તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope February 2nd Week 2021: February Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપ્તાહિક ભવિષ્યફળ:9 રાશિઓ માટે આ સપ્તાહ સારું રહેશે; મકર, કુંભ અને મીન રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે

2 મહિનો પહેલા
  • કન્યા અને ધન રાશિના નોકરિયાત લોકો માટે આ સપ્તાહ સારું રહેશે, પ્રમોશનના અવસર અને કોઇ સારા સમાચાર મળી શકે છે

7 થી 13 ફેબ્રુઆરી વચ્ચે ગ્રહ-નક્ષત્રોની સ્થિતિથી 9 રાશિઓ માટે સમય સારો રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે આ દિવસોમાં મેષ રાશિના લોકોના ઘરના અધૂરા કાર્યો પૂર્ણ થશે. વૃષભ રાશિના લોકો માટે મહત્ત્વપૂર્ણ સફળતાનો સમય રહેશે. મિથુન રાશિના લોકો માટે પણ સફળતાનો સમય. કર્ક રાશિના લોકોને પાર્ટનરશિપના બિઝનેસમાં પાર્ટનરની યોજનાઓથી ફાયદો મળી શકે છે. સિંહ રાશિના લોકો માટે આ સપ્તાહ સફળતા આપનાર રહેશે. નોકરીમાં કોઇ ખાસ કામ કે જવાબદારી મળી શકે છે. કન્યા રાશિના સરકારી નોકરિયાત લોકોને પ્રમોશનના અવસર મળી શકે છે. તુલા રાશિના લોકો જમીનની ખરીદદારી અને વેચાણ કરવા ઇચ્છે તો પોઝિટિવ પરિણામ મળી શકે છે. વૃશ્ચિક રાશિના લોકોને સાથે રહેલાં લોકોની સલાહથી બિઝનેસમાં ફાયદો થઇ શકે છે. ધન રાશિના નોકરિયાત લોકોને અચાનક જ કોઇ ફાયદાકારક ખાસ સૂચના મળી શકે છે. આ સિવાય મકર, કુંભ અને મીન રાશિના જાતકોએ આખું સપ્તાહ સાવધાન રહેવું. આ રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને નુકસાન થઇ શકે છે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે 12 રાશિઓનું ફળ...

મેષઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે થોડો આરામ કરવાના મૂડમાં રહેશો તથા મનોરંજનમાં સમય પસાર થશે. પ્રોપર્ટીને લગતા કોઇ કામને લઇને કોઇ નજીકની યાત્રાનો પ્લાન બનશે. ઘરના અટવાયેલાં કામ પૂર્ણ કરવામાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો તમારું જ કોઇ નજીકનું વ્યક્તિ તમારા પ્રત્યે ખોટી અફવાહ ફેલાવી શકે છે અથવા આરોપ લગાવી શકે છે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગી તથા કર્મચારીઓ સાથે ચાલી રહેલો કોઇ જૂનો મનમુટાવ દૂર થશે.

લવઃ- કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો પ્રભાવ ઘરના વાતાવરણ ઉપર થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- તેલવાળા પદાર્થોના કારણે છાતિમાં ગેસની તકલીફ થઇ શકે છે.

--------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે તમારી અંદર વધારે આત્મવિશ્વાસ અનુભવ કરશો. તમારી બુદ્ધિમત્તા દ્વારા થોડા એવા નિર્ણય લેશો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. બાળકો તરફથી કોઇ પ્રકારની ચિંતા દૂર થવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. કોઇ ધાર્મિક આયોજનને લગતી યોજના પણ બનશે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારના ગેરકાયદેસર કામમાં રસ ન લેશો. તમારી ઉપર કોઇ આરોપ લાગી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. ક્યારેક સ્વભાવમાં ચંચળતા આવવાથી એકાગ્રતા ભંગ થઇ શકે છે.

વ્યવસાયઃ- વારસાગત વ્યવસાયના વખાણ તમારી કાર્યક્ષમતા અને ઊર્જામાં લગાવવો લાભદાયક રહેશે.

લવઃ- પારિવારિક સભ્યોની એકબીજા પ્રત્યે સહયોગની ભાવના ઘરના વાતાવરણને મધુર જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણની અસર સ્વાસ્થ્ય ઉપર થશે.

--------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિઓ તમારા જીવનમાં થોડા વિશેષ પરિવર્તન લાવી રહી છે. આ પરિવર્તન તમારા માટે સારી સફળતા લઇને આવશે. સમયનો સદુપયોગ કરવો તમારી કાર્યક્ષમતા ઉપર પણ નિર્ભર કરે છે. કોઇપણ કામને યોગ્ય કરવાથી પરિણામ પણ સારું જ મળી શકશે.

