• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope July 2nd Week 2021: July Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:11 થી 17 જુલાઈ સુધી કુંભ સહિત આઠ રાશિઓ માટે ઉન્નતિ અને ફાયદો આપનાર સમય રહેશે

3 મહિનો પહેલા
  • આ સપ્તાહ મિથુન રાશિના લોકો માટે યોગ્ય રહેશે નહીં, કર્ક, સિંહ અને મીન રાશિના જાતકો ઉપર મિશ્રિત અસર રહી શકે છે

આ સપ્તાહની શરૂઆતમાં ચંદ્ર કર્ક એટલે પોતાની જ રાશિમાં રહેશે. પછી સિંહ અને કન્યા રાશિથી સપ્તાહના છેલ્લાં દિવસ તુલા રાશિમાં આવી જશે. ચંદ્ર ઉપર આ દિવસો દરમિયાન શનિ, ગુરુ અને બૃહસ્પતિની દૃષ્ટિ રહેશે. જેથી ગજકેસરી રાજયોગ અને અશુભ વિષયોગ પણ બનશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહ નક્ષત્રોની શુભ સ્થિતિનો ફાયદો મેષ, વૃષભ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ રાશિના લોકોને મળી શકે છે. આ 8 રાશિઓ માટે ઉન્નતિ અને ફાયદો આપનાર સમય રહેશે.

આ સપ્તાહ કર્ક, સિંહ અને મીન રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. મિથુન રાશિના લોકોએ આ સાત દિવસોમાં સાવધાન રહેવું પડશે. કોઈ નવા કામની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે સમય અનુકૂળ નથી.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહનું ગ્રહ ગોચર તમારા માટે સારી પરિસ્થિતિ બનાવી રહ્યું છે. કોઈ શુભ સમાચાર મળવાથી તમે તમારી અંદર આત્મવિશ્વાસ અને નવી ઊર્જા અનુભવ કરશો. કોઈપણ કામમાં ઘરના વડીલ વ્યક્તિની સલાહનું અમલ કરો.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાને લગતી કોઈપણ પ્રકારની ઉધારી ન કરો. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરવો જરૂરી છે. ઘરની વ્યવસ્થાના કારણે બાળકો પોતાના અભ્યાસમાં ધ્યાન આપી શકશે નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવો જરૂરી છે.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવો રહી શકે છે.

----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ સફળતાદાયક સિદ્ધ થશે. તમારી યોજના તથા ગતિવિધિઓ અંગે કોઈ વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરો, ચોક્કસ તમને લાભ થશે. કોઇ સમારોહમાં જવાનો પણ અવસર મળી શકે છે. મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓને લગતી જાણકારી પણ મળશે.

નેગેટિવઃ- યુવાઓ તથા વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યને લઇને થોડી ચિંતા રહી શકે છે. વાહનને લગતી થોડી મુશ્કેલીઓ આવવાથી ખર્ચ વધારે રહેશે. કોઇપણ દસ્તાવેજ ઉપર સહી કરતા પહેલાં તેને યોગ્ય રીતે તપાસી લો.

વ્યવસાયઃ- વેપારમાં આકરી મહેનત અને પરિશ્રમ દ્વારા તમે કોઈને કોઈ સફળતા પ્રાપ્ત કરી શકો છો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઔપચારિક વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- કામકાજ વધારે રહેવાના કારણે સ્વાસ્થ્ય નબળું પડી શકે છે.

----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘરની દેખરેખ અને સુખ-સુવિધાઓને લગતી વસ્તુઓની ખરીદદારીનો પ્રોગ્રામ બનશે. પરિવાર સાથે સમય પસાર કરવાથી ઊર્જા અને પ્રફુલ્લતા અનુભવ થઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ સાથે કોઇપણ પ્રકારની બેદરકારી ન કરે.

