• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope June 2nd Week 2021: June Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:6 થી 12 જૂન; આ સપ્તાહ 5 રાશિઓ માટે ફાયદો આપનાર રહેશે, ઉન્નતિ અને ધનલાભના યોગ છે

એક વર્ષ પહેલા
  • આ 7 દિવસોમાં મેષ, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે, નવું કામ શરૂ કરવા માટે સમય ઠીક નથી

6 થી 12 જૂનની વચ્ચે ચંદ્ર મેષ રાશિથી મિથુન રાશિ સુધી જશે. આ દિવસોની ગ્રહ-સ્થિતિ 5 રાશિના લોકો માટે સારી રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહ વૃષભ રાશિના લોકોના કામ નિર્વિઘ્ન પૂર્ણ થઈ શકે છે. આવક સોર્સ પણ વધશે. નક્ષત્રો કન્યા રાશિની ફેવરમાં રહેશે. આ રાશિના લોકોની નોકરી અને બિઝનેસ માટે પણ સમય સારો છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે નોકરી અને બિઝનેસ માટે સમય સારો રહેશે. ધન રાશિના નોકરિયાત લોકોને ઉન્નતિ મળી શકે છે. મકર રાશિના લોકો માટે સમય અનુકૂળ રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરીમા ટ્રાન્સફરના યોગ બનશે. આ સાત દિવસોમાં મિથુન, કર્ક, સિંહ અને તુલા રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહી શકે છે. આ સિવાય મેષ, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ દિવસે નવું કામ શરૂ કરવા માટે સમય ઠીક રહેશે નહીં.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારા જ અંગે વિચારો તથા તમારા માટે જ કામ કરો. તમને કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. થોડા જૂના વિવાદ પણ ઉકેલવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- અચાનક જ થોડા એવા ખર્ચ સામે આવશે જ્યાં કાપ મુકવો શક્ય નથી. આ સમયે વધારે ચર્ચા-વિચારણાં કરીને તમારા કાર્યોને અંજામ આપો. બિનજરૂરી યાત્રાના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે તમારી કાર્યક્ષમતાને સાબિત કરવા માટે વધારે સંઘર્ષ અને પરિશ્રમ કરવો પડશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે નસમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

---------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ લોકોની ચિંતા ન કરીને તમારા મન પ્રમાણે કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. પરિસ્થિતિઓ તમારા માટે સારી સફળતા બનાવી રહી છે. તમારી યોગ્યતા પણ લોકો સામે આવી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક અન્યની નકારાત્મક વાતોના કારણે તમારું મન વિચલિત થઈ શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમ રાખવો જરૂરી છે. બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર પણ નજર રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમા લગભગ બધા કામ નિર્વિઘ્ન પૂર્ણ થતા જશે.

લવઃ- કોઇ વિપરીત લિંગના મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

---------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અને પ્રસન્ન અનુભવ કરી શકો છો. આ પોઝિટિવ ફેરફારના કારણે તમારી પારિવારિક તથા વ્યવસાયિક જવાબદારીને તમે યોગ્ય રીતે નિભાવી શકવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇ ગેરસમજ પેદા થઈ શકે છે. કામ વધારે રહેવાથી તમે અનિદ્રા અને બેચેની અનુભવ કરી શકો છો. જોકે તમે આ સમસ્યાઓથી બહાર આવવાની કોશિશ કરી શકો છો.

વ્યવસાયઃ- કારોબારી પરિસ્થિતિ પહેલા કરતા વધારે સારી થઈ શકે છે.

લવઃ- પરિવાર સાથે હરવા-ફરવા જવાનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

---------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સંબંધોને મજબૂત જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. સંબંધો વધારે ગાઢ બની શકે છે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. પરિવાર તથા કામકાજની જવાબદારી તમે યોગ્ય રીતે નિભાવી શકશો.

