• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope October 2nd Week 2021: October Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:10 થી 16 ઓક્ટોબર સુધી કર્ક, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકોને નક્ષત્રોનો સાથ મળી શકે છે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કન્યા અને તુલા રાશિના લોકોને નુકસાન થઈ શકે છે, રૂપિયાની લેવડ-દેવડ અને રોકાણ માટે સમય યોગ્ય નથી

આ સપ્તાહ ચંદ્ર પોતાની નીચ રાશિ એટલે વૃશ્ચિકથી કુંભ સુધી જશે. આ 7 દિવસોમાં રાહુ-કેતુ, શુક્ર અને શનિના કારણે ચંદ્ર પીડિત રહેશે. પરંતુ મિત્ર ગ્રહ મંગળની દૃષ્ટિ ચંદ્ર ઉપર પડશે અને શુભ ગ્રહ ગુરુ સાથે યુતિ પણ બનશે. ગ્રહોની આવી સ્થિતિના કારણે 4 રાશિઓ માટે આ સપ્તાહ શુભ રહેશે. 6 રાશિના લોકોને મિશ્રિત અસર જોવા મળી શકે છે. અન્ય 2 રાશિના લોકો માટે આ સપ્તાહ યોગ્ય નથી. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ સાત દિવસમાં કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને નક્ષત્રોનો સાથ મળી શકે છે. મકર રાશિના લોકોના અશક્ય કામ અચાનક પૂર્ણ થઈ શકે છે. બિઝનેસ વધારવા માટે પણ સારો સમય રહેશે. મીન રાશિના લોકોના અટવાયેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. આ સિવાય મેષ, વૃષભ, મિથુન, સિંહ, ધન અને કુંભ રાશિના લોકો માટે સમય સામાન્ય છે. ત્યાં જ, કન્યા અને તુલા રાશિના લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ.....

મેષઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમને કોઈ શુભચિંતક દ્વારા આર્થિક મદદ મળવાથી અનેક અટવાયેલાં કાર્ય પૂર્ણ કરવામાં સરળતા રહેશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળવાથી આત્મવિશ્વાસ વધશે. યુવાઓ પણ પોતાના ભવિષ્યને લઈને વધારે ફોકસ રહેશે.

નેગેટિવઃ- ઉતાવળ અને ભાવુકતામાં કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લો. તેના કારણે બનતું કામ ખરાબ થઈ શકે છે. દિવસની શરૂઆતમાં થોડી પરેશાનીઓ રહેશે પરંતુ ધીમે-ધીમે બધું જ સામાન્ય થઈ જશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ગતિવિધિઓ થોડી મંદ જ રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે તાલમેલનો ભાવ ઓછો રહેશે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખભાનો દુખાવો પરેશાન કરી શકે છે.

----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. સફળતા તમને ચોક્કસ મળી શકે છે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ તમે સફળ રહી શકો છો. અન્ય લોકોની સલાહની જગ્યાએ તમે તમારા નિર્ણયને જ સર્વોપરિ રાખશો.

નેગેટિવઃ- નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધો ખરાબ ન થાય તેનું ધ્યાન રાખો. તમારું બેદરકાર રહેવું અને ગુસ્સો કરવો તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે. તમારી આ ખામીઓમાં સુધાર લાવો. બાળકો સાથે પણ થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતા કાર્યો તથા પેમેન્ટ કલેક્ટ કરવા માટે સપ્તાહ અનુકૂળ છે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- પડકારનો સ્વીકાર કરવો તમારા માટે ઉન્નતિના માર્ગ ખોલશે, એટલે સંપૂર્ણ ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન આપો. જો કોર્ટ કેસને લગતી કોઈ કાર્યવાહી ચાલી રહી છે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવે તેવી શક્યતા છે.

નેગેટિવઃ- સંતાનની કોઈ નકારાત્મક ગતિવિધિથી ચિંતા રહી શકે છે. તમારી સમજદારી અને સમજણથી સમસ્યાનો ઉકેલ પણ મળી જશે. કોઈ પાડોસી કે સંબંધીઓના મામલે દખલ ન કરો

વ્યવસાયઃ- વ્યવસાયમાં ગ્રહ સ્થિતિ વધારે લાભદાયક તો નથી છતાંય ગતિવિધિઓમાં થોડા સુધાર આવશે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધને મધુર જાળવી રાખવામાં તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

સ્વાસ્થ્યઃ- નાની-મોટી સિઝનલ પરેશાનીઓ રહી શકે છે.

----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સપ્તાહ અનુકૂળ છે. સપ્તાહના મધ્યથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહી શકે છે. તમારા કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. રોકાણને લગતી યોજનાઓ પણ બની શકે છે.

નેગેટિવઃ- ક્યારેક અન્ય લોકોની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો, એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખો. કોઈપણ પ્રકારની દુવિધાની સ્થિતિમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં ઉતાર-ચઢાવમાં ઘટાડો આવશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત થઈ શકે છે.

----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- અચાનક જ કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત થશે. એકબીજા સાથે ચર્ચા-વિચરણાં તમને નવી દિશા પણ આપી શકે છે. તમારી મુખ્ય કોશિશ બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાની રહેશે.

નેગેટિવઃ- ક્યારેક અતિ આત્મવિશ્વાસ અને અહંકારના કારણે તમારા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. બાળકોની ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે. પારિવારિક કાર્યોમાં ધ્યાન ન આપવાના કારણે પરિવારના લોકોની નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- આ સપ્તાહ નવા જનસંપર્ક તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- નાની-મોટી સિઝનલ બીમારીઓ પરેશાન કરી શકે છે.

