• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope November 4th Week 2021: November Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:સિંહ, તુલા અને મીન રાશિના લોકોને ધનલાભના યોગ, વૃષભ અને કુંભ રાશિના લોકોને ઉન્નતિ મળી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃશ્ચિક, ધન અને મકર સહિત 7 રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં નક્ષત્રોની મિશ્રિત અસર મળશે

21 થી 27 નવેમ્બર સુધી 5 રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ સપ્તાહ ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ એટલે વૃષભમાંથી સિંહ સુધી આવી જશે. આ દરમિયાન ચંદ્ર ઉપર સૂર્ય, મંગળ, ગુરુ, શુક્ર અને શનિની દૃષ્ટિ રહેશે. જેમના દ્વારા બની રહેલાં 2 શુભ અને એક અશુભ યોગની અસર બધી રાશિઓ ઉપર રહેશે.

આ સપ્તાહ વૃષભ, સિંહ, તુલા, કુંભ અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ 5 રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ફાયદો થશે. ધનલાભના યોગ પણ બનશે. ત્યાં જ, મેષ, મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન અને મકર રાશિના લોકો માટે આ સાત દિવસ સામાન્ય રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ...

મેષઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઈ અનુભવી વ્યક્તિ સાથે મુલાકાત અને એકબીજાના વિચારોનું આદાન-પ્રદાન બંને માટે ફાયદાકારક રહેશે. કામકાજી મહિલાઓ પોતાના ઘર-પરિવારની જવાબદારીને નિભાવવામાં સક્ષમ રહેશે.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધી દ્વારા કોઈ અશુભ સમાચાર મળવાથી મન થોડું નિરાશ રહેશે. પોતાના ઉપર નકારાત્મકતા હાવી થવા દેશો નહીં. બાળકોની કોઈ વાતને લઈને પાડોસીઓ સાથે વિવાદ થઈ શકે છે.

વ્યવસાયઃ- કામકાજી મહિલાઓ પોતાના બિઝનેસમાં મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરવામાં સફળ રહેશે.

લવઃ- ઘરના મામલે વધારે રોટકોટ અને દખલ ન કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કામ વધારે રહેશે. તમે સંપૂર્ણ મન અને ઊર્જા સાથે તેને સંપન્ન કરવામાં સક્ષમ પણ રહેશે. આ સમય તમારી પ્રતિભા અને ક્ષમતાઓને જાગૃત કરવાનો છે. ચોક્કસ જ તમને સફળતા મળશે.

નેગેટિવઃ- થોડા લોકો તમારી સફળતાના કારણે ઈર્ષ્યાની ભાવના પણ રાખી શકે છે. પરંતુ બધાને ઇગ્નોર કરીને તમે તમારા કાર્યો પ્રત્યે કોશિશ કરતા રહો. તમારા સ્વભાવમાં જાળવી રાખો.

વ્યવસાયઃ- મીડિયા અને ઓનલાઈન કાર્યો સાથે જોડાયેલાં બિઝનેસમાં સફળતા મળશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે ઉધરસ, તાવની સમસ્યા રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સપ્તાહના મધ્ય પછી પરિસ્થિતિ તમારા પક્ષમાં ખૂબ જ અનુકૂળ રહેશે. એટલે શરૂઆતમાં જ તમારા કાર્યોની રૂપરેખા બનાવી લો. કોઈ લાભદાયક સૂચના મળી શકે છે.

નેગેટિવઃ- ભાઈઓ સાથે કોઈ પારિવારિક મુદ્દાને લઈને વિવાદની સ્થિતિ બની શકે છે. જોકે, તમે તમારા યોગ્ય વ્યવહાર દ્વારા પરિસ્થિતિ સંભાળી લેશો. વિદ્યાર્થીઓને એડમિશનને લગતા કાર્યોમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે.

વ્યવસાયઃ- પારિવારિક વ્યસ્તતાના કારણે તમારા કાર્યસ્થળમાં તમે વધારે સમય આપી શકશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે પોઝિટિવિટી અને સહયોગાત્મક પૂર્ણ સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી કોઈ સમસ્યાથી રાહત મળી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે તમારી પોઝિટિવિટી તથા સંતુલિત વિચાર દ્વારા ઘર તથા વ્યવસાયને લગતી કોઈપણ પરેશાનીનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો. રચનાત્મક તથા ધાર્મિક ક્રિયાઓ પ્રત્યે પણ રસ વધશે.

નેગેટિવઃ- અચાનક જ કોઈ મોટો ખર્ચ આવી શકે છે. તેના કારણે તમારી વ્યક્તિગત જરૂરિયાતો ઉપર કાપ મુકવો પડશે. જોખમી કાર્યોમાં બિલકુલ પણ રસ લેશો નહીં. યુવાઓની બેદરકારી તેમના માટે નુકસાનદાયી સાબિત થશે

વ્યવસાયઃ- આ સમયે તમારા સંપર્ક સૂત્રો તથા માર્કેટિંગને વધારે યોગ્ય જાળવી રાખો

લવઃ- પતિ-પત્ની એકબીજા સાથે સારું તાલમેલ જાળવીને ઘરની સમસ્યાઓનો ઉકેલ મેળવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઈ પરેશાનીથી રાહત મળી શકે છે. રૂપિયાની લેવડ-દેવડને લગતી કોઈપણ ગતિવિધિમાં તમને સારો ફાયદો થવાની શક્યતા છે. નજીકના સંબંધીઓ સાથે ગેટ-ટુ-ગેધરનો પ્લાન બનશે.

