તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope February 3rd Week 2021: February Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપ્તાહિક ભવિષ્યફળ:14 થી 20 ફેબ્રુઆરીની વચ્ચે મકર રાશિના નોકરિયાત લોકોને સ્થાન પરિવર્તનની સૂચના મળી શકે છે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સપ્તાહ મેષ રાશિના નોકરિયાત લોકોએ સાવધાન રહેવું જોઇએ, સિંહ રાશિના લોકોના કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે

14 થી 20 ફેબ્રુઆરીની વચ્ચે ચંદ્ર મીનથી વૃષભ રાશિ સુધી જશે. આ સપ્તાહની વચ્ચે ચંદ્ર અને મંગળની યુતિ મેષ રાશિમાં રહેશે. જેથી મહાલક્ષ્મી યોગ બનશે. સાથે જ સપ્તાહના છેલ્લાં દિવસોમાં બૃહસ્પતિની પાંચમી દૃષ્ટિ ચંદ્ર ઉપર રહેશે. જેથી અનેક લોકોને ગજકેસરી યોગનું ફળ મળશે. આ પ્રકારે આ સપ્તાહ અનેક લોકો માટે શુભ રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ સાત દિવસોમાં વૃષભ રાશિના લોકો પોતાનામાં પોઝિટિવ ઊર્જા અનુભવ કરશે અને કામકાજમાં સફળતા પણ પ્રાપ્ત કરશે. મિથુન રાશિના લોકોની પ્રતિભા અને કામકાજની તાકાત જ તેમની ફેવરમાં સ્થિતિઓ બનાવી રહી છે. આ દિવસોમાં કિસ્મત અને નક્ષત્રો બંને જ કર્ક રાશિના લોકોની ફેવરમાં રહેશે. જેનાથી થોડા નવા કરાર અને ઓર્ડર મળવાના યોગ બની રહ્યા છે.

આ દિવસોમાં કિસ્મતના નક્ષત્રો કન્યા રાશિના લોકોની પણ ફેવરમાં રહેશે. નોકરિયાત લોકોની પણ સ્થિતિ મજબૂત થશે. આ સપ્તાહ તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિ પણ પહેલા કરતાં વધારે સારી રહેશે. વૃશ્ચિક રાશિના લોકોના અટવાયેલાં કાર્યો અચાનક જ બનવા લાગશે. આ સપ્તાહ ધન રાશિના લોકોના બિઝનેસમાં પણ ફાયદાકારક એગ્રીમેન્ટ થશે. જેથી આવકના સોર્સ વધશે. મકર રાશિના નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે. સ્થાન પરિવર્તનની સૂચના પણ મળી શકે છે. કુંભ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી પરેશાનીઓથી આ સપ્તાહ રાહત મળશે. મીન રાશિના લોકોને ઉન્નતિ માટે પણ નવા અવસર મળી શકે છે. ત્યાં જ આ સિવાય મેષ અને સિંહ રાશિના લોકોને આ સપ્તાહ નક્ષત્રોનો સાથ મળી શકશે નહીં. આ 2 રાશિઓના લોકોએ આખું સપ્તાહ સાવધાન રહેવું પડશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળઃ-

મેષઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારી આસ્થા અને રસ વધશે. જેનાથી તમારી અંદર પોઝિટિવ દૃષ્ટિકોણ ઉત્પન્ન થશે. આ સપ્તાહનો મોટાભાગનો સમય કોઇ વિશેષ કાર્યને લગતી યોજનાને શરૂ કરવામાં પસાર થઇ શકે છે.

નેગેટિવઃ- શેરબજાર કે સટ્ટા જેવા રિસ્કી કાર્યોથી દૂર રહો. કેમ કે, કોઇ મોટું નુકસાન થવાની શક્યતા છે. સાથે જ માનહાનિ પણ થઇ શકે છે. આ સમયે સાવધાન રહેવાની પણ જરૂરિયાત છે. કોઇ નજીકના વ્યક્તિ જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આંતરિક સુધાર તથા રિનોવેશન જેવી યોજના બનશે. આ પરિવર્તનમાં વાસ્તુ નિયમોનો ઉપયોગ કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે એલર્જી અને કફની સમસ્યા રહેશે.

---------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા સામાજિક ગતિવિધિઓ સાથે જોડાયેલી સંસ્થાઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમે તમારી અંદર પણ ભરપૂર પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. તમારી ઉત્તમ અને વ્યવસ્થિત દિનચર્યાનો પોઝિટિવ પ્રભાવ પરિવાર ઉપર પણ પડશે.

નેગેટિવઃ- થોડા કાર્યોમાં વિના કારણે ગેરસમજ ઊભી થવાથી વિઘ્નો પેદા થઇ શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમ જાળવી રાખવો જ યોગ્ય છે. બાળકોને પોતાના અભ્યાસ કે પ્રતિયોગી પરીક્ષાઓને લગતા કોઇ કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. આ સમયે કોઇ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લો.

