તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope June 4th Week 2021: June Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:20 થી 26 જૂન; આ સપ્તાહ વૃષભ અને કર્ક રાશિના લોકોના કામકાજમાં વિઘ્ન આવી શકે છે, નુકસાન થવાના યોગ છે

3 મહિનો પહેલા
  • આ સપ્તાહ કુંભ અને મીન સહિત 9 રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે, મેષ રાશિ માટે સમય સારો

20 થી 26 જૂન સુધી 1 શુભ અને 2 મોટા અશુભ યોગ બનશે. આ કારણે અનેક લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. આ સપ્તાહના પહેલાં દિવસે ચંદ્ર ઉપર ગુરુ અને મંગળની દૃષ્ટિ પડશે. તે પછી દુશ્મન અને પાપ ગ્રહોના કારણે ચંદ્ર પીડિત થઈ જશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે મેષ, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. આ સિવાય વૃષભ અને કર્ક રાશિના લોકોના કામકાજમાં પણ વિઘ્ન આવી શકે છે. નુકસાન થવાના પણ યોગ છે. ત્યાં જ, મિથુન રાશિના લોકો આ સપ્તાહ નક્ષત્રોની અશુભ અસરથી બચી જશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- આ સમય ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવાનો છે. જેથી તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય, હવન, પૂજન વગેરેને લગતા આયોજનમાં વ્યસ્તતા રહેશે. ઘરના વડીલ સભ્યોની સલાહ અને માર્ગદર્શનનું અમલ કરો.

નેગેટિવઃ- આ સપ્તાહ કોઈ જૂની નકારાત્મક વાત સામે આવવાથી વર્તમાન ઉપર પ્રભાવ પડી શકે છે. ખરીદદારી જેવા કાર્યો કરતી સમયે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે થોડી મહેનત અને ભાગદોડ જેવી સ્થિતિ રહી શકે છે.

લવઃ- લગ્ન સંબંધોમાં મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ જૂનો રોગ ફરીથી ઉઠી શકે છે.

----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ મોટાભાગના કાર્યો મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. તમે છેલ્લી ભૂલોથી બોધપાઠ લઇને તમારી કાર્યપ્રણાલીને સારી જાળવી રાખવાની કોશિશ પણ કરશો. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેશો. કોઇ કામ સમયે પૂર્ણ ન થવાથી નિરાશા પણ રહેશે. કોઇ અન્યની સલાહ ઉપર ધ્યાન ન આપીને તમારી બનાવેલી નીતિઓ ઉપર જ અડગ રહો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓની દરેક ગતિવિધિ ઉપર નજર રાખો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારો આત્મવિશ્વાસ તથા પોઝિટિવ વિચાર તમને માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ રાખશે.

----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આવકના નવા સ્ત્રોત બનશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં સમારોહમાં જવાની તક મળી શકે છે. કોઇપણ કામમા ઉતાવળની જગ્યાએ ધૈર્ય જાળવી રાખવાથી યોગ્ય પરિણામ મળી શકે છે. અનુભવી વ્યક્તિની સલાહને સર્વોપરિ રાખો.

નેગેટિવઃ- રિસ્ક લેવાની પ્રવૃત્તિથી બચવું. અજાણ્યા વ્યક્તિઓની વાતો ઉપર બિલકુલ વિશ્વાસ ન કરો. કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેની સારા-ખરાબ બાબતો અંગે ચર્ચા-વિચારણાં કરો. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો.

વ્યવસાયઃ- આ સપ્તાહ કોઈ નવો ઓર્ડર કે ડીલ ફાઇનલ થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ખૂબ જ શાંતિપૂર્ણ તથા વ્યવસ્થિત પસાર થશે. સંબંધોને વધારે મજબૂત કરવા અને તેમને ખાસ મહત્ત્વ આપવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમારા લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણ રીતે એકાગ્ર રહો.

નેગેટિવઃ- સાવધાન રહો, કેમ કે તમે કોઇ ષડયંત્ર કે કોઇ પ્રકારની ગુપ્ત યોજનાના શિકાર થઈ શકો છો. આ સમયે નકારાત્મક વિચારોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. અન્યની અપેક્ષાએ પોતાના વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.

વ્યવસાયઃ- વ્યવસાયના ક્ષેત્રમાં થોડા વિઘ્નો આવવાના કારણે તણાવ રહી શકે છે.

લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ થઈ શકે છે.

----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કામ હોવા છતાં તમે સંબંધો તથા મિત્રો સાથે સંપર્ક જાળવી રાખશો. જેથી સંબંધો મધુર રહેશે. કોઇ રાજનૈતિક વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે લાભદાયી સાબિત થશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની પરેશાની કે ચિંતાનું સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાની લેવડ-દેવડને લઇને કોઇની સાથે વિવાદ કે ઝઘડો થવાની શક્યતાઓ છે. ઘરમા મહેમાનોની અવર-જવરથી અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. વિપરીત પરિસ્થિતિઓને તમે કાબૂ મેળવવામાં સક્ષમ પણ રહેશો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં મન પ્રમાણે પરિણામ પ્રાપ્ત થવાની આશા છે.

લવઃ- ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખવામાં તમારો સહયોગ સારો રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ વગેરે સિઝનલ બીમારીથી બચવું.

----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ મન પ્રમાણે રસના કાર્યોમા સમય પસાર થશે. જેથી તમે પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતા કોઈ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ છૂટી શકે છે. એટલે બેદરકારી ન કરો તથા તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખો. કોઈપણ મોટો નિર્ણય કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં દરેક કાર્યોમાં તમારી દેખરેખ રહેશે. મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ તો પ્રાપ્ત થશે નહીં પરંતુ કામ વધારે રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક થાક રહી શકે છે.

----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે યોગ્ય રીતે ચર્ચા-વિચારણાં કરવાથી પરિસ્થિતિ ફરી તમારા પક્ષમાં થઈ જશે. આ સમયે તમે જેટલી મહેનત કરશો તેના પ્રમાણે તમને યોગ્ય પરિણામ મળી શકે છે. વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં આવી રહેલી કોઈ મુશ્કેલી દૂર થઈ શકે છે.

નેગેટિવઃ- કોઇ પારિવારિક સભ્યને લઇને જ તમારી અંદર શંકા કે વહેમની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ કારણે સંબંધોમાં વિવાદ ઊભો થઈ શકે છે. ઘરના વડીલોનું માન-સન્માન કરો. નકારાત્મક વિચારોને તમારી અંદર આવવા દેશો નહીં.

વ્યવસાયઃ- આ સપ્તાહ માર્કેટિંગને લગતા થોડા કાર્યોને ટાળો તો સારું રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને વ્યવસ્થિત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- જોખમી કાર્યોથી દૂર રહો તો સારું

----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સમયની ચાલ તમારા પક્ષમાં છે. તમારી યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ પરેશાનીથી મુક્તિ મળશે. સારી કાર્યપ્રણાલીના કારણે લોકો તમારા વખાણ કરશે.

નેગેટિવઃ- થોડા દુશ્મનો ઈર્ષ્યાની ભાવનાના કારણે તમારા માટે થોડું નકારાત્મક વાતાવરણ ઊભું કરી શકે છે. ઘરના વડીલોની સલાહ અને અનુભવોને ઇગ્નોર કરો. સમય પ્રમાણે તમારા વ્યવહારમાં પણ ફેરફાર કરવો જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે.

લવઃ- લગ્નસંબંધોમા થોડા સમયથી ચાલી રહેલા તણાવને એકબીજાના તાલમેલ દ્વારા ઉકેલો.

સ્વાસ્થ્યઃ- આ સમયે સિઝનલ બીમારીઓ તમને પરેશાન કરી શકે છે.

----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘરમાં ખાસ મહેમાનો આવવાથી દિવસ વ્યસ્ત રહી શકે છે. ભેટનું આદાન-પ્રદાન ઘરમાં સુખમય વાતાવરણ બનાવશે. બાળકોની કિલકારીને લગતી કોઈ શુભ સૂચના મળવાથી ઉત્સવનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે. એટલે બિનજરૂરી જરૂરિયાતો ઉપર નિયંત્રણ રાખો. અન્યના માલમે વધારે ગુંચવાશો નહીં. તમે તમારા કામથી જ કામ રાખશો તો વધારે સારું રહેશે.

વ્યવસાયઃ- આ સપ્તાહ વેપારને લગતી ગતિવિધિઓ ઉપર તમારું ધ્યાન રહી શકશે નહીં.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહનો મોટાભાગનો સમય પોતાના વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં પસાર થશે. તમારા રસના કાર્યોમાં સમય પસાર કરીને તમને માનસિક સુકૂન અને શાંતિ મળી શકે છે. બહેન ભાઈઓ સાથે સુખમય સમય પસાર થશે.

નેગેટિવઃ- સમયમાં આવેલાં ફેરફારનો પ્રભાવ તમારા બધા કાર્યો ઉપર પડી શકે છે. એટલે નવી નીતિઓ બનાવવી જરૂરી છે. મીડિયા તથા ઓનલાઇન કાર્યોમાં કોઈપણ ગતિવિધિ કરતા પહેલાં યોગ્ય રીતે તપાસ કરી લો.

વ્યવસાયઃ- વેપારમાં રિટેલ અને દૈનિક આવક ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિ અનુભવ થઈ શકે છે.

----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- અન્ય લોકોની મદદ લેવાની જગ્યાએ તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા ઉપર વધારે વિશ્વાસ રાખો. તમારા માટે લાભદાયક અને સુખની સ્થિતિ રહેશે. આર્થિક સ્થિતિ પણ સારી જળવાયેલી રહેશે. મિત્રો સાથે પણ મળવાનું થઇ શકે છે.

નેગેટિવઃ- કામની વધારે અસર તમારા દિમાગને શારીરિક રૂપથી થકવી શકે છે. એટલે તમારા કામમાં વિશ્વસનીય લોકોની પણ સલાહ લો. બાળકોની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકશે નહીં.

લવઃ- ઘર તથા વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ સાથે-સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું.

----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સપ્તાહની શરૂઆતમાં તમે સમજી શકશો નહીં કે બધી વસ્તુઓને વ્યવસ્થિત કરી રીતે કરવી. બપોર પછી પરિસ્થિતિઓ અનુકૂળ થઈ જશે તથા તમારા કામ પૂર્ણ થવાના શરૂ થઈ જશે. જો કોઈને રૂપિયા ઉધાર આપેલાં છે તો તેને પ્રાપ્ત કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- લોકો સાથે હળતી-મળતી સમયે ધ્યાન રાખો કે તમારી કોઈ ગુપ્ત વાત ઉજાગર થઈ શકે છે. આ સમયે કોઈપણ જોખમી નિર્ણય લેવાથી બચવું. તેમાં ધન અને સમય બંને જ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં પલ્બિક રિલેશનને લગતા કાર્યોમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં પરિવારનો સંપૂર્ણ સહયોગ તમને આગળ વધવાની પ્રેરણા આપશે.

સ્વાસ્થ્યઃ- તણાવ, અવસાદ તથા વાતાવરણને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.