• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope October 3rd Week 2021: October Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:5 રાશિઓ માટે શુભ સમય; મિથુન અને સિંહ રાશિના નોકરિયાત વર્ગોને ભાગ્યનો સાથ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંભ અને મીન સહિત 7 રાશિના જાતકોએ આ અઠવાડિયું સાવચેત રહેવું પડશે

17 ઓક્ટોબરે ચંદ્ર કુંભ રાશિમાં રહેશે અને 23 તારીખ સુધી વૃષભ રાશિમાં પહોંચશે. તેનાથી મહાલક્ષ્મી અને બુધાદિત્ય શુભ યોગ બનશે. ચંદ્રમા પર શનિની નજર રહેશે અને રાહુ-કેતુની છાયા પણ રહેશે. તેનાથી 5 રાશિ માટે આ અઠવાડિયું સારું રહેશે અને અન્ય 7 રાશિ પર તેની મિક્સ અસર રહેશે.

એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે, આ 7 દિવસમાં મેષ રાશિના જાતકોના જીવનમાં ઉથલ પાથલ થશે. બિઝનેસ માટે સારો સમય છે. વૃષભ રાશિના લોકો માટે સમય ફાયદાકારક છે. મિથુન રાશિના જાતકોનો આવકનો સોર્સ વધશે. નોકરિયાત વર્ગ માટે સારો સમય છે. સિંહ રાશિના નોકરિયાત વર્ગોને પ્રમોશન મળી શકે છે. ધન રાશિના જાતકોને સારા સમાચાર મળી શકે છે. કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે આ અઠવાડિયું સમાન્ય રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ.....

મેષઃ-

પોઝિટિવઃ- ઉથલ પાથલમાંથી રાહત મળશે. આર્થિક મામલે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. પોતાની યોજનાઓ શરૂ કરવા માટે આ સારો સમય છે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકોથી દૂર રહો. નજીકના મિત્ર અથવા સંબંધી સાથે નાની વાતે ઝઘડો થઈ શકે છે.

વ્યવસાયઃ- ઈમ્પોર્ટ/ એક્સપોર્ટ સંબંધિત કામમાં સફળતા મળી શકે છે. લોન લેવા માટે વિચાર કર્યા બાદ નિર્ણય લો. ઉતાવળે લીધેલો નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે.

લવઃ- વધારે કામને કારણે પરિવારને સમય નહિ આપી શકો.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો થઈ શકે છે. ઈજા થવાની સંભાવના છે.

----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ અઠવાડિયે કોઈ લાભદાયક સૂચના મળી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે સંબંધ વધારે મજબૂત કરો. ઉન્નતિના નવા માર્ગ ખુલશે.

નેગેટિવઃ- ચીડિયો સ્વભાવ અને તણાવ તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. કોઈના અંગત મામલામાં હસ્તક્ષેપ કરવાથી બચો.

વ્યવસાયઃ- મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં વડીલો સાથે ચર્ચા કરો.

લવઃ- લગ્નજીવન મધુર રહેશે. પ્રેમ સંબંધમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે અકારણે તણાવ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- સુસ્તી અને થાક લાગી શકે છે.

----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- નવી યોજના શરૂ કરવા માટે સારો સમયે છે. મહેનત પ્રમાણે સારા પરિણામ મળશે. રાજકીય અને સામાજિક ગતિવિધિઓને કારણે ખાસ ઓળખ મળશે.

નેગેટિવઃ- અન્ય લોકોની વાતોમાં ન આવો. નજીકની વ્યક્તિ મુશ્કેલીનું કારણ બની શકે છે. ભાઈઓ સાથે સંબંધ મધુર બનાવી રાખો.

વ્યવસાયઃ- વર્તમાન સ્થિતિના પડેલા વ્યવસાય પર પ્રભાવને સુધારવાની જરૂર છે. નોકરિયાત વર્ગો માટે ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.

લવઃ- જીવનસાથીના પરિવારનો સાથ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ઊર્જા અને સ્ફૂર્તિ જળવાઈ રહેશે.

----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમય તમારા પક્ષમાં છે. પારિવારિક કલહ દૂર કરવાનો પ્રયાસ કરો. પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથેનો મેળાપ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- બાળકોને પ્રેમથી સમજાવો તેનાથી તેમને આત્મવિશ્વાસ વધશે. સ્વભાવ સરળ અને મધુર બનાવો.

વ્યવસાયઃ- કાર્ય ક્ષેત્રે ગ્રહોની સ્થિતિ વધારે અનુકૂળ નથી. પૈસામાં રોકાણ કરતાં પહેલાં અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લો.

લવઃ- પ્રેમ સંબંધમાં નીકટતા વધશે. અપરિણિત લોકો માટે સારું માંગું આવશે.

સ્વાસ્થ્યઃ- યોગ્ય દિનચર્યા સાથે તમે વધુ ઊર્જાવાન રહી શકો છો.

