તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope July 1st Week 2021: July Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક ભવિષ્યફળ:4 થી 10 જુલાઈ સુધી પાંચ રાશિઓને નક્ષત્રોનો સાથ મળશે, નોકરિયાત લોકોની ઉન્નતિના યોગ છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંભ અને મીન સહિત 7 રાશિઓની જોબ અને બિઝનેસ ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર થઈ શકે છે

4 જુલાઈના રોજ ચંદ્ર મેષ રાશિમાં રહેશે અને 10 જુલાઈ સુધી ચંદ્ર મિથુન રાશિ સુધી જશે. આ દિવસોમાં ચંદ્ર વૃષભ રાશિમાં રાહુ અને બુધ સાથે રહેશે. જેથી થોડા લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. કામકાજમાં વિઘ્ન આવી શકે છે અને તણાવનો સમય પણ રહેશે. તે પછી ચંદ્ર અને સૂર્યની યુતિ બનશે અને આ બંને ગ્રહો ઉપર ગુરુની દૃષ્ટિ રહેશે. જેથી તેમની શુભ અસર વધી જશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહ સિંહ રાશિના લોકોના અટવાયેલાં રૂપિયા મળી શકે છે. કન્યા રાશિના લોકો માટે આ સપ્તાહ પરિસ્થિતિ ખૂબ જ સારી રહેશે. કામ પણ સરળતાથી પૂર્ણ થશે. વૃશ્ચિક રાશિના લોકો માટે રોકાણ કરવાનો સમય છે. ધન રાશિના નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે અને ઉન્નતિના યોગ પણ છે. મકર રાશિના નોકરિયાત લોકો માટે સારો સમય રહેશે. આ સિવાય મેષ, વૃષભ, મિથુન, કર્ક, તુલા, કુંભ અને મીન રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી આ સપ્તાહ મુક્તિ મળી શકે છે. કોઇ જગ્યાએથી શુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે. વડીલોના આશીર્વાદ અને સલાહથી તમને ઉન્નતિ મળી શકે છે.

નેગેટિવઃ- ઘરના સમારકામ અને દેખરેખને લગતું કોઈ કામ ચાલી રહ્યું છે તો આ સમયે ખર્ચ વધી શકે છે. આ ચિંતાની અસર તમારા સુકૂન ઉપર અને ઊંઘ ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં ચાલી રહેલી સ્પર્ધામાં તમારો વિજય નિશ્ચિત છે, ગભરાશો નહીં અને મહેનત કરતા રહો.

લવઃ- બાળકોની કોઈ સફળતા મળવાથી તમે તમારા ઉછેર કરવા ઉપર ગર્વ કરશો.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકો તમારી કાર્યશૈલીને વ્યવસ્થિત રાખશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે તમારા મન પ્રમાણે કાર્યો કરવામાં સમય પસાર કરશો. અનુભવી તથા વિદ્વાન વ્યક્તિઓના સાનિધ્યમાં સમય પસાર થશે. તેની સકારાત્મક અસર તમારા વ્યક્તિત્વ ઉપર પણ પડી શકે છે.

નેગેટિવઃ- કોઇ અજાણ્યા કે અપરિચિત વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતી સમયે સાવધાન રહો. મનોરંજન સાથે-સાથે તમારા મહત્ત્વપૂર્ણ કામ તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રની વ્યવસ્થા ઉપર સંપૂર્ણ કંટ્રોલ રાખો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી કોઇ સમસ્યાથી રાહત મળી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારી યોજનાઓને શરૂ કરવામાં યોગ્ય સમય પસાર થશે. તમને ચોક્કસ જ સફળતા મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાથી તમને રાહત મળી શકે છે. તણાવમુક્ત થઈને તમે આર્થિક માલમે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકશો.

નેગેટિવઃ- નાની-મોટી વાતના કારણે કોઈ સાથે વિવાદ થઈ શકે છે. થોડા લોકો ઈર્ષ્યાની ભાવના રાખવાના કારણે આ પ્રકારનું વાતાવરણ બનાવો. આળસ અને બેદરકારીને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પરિસ્થિતિ અનુકૂળ રહી શકે છે.

