• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope May 4th Week 2021: May Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:29 મે સુધી કર્ક અને કન્યા સહિત 5 રાશિના લોકોને જોબ અને બિઝનેસમા લાભ મળશે, ધનલાભના પણ યોગ છે

એક વર્ષ પહેલા
  • આ સપ્તાહ મેષ, મિથુન અને સિંહ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે, ધનહાનિના યોગ બની રહ્યા છે

23 થી 29 મે દરમિયાન ચંદ્ર કન્યાથી ધન રાશિ સુધી જશે. આ સપ્તાહ ચંદ્ર ઉપર મંગળ અને ગુરુની દૃષ્ટિ રહેવાથી 2 શુભયોગ બનશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે ગ્રહ-નક્ષત્રોના પ્રભાવથી આ સપ્તાહ કર્ક રાશિના લોકોના રોકાણ માટે આ સાત દિવસ સારા રહેશે. દુશ્મનો ઉપર વિજય મળી શકે છે. કન્યા રાશિના લોકોને નોકરી અને બિઝનેસમા લાભ મળી શકે છે. યોજનાઓ પણ ફાયદાકારક રહેશે. તુલા રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ ફાયદાકારક રહેશે. અટવાયેલાં રૂપિયા પાછા મળવાના યોગ છે. ધન રાશિના લોકોને નોકરી અને બિઝનેસ સાથે જોડાયેલી સફશતા મળી શકે છે. કુંભ રાશિના લોકોની આવકના સોર્સમાં વધારો થશે. કામકાજના વિઘ્નો દૂર થઇ શકે છે.

આ સપ્તાહ વૃષભ, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકો માટે આ સાત દિવસ મિશ્રિત રહી શકે છે. આ સિવાય મેષ રાશિના લોકોએ દેવાદારીથી બચવું. સમય ઠીક નથી. મિથુન રાશિના લોકોને ધનહાનિના યોગ છે. રોકાણમાં સાવધાની રાખવી. સિંહ રાશિના લોકોએ લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાનું નિવારણ થવાથી પોતાને તણાવમુક્ત અનુભવ કરશો. અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. સામાજિક સીમા પણ વધશે. મન પ્રમાણે પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે.

નેગેટિવઃ- અજાણ્યા વ્યક્તિઓ સાથે વધારે મેલજોલ રાખવું પરેશાનીનું કારણ બની શકે છે, એટલે સાવધાન રહો. તમારી કોઇ નકારાત્મક વાતના કારણે થોડા લોકો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણયને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયિકઃ- આ સપ્તાહ કોઇપણ પ્રકારનું વેપારને લગતું ઉધાર લેવાની કોશિશ ન કરો.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારના કારણે થાક અને પગનો દુખાવો રહી શકે છે.

-----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ અને પરેશાન અનુભવ કરશો. આ પોઝિટિવ ફેરફારના કારણે તમારી પારિવારિક તથા વ્યવસાયિક જવાબદારીઓને યોગ્ય નિભાવવામાં પણ સક્ષમ રહેશો. તમારા રસ તથા શોખને પૂર્ણ કરવામાં સમય સુખમય સમય પસાર થશે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇ ગેરસમજ પેદા થઈ શકે છે. કામનો વધારે ભાર તમને અનિદ્રા અને બેચેનીની સમસ્યા વધારી શકે છે. જોકે તમે આ સમસ્યાઓથી બહાર આવવાની પૂર્ણ કોશિશ કરશો.

વ્યવસાયિકઃ- કારોબારી પરિસ્થિતિ વધારે સારી થતી જશે.

લવઃ- પરિવાર સાથે હરવા-ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

-----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઈ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાવાની કોશિશ કરો. ધાર્મિક ક્રિયાઓમાં પણ વ્યવસ્થા બની રહેશે. તન અને મન બંને પ્રફુલ્લિત રહી શકે છે. પરિવાર સાથે ઘરને લગતી વસ્તુઓની ખરીદદારીમાં પણ સુખદ સમય પસાર થશે.

નેગેટિવઃ- તમારા વિરોધીઓની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખો. તમે કોઇ ષડયંત્રનો શિકાર થઇ શકો છો. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેશો નહીં. આ સમય શાંતિપૂર્ણ પસાર કરવાનો છે.

વ્યવસાયિકઃ- આ સપ્તાહ વ્યવસાયમાં કોઇ કામ પ્રત્યે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ- પરિવાર સાથે કોઇ ધાર્મિક અનુષ્ઠાનમા જવાનો અવસર પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો, માઇગ્રેનની સમસ્યા વધી શકે છે.

-----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી યોજનાને શરૂ કરવા માટે આ સપ્તાહ યોગ્ય છે. આત્મ મંથન કરો. રોજિંદા જીવનથી અલગ પોતાની દબાયેલી ક્ષમતા અંગે પણ વિચારો.

નેગેટિવઃ- એકાગ્રતા ઘટી શકે છે. મનમાં અકારણ જ ગુસ્સો અને ચીડિયાપણું અનુભવ થઇ શકે છે. તમે આ ખામીઓ ઉપર કાબૂ મેળવીને તમારા કામ ઉપર ધ્યાન આપશો. ભાગ્યને દોષ ન આપીને સમયને સમજવાની જરૂરિયાત છે.

વ્યવસાયિકઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં તમારા સહયોગીઓની સલાહને પણ સર્વોપરિ રાખો.

લવઃ- જીવનસાથીને પોતાની યોજનાઓ અને કાર્યોમાં સામેલ કરવા તમારા માટે ભાગ્યવર્ધક સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

-----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સમય આરામ અને શાંતિ આપવા માટે તૈયાર છે. તમે તમારા વ્યક્તિગત કાર્યોની જગ્યાએ પોતાની આંતરિક શક્તિઓને ફરી એકઠી કરવામાં ધ્યાન આપો. ભવિષ્યને લગતી યોજનાઓ માટે વિચાર કરવો અનુકૂળ છે.

નેગેટિવઃ- ઘરમાં બાળકોની કોઇ સમસ્યાને લઇને તણાવ રહી શકે છે. સમયનો ઉકેલ લાવવામાં ધ્યાન રાખો કે તમારો કોઈ નિર્ણય ખોટો સાબિત ન થાય. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો અને શાંતિથી સમસ્યાનું સમાધાન લાવો.

વ્યવસાયિકઃ- આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ થઇ શકે છે.

-----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ફાયદાકારક યોજનાઓ બનશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે ખાસ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. સુકૂન અને શાંતિથી તમે તમારા કાર્યોને અંજામ આપશો. મહેમાનોના સ્વાગતમાં પણ તમે કોઈ ઉણપ આવવા દેશો નહીં.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ થઇ શકે છે. તમે ગમે તેટલું સાવધાની પૂર્વક કામ કરો, કોઇને કોઇ નુકસાન તો થશે જ. અન્ય લોકોની આલોચનામા રસ રાખશો નહીં. કેમ કે તેની નકારાત્મક અસર તમારા ઉપર જ પડી શકે છે.

વ્યવસાયિકઃ- નવો વેપાર શરૂ કરવા માટે સપ્તાહ અનુકૂળ છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે તથા પરિવારમાં સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવો અને કબજિયાત જેવી પરેશાની થઈ શકે છે.

-----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ બહારની ગતિવિધિઓની જગ્યાએ નજીકના સંપર્કને મજબૂત કરવામાં ધ્યાન આપો. ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક પરિસ્થિતિ બનાવી રહ્યું છે. કોઈ ફસાયેલાં રૂપિયા કઢાવવા માટે કરવામાં આવેલ કોશિશ હવે સફળ થશે.

નેગેટિવઃ- કાર્યોમાં આવી રહેલાં વિઘ્નો તમારા મનોબળમા ઘટાડો લાવશે. આ સમયે ધૈર્ય રાખવું. તમારા સગા-સંબંધીઓ સાથે ખરાબ કે કઠોર ભાષાનો પ્રયોગ કરવાથી બચવું.

વ્યવસાયિકઃ- આ સપ્તાહ જે પણ સફળતા મળે, તેના ઉપર વધારે વિચાર ન કરીને તરત પ્રાપ્ત કરી લો.

લવઃ- જીવનસાથીની સલાહ લઇને કામ કરવું તમારા પ્રગતિના રસ્તાને સરળ બનાવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

-----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઈપણ ગતિવિધિમાં હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું તમારા માટે વધારે ફાયદાકારક સાબિત થશે. નજીકના સંબંધીઓ સાથે પ્રોપર્ટીને લઇને ગંભીર અને લાભદાયક ચર્ચા-વિચારણા થશે.