----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ અઠવાડિયું પ્રોપર્ટી સંબંધિત કામ માટે સારો સમય છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાના યોગ છે. પ્રિય મિત્ર સાથે ઉપહારનું આદાન પ્રદાન થઈ શકે છે.

નેગેટિવઃ- તણાવ થઈ શકે છે. સમસ્યાથી ગભરાઈ જવાને બદલે તેનું સમાધાન શોધવાનો પ્રયાસ કરો.

વ્યવસાયઃ- કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ મળી શકે છે. લોન લેવી પડી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ મધુર અને અનુશાસિત રહેશે. અચાનક જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો કે સોજો થઈ શકે છે. મેડિકલ ચેકઅપ જરૂર કરાવો.

----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા સ્વભાવમાં આશ્ચર્યજનક સકારાત્મક પરિવર્તન જોવા મળશે. જીવન સંબંધિત સમસ્યાનું સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ- ભાવુક થઈ તમારી કોઈ મહત્ત્વપૂર્ણ વાત અન્ય લોકો સાથે શેર ન કરો. આમ કરવાથી આગળ જતાં તમને નુક્સાન થઈ શકે છે.

વ્યવસાયઃ- આ અઠવાડિયું કાર્યક્ષેત્રે ફેરફાર કરવા માટે સારો સમય નથી. પોતાની ઊર્જા અને જનસંપર્ક વિસ્તૃત કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ મધુર રહેશે. પરસ્પર સુમેળ રાખવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણના નકારાત્મક પ્રભાવથી બચવાની જરૂર છે. દેશી અને આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો.

----------------------------
તુલાઃ-

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સારી રહેશે. મિત્રોની સાથે પારિવારિક ગેટ-ટુ-ગેધર થશે. સુખમય સમય પસાર થશે. કોઈપણ મહત્ત્વપૂર્ણ કામ કરતા સમયે ઘરના સભ્યોની સલાહ જરૂરથી લેવી.

નેગેટિવઃ- પારિવારિક વ્યવસ્થામાં કોઈ બહારની વ્યક્તિને હસ્તક્ષેપ ન થવા દો. આ સમયે બાળકોની પ્રવૃતિ પર ધ્યાન રાખવું. ભાઈઓની સાથે ચાલી રહેલા મતભેદ કોઈ વરિષ્ઠ સભ્યની મદદથી હલ થશે.

વ્યવસાયઃ- આ સમયે કાર્યક્ષેત્રમાં ફેરફાર સંબંધિત યોજનાઓ સફળ રહેશે. તમને સકારાત્મક પરિણામ મળશે. નોકરીમાં કામનો બોજ વધારે હોવાથી ઓવરટાઈમ કરવો પડી શકે છે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે સંબંધો સારા રહેશે. પરંતુ બહારની વ્યક્તિની સાથે વ્યવહાર કરતા સમયે મર્યાદા રાખવી જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- કામના ભારણની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. સમયાંતરે આરામ કરવો. પૌષ્ટિક આહાર લેવો પણ જરૂરી છે.

----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીના ખરીદી-વેચાણ સંબંધિત કાર્યો માટે સમય સારો છે. ઘર તથા વ્યવસાયમાં સંતુલન રહેશે. પરિવાર તથા બાળકોની સાથે સારો સમય પસાર થશે.

નેગેટિવઃ- બાળકની કોઈ નકારાત્મક પ્રવૃતિ વિશે ખબર પડી શકે છે, જેના કારણે ચિંતા થશે. પરંતુ પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે હલ કરવાનો પ્રયાસ કરવો.

વ્યવસાયઃ- આ અઠવાડિયે વ્યવસાયિક પ્રવૃતિમાં કેટલાક બીન જરૂરી ખર્ચા વધી શકે છે. વધારે ઉધાર ન લેવું. નવું કામ શરૂ કરવાની યોજનાઓ અત્યારે ન બનાવો. નોકરી કરતા લોકોએ ઓફિસના નકારાત્મક માહોલમાં ધીરજ રાખવી.

લવઃ- વ્યસ્તતા હોવા છતાં પતિ-પત્નીએ એક બીજાની સાથે સમય જરૂરથી પસાર કરવો. તેનાથી સંબંધો મજબૂત બનશે.

સ્વાસ્થ્યઃ- ક્યારેય ક્યારેક તણાવ, ડિપ્રેશન મહેસૂસ થઈ શકે છે. મેડિટેશન કરો તથા કોઈ આધ્યાત્મિક સ્થળ પર પણ સમય પસાર કરવો યોગ્ય રહેશે.

----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ અઠવાડિયે વ્યક્તિગત તથા પારિવારિક કાર્યમાં વ્યસ્તતા રહેશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમયે ગ્રહની સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓનું નિર્માણ કરશે.

