• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope June 5th Week 2021: June Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક ભિષ્યફળ:27 જૂનથી 3 જુલાઈ સુધી કર્ક, કન્યા અને મીન રાશિના નોકરિયાત લોકોએ સાવધાન રહેવું પડશે

4 મહિનો પહેલા
  • આ સાત દિવસોમાં મિથુન, સિંહ, ધન, મકર અને કુંભ રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહી શકે છે

27 જૂનના રોજ ચંદ્ર મકર રાશિમાં રહેશે અને 3 જુલાઈ સુધી મીન રાશિ સુધી જશે. આ વચ્ચે ચંદ્ર ઉપર શનિની અશુભ છાયા પડવાથી અનેક લોકો માટે આ સાત દિવસ ઠીક રહેશે નહીં. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહ કર્ક, કન્યા અને મીન રાશિના નોકરિયાત લોકો માટે સમય ઠીક નથી. તુલા અને વૃશ્ચિક રાશિના લોકો કોઇ વ્યક્તિને પોતાની કોઈ યોજના જણાવે નહીં. સાથે જ સંપૂર્ણ સપ્તાહ સાવધાન પણ રહેવું જોઈએ. આ સાત દિવસમાં મિથુન, સિંહ, ધન, મકર અને કુંભ રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. ત્યાં જ, મેષ રાશિના લોકોએ લીધેલાં નિર્ણય દરેકની ફેવરમાં રહેશે. બિઝનેસમાં પણ ફાયદો થશે. વૃષભ રાશિના લોકો માટે નવા કામની શરૂઆત માટે સારો સમય છે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ...

મેષઃ-

પોઝિટિવઃ- પારિવારિક વ્યવસ્થાને લઇને લેવામાં આવેલ કોઈ તમારો મહત્ત્વપૂર્ણ નિર્ણય સફળ રહેશે. જો ઘર પરિવર્તનને લગતી કોઈ યોજના બની રહી છે તો તેના અંગે ગંભીરતાથી ચર્ચા-વિચારણાં કરો. તમારો દરેક નિર્ણય તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે ક્યારેક તમારો જિદ્દી સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. સમય પ્રમાણે પોતાને પણ બદલવા યોગ્ય છે. મામા પક્ષ સાથે સંબંધોને મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- આ સપ્તાહ વ્યવસાયમાં માર્કેટિંગને લગતા કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. નવા કરાર બની શકે છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસના કારણે પરેશાન રહી શકો છો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઈ મિત્રની મુશ્કેલીના સમયે તેમનો સહયોગ કરવાથી તમને આત્મિક સુખ પ્રાપ્ત થશે. રચનાત્મક તથા ધાર્મિક ક્રિયાઓ પ્રત્યે પણ રસ વધશે. પડકારોનો સ્વીકાર કરવો તમારા માટે સફળતાના માર્ગ પણ ખોલશે.

નેગેટિવઃ- બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર નજર રાખો. જોકે, તમે તમારી સમજદારી અને સમજણથી સમસ્યાનો ઉકેલ શોધી લેશો. આ સમયે ભાવુકતામા વહીને કોઈપણ નિર્ણય લેશો નહીં. વ્યવહારિક દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- કામ વધારે હોવા છતાંય તમે તમારા ઘર-પરિવાર માટે સમય કાઢી શકશો.

સ્વાસ્થ્યઃ- ઈજા કે દુર્ઘટના થવાની શક્યતાઓ છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે રૂટિન દિનચર્યાથી અલગ કઇંક નવું શીખવાની કોશિશ કરો. તમારા મન પ્રમાણે સમય પસાર કરવાથી શારીરિક અને માનસિક રૂપથી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો. બાળકો તરફથી પણ કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- પર્સનલ લાઇફને લગતું કોઈપણ પ્રકારનું રિસ્ક ન લેવું. તેની નકારાત્મક અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે. કોઈ અશુભ સમાચાર મળવાથી મનમાં નકારાત્મક વિચાર ઊભા થઈ શકે છે. જલ્દી જ તમને તેના ઉપર કાબૂ મેળવી શકશો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં લાભની જગ્યાએ મહેનત વધારે રહેશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે શારીરિક નબળાઈ અને થાક અનુભવ થશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળી શકે છે. જેથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. ફસાયેલાં રૂપિયા પાછા મેળવવા માટે સમય અનુકૂળ છે, એટલે કોશિશ કરતા રહો. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી આત્મિક સુખની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ- કોઇ પ્રકારની યાત્રાને ટાળો. આસપાડોસમાં કોઇ નાની વાતને લઇને કોઈ ખૂબ જ મોટો મુદ્દો બની શકે છે. જેની અસર તમારા પારિવારિક વાતાવરણ ઉપર પણ પડી શકે છે. એટલે અન્યની સમસ્યાઓથી દૂર જ રહો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરો.

લવઃ- કામ વધારે રહેવાના કારણે તમે પરિવારને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે શારીરિક અને માનસિક થાક અનુભવ થઈ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારા ઉત્તમ વ્યક્તિત્વ તથા વ્યવહાર કુશળતાના કારણે સામાજિક ગતિવિધિઓમાં તમારી પ્રતિભા ખુલીને સામે આવશે. સ્થાન પરિવર્તનને લગતા ઉત્તમ યોગ બની રહ્યા છે. યુવાઓ પોતાના કરિયરને લઇને ખૂબ જ વધારે ગંભીર રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ક્યારે આળસ હાવી થવાથી તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે. એટલે તમારી કાર્યક્ષમતા અને મનોબળને જાળવી રાખો. કોઇની સાથે વિવાદમાં પડશો નહીં, કેમ કે તેના કારણે તમારી પણ માનહાનિ શક્ય છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા કાર્યોમાં લાભદાયક પરિસ્થિતિ બની શકે છે.

લવઃ- તમારી ગતિવિધિઓમાં જીવનસાથીને સામિલ કરવું બંનેના સંબંધોને વધારે મજબૂત કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- અન્ય લોકોની મદદ લેવાની જગ્યાએ તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા ઉપર વધારે વિશ્વાસ રાખો. તમારા માટે લાભદાયક અને સુખની સ્થિતિ બની રહી છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. મિત્રો સાથે મળવાનું થઈ શકે છે.

નેગેટિવઃ- કામ વધારે રહેવાની અસરના કારણે તમે દિમાગ અને શારીરિક રૂપથી તમને થાકી શકો છો. એટલે તમારા કામમા વિશ્વાસનીય લોકોની પણ સલાહ લો. બાળકોની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- ઘર તથા વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામ સાથે-સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ઘરમાં કોઇ માંગલિક કાર્યને લગતી યોજના બનશે. કોઇ પારિવારિક સંબંધી મહત્ત્વપૂર્ણ વિષય અંગે ચર્ચા-વિચારણાંમા તમારી સલાહને યોગ્ય મહત્ત્વ આપો. જીવનમાં થોડા ફેરફાર આવશે જે તમારા માટે ભાગ્યોદયકારક રહેશે.

નેગેટિવઃ- બાળકોની કોઈ અજાણી નકારાત્મક ગતિવિધિ તમને પરેશાન કરી શકે છે. તેમના ઉપર ગુસ્સો કરવાની જગ્યાએ તેમની સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરીને તેમને સમજવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારા કામને લગતી યોજનાઓને કોઈની સામે જાહેર ન કરો.

લવઃ- પતિ-પત્નીમા એકબીજા સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘરના વડીલોના અનુભવ તથા માર્ગદર્શનનું અનુસરણ કરો, તેનાથી તમારી કાર્યપ્રણાલીમાં સુધાર આવી શકે છે. ધાર્મિક કાર્યોમાં પણ તમારો રસ વધશે. કોઈ પારિવારિક યાત્રાને લગતા પ્રોગ્રામ પણ બની શકે છે.

