• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope October 1st Week 2021: October Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:3 થી 9 ઓક્ટોબર સુધી કુંભ સહિત સાત રાશિના લોકો માટે નોકરી અને બિઝનેસમાં ફાયદો આપનાર સમય રહેશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સાત દિવસોમાં કર્ક, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહી શકે છે

આ સપ્તાહ ચંદ્ર સિંહ રાશિથી વૃશ્ચિક રાશિ સુધી ગતિ કરશે. 3 થી 9 ઓક્ટોબરની વચ્ચે ચંદ્ર ઉપર ગુરુ, શનિ અને રાહુ-કેતુની દૃષ્ટિ રહેશે. સાથે જ આ સપ્તાહ ચંદ્રના કન્યા રાશિમાં આવી જવાથી ચતુર્ગ્રહી યોગ પણ બનશે. આ પ્રકારે નક્ષત્રોની શુભ સ્થિતિની અસર અનેક રાશિના લોકો ઉપર પડશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહ મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા અને કુંભ રાશિના લોકોને નક્ષત્રોનો સાથ મળશે. આ રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં ફાયદો આપનાર સમય રહેશે. ત્યાં જ, કર્ક, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ.....

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. તમારી પ્રતિભા અને ક્ષમતા બધા સામે ઉજાગર થશે. જેથી તમને થોડી સફળતા પણ પ્રાપ્ત થશે. કોઈ સમાજ સેવી સંસ્થામાં મદદને લગતી ગતિવિધિઓમાં પણ ઉત્તમ સમય પસાર થશે.

નેગેટિવઃ- બિનજરૂરી કાર્યો ઉપર ખર્ચ કરતી સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખો. જો વાહન કે ઘરને લગતી લોન લેવાની યોજના બનાવી રહ્યા છો તો પોતાની ક્ષમતાથી વધારે લેવાની કોશિશ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં તમને તમારી મહેનત અને પરિશ્રમ પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકે છે.

લવઃ- ઘર કે વેપારમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

---------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ લોકોની ચિંતા ન કરીને તમારા મન પ્રમાણે કાર્યો ઉપર ધ્યાન આપો. પરિસ્થિતિઓ તમારા માટે સારી સફળતાઓ લાવી રહી છે. તમારી યોગ્યતા પણ લોકો સામે જાહેર થશે.

નેગેટિવઃ- ક્યારેક અન્ય લોકોની નકારાત્મક વાતોના કારણે તમારું મન વિચલિત થઈ શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમ રાખવું જરૂરી છે. બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર પણ નજર રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં લગભગ બધા કામ નિર્વિઘ્ન પૂર્ણ થતા જશે.

લવઃ- કોઈ વિપરીત લિંગના મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

---------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઈ પ્રસન્નતાદાયક ઘટના બની શકે છે. પરિવાર સાથે જોડાયેલી કોઈ સમસ્યાનું જલ્દી નિરાકરણ આવશે. ગ્રહ સ્થિતિ સુખદ રહી શકે છે. આવા અવસરનો ભરપૂર લાભ ઉઠાવો.

નેગેટિવઃ- યુવાઓ પોતાના લક્ષ્યની પ્રાપ્તિને લઈને ચિંતિંત રહી શકે છે. જો યાત્રાનો પ્રોગ્રામ બની રહ્યો છે તો તમારા સામાનની દેખરેખ કરો. વાહનની દેખરેખમાં વધારે ખર્ચ થઈ શકે છે.

વ્યવસાયઃ- કામકાજ નવી તક મળી શકે છે. કોઈ શુભ ઘટના પણ બની શકે છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહી શકે છે.

---------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઈપણ ગતિવિધિમાં હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું તમારા માટે વધારે ફાયદાકારક સાબિત થશે. નજીકના સંબંધીઓ સાથે પ્રોપર્ટીને લઈને ગંભીર અને લાભદાયી ચર્ચા-વિચારણાં થઈ શકે છે.