વ્યવસાયઃ- આ સપ્તાહ વ્યવસાયિક પરિસ્થિતિઓ ખૂબ જ સામાન્ય રહેશે.

લવઃ- પારિવારિક જીવન સુખમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડના કારણે થાક હાવી થઇ શકે છે.

---------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારી પ્રતિભા અને ક્ષમતા તમારા પક્ષમાં સારી સ્થિતિઓ બનાવી રહી છે. માત્ર તમારે તમારી યોજના અને કાર્યોને યોગ્ય રીતે શરૂ કરવાની જરૂરિયાત છે. બાળકો અને યુવાઓને પોતાના અભ્યાસ અને પ્રતિયોગીતાને લગતા કાર્યોમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારી દેખાડાની પ્રવૃત્તિ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. બધાને સુખી રાખવાની જગ્યાએ સંબંધોને યોગ્ય રાખીને પોતાના કામ ઉપર વધારે ધ્યાન આપો. અન્યના મામલે વધારે દખલ ન કરો.

વ્યવસાયઃ- આ સપ્તાહ માર્કેટિંગ તથા મીડિયાને લગતા વ્યવસાયમાં ખાસ સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન નકારાત્મક વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

---------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ નક્ષત્રો તથા ભાગ્ય તમારા પક્ષમાં છે. થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચારથી અનેક હદે ઉકેલાઇ જશે. તમે ફરી એક નવી ઊર્જા સાથે પોતાના કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

નેગેટિવઃ- ક્યારેક તમારો અતિ આત્મવિશ્વાસ તથા ઇગો તમારા માટે પરેશાનીનું કારણ બની જાય છે. તમારી આ ખામીમાં સુધાર લાવવાની જરૂરિયાત છે. ભાઇઓ સાથે પણ જમીનને લગતા મામલે શાંતિથી ઉકેલ લાવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયને વધારવા માટે મીડિયા તથા માર્કેટિંગને લગતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપવું.

લવઃ- પારિવારિક વાતાવરણ ખૂબ જ પોઝિટિવ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

---------------------

સિંહઃ-

પોઝિટિવઃ- અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પ્રાપ્ત કરવા માટે સમય ઉત્તમ છે. એટલે તેના માટે કોશિશ કરતાં રહો. આ સપ્તાહ તમારી મુખ્ય યોજના બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાની રહેશે. જેમાં તમે સફળ પણ રહેશો.

નેગેટિવઃ- રાજનૈતિક ગતિવિધિઓથી દૂર રહો. કેમ કે કોઇ પ્રકારની માનહાનિના યોગ બની રહ્યા છે. મિત્રો સાથે હરવા-ફરવામાં તમારો સમય ખરાબ ન કરીને પોતાના વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં સમય લગાવો. ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વેપારમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે.

લવઃ- થોડો સમય જીવનસાથી અને પરિવારના લોકો સાથે સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

---------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- જો કોઇ સ્થાન પરિવર્તન કરવાનો વિચાર બનાવી રહ્યા છો તો સમય ઉત્તમ છે. આ સમયે ગ્રહ સ્થિતિ તથા ભાગ્ય તમારા પક્ષમાં સારો યોગ બનાવી રહ્યા છે. તમારું પ્રેક્ટિકલ થઇને નિર્ણય લેવું તમારા માટે ફાયદાકારક રહેશે. તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અને આત્મબળ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- તમારું વધારે સ્વાર્થી હોવું પણ તમને તમારા જ નજીકના સંબંધોથી દૂર કરી શકે છે. એટલે પોતાના સંબંધોને પણ સાવધાની સાથે રાખવાની જરૂરિયાત છે. આ સમયે કોઇપણ પ્રકારના રૂપિયાની લેવડ-દેવડ કરતી સમયે ખૂબ જ વધારે સાવધાની જાળવી, કેમ કે નુકસાન થવાની શક્યતા જોવા મળી રહી છે.

વ્યવસાયઃ- આ સમયે માર્કેટિંગ તથા બહારના સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરવા ફાયદાકારક સાબિત થશે.

લવઃ- પ્રેમ સંબંધોથી દૂર રહો.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

---------------------

તુલાઃ-

પોઝિટિવઃ- થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાત થશે. જેનાથી તમારી લોકપ્રિયતા વધશે તથા જનસંપર્કની સીમા પણ વધશે. બાળકો તરફથી કોઇ કરિયરને લગતા શુભ સમાચાર મળવાથી પ્રસન્નતા રહેશે તથા તણાવમુક્ત થશો.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારની ઉધારીથી દૂર રહો. ધનની લેવડ-દેવડને લગતા કાર્યોમાં દગાબાજીનો શિકાર થઇ શકો છો. કોઇ કામ કરવામાં વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સમય ખરાબ ન કરો, તેનાથી કોઇ સારી સફળતા હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળમાં લીધેલાં ઠોસ નિર્ણય સારા સાબિત થશે અને સફળતા પણ મળશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

---------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારી કાર્યક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને તમારી યોજનાને ગતિ આપો, તમને ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે. સાથે જ વ્યસ્ત હોવા છતાં તમે તમારા ઘર-પરિવારના સુખ માટે પણ સમય કાઢશો.

