• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope August 3rd Week 2021: August Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક ભવિષ્યફળ:15 થી 21 ઓગસ્ટ સુધી મેષ, કન્યા, મકર અને કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે

2 વર્ષ પહેલા
  • આ સપ્તાહ ધન અને મીન સહિત 7 રાશિઓ ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે, તુલા રાશિના લોકોએ સાવધાન રહેવું

આ સપ્તાહની શરૂઆતમાં એટલે 15 ઓગસ્ટના રોજ ચંદ્ર તુલા રાશિમાં રહેશે. તે પછી વૃશ્ચિક અને ધન રાશિથી પસાર થઈને મકર રાશિ સુધી જશે. આ દિવસોમાં ચંદ્ર ઉપર ગુરુ અને મંગળની દૃષ્ટિ રહેશે. પરંતુ રાહુ-કેતુ અને શનિના કારણે ચંદ્ર પીડિત પણ રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ દિવસોમા મેષ, કન્યા, મકર અને કુંભ રાશિના લોકોને નક્ષત્રોનો સાથ મળશે. નોકરી અને બિઝનેસમાં પણ ફાયદો આપનાર સમય રહેશે. આ સિવાય વૃષભ, મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. આ 7 રાશિના લોકોના કામકાજ તો પૂર્ણ થશે, પરંતુ વિઘ્ન પણ આવી શકે છે. ત્યાં જ તુલા રાશિના લોકોને આર્થિક મામલે સાવધાન રહેવું પડશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ.....

મેષઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ અતિ ઉત્તમ છે. તમારા દ્વારા લેવામાં આવેલ કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય વખાણવા લાયક રહેશે. પરિવાર સાથે પણ સમય મનોરંજન તથા શોપિંગ જેવી ગતિવિધિઓમાં પસાર થશે. કોઇ જગ્યાએથી ભેટ પણ મળી શકે છે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઈપણ વિવાદમાં પડશો નહીં. આર્થિક પરિપ્રેક્ષ્યમાં થોડું ખાસ પોઝિટિવ પરિણામ મળી શકશે નહીં. સંબંધીઓ સાથે કોઈપણ પ્રકારના સહયોગની આશા ન રાખશો.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારને લગતી યોજના ઉપર કામ શરૂ થશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત તથા વાયુ વિકારની પરેશાની વધી શકે છે.

---------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઈપણ કાર્ય કરતામાં અન્ય લોકોની સલાહની જગ્યાએ તમારી યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો. તમે તમારી દિનચર્યાને ખૂબ જ અનુશાસિત અને વ્યવસ્થિત રીતે પસાર કરી શકો છો જેથી અનેક અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે.

નેગેટિવઃ- દરેક કામમાં વધારે અનુશાસન જાળવી રાખવું અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. યુવાઓ પોતાના કરિયરને લઇને અસંતુષ્ટ રહી શકે છે. જમીન-સંપત્તિને લગતો મામલો વધી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ તથા સહયોગીઓની સલાહને પણ મહત્ત્વ આપો, ચોક્કસ જ તમને કોઈ યોગ્ય સમાધન મળી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ યોગ્ય જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ નથી.

---------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારી આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે. મિત્રો તથા પરિવારના લોકો તરફથી ચાલી રહેલી ચિંતાનું પણ સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ વિશેષ મુદ્દે વાતચીત કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો, નહીંતર નાની વાત અંગે પણ વિવાદ થઈ શકે છે. અનુભવની ખામી હોવાના કારણે કોઈ કામને હાથમાં લેશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં લીધેલાં નિર્ણયમાં શરૂઆતમાં મુશ્કેલીઓ તથા પરેશાનીઓ આવશે. જેના કારણે વધારે લાભ મળી શકશે નહીં. નોકરિયાત વ્યક્તિઓને સારા કાર્ય પ્રણાલીના કારણે ઉન્નતિ મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની એકબીજા સાથે ચાલી રહેલી ગેરસમજનું નિવારણ સમય રહેતાં લઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાસ કરીને વાહન સાવધાની પૂર્વક ચલાવો.

---------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- રોજની દિનચર્યાથી અલગ તમારા મન પ્રમાણે સમય પસાર કરવો તમને સુકૂન આપી શકે છે. અટવાયેલાં રૂપિયા કે ઉધાર આપેલાં રૂપિયા સરળતાથી પાછા આવી શકે છે. તમે તમારી વાતો તથા કાર્ય ક્ષમતા દ્વારા તમારા કામને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે. કોઈપણ મોટું રોકાણ કરતા પહેલાં પોતાની તરફથી યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો. કોઈ નજીકના મિત્ર સાથે સંબંધ ખરાબ થઈ શકે છે, એટલે ધૈર્ય અને વિવેકથી કામ લેવું.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે લાભ મળી શકશે નહીં.

લવઃ- ઘરમાં વ્યવસ્થાને લઇને થોડો મતભેદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક થાક વધારે રહી શકે છે.

---------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આવક અને ખર્ચ સમાન રહેશે. તમારા માતા-પિતા તથા વડીલો પ્રત્યે સ્નેહ શ્રદ્ધાનો ભાવ તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરી રહ્યો છે. તેમના આશીર્વાદ તમારા ઉપર હંમેશાં રહેશે.

નેગેટિવઃ- સંબંધીઓ અથવા ઘનિષ્ઠ વ્યક્તિ સાથે કોઇ અપ્રિય ઘટના બની શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- આ સપ્તાહ રૂપિયાની લેવડ દેવડ કરશો નહીં.

લવઃ- પ્રેમમાં પડીને કરિયર અને શિક્ષણ નષ્ટ કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો રહી શકે છે.

--------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારું સંપૂર્ણ ધ્યાન તમારા વિત્તીય મામલાઓ ઉપર કેન્દ્રિત રહેશે. આ સમય તમારા પક્ષમાં છે. તમારે તેનો ફાયદો ઉઠાવો. કોઇ જમીન સંબંધિત લાભ થવાની આશા છે.

નેગેટિવઃ- આ સપ્તાહ કોઇ જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલાં ફરી વિચાર કરો. તમારા કોઇ ખોટા નિર્ણયથી નુકસાન પણ થઇ શકે છે.

વ્યવસાયઃ- ઇમ્પોર્ટ-એક્સપોર્ટ તથા માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં નફો થઇ શકે છે.

લવઃ- જીવનસાથી પાસેથી લેવામાં આવેલી સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.

સ્વાસ્થ્યઃ- હળવું ખાનપાન રાખો.

--------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે રોજિંદા જીવનથી અલગ થોડો સમય પોતાની સાથે વ્યતીત કરવાનું વિચારી રહ્યા છો. તમે આત્મમંથન કરી તમારી ગુપ્ત ક્ષમતાઓ વિશે વિચારો અને તેમને જાગૃત કરો.

નેગેટિવઃ- પરિજનોના કાર્યોમાં વધારે દખલ કરશો નહીં. બધાએ પોતાના મન પ્રમાણે કામ કરવું.

વ્યવસાયઃ- આર્થિક રોકાણની દૃષ્ટિએ તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ જીવનસાથી સાથે મતભેદ ઉત્પન્ન કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક વિચારોની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે.

--------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સંતાનના કરિયર અને શિક્ષા સાથે સંબંધિત ચિંતાનું સમાધાન થવાથી મનમાં પ્રસન્નતા રહેશે તથા બુદ્ધિ અને હોશિયારીથી તમે બધા જ કાર્યો પૂર્ણ કરી લેશો.

નેગેટિવઃ- અયોગ્ય કાર્યો, બે નંબરના કાર્યો તથા ખરાબ લોકોથી દૂર રહો અને થોડાં સમય માટે તમારા ખર્ચ ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કારોબાર તથા વેપારમાં સફળતા, ઉપલબ્ધિઓ તમારી રાહ જોઇ રહી છે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું.

--------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારા દિમાગમાં અનેક યોજનાઓ ચાલી રહી છે. તમે નિર્ણય જ નહીં કરી રહ્યા કે કાર્ય કેવી રીતે શરૂ કરવું. તમે પારિવારિક યોજનાઓને પ્રાથમિકતાઓ આપશો.

નેગેટિવઃ- કોઇ બહારના વ્યક્તિઓનો તમારા કાર્યમાં દખલ તમારા માટે સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. સંતાનની ચિંતા રહેશે. આ સપ્તાહ તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયને લઇને પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારી કાર્યપ્રણાલીમાં જે પરિવર્તન કરવાની કોઇ યોજના બનાવી છે તેનું શુભ પરિણામ તમને નજીકના ભવિષ્યમાં મળશે.

નેગેટિવઃ- ક્યારેક તમારો વધારે આક્રમક સ્વભાવ તમારા આત્મબળમાં ઘટાડો કરી શકે છે અને તમે પોતાને નબળા અનુભવ કરી શકો છો.

વ્યવસાયઃ- બહારના સંપર્કો ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- લગ્ન સંબંધો અંગે વધારે ધ્યાન આપશો નહીં.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરની તપાસ કરાવો.

--------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારી યોગ્યતા અને ક્ષમતાનું ભરપૂર પોઝિટિવ પરિણામ મળશે. જમીન અથવા વાહનની ખરીદારી સંબંધિત કોઇ ઉધાર લેવાની યોજના બની શકે છે.

નેગેટિવઃ- સામાજિક ક્ષેત્રમાં તમારા અપયશના થોડાં યોગ બની રહ્યા છે. ટેક્સ સંબંધિત કાર્યને લગતા પેપર પૂર્ણ કરો.

વ્યવસાયઃ- વ્યવસાય અને કામકાજને લઇને નજીકની યાત્રા તમારા ઉત્તમ ભવિષ્યનો રસ્તો ખોલી શકે છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહેવું.

--------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે પોતાનામાં ગજબની ઊર્જા અને આત્મવિશ્વાસ અનુભવ કરશો. ભાગ્ય તમારા પક્ષમાં છે તેનો ભરપૂર ઉપયોગ કરો.

નેગેટિવઃ- કોર્ટ સંબંધિત મામલાઓ તમારા હાથમાંથી સરકી શકે છે. આ સમયે સરકારી વિભાગની ભાગદોડ વધી શકે છે.

વ્યવસાયઃ- સોશિયલ મીડિયામાં સમય નષ્ટ કરશો નહીં.

લવઃ- લગ્ન સંબંધ બદનામીનુ કારણ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.