નેગેટિવઃ- તમારો ઇગો અને ઉગ્ર સ્વભાવ તમારા બનતા કાર્યોમાં પરેશાની ઊભી કરી શકે છે. અનેકવાર તમારે તેની ચૂકવણી પણ કરી પડી શકે છે. કોઇ અપરિચિત વ્યક્તિ સાથે ખોટો વાદ-વિવાદ અને દલીલ જેવી સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગી અને કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે.

લવઃ- કોઇ મિત્ર સાથે મુલાકાત થવાથી જૂની યાદો તાજા થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------

કર્કઃ-

પોઝિટિવઃ- અધ્યાત્મ અને ધર્મ-કર્મને લગતી ગતિવિધિઓ પ્રત્યે તમારો રસ અને આસ્થા રહેશે. જેના કારણે તમારા વ્યવહારમાં પણ થોડા પોઝિટિવ પરિવર્તન આવી શકે છે. સ્પોર્ટ્સ સાથે જોડાયેલાં યુવાઓને વિજય પ્રાપ્ત થઇ શકે છે. એટલે સંપૂર્ણ મહેનતથી લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહો.

નેગેટિવઃ- સંયુક્ત પરિવારમાં કોઇ પ્રકારના વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. એટલે ધૈર્ય અને સહનશીલતા જાળવી રાખવી જરૂરી છે. વારસાગત સંપત્તિને લગતા કોઇ કામમાં વિઘ્ન આવવાથી તણાવ રહેશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપના વેપારમં પાર્ટનરની યોજનાઓ અને કાર્યશૈલી વ્યવસાય પ્રત્યે લાભદાયક સાબિત થશે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ સમસ્યાઓથી બહાર આવવામાં મદદગાર સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની પરેશાની થશે.

--------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારા માટે સફળતાનો કોઇ દ્વાર ખોલી શકે છે. જેનાથી લાભ પ્રાપ્તિ સાથે-સાથે ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ચિંતાથી રાહત મળશે. કોઇ લાભની યોજના ઉપર કામ શરૂ થઇ શકે છે.

નેગેટિવઃ- તમે અપરિચિત વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરો. તેનાથી તમે મુશ્કેલીમાં પડી શકો છો. કોઇ ખોટો આરોપ કે કલંક પણ તમારા ઉપર લાગી શકે છે. કામકાજ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવું એક પડકાર સાબિત થશે.

વ્યવસાયઃ- કોઇ મોટી ડીલ કે ઓર્ડર મળવાની સંભાવના છે.

લવઃ- તમારો ઉદારવાદી દૃષ્ટિકોણ ઘર-પરિવારમાં સારો તાલમેલ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં કોઇપણ પ્રકારની પરેશાની થશે નહીં.

--------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ મહિલાઓ માટે ખૂબ જ શુભ છે. તેમની ક્ષમતા તથા પ્રતિભાઓ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશે. મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે સંપર્ક સ્થાપિત થશે અને કોઇ વડીલ વ્યક્તિની મદદથી તમને કોઇ મહત્ત્વપૂર્ણ કામ પણ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇ સાથે પણ ખોટા વિવાદમાં ન પડશો. તેનાથી તમારું જ નુકસાન થશે તથા સમય ખરાબ થશે. વર્તમાન પરિસ્થિતિઓ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો. ધનની લેવડ-દેવડને લગતા કાર્યોમાં કોઇ પ્રકારની ગેરસમજ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં ધનને લગતા પેપરને લગતા કાર્યોમાં પૂર્ણ પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાને મહત્ત્વ આપશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે પગમાં દુખાવા અને સોજાની સમસ્યા રહેશે.

--------------------

તુલાઃ-

પોઝિટિવઃ- અન્ય ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની ક્ષમતા અને યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો. તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ તમે જાતે જ શોધી લેશો. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલો કોઇ વિવાદ પણ ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- ક્યારેક વિના કારણે તણાવની સ્થિતિ ઊભી થઇ શકે છે, જેનો પ્રભાવ તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડી શકે છે. એટલે તમારા વ્યવહારમાં પોઝિટિવિટી જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ- જમીનની ખરીદદારી અને વેચાણને લગતા કાર્યોમાં પોઝિટિવ પરિણામ સામે આવશે.

લવઃ- કોઇ જૂની મિત્રતા પ્રેમમાં બદલાઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- લોહીને લગતું ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ધાર્મિક તથા સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાયેલી ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. જેનાથી તમને માનસિક સુખ અને માન-સન્માનની પણ પ્રાપ્તિ થશે. તમારા સ્પર્ધીઓ પણ તમારા વ્યક્તિત્વ સામે પરાજિત થશે.

નેગેટિવઃ- તમારી થોડી ભૂલ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે કોઇપણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે ફરી વિચાર કરવો જરૂરી છે. આ સમયે આર્થિક સ્થિતિ પણ ધીમી રહેશે. ધૈર્ય અને સંયમ જાળવી રાખો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપ સાથે જોડાયેલાં વેપારમાં નફો મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ભાવુકતાની જગ્યાએ તમારા બુદ્ધિ બળ અને કાર્યક્ષમતાનો વધારે ઉપયોગ કરો. અચાનક જ તમારું કોઇ કામ બનવાથી મનમાં સંતોષ અને સુખ રહેશે. મિત્રો અને સગા સંબંધીઓ પણ તમારી બુદ્ધિમત્તાના વખાણ કરશે.

નેગેટિવઃ- ક્યારેક વધારે પ્રેક્ટિકલ અને સ્વાર્થી થઇ જવું તમને તમારા જ લોકોથી દૂર કરશે. ગુસ્સા અને જિદ્દ જેવા નકારાત્મક સ્વભાવના કારણે કોઇ બનતું કામ ખરાબ થઇ શકે છે. લાભને લગતા થોડા મામલાઓમાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ- તમારો વ્યવસાયિક દૃષ્ટિકોણ, કાર્યક્ષેત્રમાં અનેક મામલે ઉકેલવામાં સક્ષમ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધમાં થોડો વિવાદ શક્ય છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------

મકરઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીના કોઇ ગંભીર મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થઇ શકે છે. જેનું પરિણામ પોઝિટિવ રહેશે. માત્ર આ વાતનું ધ્યાન રાખો કે ભાવુકતામાં આવીને કોઇપણ નિર્ણય ન લો. ધાર્મિક આયોજનમાં જવાનો અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- પારિવારિક કાર્યોમાં દખલ ન કરો. બધાને પોતાના મન પ્રમાણે કામ કરવાની સ્વતંત્રતા આપો, તેનાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે. યુવા વર્ગ ખોટા પ્રેમ સંબંધોમાં પડીને પોતાનો સમય નષ્ટ ન કરે.

વ્યવસાયઃ- આ સપ્તાહ વેપારમાં કોઇ પ્રકારના મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેશો.

લવઃ- ઘર-પરિવારના કાર્યોમાં સહયોગ કરવો પરિવારજનોને સુખ આપશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------

કુંભઃ-

પોઝિટિવઃ- માનસિક સુખ અને શાંતિની પ્રાપ્તિ માટે કોઇ નજીકના એકાંત સ્થાન કે ધાર્મિક સ્થળે જઇ શકો છો, જેથી ફરીથી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો. યુવા વર્ગને તેમના કાર્યોમાં સફળતા મળવાથી તણાવ દૂર થશે.

નેગેટિવઃ- તમારા કાર્યોમાં કોઇ પ્રકારનું વિધ્ન આવવાથી નજીકના મિત્રોની સલાહ અવશ્ય લો, તેનાથી કોઇને કોઇ ઉકેલ મળી શકશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ કાર્ય કરતા પહેલાં પોતાની માનસિક સ્થિતિને રિલેક્સ કરી લો.

વ્યવસાયઃ- વ્યાપારિક ગતિવિધિઓ પહેલાંની જેમ ચાલતી રહેશે.

લવઃ- પારિવારિક સભ્યોનો તમને પૂર્ણ સહયોગ અને સમર્પણ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારા જીવનમાં થોડી ઘટનાઓ ઘટી શકે છે. જેનો પોઝિટિવ પ્રભાવ આખા પરિવાર ઉપર પડશે. સમાજમાં કોઇ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર તમારી સલાહને વિશેષ મહત્ત્વ આપવામાં આવશે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે કોઇ તમારા જ નજીકના સંબંધી કે મિત્ર ઇર્ષ્યાની ભાવનાથી તમારી છાપને ખરાબ કરી શકે છે. કોઇપણ પ્રકારના રોકાણ કરતાં રહેલાં તેના દરેક સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરો.

વ્યવસાયઃ- વ્યાપારમાં આર્થિક મામલે વધારે મનન અને ચિંતન કરવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થવાથી પારિવારિક વ્યવસ્થા થોડી અસ્ત-વ્યસ્ત રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો