેવાથી તેની નકારાત્મક અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

-------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારી યોજનાઓ અને પ્લાનિંગને અંજામ આપવાનો યોગ્ય સમય ચાલી રહ્યો છે. જીવનના દરેક માર્ગ ઉપર તમે તમારી જવાબદારીને યોગ્ય રીતે નિભાવશો. તમારા રસના કાર્યો અને અભ્યાસમાં પણ સારો સમય પસાર થઈ શકે છે.

નેગેટિવઃ- થોડું સાવધાન રહો, નજીકના લોકો જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. અકારણ જ ચિંતા અને પરેશાની ઊભી થઈ શકે છે. નવુ રોકાણ હાલ ટાળો. દરેક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો તમારી ભૂલ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમામ બાધાઓ અને વિઘ્નો વચ્ચે તમે સંપૂર્ણ રીતે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.

લવઃ- વધારે કામના કારણે ઘર-પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડ અને મહેનતની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

-------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. ઉધાર આપેલાં રૂપિયા પાછા મળી શકે છે. પરિવાર સાથે હરવા-ફરવામાં મનોરંજનને લગતા કાર્યક્રમ પણ બનશે. તમારી પ્રતિભા લોકો સામે આવી શકે છે. તમારું કોઈ સપનું સાકાર કરવા માટે યોગ્ય સમય છે. બાળકોના સારા ભવિષ્યને લઇને લાભદાયક નિર્ણય લઇ શકો છો.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં થોડા વિઘ્ન આવી શકે છે. કોઈપણ પ્રકારની લેવડ-દેવડ આ સમયે ટાળો તો સારું રહેશે. અન્ય લોકોની ભાવનાઓને ઇગ્નોર ન કરો. વધારે ઘમંડ અને જિદ્દના કારણે તમારી માનહાનિ થઈ શકે છે.

વ્યવસાયઃ- નવા કારોબારી સોદા લાભદાયક રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.