નેગેટિવઃ- કામ વધારે રહેવાના કારણે સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. જેન કારણે ઘરની વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ શકે છે. તમારા સ્વભાવમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે સારા સાહિત્ય તથા સારા લોકોના સંપર્કમાં રહો.

વ્યવસાયિકઃ- રાજનીતિ તથા અનુભવી વ્યક્તિની સલાહ તથા મદદ તમારા વ્યવસાયને નવી દિશા આપશે.

લવઃ- ઘરની દેખરેખમાં પતિ-પત્નીનો સહયોગ ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

-----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક તથા મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક બનાવવા લાભદાયક સાબિત થશે. બાળકોના કરિયર કે શિક્ષાને લગતી કોઇ ચિંતાનું સમાધાન મળી શકશે. સમાજમાં તમારી કોઇ વિશિષ્ટ ઓળખ ઊભી થઈ શકે છે.

નેગેટિવઃ- આ સમયે ભાવુકતા અને ઉદારતા તમારી નબળાઈ રહેશે. તમારી આ ખામીઓ ઉપર વિજય પ્રાપ્ત કરવો જરૂરી છે. વિદ્યાર્થીઓ અહીં-ત્યાંની વાતો છોડીને અભ્યાસ ઉપર ધ્યાન આપે. સોશિયલ મીડિયા અને પ્રેમ પ્રસંગોથી દૂર રહે.

વ્યવસાયિકઃ- કારોબારમાં કોઈ નવી સફળતા તમારી રાહ જોઈ રહી છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે શારીરિક નબળાઈ રહી શકે છે.

-----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારી પ્રતિભાને ઓળખો. સમય તમને પરિસ્થિતિનો સદુપયોગ કરવાની પ્રેરણા આપી રહ્યું છે. એટલે સમયના મહત્ત્વને સમજીને તમારા કામ પૂર્ણ કરવામા ધ્યાન આપો. આ સમયે બનાવેલી યોજનાઓ નજીકના ભવિષ્યમાં શુભ અવસર આપશે.

નેગેટિવઃ- ક્યારેક તમારા ઉપર વધારે વિશ્વાસ અને મનમરજી કરવી અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે, સમય પ્રમાણે પોતાના સ્વભાવમાં લચીલાપણુ લાવો. કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.

વ્યવસાયિકઃ- પબ્લિક ડીલિંગને લગતા કાર્યો પૂર્ણ કરવા માટે આ સમય ઉત્તમ છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

-----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ લોકોની ચિંતા ન કરીને પોતાના મન પ્રમાણે કાર્યો ઉપર ધ્યાન આપો. પરિસ્થિતિ તમારા માટે સારી સફળતા ઊભી કરી રહી છે. તમારી યોગ્યતા પણ લોકો સામે જાહેર થશે.

નેગેટિવઃ- ક્યારેક અન્યની નકારાત્મક વાતોના કારણે તમારું મન વિચલિત થઈ શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમ રાખવો જરૂરી છે. બાળકોની ગતિવિધિ તથા સંગત ઉપર પણ નજર રાખો.

વ્યવસાયિકઃ- કાર્યક્ષેત્રમાં લગભગ બધા જ કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થતા જશે. આવકના સ્ત્રોત પણ વધશે.

લવઃ- કોઇ વિપરીત લિંગના મિત્ર સાથે મુલાકાત તમારા મનને પ્રફુલ્લિત રાખશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

-----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- પરિસ્થિતિના કારણે કાર્યોમાં આવી રહેલી મુશ્કેલીઓથી આજે રાહત મળી શકે છે. કોઇ પોલિસી વગેરેમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિની સલાહનું પાલન કરવું તમારા હિતમા રહેશે.

નેગેટિવઃ- માત્ર પોતાની મનમાની ન કરીને અન્યની વાતો ઉપર પણ ધ્યાન આપો. કોઇ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં કટુતાના કારણે તમે તણાવમાં રહેશો. જોકે, તમારી સલાહથી પરિસ્થિતિઓ નિયંત્રણમાં પણ રહેશે.

વ્યવસાયિકઃ- વ્યવસાયમાં સરકારી કાર્યોને લગતા કોઇ વિઘ્ન આવી શકે છે.

લવઃ- સંબંધોને મજબૂત જાળવી રાખવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.