લવઃ- લગ્નસંબંધોમાં વધારે મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવા માટે પહેલાં આત્મ અવલોકન કરો. જેથી તમારી અંદર માનસિક શાંતિ અને ઊર્જાનો સંચાર થશે. આર્થિક દૃષ્ટિએ આ સપ્તાહ ખૂબ જ ઉત્તમ રહેશે.

નેગેટિવઃ- અન્યની વાતોમાં ધ્યાન આપવાની જગ્યાએ તમારી કાર્યક્ષમતા અને આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો. કોઇપણ પ્રકારની યાત્રા કરવા માટે સમય ઉત્તમ નથી.

વ્યવસાયઃ- આ સપ્તાહ વેપારને લગતા નવા કરાર બની શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇપણ ગતિવિધિમાં હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું તમારા માટે વધારે ફાયદાકારક સાબિત થશે. નજીકના સંબંધીઓ સાથે પ્રોપર્ટીને લઇને ગંભીર અને લાભદાયક ચર્ચા-વિચારણાં થઇ શકે છે.

નેગેટિવઃ- કામ વધારે રહેવાના કારણે સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. જેની અસર પરિવારની વ્યવસ્થાને ખરાબ કરી શકે છે. તમારા સ્વભાવમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે સારા સાહિત્ય અને સારા લોકોના સંપર્કમાં રહો.

વ્યવસાયઃ- તમે તમારા અંગત કાર્ય તથા વ્યવસાયિક કાર્યોમાં સારો તાલમેલ જાળવી રાખશો.

લવઃ- તમારી બધી ગતિવિધિઓમાં જીવનસાથી કે પારિવારિક સભ્યને પણ સામેલ કરો.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે ગળું ખરાબ થઈ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- બાળકોની સમસ્યામાં તમારો સહયોગ તેમની અંદર આત્મવિશ્વાસ જાગૃત કરશે. વિદ્યાર્થીઓને પણ પ્રતિસ્પર્ધાને લગતાં કાર્યોમાં સફળતા મળશે. કુલ મળીને આ સપ્તાહ શુભ પસાર થશે.

નેગેટિવઃ- અચાનક કોઇ ખર્ચ સામે આવવાથી આર્થિક સ્થિતિ થોડી ખરાબ થઇ શકે છે. એટલે બિનજરૂરી ખર્ચ ઉપર અંકુશ લગાવો. કાકાના ભાઇ કે બહેન સાથે વાદ-વિવાદ કે મનમુટાવની સ્થિતિ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- સપ્તાહની શરૂઆતમાં વેપારમાં તમારા કાર્યો પ્રત્યે થોડી ચિંતા રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ તથા સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારું તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ્ય નિર્ણય છે. પરંતુ તેની સાથે-સાથે તમારી તથા તમારા પરિવારની જરૂરિયાતો પ્રત્યે પણ જાગરૂત રહો.

નેગેટિવઃ- મહેનત પ્રમાણે હાલ યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે નહીં. તેના માટે તણાવ હાવી થવા દેશો નહીં અને ધૈર્ય જાળવીને રાખો. કેમ કે, હાલ વર્તમાન પરિસ્થિતિઓ જ વધારે પક્ષમાં નથી.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું પૂર્ણ નિયંત્રણ તથા વર્ચસ્વ જળવાયેલું રહીશકે છે.

લવઃ- લગ્નજીવન તથા વ્યવસાયિક જીવનમાં તાલમેલ જાળવી રાખવો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમને મિશ્રિત ફળ પ્રદાન કરશે. કોઇ પૂર્વ યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય છે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં વધારે ધ્યાન રહેશે તથા પરીક્ષામાં સફળતા પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- આર્થિક મામલે સાવધાની જાળવવાની જરૂરિયાત છે. ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. તમે તમારી સુખ-સુવિધાઓને નજરઅંદાજ કરીને અન્ય માટે વધારે સમય પસાર કરી શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઘરે રહીને જ યોગ્ય રીતે શરૂ થઈ જશે.