નેગેટિવઃ- કામ વધારે રહેવાના કારણે સ્વભાવ ચીડિયો રહેશે. જેના કારણે ઘરની વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ શકે છે. તમારા સ્વભાવમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે સારા સાહિત્ય તથા સારા લોકોના સંપર્કમાં રહો.

વ્યવસાયઃ- રાજનૈતિક તથા અનુભવી વ્યક્તિની સલાહ તથા મદદ તમારા વ્યવસાયને નવી દિશા આપી શકે છે.

લવઃ- ઘરની દેખરેખમાં પતિ-પત્ની બંનેનો સહયોગ પારિવારિક વાતાવરણને સુખમય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

---------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. આત્મમંથન કરો. રોજિંદા જીવનથી અલગ પોતાની દબાયેલી ક્ષમતા અંગે વિચારો અને તેને જાગૃત કરો.

નેગેટિવઃ- એકાગ્રતાની ખામી રહેશે. મનમાં અકારણ જ ગુસ્સો અને ચીડિયાપણું અનુભવ થશે. તમે આ ખામીઓ ઉપર કાબૂ મેળવીને ફરી તમારા કામ ઉપર ધ્યાન આપશો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં તમારા સહયોગીઓની સલાહને સર્વોપરિ રાખો.

લવઃ- જીવનસાથીને પોતાની યોજનાઓ અને કાર્યોમાં સામેલ કરવા તમારા માટે ભાગ્યવર્ધક સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

---------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઈ સપનું સાકાર કરવા માટે અતિ ઉત્તમ છે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં યોગ્ય પરિણામ મળશે, એટલે કોશિશ કરતા રહો. આ સમયે તમારા નજીકના લોકો સાથે સંપર્કમાં રહો.

નેગેટિવઃ- મનમાં થોડી બેચેની રહી શકે છે. બહારની ગતિવિધિઓમાં સામેલ થતી સમયે એકવાતનું ધ્યાન રાખવું. તમારા મનોબળમાં કોઈ કારણે કોઈ ખામી ન આવે તેનું ધ્યાન રાખો. કોઈપણ પરેશાની થાય ત્યારે અનુભવી વ્યક્તિની સલાહ લેવાથી યોગ્ય રસ્તો મળશે.

વ્યવસાયઃ- આ સમયે જે પણ સફળતા મળે, તેના ઉપર વધારે વિચાર ન કરીને તેને તરત પ્રાપ્ત કરી લો.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે યોગ્ય તાલમેલ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

---------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારા કોઈ ઉત્તમ કાર્યના લીધે લોકો તમારું ખાસ સન્માન કરશે. તમે તમારી ક્ષમતા તથા પ્રમાણિકતા સાથે તમારા લક્ષ્યને પણ પ્રાપ્ત કરી શકો છો. રાજનીતિમાં પરોક્ષ રીતે લાભ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- કોઈ અશુભ સમાચાર મળવાની શક્યતા છે. અન્ય લોકોના મામલે વિવાદમાં ઉતરશો નહીં. નહીંતર તમારા માટે પણ પરેશાની ઊભી થઈ શકે છે. કોઈ-કોઈ સમયે તમે પોતાને અસહાય અનુભવ કરી શકો છો.

વ્યવસાયઃ- ફાયનાન્સને લગતા કાર્યોમાં સારી સફળતા મળી શકે છે.

લવઃ- પારિવારિક મામલે વધારે દખલ ન કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

---------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે તમારા સૌમ્ય તથા સહજ સ્વભાવ દ્વારા કોઈપણ પરિસ્થિતિને પોતાના પક્ષમાં કરવામાં સક્ષમ રહેશો. સંતાનની કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળી શકે છે. કોઈ માંગલિક સમારોહમાં સામેલ થવાની પણ તક મળશે.

નેગેટિવઃ- લાભ સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ બની શકે છે. એટલે બિનજરૂરી ખર્ચ અટકાવો. બાળકોની ગતિવિધિ તથા સંગત ઉપર પણ નજર કરો. કોઈ નજીકના સંબંધી દ્વારા કોઈ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે.