નેગેટિવઃ- તમે તે દરેક વસ્તુ પ્રાપ્ત કરવાની કોશિશ કરશો જેની તમને ઇચ્છા હતી. પરંતુ વધારે મહેનત તો કરવી જ પડશે. ખાસ રીતે મહિલાઓએ વધારે પરેશાની ભોગવવી પડી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કામની ગુણવત્તાને વધારવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક જવાબદારીને નિભાવવામાં તમે સારી જીવનશૈલીનું ધ્યાન રાખશો.

સ્વાસ્થ્યઃ- શરદી અને તાવની ફરિયાદ રહેશે.

---------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારા દ્વારા લેવામાં આવેલ કોઇ નિર્ણય તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. કોઇ પ્રોપર્ટીને લગતું કામ પણ બની શકે છે. જો પોલિસી વગેરેમાં રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો કરી શકો છો. પરિસ્થિતિ અનુકૂળ છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ભાવનાઓમાં આવીને કોઇ ખોટો નિર્ણય ન લો. કોઇ નજીકના સંબંધીની દખલ તમારા ઘર અને વેપારમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આ સમયે તમે તમારા કામમાં જ ધ્યાન આપી શકો છો.

વ્યવસાયઃ- તમારા કાર્યસ્થળે અન્ય કરતા વધારે આશા રાખવાની જગ્યાએ સ્વયં પોતાના કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ- જીવનસાથી સાથે છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલા મતભેદોનું નિવારણ થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

---------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સપ્તાહ તમારા પક્ષમાં છે. તમારા ઉપર તમે વિશ્વાસ જાળવી રાખો. તમારા સપના અને આકાંક્ષાઓ માટે કોશિશ કરો અને યોજનાને સફળ બનાવવાનો સમય છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ કામ માટે કરવામાં આવેલી યાત્રા સફળ રહેશે.

નેગેટિવઃ- કોઇના ઉપર વધારે વિશ્વાસ કરવો નુકસાનનું કારણ બની શકે છે. રૂપિયા-પૈસાના મામલે ખાસ કરીને કોઈના ઉપર વિશ્વાસ ન કરો. બાળકો સાથે મિત્રતા ભર્યો વ્યવહાર જાળવી રાખો.

વ્યવસાયઃ- મીડિયા, કળા, રચનાત્મક વ્યવસાય વગેરે સાથે જોડાયેલાં લોકો માટે સમય અનુકૂળ છે.

લવઃ- કોઈ પારિવારિક વિવાદ ઉકેલાવાથી ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો,

---------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ અતિ ઉત્તમ ફળદાયી છે. આ સમયે તમે જે પણ કામ કરવા ઇચ્છશો તેમાં સફળતા પ્રાપ્ત થશે. સામાજિક સક્રિયતા વધારવાથી તમને સફળતા અને માન-સન્માન મળશે. તમને થોડા એવા લોકો મળશે જે તમારી ઉન્નતિમા મદદગાર સાબિત થશે.

નેગેટિવઃ- આ સમયે કોઈ સંપત્તિને લગતો વિવાદ વધી શકે છે. થોડા પડકાર પણ સામે આવી શકે છે. જેમાંથી હાલ બહાર આવવું મુશ્કેલ રહેશે. કોઇ પાસેથી ધનને લગતી લેવડદેવડ કરતી સમયે ખૂબ જ વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં અટવાયેલાં કાર્યો ફરીથી ચાલૂ થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મધુર તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

---------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ રાજકીય મામલે સફળતા મળશે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીનું પણ સમાધાન થશે. આર્થિક મામલે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે. કોઇ વડીલ વ્યક્તિનું માર્ગદર્શન તથા સલાહથી તમારું કોઈ નવું કામ પણ શરૂ થઈ શકે છે.

નેગેટિવઃ- કોઇ સેવામા શંકા જેવી સ્થિતિ પણ બની શકે છે. તેમાં દરેક નિર્ણયને ખૂબ જ સમજી વિચારીને લેવાની જરૂરિયાત છે. ઉતાવળ અને બેદરકારીના કારણે તમે કોઇ મુશ્કેલીમા પડી શકો છો.

