તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope May 2nd Week 2021: May Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:વૃષભ, કન્યા, તુલા અને મીન રાશિના નોકરિયાત લોકો માટે આ સપ્તાહ ખૂબ જ ખાસ રહી શકે છે, મેષ રાશિ સાવધાન

4 મહિનો પહેલા
  • કર્ક, વૃશ્ચિક, ધન અને મકર રાશિના લોકો ઉપર આ સપ્તાહ નક્ષત્રોની મિશ્રિત અસર રહી શકે છે

9 થી 15 મે દરમિયાન ચંદ્ર મીન રાશિથી મિથુન રાશિ સુધી જશે. આ સપ્તાહ ચંદ્ર ઉપર શુભ ગ્રહોની અસર રહેશે. જેથી 7 રાશિઓ માટે આ સમય સારો રહેશે. એસ્ટ્રોલોજર અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ 7 દિવસોમાં વૃષભ રાશિના લોકોને નોકરીમા નવી ઓફર અને તક મળી શકે છે. રોકાણ માટે પણ સારો સમય છે. મિથુન રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે. પ્રોપર્ટી ખરીદદારીના પણ યોગ બની રહ્યા છે.

સિંહ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. સાથે જ આત્મવિશ્વાસ પણ વધશે. કન્યા રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં મહત્ત્વપૂર્ણ તક મળી શકે છે. તુલા અને મીન રાશિના લોકો માટે નોકરી અને બિઝનેસમાં સારો સમય રહેશે. ઉન્નતિના યોગ બની રહ્યા છે. ત્યાં જ, કુંભ રાશિના લોકોને પણ નક્ષત્રોનો સાથ મળી શકે છે. નોકરી બદલવા ઇચ્છો છો તો બદલી શકો છો. સારા યોગ બની રહ્યા છે. આ સિવાય કર્ક, વૃશ્ચિક, ધન અને મકર રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે અને મેષ રાશિના લોકોએ ખાસ સાવધાન રહેવું પડશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે બારેય રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- અધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ તમારા સ્વભાવને વધારે પોઝિટિવ જાળવી રાખશે. બધા કાર્યો સમજી-વિચારીને તથા શાંતિથી પૂર્ણ કરવાની કોશિશ કરે. તમને ચોક્કસ સફળતા મળી શકે છે. નજીકના લોકો સાથે હસી-મજાક તથા મનોરંજનમાં પણ સમય પસાર કરો

નેગેટિવઃ- ધ્યાન રાખો કે બેઠા-બેઠા તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. જેના કારણે કોઇ નજીકના વ્યક્તિનો તમારી ઉપર આરોપ-પ્રત્યારોપ લાગી શકે છે. જોકે, જલ્દી જ તેની હકીકતનો ખુલાસો પણ થઇ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને લગતા કોઇપણ કાર્યમાં સમજી વિચારીને નિર્ણય લેવો.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ મધુર અને સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇપણ કાર્યને લઇને વધારે તણાવ લેવો નહી, કેમ કે તેની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે જે કામ કરવાનું વિચારી રહ્યા છો તેને પૂર્ણ કરીને જ રહેશો. સાથે જ કોઇ વડીલ વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ પણ તમારી મદદ કરશે. સામાજિક કાર્યોમાં તથા કોઇ સમાજ સેવી સંસ્થામાં પણ તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ- પરિવારના કામો ઉપર વધારે ધ્યાન આપશો નહીં જેના કારણે થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. ખરાબ આદતો તથા ખરાબ પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. તમારું જ કોઇ નજીકનું સંબંધી તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- થોડા નવા કાર્યો કરવાની યોજના બનશે. આ સમયે રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે.

લવઃ- કોઇ પ્રિય વ્યક્તિને લગતી અનહોનીના સમાચાર મળવાથી પરિવારમાં દુઃખદ વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઇ સારા અને શુભ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. આ સમયે પ્રોપર્ટીની ખરીદદારીને લગતા યોગ પણ બની રહ્યા છે. ઘરના રિનોવેશનને લગતી યોજના પણ બની શકે છે.

નેગેટિવઃ- અહંકારના કારણે તમારા થોડા બનતા કાર્યો ખરાબ થઇ શકે છે. તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. ખોટા ખર્ચાથી બજેટ ખરાબ થઇ શકે છે. ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવામા જ સમજદારી છે.

વ્યવસાયઃ- વેપારને લગતા કાર્યોમા વધારે પ્રચાર કરવો ફાયદાકારક રહી શકે છે.

લવઃ- પરિવાર સાથે મનોરંજન અને હરવા-ફરવાને લગતા પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઇ સમાજ સેવી સંસ્થા સાથે જોડાવવું તથા તેમાં તમારો સહયોગ આપવામાં તમારા મોટાભાગનો સમય પસાર થશે. જો ઘર-પરિવર્તન કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે યોજના બનાવવા માટે સમય ઉત્તમ છે.

નેગેટિવઃ- ધ્યાન રાખવું કે તમારા અહંકારના કારણે તમારા થોડા બનતા કાર્યો ખરાબ થઇ શકે છે. ભાઇઓ સાથે કોઇ મનમુટાવની સ્થિતિ ઊભી થઇ શકે છે. સમજદારી તથા શાંતિપૂર્ણ રીતે કામ લેવાથી પરિસ્થિતિઓ ઠીક થઇ જશે.

વ્યવસાયઃ- વેપારને લગતી ગતિવિધિઓ અંગે વધારે પ્રચાર કરવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના સહયોગ દ્વારા ઘર તથા વ્યવસાયને લગતા બધા કાર્યોને યોગ્ય રીતે સંપન્ન કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- વારસાગત બીમારીને લગતો કોઇ જૂનો રોગ ફરી થઈ શકે છે.

----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી મહેનતનું પોઝિટિવ પરિણામ આશા કરતા વધારે મળી શકે છે. જેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. જે કાર્યો પૂર્ણ ન થવાથી તમે આશા ગુમાવી ચૂક્યા હતા તે કામ આજે ખૂબ જ સરળતાથી પૂર્ણ થઇ શકે છે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ વધશે.

નેગેટિવઃ- કોઇની સાથે રૂપિયાની લેવડ-દેવડ કરતી સમયે બધા સ્તર અંગે ચર્ચા-વિચારણા કરીને જ આગળ વધવું. બાળકોની સમસ્યાઓને તેમની સાથે બેસીને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વેપારમા નવા કરાર મળશે. માત્ર મહેનત અને કર્મચારીઓ પાસેથી કામ કઢાવવામાં તમારી સફળતા નિર્ભર કરે છે.

લવઃ- ઘરની વ્યવસ્થા યોગ્ય જાળવી રાખવામાં જીવનસાથીનો સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે શરદી અને થાકના કારણે ગળા અને પેટને લગતો દુખાવો પરેશાન કરી શકે છે.

----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ અનેક પ્રકારની લાભદાયક અને સુખમય પરિસ્થિતિઓ બની રહી છે. આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં તથા સંપૂર્ણ ઊર્જા એકઠી કરીને તમારા કામ ઉપર ધ્યાન લગાવો.

નેગેટિવઃ- બાળકો ઉપર વધારે પ્રતિબંધ ન લગાવો, તેનાથી તેમના આત્મબળમાં ઘટાડો આવી શકે છે. નકારાત્મક વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં તથા સમજદારી અને શાંતિથી કામ લેવું.

વ્યવસાયઃ- આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં થોડા મહત્ત્વપૂર્ણ અવસર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જાળવી રાખવા માટે થોડો સમય એકસાથે પસાર કરો.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું.

----------------------------

તુલા

પોઝિટિવઃ- ઘરમાં ધાર્મિક અનુષ્ઠાનને લગતા કાર્યો સંપન્ન થઈ શકે છે જેના કારણે પોઝિટિવ ઊર્જા રહેશે. બાળકોની ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી મનમાં સુકૂન રહેશે. ઘરના વડીલોનું માન-સન્માન અને આદર જાળવી રાખો.

નેગેટિવઃ- ક્યારેક તમારું વધારે દખલ કરવું ઘરના વાતાવરણને ખરાબ કરી શકે છે. તમારા વ્યવહારને સંયમિત રાખો. ભાઈઓ સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન વ્યવસાયમાં તમારા દ્વારા કરવામાં આવેલ કોશિશ દ્વારા નવી સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- પરિવારના લોકો સાથે થોડો સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- છેલ્લી થોડી અસફળતાઓથી બોધપાઠ લઇને તમે તમારા કાર્યોને વધારે સારી રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો. તમારી ખોવાયેલી કોઇ પ્રિય વસ્તુના મળી જવાથી અથવા કોઇ મન પ્રમાણે કામ બની જવાથી વધારે પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- પોતાના ઉપર કામનો વધારે ભાર લેવો નહીં, કામ પૂર્ણ ન થવાથી પછતાવું પડી શકે છે. સપ્તાહની શરૂઆતમાં જ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાની રૂપરેખા બનાવી લેવી. તમારી બનાવેલી નીતિઓ ઉપર જ ધ્યાન આપો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઉત્તમ રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અનુભવ કરશો.

----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આર્થિક મામલાને પૂર્ણ કરવા માટે આ સપ્તાહ સારું રહેશે. સમાજસેવી સંસ્થાઓમાં થોડું ધ્યાન આપો સમાજમાં તમારું માન-સન્માન વધશે વડીલોની સેવા અને દેખરેખ કરવામાં સમય પસાર થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે જ્યારે તમારો શંકાશીલ સ્વભાવ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. દેખાડાની પ્રવૃત્તિથી બચવું ખર્ચ કરતી વખતે ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- તમારી કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર કરવો.

લવઃ- પારિવારિક સભ્યો સાથે ખરીદદારીને લગતો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- પારિવારિક મતભેદ કોઈની મદદથી ઉકેલાઈ જશે માત્ર સૂર્ય અને એકબીજા ઉપર વિશ્વાસ જાળવી રાખવાની જરૂર છે. મોટા ભાગનો સમય અધ્યાત્મ તથા થોડા ગુઢ વિષયોને જાણવામાં પસાર થશે. સલમાન અને પ્રતિષ્ઠા બની રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી કોઈ ગુપ્ત વાત સાર્વજનિક થઈ શકે છે. જેના કારણે અનેક મિત્રો સાથે સંબંધોમાં કટુતા આવવાની સંભાવના છે. થોડો સમય ધાર્મિક સ્થળોએ જઇને એકાંતમાં પસાર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં દરેક ગતિવિધિ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- વધારે કામ હોવા છતાં તમે તમારા પરિવાર માટે યોગ્ય સમય કાઢી શકશો. કંઈક નવું કરવાની ઉમંગ અને જોશ રહેશે. ધર્મ તથા અધ્યાત્મમાં રસ જાગૃત થશે વિદ્યાર્થીઓને કરીઅરને લગતી પરીક્ષાનું પરિણામ મળશે.

નેગેટિવઃ- વાત વિના કોઈની સાથે વિવાદમાં પડશો નહીં. તેનાથી તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે. લોટરી જુગાર સટ્ટો સેવાકાર્યોથી દુર રહો કેમ કે તેનાથી નુકસાન થવાની સંભાવના છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગીઓનું કાર્ય પ્રત્યે પૂર્ણ સમર્પણ રહેશે.

લવઃ- કામ વધારે હોવા છતાં તમે પરિવારને વધારે સમય આપી શકો છો.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત ખાનપાનના કારણે ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યા અનુભવ થશે.

----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઈ લાભની યોજના ઉપર કાર્ય શરૂ થઈ શકે છે કામકાજ અને પારિવારિક જવાબદારીઓ ની વચ્ચે તાલમેલ બેસાડવો એક પડકાર રહેશે પરંતુ તમે બધા કામ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશે આ દરમિયાન વિદ્યાર્થીઓને પણ સારું પરિણામ મળશે

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવાથી તમે મુશ્કેલીમાં પડી શકો છો કોઈ દગો પણ આપી શકે છે કોઇ નજીકના સંબંધીની સાથે ક્લેશ કે વિવાદની સ્થિતિ ઉભી થવા દેશો નહીં

વ્યવસાયઃ- વ્યવસાયમાં વિસ્તારની જે રૂપરેખા તમે બનાવી હતી, તેના ઉપર કામ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે.

લવઃ- જીવનસાથી સાથે ઘરની કોઇ સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.