લવઃ- પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલથી ઘરમાં પોઝિટિવ ઊર્જા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- જીવનને પોઝિટિવ દૃષ્ટિએ સમજવાની કોશિશ કરો, તેનાથી તમારી અંદર ચાલી રહેલી અનેક ગેરસમજ ઉકેલાઇ જશે. ધર્મ અને આધ્યાત્મ પ્રત્યે તમારો વધતો વિશ્વાસ પણ તમને શાંતિ અને માનસિક સુખ પ્રદાન કરશે.

નેગેટિવઃ- બાળકોને તેમના અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. એટલે ફાલતૂની ગતિવિધિઓથી તમારું ધ્યાન હટાવો. કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે સામાન્ય વાતને લઇને મતભેદ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ વિશિષ્ટ વ્યક્તિની મદદ તમારી ઉન્નતિ માટે ફાયદાકારક સાબિત થશે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી કોઈ એલર્જી થવાની શક્યતાઓ છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક વિચાર રાખવાનો છે. તમારી બુદ્ધિમાની તથા વ્યાપારિક વ્યવહાર તમારા માટે લાભદાયક સ્થિતિઓ ઊભી કરશે. કોઇ સંબંધીને ત્યાં ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર પણ મળશે.

નેગેટિવઃ- તમારા નજીકના લોકો સાથે કોઇપણ પ્રકારની વાતચીત કરતી સમયે થોડું સાવધાન રહેવું જરૂરી છે. કેમ કે, કોઇ વાદ-વિવાદ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. કોઇને રૂપિયા ઉધાર આપશો નહીં કેમ કે પાછા મળવા મુશ્કેલ છે.

વ્યવસાયઃ- જો વેપાર વધારવા માટે કોઈની સાથે પાર્ટનરશિપ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો તરત અમલ કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી કોઈ સામાન્ય સમસ્યા ઊભી થઈ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી તમારા નજીકના લોકો સાથે ચાલી રહેલી ગેરસમજનું નિવારણ થશે. આશાની નવી કિરણનો ઉદય થશે. સંપત્તિના ભાગલાને લગતો કોઇ વિવાદ કોઇની મધ્યસ્થતાથી સરળતાથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવું અતિ જરૂરી છે. સમજ્યા વિના કોઇ કામ ન કરો. યુવા વર્ગ પ્રેમ પ્રસંગોમાં પડીને તેમના અભ્યાસ અને કરિયર સાથે સમજોતો ન કરે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંબંધ તમારા માટે નવી સફળતા લાવી શકે છે.

લવઃ- ઘર-પરિવારનું વાતાવરણ વ્યવસ્થિત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- રાજકારણને લગતાં કાર્યો પ્રત્યે તમારો રસ વધશે તથા આ સંપર્ક તમારા માટે શુભ અવસર પણ લઇને આવશે. સંપત્તિને લગતો કોઇ વિવાદ પણ ઉકેલાઇ શકે છે એટલે તેના માટે કોશિશ કરતાં રહો.

નેગેટિવઃ- કોઇ પ્રકારની ઈજા કે દુર્ઘટના જેવી ગ્રહ સ્થિતિઓ બની રહી છે એટલે કોઇપણ યાત્રા ટાળો અને વાહનનો ઉપયોગ ન કરો તો જ સારું રહેશે. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસની જગ્યાએ મોજ-મસ્તીમાં વધારે રહેશે.

વ્યવસાયઃ- આ સપ્તાહ વ્યવસાયિક કાર્યોમાં મહેનત વધારે અને લાભ ઓછો જેવી સ્થિતિ રહેશે.

લવઃ- પ્રેમ સંબંધોમાં એકબીજા સાથે તાલમેલની ખામી રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને તાવ જેવી પરેશાની રહી શકે છે.