લવઃ- કોઈપણ અસમંજસની સ્થિતિમાં જીવનસાથી તથા પરિવારના લોકોની સલાહ લો.

સ્વાસ્થ્યઃ- તમારી અંદર કોઈપણ પ્રકારની હીન ભાવના અનુભવ થવા દેશો નહીં.

---------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ઉત્તમ ગ્રહ સ્થિતિ બની રહી છે. તમને ચમત્કારિક રીતે કોઈ સફળતા પ્રાપ્ત થશે. તમારા ભાવી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભરપૂર મહેનત કરો. તમને ચોક્કસ સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યો સિવાય સામાજિક ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. કોઈની વાતોમાં આવશો નહીં. સપ્તાહના દરેક કાર્યોની એક રૂપરેખા બનાવીને કામ કરો

વ્યવસાયઃ- તમારું કોઈ સપનું સાકાર થવાની સંપૂર્ણ આશા છે.

લવઃ- ઘરના કોઈ કુંવારા સભ્યના લગ્નને લગતો યોગ્ય સંબંધ આવવાથી વાતાવરણ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

---------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ પ્રેક્ટિકલ થઈને કોઈ નિર્ણય લો. તમને કોઈ સારી સફળતા મળી શકે છે. તમારું કોઈ સપનું સાકાર થશે. સમાજમાં તમારું મહત્ત્વ અને વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઈ ધાર્મિક સ્થળે જવાની યોજના બની શકે છે.

નેગેટિવઃ- વાહનને લગતો કોઈ મોટો ખર્ચ આવી શકે છે. આ સમયે મનમાં નિરાશા રહી શકે છે. તમારા મનોભાવ ઉપર નિયંત્રણ રાખો કેમ કે તમારાથી કોઈ ભૂલ થવાની શક્યતા છે. સમય ધૈર્ય પૂર્વક પસાર કરવાનો છે.

વ્યવસાયઃ- આ સમયે માર્કેટિંગને લગતા કાર્યોમાં પેમેન્ટ કલેક્ટ કરવા માટે સમય અનુકૂળ છે.

લવઃ- પરિવારમાં યોગ્ય અને સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

---------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે તમારી કોઈ ગમતી જગ્યાએ જઈને સમય પસાર કરવાથી તણાવ મુક્ત અને સુખ અનુભવ કરશો. કોઈ પ્રિય વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.

નેગેટિવઃ- તમારું કોઈ નજીકનું સંબંધી જ તમારી સાથે ખરાબ વ્યવહાર કરી શકે છે. જેના કારણે તમારા વિચારો નકારાત્મક રહેશે. ખોટા કાર્યોમાં સમય ખરાબ ન કરો. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો

વ્યવસાયઃ- કપડાના વેપારીઓ માટે સમય અને ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે.

લવઃ- પરિવારના લોકો સાથે હરવા-ફરવા, ડિનર વગેરેનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક રીતે તમે ફિટ અને તંદુરસ્ત રહી શકો છો.

---------------------------

મીનઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ તથા યુવાઓને નોકરી, ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા મળવાના યોગ છે. આ સમયે તમે કોઈ નવી તકનીક કે હુનર પ્રાપ્ત કરી શકો છો. જમીનને લગતા મામલાઓ પણ ઉકેલાઈ શકે છે.

નેગેટિવઃ- તમારા સિદ્ધાંતો સાથે કોઈ સમજોતો ન કરો. ખોટા વિવાદ તથા તર્ક-વિતર્કથી દૂર રહો. ખરાબ સંગતના ચક્કરમાં ફસાઈને તમે તમારી જ માનહાનિ કરી શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોને લઈને મનમાં થોડી ભયની સ્થિતિ રહી શકે છે.

લવઃ- લગ્ન સંબંધોમાં કોઈ કારણોસર તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાનીઓ વધી શકે છે.