વ્યવસાયઃ- બિઝનેસ પાર્ટનર સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખીને પોતાના કાર્યોને અંજામ આપો.

લવઃ- ઘરમાં મનોરંજનનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ તમને પરેશાન કરી શકે છે.

---------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારી કોઇ ગમતી જગ્યાએ જઈને સમય પસાર કરવાથી તણાવ મુક્ત અને સુખ અનુભવ કરશો. કોઇ પ્રિય વસ્તુની પ્રાપ્તિ થશે. જૂના મિત્રો પાસેથી મુલાકાત થશે તથા દુઃખ-સુખ વ્યક્ત કરી શકશો. કોઇ સપનું સાકાર કરવા માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે.

નેગેટિવઃ- તમારું કોઈ નજીકનું સંબંધી જ તમારી સાથે વેરભાવ રાખી શકે છે. જેના કારણે તમારા વિચાર નકારાત્મક રહેશે. ખોટા કાર્યોમા સમય નષ્ટ ન કરો. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો.

વ્યવસાયઃ- કપડાના વેપારીઓ માટે સમય અને ગ્રહ સ્થિતિ અનુકૂળ છે.

લવઃ- પરિવારના લોકો સાથે હરવા-ફરવા અને ડિનર પર જવાનો પ્રોગ્રામ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક રીતે તમે ફિટ રહી શકો છો.

---------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા સરળતાથી પાછા મળી શકે છે. એટલે આર્થિક ગતિવિધિઓ ઉપર તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો. તમે તમારી વાતો તથા કાર્યક્ષમતા દ્વારા કોઇપણ કામને કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- કોઇ સમયે અકારણ જ મનમાં નિરાશા અને નકારાત્મક વિચાર અનુભવ કરશો. જોકે, આ તમારી શંકા રહેશે. આ સમયે અન્યના વ્યક્તિગત મામલે બિલકુલ દખલ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં નવા પ્રસ્તાવ મળી શકે છે.

લવઃ- પારિવારિક જીવનમાં એક પછી એક પરેશાનીઓ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે હોર્મોનને લગતા ફેરફાર આવશે.

---------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ થોટા અટવાયેલાં સરકારી કાર્યોને પૂર્ણ કરવા માટે કોઇ સાથે ચર્ચા-વિચારણાં કરો. કેમ કે જલ્દી જ તેનો ઉકેલ મળવાની શક્યતા છે. કોઇ પારિવારિક મુદ્દાને લગતો ઉકેલ મળવાથી રાહત મળશે.

નેગેટિવઃ- બાળકોના વ્યવહારને લઇને ધૈર્ય રાખવાની જરૂરિયાત છે. ગુસ્સો કરવાથી પરેશાનીઓ વધી શકે છે. આ સમયે આવક સાથે ખર્ચ પણ વધારે થઈ શકે છે. કોઇ મકાનના નિર્માણને લગતા કાર્યો અટકી શકે છે.

વ્યવસાયઃ- વેપારને લગતુ કોઈપણ નવું કામ આ સપ્તાહ શરૂ કરશો નહીં.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- કમર અને પીઠમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

---------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ પેંડિંગ રહેલાં કાર્યો પૂર્ણ થશે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે. આ સંબંધ નવી તાજગી આપી શકે છે. તમારી અંદર નવી વસ્તુઓને જાણવાની ઉત્સુકતા રહેશે.

નેગેટિવઃ- સપ્તાહના મધ્યમા કોઈ મુશ્કેલી સામે આવી શકે છે. જેના કારણે તમે તમારા મનોબળમાં ખામી અનુભવ કરી શકો છો. થોડો સમય એકાંતમાં તથા આત્મ મનન કરવામાં પસાર કરો.

વ્યવસાયઃ- આ સપ્તાહ કોઈપણ નવું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ નથી.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સપ્તાહ તમને વધારે થાક લાગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...