• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope November 3rd Week 2021: November Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક ભવિષ્યફળ:14 થી 20 નવેમ્બર સુધી પાંચ રાશિના લોકો માટે સમય સારો રહેશે, મકર રાશિના લોકોને કિસ્મતનો સાથ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધન, કુંભ અને મીન સહિત 7 રાશિના લોકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે, કામકાજ ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર જોવા મળશે

આ સપ્તાહ ચંદ્ર મીન રાશિથી વૃષભ રાશિ સુધી જશે. આ દરમિયાન ચંદ્ર ઉપર સૂર્ય, મંગળ, બુધ અને ગુરુની દૃષ્ટિ પડશે. જેની શુભ-અશુભ અસર બધી જ રાશિ ઉપર જોવા મળી શકે છે. આ સપ્તાહ મેષ, વૃષભ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકોને નક્ષત્રોનો સાથ મળશે. આ રાશિના નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે. આર્થિક મામલે પણ આ સમય સારો રહેશે. ત્યાં જ, મિથુન, કર્ક, સિંહ, તુલા, ધન, કુંભ અને મીન રાશિના લોકો માટે આ 7 દિવસ ઠીકઠાક રહેશે. આ લોકોએ લેવડ-દેવડ અને રોકાણમાં સાવધાની જાળવવી પડશે. રોકાણમાં જોખમ લેવું નહીં અને કામકાજમાં પણ ઉતાવળ કરવાથી બચવું.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિના જાતકોનું ફળ...

મેષઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. ધાર્મિક સંસ્થાને લગતા કાર્યોમાં સારો સમય પસાર થશે. તમારા માન-સન્માનમાં પણ વધારો થશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- ખોટા કાર્યોમાં સમય નષ્ટ ન કરો તથા આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ તમારા તથા અન્ય લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. એટલે સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે.

વ્યવસાયઃ- તમારી યોજનાઓ તથા ગતિવિધિઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

લવઃ- પરિવાર સાથે મનોરંજનમાં સારો સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- વધારે પોલ્યૂશન તથા ભીડભાડની જગ્યાએ જવાનું ટાળો

------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક રહી શકે છે. ઘરમાં નજીકના લોકોના આવવાથી મનોરંજન અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. આ સમયે જો પ્રોપર્ટીને લગતી કોઈ ખરીદદારી કે વેચાણની યોજના બની રહી છે તો તેના ઉપર અમલ કરવાનો અનુકૂળ સમય છે.

નેગેટિવઃ- અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો. તમારી સાથે દગાબાજી થઈ શકે છે. તમારા કામથી કામ રાખો. અન્યના મામલાઓ ઉકેલવાના ચક્કરમાં થોડા લાભદાયક મામલાઓ હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન સમય સફળતાદાયક રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મધુર સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ સામે તમારું રક્ષણ કરો.

------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર તમારા જીવનમાં થોડા ખાસ પરિવર્તન લાવી રહ્યું છે, જે સારું સાબિત થશે. સમયનો સદુપયોગ કરવો પણ તમારી કાર્યક્ષમતા ઉપર જ નિર્ભર કરે છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ અસમંજસની સ્થિતિમાં કોઈ નજીકના વ્યક્તિ પાસેથી સલાહ લેવી યોગ્ય રહેશે.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્તતા રહેવાના કારણે તમારા સંબંધીઓને ઇગ્નોર ન કરો. સામાજિક ગતિવિધિઓમાં પણ હાજરી રાખવી જરૂરી છે. તમારો ગુસ્સો તથા આવેશ બનતા કાર્યોમાં પરેશાની ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે કાર્યને લગતી નવી નીતિઓ અંગે વિચાર કરવો જરૂરી છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાઈરલ તાવ અને શરીરમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે દિવસ અનુકૂળ છે. રોજિંદા દિનચર્યાથી અલગ પોતાના રસના કાર્યોમાં સમય પસાર કરો. તેનાથી તમારો શારીરિક અને માનસિક થાક દૂર થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇપણ નિર્ણય લેવામાં વધારે સમય લગાવવો તમારા હાથમાં આવેલી સફળતાને દૂર કરી શકે છે. મિત્રો સાથે વધારે મેલ-મિલાપ રાખવો સમયની બરબાદી જ છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી કોઇપણ મુશ્કેલીને શાંતિ અને ધૈર્ય સાથે ઉકેલવાની કોશિશ કરો.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે થોડી રચનાત્મક ગતિવિધિઓમાં પણ રસ લેશો તથા તમારી જીવનશૈલીને પણ ઉન્નત કરવા માટે કોશિશ કરતા રહેશો.