----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઈપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવામાં મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- આ સપ્તાહ તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓથી ઇગ્નોર ન રહો. કોઈપણ ખરાબ વાત ઉપર ગુસ્સે થવાની જગ્યાએ સમજણથી કામ લેવું નહીંતર પરિસ્થિતિઓ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી કોઈ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

લવઃ- પરિવારમાં સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઈ છેલ્લી ભૂલથી બોધપાઠ લઈને તમે તમારી કાર્યપ્રણાલીને વધારે સારી કરી શકશો. કોઈ પોઝિટિવ પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત પણ તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન લાવશે. વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ કે કરિયરને લગતી કોઈ પરીક્ષામાં સફળતા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ- સૌથી પહેલાં પોતાના મહત્ત્વપૂર્ણ કાર્યોને જ પ્રાથમિકતા આપો. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેશો નહીં. બાળકોની સમસ્યાઓને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- આ સપ્તાહ માર્કેટિંગને લગતા કાર્યો તથા પેમેન્ટ વગેરે કલેક્ટ કરવામાં ખાસ ધ્યાન આપો.

લવઃ- જીવનસાથી સાથે પારિવારિક સમસ્યાને લઈને થોડો મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- અપચા અને ભૂખ ન લાગવાથી સ્થિતિ રહી શકે છે.

----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં અચાનક જ તમને કોઈ અનુભવી વ્યક્તિની મદદ મળી શકે છે. તમને ખૂબ જ રાહત અનુભવ થઈ શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ સંતોષજનક પરિણામ મળવાથી મનમાં સુખ અને સુકૂન રહી શકે છે.

નેગેટિવઃ- આ સપ્તાહ મહેનત વધારે અને લાભ ઓછાની સ્થિતિ રહી શકે છે. તણાવ લેવો સમસ્યાનો ઉકેલ નથી. આવક, લોન વગેરેને લગતી ફાઈલોને પૂર્ણ કરીને રાખો. તમે તમારી જ કોઈ જિદ્દના કારણે તમારું જ નુકસાન કરી શકો છો.

વ્યવસાયઃ- આ સપ્તાહ વ્યવસાયમાં પરિસ્થિતિઓ પૂર્ણ રીતે તમારા પક્ષમાં છે, તેનો ભરપૂર ઉપયોગ કરો.

લવઃ- પારિવારિક વાતાવરણમાં એકબીજા સાથે તાલમેલમાં થોડો ઘટાડો આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે નસમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઈપણ સફળતાને પ્રાપ્ત કરવામાં વધારે વિચાર ન કરો કેમ કે સમય પ્રમાણે કરેલાં કાર્યોના પરિણામ પણ યોગ્ય હોય છે. કોઈ અનુભવી સભ્યની સલાહ અને માર્ગદર્શન પણ તમારા માટે ખૂબ જ વધારે મદદગાર રહેશે.

નેગેટિવઃ- કામ વધારે હોવા છતાંય પોતાના પરિવાર તથા સંબંધીઓ માટે પણ સમય કાઢો. ભાવના પ્રધાન હોવાના કારણે નાની પણ નકારાત્મક વાત પણ તમને નિરાશ કરી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં ગતિવિધિઓ સામાન્ય જ રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઈ અશક્ય કાર્યના અચાનક પૂર્ણ થવાથી મન ખૂબ જ પ્રસન્ન રહેશે. કોઈપણ કામ પ્લાનિંગ સાથે કરવું અને પોઝિટિવ વિચાર રાખવા તમને નવી દિશા પ્રદાન કરી શકે છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને કોઈ ઇન્ટરવ્યૂમાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- કોઈપણ મનોરંજનને લગતો પ્રોગ્રામ બનાવતા પહેલાં તમારા બજેટનું ધ્યાન રાખો. આ સમયે કોઈપણ યાત્રાને ટાળો તો સારું રહેશે. કોઈ સાથે વિવાદની સ્થિતિ ઊભી ન થાય તેનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તાર કરવા માટે આ સપ્તાહ સમય અનુકૂળ રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓનો દુખાવો સમસ્યા વધારી શકે છે.

----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારું કોઈ સપનું સાકાર થવાનું છે. સંપૂર્ણ મન સાથે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. તમારી યોગ્યતા અને કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો, કેમ કે અન્ય લોકોની સલાહ તમને ભ્રમિત કરી શકે છે.

નેગેટિવઃ- વાતચીત તથા વ્યવહાર કરતી સમયે તમારી વાણી તથા શબ્દોના ઉપયોગ અંગે ખાસ ધ્યાન આપો. ખરાબ ભાષાના કારણે માનહાનિ પણ થઈ શકે છે. જો કોર્ટ-કચેરીને લગતો મામલો ચાલી રહ્યો હોય તો તેને લગતી કોઈપણ કાર્યવાહી ન કરો.

વ્યવસાયઃ- શેરબજારને લગતી કોઈપણ ગતિવિધિમાં રસ લેશો નહીં.

લવઃ- કોઈ નજીકના સંબંધી દ્વારા કોઈ સારા સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ સામે તમારું રક્ષણ કરવું જરૂરી છે.

----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- જીવનમાં આવી રહેલાં ફેરફારનો સ્વીકાર કરો, આવું કરવું તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે. પ્રોપર્ટીને લઈને અટવાયેલું સરકારી કામ પૂર્ણ થઈ શકે છે. ઘરમાં પરિવર્તનને લગતી યોજનાઓને ફળીભૂત કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ભાગ્યને મજબૂત કરવા માટે કર્મ પ્રધાન રહેવું પડશે. ભાવનાઓમાં વહીને તમે કોઈ ખરાબ પગલા પણ ઉઠાવી શકો છો. એટલે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. અનુભવી તથા વડીલ સભ્યોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો.

વ્યવસાયઃ- આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં તમારી હાજરી ખૂબ જ જરૂરી છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદની સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા પરેશાન કરી શકે છે.