નેગેટિવઃ- બીજાની સલાહ પર વધારે વિશ્વાસ ન કરવો. પરંતુ મનમાં ભયની લાગણી મહેસૂસ થશે. તેથી આધ્યાત્મિક પ્રવૃત્તિમાં પસાર કરવો. યુવાન વર્ગે પોતાની કરિયરને લઈને સાવધાન રહેવું.

વ્યવસાયઃ- બિઝનેસમાં સ્થિરતા રહેશે. કોઈ અધિકારી પાસેથી મદદ પણ મળશે. બિઝનેસમાં નવા કામની રૂપરેખા બનાવવા માટે સારો સમય છે. ખર્ચા પર કંટ્રોલ રાખવો.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને વિવાદ થઈ શકે છે. પરંતુ સમજદારીથી સમસ્યાનું નિરાકરણ લાવવાથી પરિસ્થિતિ અનુકૂળ થશે.

સ્વાસ્થ્યઃ- શરદી-ઉધરસ જેવી સમસ્યા થશે. વધતી ઠંડીથી બચવું.

----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઈ નજીકના સંબંધીની સમસ્યામાં તમારી સલાહ તેમની સમસ્યાઓ દૂર કરશે. માન-સન્માન વધશે. અચાનક કેટલાક પડકાર સામે આવી શકે છે. જેનો સામનો તમે આત્મવિશ્વાસથી કરી શકશો.

નેગેટિવઃ- આ અઠવાડિયે કોઈની પણ પાસેથી પૈસા ઉધાર ન લેવા. તેનાથી તમારા માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે અને સંબંધ પણ ખરાબ થશે. તમારો ગુસ્સો કાબુમાં રાખવો.

વ્યવસાયઃ- કામમાં વધારે મહેનતની જરૂર છે. તેથી તમારા કામ કરવાની રીતમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરો. તેનાથી તમને માર્ગદર્શન મળશે. નોકરી કરતા લોકોને ઓફિસમાં કોઈ રાજનીતિનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે સુમેળ રહેશે. વ્યર્થ પ્રેમ સંબંધોમાં પોતાનો સમય બરબાદ ન કરો અને વ્યક્તિગત કાર્ય પર ધ્યાન આપવું.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઈન્ફેક્શન અને શરદી ઉધરસની સમસ્યા થઈ શકે છે. બેદરકારી ન દાખવી તથા યોગ્ય સારવાર લેવી જરૂરી છે.

----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- છેલ્લા ઘણા દિવસથી જે કાર્ય પ્રતિ તમે સખત મહેનત કરી રહ્યા હતા, આ અઠવાડિયે તેનું શુભ ફળ પ્રાપ્ત થવાની શક્યતા છે. સામાજીક પ્રવૃતિમાં પણ તમારું મહત્ત્વનું યોગદાન રહેશે.

નેગેટિવઃ- ક્યારેક ક્યારેક તમે મનમાં જ યોજનાઓ બનાવતા હોવ છો, તેથી કલ્પનામાં ન જીવો અને વાસ્તવિકતાને સમજો. કોઈ મિત્રની આર્થિક મદદ પણ કરવી પડી શકે છે. પરંતુ તમારા બજેટનું પણ ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- આ અઠવાડિયે બિઝનેસના જરૂરી નિર્ણય જાતે લેવા. કોઈની ખોટી સલાહ તમારા માટે નુકસાનકાર સાબિત થશે. નવા અને ફાયદાકારક એગ્રીમેન્ટ થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે સુમેળ રહેશે. ઘર અને વ્યવસાય બંનેની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટ સાથે સંબંધિત સમસ્યા જેમ કે, કબજિયાત, ગેસ વગેરે સમસ્યા થઈ શકે છે.

----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- વ્યસ્તતા હોવા છતાં તમે તમારા ઘર-પરિવારને સમય આપી શકશો. પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં થઈ રહી છે. યુવાન લોકોએ પોતાના લક્ષ્ય પ્રાપ્તિ માટે સખત મહેનત કરવી પડશે. મિત્ર અથવા સંબંધી સાથેની ગેરસમજ દૂર થશે.

નેગેટિવઃ- કેટલીક આર્થિક મુશ્કેલી અને સમસ્યા તમારી સામે આવી શકે છે. જો કે તમે તમારા વિવેક અને હોશિયારીથી સમાધાન કાઢવામાં સમર્થ રહેશે. કારણ વગર બીજાની બાબતોમાં હસ્તક્ષેપ ન કરો, નહીં તો તમારું અપમાન થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આ સમયે સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ નહીં મળે. તેથી દરેક પ્રવૃતિમાં ધ્યાન રાખવું જરૂરી છે. તમને તમારી મહેનતનું પરિણામ મળશે. નોકરીમાં કોઈ ઓફિશિયલ યાત્રાનો ઓર્ડર આવી શકે છે.

લવઃ- મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારનો સહયોગ તમારું મનોબળ વધારશે. લગ્નજીવનમાં પણ મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઈન્ફેક્શન તથા શરદી ઉધરસની સમસ્યા વધી શકે છે.