નેગેટિવઃ- પરણિતા વ્યક્તિઓને સાસરિયા પક્ષ સાથે કોઈ પ્રકારના મતભેદની સ્થિતિ રહી શકે છે, એટલે ધૈર્ય અને સંયમ જાળવી રાખવો જરૂરી છે. કોઈ પ્રકારના સ્થાન પરિવર્તનને લગતી ગતિવિધિઓને લઈને તણાવ રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે તમે ખૂબ જ કોશિશ કરશો અને સફળ પણ થશો.

લવઃ- સમયના અભાવના કારણે પતિ-પત્ની એકબીજા સાથે વધારે સમય પસાર કરી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે તળેલું કે મસાલેદાર ભોજન કરવાનું ટાળો.

------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે જોડાવાનો અવસર મળશે જેનાથી તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. પરિવાર સાથે ઘરની સજાવટને લગતી વસ્તુઓની ખરીદદારીમાં સમય પસાર થઇ શકે છે.

નેગેટિવઃ- તમારા વિરોધીઓની ગતિવિધિઓને પણ ઇગ્નોર ન કરો. ઇર્ષ્યાની ભાવના સાથે કોઇ તમારું નુકસાન કરી શકે છે. રોકાણને લગતા કાર્યોને હાલ ટાળવામાં જ તમારી ભલાઈ છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ધનને લગતા મામલાઓની યોજનાને શરૂ કરવા માટે સમય યોગ્ય છે.

લવઃ- ઘરના વાતાવરણને યોગ્ય તથા સુખમય જાળવી રાખવામાં જીવનસાથીનો સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને વધારે વ્યસ્તતાના કારણે શુગર લેવલ વધી શકે છે.

------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક ગતિવિધિઓ સાથે જોડાયેલાં વ્યક્તિની મદદ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. યુવાઓને પ્રતિયોગિતાને લગતી ગતિવિધિઓમાં સફળતા મળવાના ઉત્તમ યોગ છે. બજેટ પ્રમાણે ખર્ચ કરવો તમારી આર્થિક સ્થિતિને ઉત્તમ જાળવી રાખશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે આળસના કારણે તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે. નજીકના સંબંધીઓ સાથે વ્યવહાર કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરવો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી હાજરી તથા એકાગ્રતા વાતાવરણને અનુશાસિત જાળવી રાખશે.

લવઃ- પતિ-પત્નીના એકબીજા પ્રત્યે ભાવનાત્મક સંબંધ ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારના કારણે શારીરિક અને માનસિક થાક રહી શકે છે.

------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ મહિલાઓ માટે ખૂબ જ શુભ છે. તેમની ક્ષમતા તથા પ્રતિભાઓ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશે. મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે સંપર્ક સ્થાપિત થશે અને કોઇ વડીલ વ્યક્તિની મદદથી તમને કોઇ મહત્ત્વપૂર્ણ કામ પણ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇ સાથે પણ ખોટા વિવાદમાં ન પડશો. તેનાથી તમારું જ નુકસાન થશે તથા સમય ખરાબ થશે. વર્તમાન પરિસ્થિતિઓ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો. ધનની લેવડ-દેવડને લગતા કાર્યોમાં કોઇ પ્રકારની ગેરસમજ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં ધનને લગતા પેપરને લગતા કાર્યોમાં પૂર્ણ પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાને મહત્ત્વ આપશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે પગમાં દુખાવા અને સોજાની સમસ્યા રહેશે.