નેગેટિવઃ- ભાઈઓ સાથે કોઈપણ પ્રકારના વાદ-વિવાદની સ્થિતિ બની રહી છે, એટલે તમારા સ્વભાવમાં સંયમ અને સહજતા જાળવી રાખો. અન્યના મામલે વધારે દખલ ન કરો. કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય હાળ ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- કોઈ નવા કામની શરૂઆત કરવા માટે આ સપ્તાહ યોગ્ય નથી.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને માઇગ્રેન જેવી સમસ્યાથી રાહત મેળવવા માટે યોગ કરવા જરૂરી છે.

----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ચર્ચા-વિચારણાં તથા આત્મ નિરીક્ષણ કરવા માટે ઉત્તમ છે. અચાનક જ કોઈ અશક્ય કાર્ય શક્ય થઈ શકે છે. તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે.

નેગેટિવઃ- બિનજરૂરી ગતિવિધિઓમાં ખર્ચ વધારે રહેશે. તમારા બજેટનું ધ્યાન રાખો. પાડોસીઓ સાથે કોઈ નાની વાતને લઇને વિવાદની સ્થિતિ બની શકે છે. આ બધા વાતોથી દૂર રહો તો સારું રહેશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય યોગ્ય નથી.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સ્નેહ અને મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે.

----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ શાનદાર રીતે પસાર થશે. તમે તમારી આસપાસના પોઝિટિવ લોકો સાથે થોડો સમય પસાર કરીને તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ અને આત્મબળ અનુભવ કરશો. મનમાં ચાલી રહેલી કોઇ દુવિધાનું પણ સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ- આ સમયે આળસના કારણે થોડા કાર્યોને ટાળવાની પણ પ્રવૃત્તિ રહેશે. જેના કારણે તમારું નુકસાન પણ થઈ શકે છે. મિત્રો સાથે વધારે હરવા-ફરવામા સમય ખરાબ ન કરો.

વ્યવસાયઃ- સહયોગિઓ અને કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ ન કરો.

લવઃ- કામ સાથે-સાથે પરિવારના સભ્યોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમા દુખાવાની સમસ્યા રહી શકે છે.

----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કામકાજ તથા પરિવાર વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. ઉન્નતિને લગતા કોઇ શુભ સમાચાર મળી શકે છે. સામાજિક કાર્યોમાં તમારા યોગદાનના વખાણ થશે. યુવાઓ પણ પોતાના લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહેશે.

નેગેટિવઃ- ઘર કે વાહનની દેખરેખને લગતા કાર્યોમાં ખર્ચ વધારે રહેશે. કોઇ રોકાણ કરતા પહેલાં કોઇ નિષ્ણાતની સલાહ લો. કોઇ પારિવારિક અવ્યવસ્થાને લઇને મન ચિંતિત રહેશે.

વ્યવસાયઃ- આ સપ્તાહ કામકાજ વધારે કાર્યકુશળતા તથા કાર્યક્ષમતામા થોડો ઘટાડો આવી શકે છે.

લવઃ- ઘરમાં નાના મહેમાનની કિલકારીને લગતી શુભ સૂચના મળવાથી ઉત્સાહનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- હાર્ટને લગતી તકલીફ વધી શકે છે.

----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘરની સુખ-સમૃદ્ધિમા વધારો થઇ શકે છે. કોઇ જગ્યાએથી કિંમતી ભેટની પ્રાપ્તિ થઈ શકે છે. તમારું તમારા સિદ્ધાંતો ઉપર અડગ રહેવું તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે. આ સમયે આત્મમંથન તથા આત્મ વિશ્લેષણનો છે.

નેગેટિવઃ- કોઈ વસ્તુ ખોવાઇ જવી કે રાખીને ભૂલી જવાની સ્થિતિ બની શકે છે. તમારી વસ્તુઓની સંભાળ જાતે જ કરો. ધનને લગતા મામલે થોડા સંબંધીઓમાં ખટાસ આવવાની શક્યતા છે.