નેગેટિવઃ- કામ વધારે રહેવાની અસર તમને શારીરિક અને માનસિક રીતે થકવી શકે છે. વધારે કામનો ભાર પોતાના ઉપર ન લઈને અન્ય સાથે પણ વહેંચતા શીખો. કોઈપણ સમસ્યાથી પરેશાન થવાની જગ્યાએ શાંતિથી તેને ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- બિઝનેસમાં નવો ઓર્ડર મળવાની શક્યતા છે.

લવઃ- સંબંધોને મધુર જાળવી રાખવા માટે પોઝિટિવ દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- અકારણ જ કોઈ કારણે ઉંઘ ન આવવાની સમસ્યા રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઈપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવામાં મદદ કરશે. સ્થાન પરિવર્તન યોજનાઓને શરૂ કરવા માટે સમય યોગ્ય છે.

નેગેટિવઃ- આ સમયે તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓથી અજાણ ન રહો. કોઈપણ ખરાબ વાત ઉપર ગુસ્સે થવાની જગ્યાએ સમજણથી કામ લો નહીંતર પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- બિઝનેસને લગતી સમસ્યાઓ ઉકેલાઈ જશે.

લવઃ- પરિવારમાં સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ અતિ વ્યસ્ત રહી શકો છો. યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સફળ રહેશે. અભ્યાસને લગતી થોડી યોજનાઓ પણ બની શકે છે.

નેગેટિવઃ- જૂના નકારાત્મક મુદ્દાને વર્તમાન જીવન ઉપર હાવી થવા દેશો નહીં. બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખો. વધારે અંકુશ લગાવીને તેમને જિદ્દી બનાવી શકો છો.

વ્યવસાયઃ- અટવાયેલાં રૂપિયા મળવાથી આર્થિક સ્થિતિ સારી થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ નાની વાતને લઈને તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારી મહેનત અને પરિશ્રમથી કોઈ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ શકે છે. તમે દરેક કાર્યને યોગ્ય રીતે અને વ્યવસ્થિત રીતે કરવાથી જલ્દી જ તમે તમારા લક્ષ્યને પણ પ્રાપ્ત કરી લેશો.

નેગેટિવઃ- જલ્દી સફળતા પ્રાપ્ત કરવાના ચક્કરમાં કોઈ અયોગ્ય કામમાં રસ લેશો નહીં. તમારા ગુસ્સા અને ઈગો ઉપર કાબૂ રાખો. તમારી સફળતાનો અન્ય સામે દેખાડો ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વિસ્તાર કરવા અને કોઈ નવા કામને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- અપચા અને ભૂખ ન લાગવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પારિવારિક વ્યવસ્થાને સારી જાળવી રાખવા માટે તમે કોશિશ કરતા રહેશો. કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે.

નેગેટિવઃ- કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેશો નહીં. પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો. અન્ય લોકોની વાતોમાં ન આવીને તમારી યોગ્યતા ઉપર જ વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં નવા કાર્યોને લગતી યોજનાઓ બનશે અને સફળતા પણ મળશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ પારિવારિક મુદ્દાને લઈને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારો આત્મવિશ્વાસ તથા પોઝિટિવ વિચાર તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- પડકારને અપનાવવાથી ઉન્નતિના રસ્તા ખુલશે. સંપૂર્ણ ઊર્જા સાથે કામ કરો. કોર્ટ કેસ ચાલી રહ્યો છે, તો નિર્ણય તમારા પક્ષમાં રહેવાની આશા છે.

નેગેટિવઃ- બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિના કારણે ચિંતા રહેશે. તમારી સમજદારી અને સમજણથી સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે. કોઈ પાડોસી કે સંબંધીઓના મામલે દખલ ન કરો

વ્યવસાયઃ- વ્યવસાયમાં ગ્રહ સ્થિતિ વધારે લાભદાયક તો નથી છતાંય ગતિવિધિઓમાં થોડો સુધાર અવશ્ય આવશે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

સ્વાસ્થ્યઃ- નાની-મોટી સિઝનલ પરેશાનીઓ રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારી યોજનાઓ અને ગતિવિધિઓ અંગે કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરો, ચોક્કસ જ તમને લાભ મળી શકે છે. આ સમયે કોઈ ગુંચવાયેલું કામ પણ સરળતાથી બનવાની શક્યતા છે.

નેગેટિવઃ- સપ્તાહની શરૂઆતમાં કોઈ સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. જેના કારણે માનસિક તણાવ રહી શકે છે. યુવાઓ તથા વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- બિઝનેસમાં આકરી મહેનત કરવાથી તમને કોઈ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- કામ વધારે રહેવાના કારણે તમે તમારા પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- આ સમય તમને શારીરિક અને માનસિક રીતે થકવી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારું સંપૂર્ણ ધ્યાન રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર કેન્દ્રિત રાખો, સમય અનુકૂળ છે. ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ અને કરિયરને લગતી કોઈ સમસ્યાનું પણ સમધાન મળી શકે છે.

નેગેટિવઃ- ઘર-પરિવારની સુખ-સુવિધાઓને લગતી વસ્તુની ખરીદદારી કરતી સમયે બજેટનું ધ્યાન રાખો. યુવાઓ પોતાના કરિયરને લઈને થોડા તણાવમાં રહી શકે છે.

વ્યવસાયઃ- આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં પડકાર રહેશે.

લવઃ- વ્યવસાયિક તણાવને પરિવારની સુખ-શાંતિ ઉપર હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતા નાના-મોટા ઉતાર-ચઢાવ રહેશે.

અન્ય સમાચારો પણ છે...