------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારી આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે. મિત્રો તથા પરિવારના લોકો તરફથી ચાલી રહેલી ચિંતાનું પણ સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ વિશેષ મુદ્દે વાતચીત કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો, નહીંતર નાની વાત અંગે પણ વિવાદ થઈ શકે છે. અનુભવની ખામી હોવાના કારણે કોઈ કામને હાથમાં લેશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં લીધેલાં નિર્ણયમાં શરૂઆતમાં મુશ્કેલીઓ તથા પરેશાનીઓ આવશે. જેના કારણે વધારે લાભ મળી શકશે નહીં. નોકરિયાત વ્યક્તિઓને સારા કાર્ય પ્રણાલીના કારણે ઉન્નતિ મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની એકબીજા સાથે ચાલી રહેલી ગેરસમજનું નિવારણ સમય રહેતાં લઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાસ કરીને વાહન સાવધાની પૂર્વક ચલાવો.

------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવું તમારી પ્રાથમિકતા રહેશે અને સફળતા પણ મળશે. કોઇ ધાર્મિક કે સામાજિક સમારોહમાં જવાનો અવસર મળી શકે છે. સંબંધોની મજબૂતી વધારવામાં તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ- બાળકોને લગતી કોઇ વાતને લઇને ઘરના વાતાવરણમાં થોડી નિરાશા રહેશે. સમસ્યાને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. કોઇ મિત્રની સલાહ તમારા માટે નકારાત્મક સાબિત થઇ શકે છે, એટલે તમારી ક્ષમતાઓ ઉપર જ વિશ્વાસ રાખવો યોગ્ય છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇપણ પ્રકારની પાર્ટનરશિપ માટે સમય અનુકૂળ છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ ઘર-પરિવારના વાતાવરણને મધુર જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારના કારણે શારીરિક અને માનસિક થાક હાવી રહેશે.

------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે કાર્યોને ઉતાવળની જગ્યાએ સહજ રીતે સમજી-વિચારીને પૂર્ણ કરવાની કોશિશ કરો, તેનાથી તમને સારું પરિણામ મળી શકે છે. પરિવાર તથા સમાજમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઈ અટવાયેલાં રૂપિયા પણ પાછા મળી શકે છે.

નેગેટિવઃ- ઉતાવળ કે બેદરકારીના કારણે થોડા કાર્યોમાં મુશ્કેલીઓ વધી શકે છે. બાળકો ઉપર વધારે રોક-ટોક ન કરો, તેનાથી તેમના આત્મબળમાં ઘટાડો આવી શકે છે. ક્યારેક અકારણ જ તમારો વધારે ગુસ્સો કરવો તમારા માટે નુકસાનદાયી રહી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વર્તમાન ગતિવિધિઓ ઉપર તમારું વધારે ધ્યાન કેન્દ્રિત રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ મુદ્દાને લઈને થોડા વિવાદની સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી સમસ્યાઓને વધવા દેશો નહીં.

------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારી પ્રભાવશાળી વાણી તથા વ્યવહાર અન્ય લોકો ઉપર પોઝિટિવ પ્રભાવ છોડશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું ખાસ યોગદાન રહેશે. ઘર તથા વ્યવસાયમાં થોડી નવી યોજનાઓ બનશે.

નેગેટિવઃ- ભાઈ-બહેનો સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે, એટલે થોડી સાવધાની જાળવો. ક્યારેક એવું લાગશે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી. પરંતુ તે તમારો વહેમ જ હશે એટલે પોઝિટિવ રહો.

વ્યવસાયઃ- મશીન તથા ખાનપાનને લગતા વ્યવસાયમાં સારો કરાર પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અકારણ જ કોઈ મનમુટાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સપ્તાહ તમને અપચા જેવી ફરિયાદ રહી શકે છે.