વ્યવસાયઃ- વેપારમાં નવા કરાર મળશે જે ભવિષ્યમા ફાયદો આપી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે ઘરની વ્યવસ્થાને લઇને થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આ સપ્તાહ તમારા માટે કોઇ સફળતા લાવી રહ્યું છે, તેને સફળ બનાવવા માટે તમારે દૃઢ નિશ્ચયી થઇને કામ કરવાનું રહેશે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્યના અભ્યાસમાં પણ સમય પસાર થઈ શકે છે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારના પેમેન્ટની લેવડ-દેવડમાં સાવધાની રાખો અને અન્ય લોકોની વાતોમાં આવશો નહીં. બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિ કે સંગત તમારી પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- તમારા કામ પ્રત્યે વધારે મનન અને ચિંતન કરવાથી તમારી કાર્યપ્રણાલીમાં વધારે સુધાર આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાને મહત્ત્વ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને સોજાની સમસ્યા પરેશાન કરી શકે છે.

----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઈ શુભચિંતકનો આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. પરિવારના લોકોની જરૂરિયાતનું ધ્યાન રાખવું તમને સુખ આપી શકે છે. તમારા કોઈ વિશેષ પ્રયાસમાં સફળતા પણ મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધી સાથે ગેરસમજના કારણે સંબંધ ખરાબ થઈ શકે છે. તમારા ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. યુવાઓ કોઈ અસફળતાના કારણે તણાવની સ્થિતિથી પસાર થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારને લગતી નવી વાતોની જાણકારી મળી શકે છે. આત્મવિશ્વાસ પણ વધશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઘરમાં મહેમાનોના આવવાથી બધાને સુખ મળશે. કોઈ પારિવારિક વિવાદ પણ ઉકેલાઇ શકે છે. રોકાણને લગતી યોજનાઓ ઉપર વિશેષ ધ્યાન આપો. કેમ કે પરિસ્થિતિ અનુકૂળ છે. ધાર્મિક યાત્રાઓ પણ થઈ શકે છે.

નેગેટિવઃ- ઈર્ષ્યાની ભાવનાથી થોડા લોકો તમારી પીઠ પાછળ આલોચના કરી શકે છે. જેના કારણે તમારા આત્મબળમાં ઘટાડો આવી શકે છે. આ સમયે ધનને લગતું કોઈપણ પ્રકારનું રિસ્ક ન લેવું.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અચાનક જ કોઈ નવો ઓર્ડર મળવાથી વધારે આવકની પરિસ્થિતિઓ બની શકે છે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ થઈ શકે છે.

----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમને બધા કાર્યોમાં સફળતા મળી શકે છે. તમારી યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. જો જમીનને લગતા મામલે રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સમય અતિ અનુકૂળ છે.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધીઓમાં મનમુટાવના કારણે સંબંધો ખરાબ થઈ શકે છે. જેનો પ્રભાવ ઘર-પરિવાર ઉપર પણ પડશે. જોકે, ધૈર્ય અને સંયમથી તમે પરિસ્થિતિઓને અનુકૂળ પણ બનાવી લેશો. કોઇ પ્રકારની પણ યાત્રાનો પ્રોગ્રામ બનાવશો નહીં.

વ્યવસાયઃ- તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર વેપાર માટે પોઝિટિવ રહી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણને લગતી સિઝનલ પરેશાની થઈ શકે છે.

----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી તમે તમારા વ્યક્તિત્વને નિખારવાની કોશિશ કરી છે, તેનું સારું પરિણામ પ્રાપ્ત થવાનું છે. કોઈ નજીકના સંબંધીની પરેશાનીમાં તમે તેનો સહયોગ કરશો તો તમને આત્મિક સુકૂન મળશે.

નેગેટિવઃ- કોઈ જગ્યાએ રોકાણ કરતા પહેલાં તેના દરેક સ્તર અંગે વિચાર કરો. જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં, તેના કારણે થોડા સંબંધ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- આ સપ્તાહ માર્કેટિંગને લગતા કાર્યોને ટાળો તથા કાર્ય સ્થળે જ તમારું વધારે ધ્યાન આપો.

લવઃ- તમારી કોઈપણ પરેશાનીમા જીવનસાથી તથા પરિવારના સભ્યોનો સહયોગ તમારા મનોબળને વધારી શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે એલર્જી થઈ શકે છે.