નેગેટિવઃ- અકારણ જ કોઈ સાથે વિવાદ થઈ શકે છે. તમારા ગુસ્સા અને ઈગો જેવી ખામીઓ ઉપર કાબૂ કરો. કોઈ લક્ષ્ય પણ તમારા હાથમાંથી સરકી શકે છે. જમીનને લગતી કોઈપણ પ્રકારની ઉધારી લેવાનું ટાળો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે થાક અને સુસ્તી જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ઘરની સુખ-સુવિધાને લગતા કાર્યો અને જરૂરિયાતને લગતી વસ્તુઓની ખરીદદારીમા પસાર થશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર જળવાયેલો રહેશે. મોટાભાગના કામ યોગ્ય રીતે સંપન્ન થવાથી સુકૂન અને રાહત મળી શકે છે.

નેગેટિવઃ- બાળકોનું મન પ્રમાણે પરિણામ ન મળવાથી ચિંતા રહી શકે છે પરંતુ આ સમયે બાળકોનું મનોબળ જાળવી રાખવું જરૂરી છે. સપ્તાહના મધ્યથી પરિસ્થિતિઓ થોડી વિપરીત થશે, એટલે આ સમયે ધૈર્ય અને સંયમથી કામ લેવું.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમારો પ્રભાવ અને વર્ચસ્વ જળવાયેલું રહી શકે છે.

લવઃ- લગ્નસંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક રૂપથી અસ્વસ્થ અનુભવ કરી શકો છો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવું. તેનાથી તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળી શકે છે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય, હવન, પૂજન વગેરે આયોજનમાં વ્યસ્તતા રહેશે.

નેગેટિવઃ- આ સપ્તાહ કોઈ જૂની નકારાત્મક વાત સામે આવવાથી વર્તમાન ઉપર તેનો પ્રભાવ પડી શકે છે. ખરીદદારી જેવા કાર્ય કરતી સમયે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે થોડી મહેનત અને ભાગદોડ જેવી સ્થિતિ રહી શકે છે.

લવઃ- દાંપત્ય સંબંધોમા મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ જૂનો રોગ ફરીથી ઊભો થઈ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ નાણાકીય સ્થિતિમાં સુધાર આવી શકે છે. કોઇ સંબંધમાં નવી શરૂઆત કરવા માટે સમય અનુકૂળ છે. સમય થોડો મિશ્રિત પ્રભાવ લઇને આવી રહ્યો છે, પરંતુ તેને સારો જાળવી રાખવો તમારી યોગ્યતા ઉપર નિર્ભર કરે છે.

નેગેટિવઃ- કોઈ પારિવારિક વિવાદને લઇને ભાઇ-બહેન સાથે વિવાદ થઈ શકે છે. કોઈપણ અનિર્ણયની સ્થિતિમાં ઘરના વડીલોની સલાહ અવશ્ય લો. ખોટા ખર્ચથી દૂર રહો તથા યોગ્ય બજેટ જાળવીને ચાલો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં હાલ વર્તમાન પરિસ્થિતિઓમાં સુધારની વધારે શક્યતાઓ નથી.

લવઃ- ઘર-પરિવારનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ પ્રકારના ઇન્ફેક્શન અને ચામડીના રોગની સમસ્યાઓ વધી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. તમે જીવનને સારી દૃષ્ટિએ જોવાની કોશિશ કરશો. વિદ્યાર્થીઓને કોઇ ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ- મિત્રો સાથે ખોટું હરવા-ફરવામા પોતાનો સમય ખરાબ ન કરો. આ સપ્તાહ તમારા મહત્ત્વપૂર્ણ કામને પૂર્ણ કરવાનો છે. તમારા મહત્ત્વપૂર્ણ કાગળિયાઓને સાચવીને રાખો. નહીંતર કોઇ ખોટો ઉપયોગ કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અન્યની દખલથી કર્મચારીઓ વચ્ચે ફૂટ પેદા થઈ શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમાં પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા કામના કારણે નસમાં દુખાવાની સમસ્યાઓ રહી શકે છે.