નેગેટિવઃ- બાળકો ઉપર વધારે નિયંત્રણ રાખવાની જગ્યાએ તેમની સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરો. કેમ કે તેમના ઉપર ગુસ્સો કરવાથી અને ડિસિપ્લિન રાખવાથી તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે. તથા તેમની ઉપર હીનતાની ભાવના પણ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કઇંક નવું કરવાની અપેક્ષાએ વર્તમાન ગતિવિધિઓ ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત રાખશો તો સારું રહેશે.

લવઃ- પારિવારિક સભ્યોને થોડી પ્રાઇવેસી આપો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

---------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે લાભદાયક ગ્રહ ગોચર ચાલી રહ્યું છે. તમે જે કામ હાથમાં લેશો, પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ રહેશે. એટલે સમયનો ભરપૂર સદુપયોગ કરો. ધનના રોકાણ માટે સમય યોગ્ય છે. કોઇ પ્રોપર્ટીને લગતી ખરીદદારી કે વેચાણ પણ થઇ શકે છે.

નેગેટિવઃ- થોડો સમય તમે તમારા વ્યવહારમાં ધૈર્ય અને સંયમ હેતુ આત્મ અવલોકનમાં પણ પસાર કરો. અકારણ જ ગુસ્સો અને ઉતાવળના કારણે અનેક બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે. કોઇપણ કાર્યને કરતાં પહેલાં તેના અંગે જાણકારી લો.

વ્યવસાયઃ- આ સપ્તાહ વેપારમાં ફાયદાકારક કરાર પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક વ્યક્તિના લગ્નને જોડાયેલી માંગલિક કાર્યોની યોજના બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

---------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે ખૂબ જ મનોરંજન તથા મસ્તીના મૂડમાં રહેશો. દિમાગમાં અનેક યોજનાઓ બનશે. નજીકના મિત્રોના સહયોગથી તમારા અનેક કામ સફળ પણ થશે. સાથે જ અધ્યાત્મ તથા ધાર્મિક ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારી અયોગ્ય જિદ્દના કારણે ઘરમાં તણાવભર્યું વાતાવરણ રહી શકે છે. ઘરના કોઇ વડીલ વ્યક્તિની આજ્ઞા વિરૂદ્ધ કામ કરવું તેમને નિરાશ કરી શકે છે. આ સમયે ખર્ચ વધારે રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા કોઇપણ કામ કરતાં પહેલાં કોઇ અનુભવી વ્યક્તિ કે ઘરના વડીલોની સલાહ લો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક કામ કરવાના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેન રહી શકે છે.

---------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ભાગ્યના નક્ષત્રો પ્રબળ છે. એટલે સમયનું ભરપૂર સન્માન અને સદુપયોગ કરો તથા સંપૂર્ણ મહેનત અને કાર્યક્ષમતા પોતાના કામમાં લગાવી દો. મહિલા વર્ગને વિશેષ સફળતા પ્રાપ્ત થશે. સાથે જ, કોઇના દ્વારા આપવામાં આવેલી સલાહ ઉપર ચર્ચા-વિચારણાં પણ થશે.

નેગેટિવઃ- આ સમયે ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ થઇને કામ કરવું પડશે. નહીંતર કોઇ તમારી નિરાશાનો ફાયદો પણ ઊઠાવી શકે છે. કોઇ પ્રકારની આર્થિક વિષમતામાં પણ તમે ફસાઇ શકો છો.

વ્યવસાયઃ- છેલ્લાં થોડા સમયથી કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી પરેશાનીઓથી આ સપ્તાહ થોડો રાહત મળશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

---------------------

મીનઃ-

પોઝિટિવઃ- રોજિંદાના જીવનથી અલગ હોબીને લગતા કાર્યોમાં વિશેષ રસ રહેશે. પોતાની માટે પણ થોડો સમય પસાર કરવાથી તમને આત્મિક સુખ અનુભવ થશે. આ સમયે ઉન્નતિ માટે પણ થોડા નવા રસ્તા મળી શકે છે.

નેગેટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ જવાની સંભાવના છે. એટલે પોતાની વસ્તુઓની દેખરેખ કરવી ખૂબ જ જરૂરી છે. કોઇપણ પ્રકારની યાત્રાને ટાળો, તમને આ સમયે કોઇપણ ફાયદો થશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક થાકના કારણે નબળાઇ અનુભવ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો