તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope March 4th Week 2021: March Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપ્તાહિક રાશિફળ:21 થી 27 માર્ચ સુધી નવ રાશિઓ ઉપર નક્ષત્રોનો શુભ પ્રભાવ રહેશે, અનેક લોકોને સફળતા મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ 7 દિવસોમાં વૃષભ, સિંહ અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું જોઇએ

21 થી 27 માર્ચ સુધી ચંદ્ર વૃષભથી સિંહ રાશિ સુધી જશે. આ દિવસોમાં ગ્રહોની સ્થિતિથી 9 રાશિઓ માટે સમય સારો રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહ મેષ રાશિના લોકોને કાર્યક્રમાં ફેરફારને લગતી નીતિઓમાં સફળતા મળવાના યોગ છે. મિથુન રાશિના નોકરિયાત લોકોના પક્ષમાં વાતાવરણ રહેશે. કર્ક રાશિના લોકોના અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે અને નવી યોજનાઓ બનશે.

કન્યા રાશિના લોકોના કામથી વરિષ્ઠ અધિકારી પણ પ્રસન્ન રહેશે. તુલા રાશિના લોકો માટે સમય સુખદ અનુભવ કરાવશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. વૃશ્ચિક રાશિના લોકોનું અટવાયેલું પેમેન્ટ કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. ધન રાશિના લોકો માટે આ સપ્તાહ લાભકારી સિદ્ધ થઇ શકે છે. પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં પોઝિટિવ પરિવર્તન આવશે.

કુંભ રાશિના લોકોને ક્યાંક અટવાયેલું કે ઉધાર આપેલું ધન પાછું મળી શકે છે. મીન રાશિના લોકોને આ સપ્તાહ કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના કે શુભ સમાચાર પ્રાપ્ત થશે. આ સિવાય વૃષભ, સિંહ અને મકર રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. આ કારણે આ 7 દિવસ મિશ્રિત ફળ આપનાર રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 7 રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા અને તણાવથી રાહત મળશે. સામાજિક કાર્યોની જગ્યાએ પોતાના વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન આપો કેમ કે, કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો નજીકના ભવિષ્યમાં તમારા માટે લાભદાયક પરિસ્થિતિ મળી શકે છે.

નેગેટિવઃ- તમારા વ્યવહારને સહજ જાળવી રાખો. ગુસ્સાની જગ્યાએ સ્થિતિ ખરાબ થઇ શકે છે. બાળકોને તમારા સહયોગની પણ જરૂરિયાત પડશે, એટલે થોડો સમય તેમના માટે પણ કાઢવો.

વ્યવસાયઃ- આ સપ્તાહ થોડા નવા વ્યવસાયિક કરાર પ્રાપ્ત થશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- ડાયાબિટીઝ તથા બ્લડ પ્રેશરને લગતી પરેશાનીઓ વધી શકે છે.

-----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારા પોઝિટિવ વિચાર તમારા માટે નવી સફળતાનું નિર્માણ કરી રહી છે. તમે પોતાના વિકાસ માટે મનન કરશો. તમારી અંદર કઇંક સારું શીખવા અને કરવાની ઇચ્છા શક્તિ પણ જાગૃત થશે.

નેગેટિવઃ- વધારે ભીડભાડમાં જવાનું ટાળો. મનની શાંતિ માટે કોઇ એકાંત સ્થાનમાં થોડો સમય પસાર કરવો તમને સુકૂન આપશે. કોઇપણ પ્રકારના રૂપિયા-પૈસાને લગતી લેવડ-દેવડ ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સમાન વિચારધારાના લોકો સાથે મેલજોલ તમારા માટે લાભદાયક રહેશે.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સજાગ રહે.

-----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ઘરને લગતા કાર્યોને પૂર્ણ કરવામાં વ્યસ્તતા રહેશે. કોઇ વિશેષ વ્યક્તિનું સાનિધ્ય પ્રાપ્ત થશે. જેના દ્વારા તમારી વિચારધારામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવશે. ભાઇઓ સાથે ચાલી રહેલો સંપત્તિનો વિવાદ એકબીજાની સહેમતી અને કોઇની દખલ દ્વારા ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- કોઇ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. બનતા કાર્યોમાં પણ થોડા વિઘ્નો આવી શકે છે. અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરો, નહીંતર તમે તમારું જ નુકસાન કરી શકો છો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું માન-સન્માન અને વચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી હળવી પરેશાની રહેશે.

-----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો આ સપ્તાહ તેને પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે. બધા પ્રકારના સંબંધોમાં સુધાર આવશે અને ચારેય તરફથી સુખ અનુભવ થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારી શંકા કરવાની પ્રવૃત્તિ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. એટલે તમારા વિચારોને પોઝિટિવ જાળવી રાખો. જૂની સંપત્તિને લગતી સમસ્યા ફરી ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ધનલાભ પ્રાપ્તિ માટે કરવામાં આવેલાં નવા કરાર વિકસિત થશે તથા નવી યોજનાઓ બનશે.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે થાક અને નબળાઇ અનુભવ થશે.

-----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ભાગ્ય તમારા પક્ષમાં છે. વિધ્નો તથા મુશ્કેલીઓ આવવા છતાં તમે તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં કોઇ વિવાદમાં પણ સ્થિતિ સચવાઇ જશે. મિત્રો અને સહયોગીઓ સાથે સંબંધ ગાઢ બનશે.

નેગેટિવઃ- તમારા બજેટને તમારી જરૂરિયાતો પ્રમાણે સીમિત અને સંતુલિત રાખો. જમીન કે વાહન માટે જો ઉધાર લેવાની યોજના બની રહી છે તો તેના ઉપર ફરી એકવાર વિચાર કરો. ઘરના કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમં અનેક કામ અટકી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં કોઇ બહારના વ્યક્તિના કારણે ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે કોઇ પ્રકારની બેદરકારી નુકસાનદાયી સાબિત થઇ શકે છે.

-----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઇ મહત્ત્વપૂર્ણ કામમાં સફળતા મળવાથી ઉત્સાહ વધશે. જેથી તમે તમારો થાક ભૂલી જશો. કોઇપણ પ્રકારની સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાની ઉત્તમ સંભાવના છે.

નેગેટિવઃ- કરિયર અને વ્યક્તિગત કાર્યોમાં તમારા અહંકારને આડે આવવા દેશો નહીં. નહીંતર બનતું કામ ખરાબ થઇ શકે છે. વધારે ઉતાવળ અને ઉત્તેજનાના કારણે કોઇ સાથે સંબંધ પણ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા વ્યવસાયમાં મદદગાર સાબિત થઇ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

-----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સમય સુખદ અનુભવ કરાવશે. આર્થિક સ્થિતિ વધારે સારી રહેશે. પોતાના જ લોકો વચ્ચે સમય પસાર કરવાથી આત્મિક સુખ મળશે. બાળકોને વિદેશ જવાને લગતી કાર્યવાહી પણ શરૂ થઇ જશે.

નેગેટિવઃ- આસ-પાડોસમાં સંબંધને યોગ્ય જાળવી રાખવા જરૂરી છે. વિરોધ હાવી થશે, પરંતુ તમારી સામે ટકી શકશે નહીં. ક્યારેક તમારો ઉગ્ર સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય ઉત્તમ રહેશે. અટવાયેલાં કાર્યો ગતિ પકડશે. કર્મચારીઓનો પણ તમારા પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

-----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘણાં સમયથી કોઇ અટવાયેલું પેમેન્ટ કે ઉધાર આપેલાં રૂપિયા મળવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવી જશે. કોઇ મુશ્કેલ કાર્યમાં નજીકના મિત્રનો યોગ્ય સહયોગ પ્રાપ્ત થશે. જમીન-જાયદાદને લગતું કોઇ કામ પણ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- અનેકવાર ઉતાવળ અને અતિ ઉત્સાહથી કામ ખરાબ થઇ શકે છે. જેનાથી ઘરની સુખ-શાંતિ પણ પ્રભાવિત થઇ શકે છે. પાડોસીઓ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં. વાહન કે મશીનને લગતા ઉપકરણોનો પ્રયોગ ધ્યાનથી કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં જો કોઇ સાથે પાર્ટનરશિપ કરવાની યોજના બની રહી છે તો તેના અંગે ગંભીરતાથી અમલ કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ પ્રસન્નતા પૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

-----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારા માટે લાભકારી સિદ્ધ થઇ શકે છે. તમારા સપના અને કલ્પનાઓ સાકાર કરવાનો ઉત્તમ સમય છે. તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. અનેક પરેશાનીઓનો ઉકેલ મળશે. સંબંધીઓ સાથે થયેલાં વિવાદનો ઉકેલ આવવાથી સંબંધોમાં ફરી મધુરતા આવશે.

નેગેટિવઃ- કોઇ અપ્રિય વ્યક્તિના ઘરમાં આગમનથી વાતાવરણ નકારાત્મક થઇ શકે છે. આ તણાવની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડશે. ઘરના વડીલ વ્યક્તિની સલાહ અને સહયોગ લો.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં પોઝિટિવ પરિણામ મળશે.

લવઃ- ઘરના વાતાવરણને યોગ્ય જાળવી રાખવામાં જીવનસાથીનો મહત્ત્વપૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- લોહીને લગતી કોઇ સમસ્યા થઇ શકે છે.

-----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સપ્તાહ માન-પ્રતિષ્ઠા વર્ધક છે. તમારી આસપાસના પોઝિટિવ લોકો સાથે વાતચીત કરીને તમે પોતાને હળવા અનુભવ કરી શકો છો. શાનદાર સમય પસાર થઇ શકે છે. દૈનિક કાર્યો સાથે-સાથે તમે અન્ય કાર્યો પણ ખૂબ જ સહજતાથી પૂર્ણ કરી શકશો.

નેગેટિવઃ- બાળકોને વધારે ઢીલ આપશો નહીં. નહીંતર પરેશાની ઊભી થઇ શકે છે. થોડા લોકોની વચ્ચે અપમાનિત થવું પડી શકે છે. રૂપિયા આવે તે પહેલાં જવાનો રસ્તો પણ તૈયાર રહેશે એટલે ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું.

વ્યવસાયઃ- ભાગીદાર અને કર્મચારીઓ સાથે ચાલી રહેલાં સંબંધોમાં તણાવ પૂર્ણ થશે.

લવઃ- પારિવારિક સભ્ય દરેક મુશ્કેલ સ્થિતિમાં તમારી સાથે રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદી, ઉધરસ અને એલર્જી જેવી સમસ્યા રહી શકે છે.

-----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારી યોગ્યતા અને ક્ષમતા લોકો સામે આવવાથી તેમના હ્રદયમાં તમારા પ્રત્યે વિશેષ સન્માન રહેશે. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી આત્મિક શાંતિ પ્રાપ્ત થશે. થોડો સમય પરિવાર સાથે મનોરંજનને લગતા કાર્યોમાં પણ પસાર કરો.

નેગેટિવઃ- વાહન કે કોઇ મશીનને લગતા ઉપકરણ ખૂબ જ ધ્યાનપૂર્વક ઉપયોગ કરો. કોઇ સંબંધીને લગતા કોઇ અપ્રિય કે અશુભ સમાચાર મળી શકે છે. ખર્ચ વધારે થતા હોય તો જાળવો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિનિધિઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો.

લવઃ- વધારે કામ હોવા છતાં ઘર-પરિવાર ઉપર સમય આપવો પારિવારિક સંબંધને વધારે મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ- આયુર્વેદિક વસ્તુઓનું સેવન વધારે કરો.

-----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના કે શુભ સમાચારની પ્રાપ્તિ થશે. માનસિક રૂપથી ખૂબ જ વધારે સુકૂનનો અનુભવ કરશો. સમજદારીથી કરેલું ધનનું રોકાણ તમારા માટે ફાયદાકારક રહી શકે છે.

નેગેટિવઃ- કામ વધારે રહેવાના કારણે ઘર-પરિવારની જવાબદારીઓમાં ધ્યાન આપી શકશો નહીં. વિદ્યાર્થીગણ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે કેમ કે, તેના કારણે શિક્ષણમાં વિઘ્ન ઊભું થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યની પ્રગતિ સંતોષજનક રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં થોડા મનમુટાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે પગમાં સોજા અને દુખાવો રહી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો