• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope April 2nd Week 2021: April Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:11 થી 17 એપ્રિલ સુધી 5 રાશિના જાતકોને નક્ષત્રોનો સાથ મળશે, વૃષભ અને વૃશ્ચિક રાશિના લોકોને ઉન્નતિના અવસર મળી શકશે

2 વર્ષ પહેલા
  • આ સપ્તાહ કુંભ અને મીન સહિત 7 રાશિના જાતકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે, અનેક મામલે સાવધાન રહેવું પડશે

11 થી 17 એપ્રિલ સુધી ચંદ્ર મીન રાશિથી મિથુન રાશિ સુધી જશે. આ દિવસોની ગ્રહ-સ્થિતિ 5 રાશિના લોકો માટે સારી રહેશે નહીં. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહ વૃષભ રાશિના લોકોને પ્રમોશન અને એકસ્ટ્રા આવકના યોગ બની રહ્યા છે. કર્ક રાશિના લોકો માટે સમય સારો રહેશે. કન્યા રાશિના લોકો માટે આ સપ્તાહ ગ્રહોની સ્થિતિ ફાયદાકારક રહેશે. વૃશ્ચિક રાશિના લોકોને ઉન્નતિના અવસર અને ફાયદો આપતી જાણકારી મળી શકે છે. મકર રાશિના લોકોને નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. સમય અનુકૂળ રહેશે. આ સિવાય મેષ, મિથુન, સિંહ, તુલા, ધન, કુંભ અને મીન રાશિના લોકો માટે સમય મિશ્રિત રહી શકે છે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ...

મેષઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ સભ્યના લગ્નને લગતી માંગલિક કાર્યની યોજના બનશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ કાર્યોને કરતી સમયે ઘરના વડીલોની સલાહને મહત્ત્વ આપો. તેમના આશીર્વાદ અને સ્નેહ તમારા ભાગ્યમાં વધારો કરશે.

નેગેટિવઃ- આ સમયે ખર્ચ વધારે રહેશે, એટલે બજેટનું ધ્યાન રાખો. બાળકોને મન પ્રમાણે પરિણામ ન મળવાથી તેમને તણાવ રહેશે, આ સમયે તેમનું મનોબળ જાળવી રાખવા માટે તમારો સહયોગ જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. હાલ વધારે નફાની આશા નથી.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી શારીરિક ક્ષમતાથી વધારે કામ કરવાના કારણે થાક અન નબળાઈ અનુભવ થશે.

------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ ધાર્મિક કાર્યો પ્રત્યે તમારો રસ રહેશે. બાળકોની કોઇ એક્ટિવિટીના કારણે તમે પોતાના ઉપર ગર્વ અનુભવશો. ખર્ચ વધારે રહેશે, પરંતુ આ ખર્ચ થોડા સારા ભવિષ્ય અને ભવિષ્યને લગતી શુભ યોજનાઓ માટે રહેશે.

નેગેટિવઃ- ક્યારેક તમારો શંકાશીલ સ્વભાવ બનતા કાર્યોમાં વિધ્ન ઊભા કરી શકે છે, તમારી આ આદતો ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરો. તમારી ઇચ્છાપૂર્તિ માટે કોઇપણ પ્રકારના રિસ્ક લેવાની પ્રવૃત્તિથી દૂર રહો.

વ્યવસાયઃ- સરકારી સેવા કરતા વ્યક્તિઓને તેમની ગમતી જવાબદારી મળવાની શુભ સૂચના પ્રાપ્ત થશે.

લવઃ- જીવનસાથી સાથે કોઇ પારિવારિક સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને સાંધામાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સમય તમારા પક્ષમાં છે. થોડા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદ દૂર કરવાની કોશિશ કરો. તેનાથી પરિવારનું વાતાવરણ અનુકૂળ રહેશે. પ્રતિષ્ઠિત લોકો સાથે હળવા-મળવાનું તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- બાળકોની ભૂલોમાં તેમને ખીજાવાની જગ્યાએ પ્રેમથી સમજાવવાની કોશિશ કરો, તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા સ્વભાવને સરળ અને મધુર જાળવી રાખો. કઠોરતા પૂર્ણ વ્યવહારના કારણે સમાજમાં તમારી છાપ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં ગ્રહ સ્થિતિ વધારે અનુકૂળ નથી.

લવઃ- પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સમય સારો છે. તમારા વ્યક્તિત્વ સામે વિરોધી પણ પરાજિત થઇ શકે છે. તમે તમારા કામને સારી રીતે પૂર્ણ કરી શકશો. યુવા વર્ગને કોઇ સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- આ સમયે તમરા બજેટનું ધ્યાન રાખો. ઘરને લગતા કોઇ કાર્યમાં વધારે ખર્ચ થઇ શકે છે. કોઇના પ્રત્યે તમારા મનમાં નકારાત્મક વિચાર આવે નહીં તેનું ધ્યાન રાખો. જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં કામ પહેલાની જેમ જ ચાલતું રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારી યોગ્યતા અને આવડત લોકો સામે આવશે. થોડો સમય તમારા રસના કાર્યોમાં પણ લગાવો, તેનાથી તમને માનસિક અને આત્મિક સુકૂન મળશે. છેલ્લાં થોડા સમયથી જે યોજના તમે બનાવી છે, તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પણ સમય આવી ગયો છે.

નેગેટિવઃ- આર્થિક રૂપથી થોડી સમસ્યાઓ ઊભી થઇ શકે છે. સમય રહેતા તમે તેનો ઉકેલ પણ મેળવી લેશો. પારિવારિક બિનજરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાથી તમને રાહત મળશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આ સમય ઉત્પાદન ક્ષમતા વધશે. કાર્ય પ્રણાલીમાં પરિવર્તન લાવવું પોઝિટિવ રહેશે.

લવઃ- દિવસભર થાકથી રાહત મેળવવા માટે થોડો સમય પરિવારના લોકો સાથે પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમય લાભદાયક ગ્રહ ગોચર ચાલી રહ્યું છે. રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે પરંતુ તેને લગતા કોઇપણ કાર્ય કરતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. મહત્ત્વપૂર્ણ સંપર્ક સ્થાપિત થવાથી આત્મવિશ્વાસ પણ વધશે.

નેગેટિવઃ- તમારા સ્વભાવને ખૂબ જ સૌમ્ય અને મધુર જાળવી રાખો. ગુસ્સા અને અહંકારના કારણે કાર્યો ખરાબ થઇ શકે છે. થોડો સમય આત્મ મનનમા પણ અવશ્ય પસાર કરો. ધ્યાન રાખો કે માતા-પિતાના સ્વાભિમાનને કોઇ પ્રકારની ઠેસ પહોંચે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ભરપૂર ઓર્ડર મળી શકે છે. કર્મચારી તથા સ્ટાફ સંપૂર્ણ મનથી કામ કરશે.

લવઃ- ઘરમાં સંબંધીઓનું આગમન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં ચામડીને લગતી કોઇ એલર્જી થવાની શક્યતા છે.

------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ મોટાભાગનો સમય ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર થશે. કોઇ સામાજિક સંસ્થામાં સહયોગ કરવો તમને આત્મિક સુખ આપી શકે છે. આ સમય તમારા માટે થોડા લાભ લઇને આવી શકે છે.

નેગેટિવઃ- સાવધાન રહો, કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ચોરી થવાની કે ખોવાઇ જવાની શક્યતા છે. એટલે તમારી વસ્તુઓને યોગ્ય રીતે સાચવીને રાખો. તમે તમારા બધા જ કાર્યોને જાતે પૂર્ણ કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વેપારમાં નવા ઓર્ડર મળી શકે છે. એટલે સમયનો ફાયદો ઉઠાવો અને ભરપૂર મહેનત કરો.

લવઃ- પ્રેમ સંબંધોમા ડેટિંગનો સુખમય અવસર બનશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક હાવી થઇ શકે છે.

------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઇ મહત્ત્વપૂર્ણ લાભદાયક સૂચના મળી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે પોતાના સંબંધોને વધારે મજબૂત કરો. આ સંબંધ તમારા માટે ઉન્નતિના નવા માર્ગ ખોલી શકે છે. ઘરમા મહેમાનોની અવર-જવર રહેશે.

નેગેટિવઃ- ક્યારેક સ્વભાવમાં ચીડિયાપણું અને તણાવ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. જો લોન લેવાની યોજના બની રહી છે તો તેના ઉપર યોગ્ય ચર્ચા-વિચારણાં કરો. કોઇના વ્યક્તિગત મામલાઓમાં દખલ આપશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે ઘરના વડીલ સભ્યોની સલાહ લો.

લવઃ- લગ્નજીવન મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સુસ્તી અને થાક જેવી સ્થિતિ રહી શકે છે.

------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે જોડાયેલાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાથી કોઇ યોગ્ય પરિણામ સામે આવી શકે છે. યુવાઓને પણ કરિયરને લગતો કોઇ નવો અવસર મળી શકે છે. કોઇ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત તમને માનસિક શાંતિ આપી શકે છે.

નેગેટિવઃ- થોડી નવી જવાબદારીઓ આવવાથી કામ વધી શકે છે. આ ગતિવિધિઓ તમારા માટે પોઝિટિવ રહેશે, એટલે ચિંતા ન કરો. રોકાણ કરતી સમયે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવી જરૂરી છે.

વ્યવસાયઃ- આ સપ્તાહ રાજકીય કાર્યોમાં વધારે સફળતા મળી શકે છે.

લવઃ- વ્યવસાયિક ભાગદોડના કારણે લગ્નજીવનમાં પ્રેમનો આનંદ માણી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી ભાગદોડથી રાહત મેળવવા માટે પ્રકૃતિની નજીક થોડો સમય પસાર કરો. શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેવાથી તમને નવી ઊર્જા અને સ્ફૂર્તિની અનુભૂતિ થશે. કળાત્મક તથા રચનાત્મક કાર્યોને લગતા તમારા રસને જાગૃત કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- થોડો સમય બાળકો સાથે પણ પસાર કરવો જરૂરી છે. તમારી ગતિવિધિઓ તથા સંગત ઉપર નજર રાખો. તમને કોઇ પરેશાનીમાં નજીકના મિત્ર સાથે ચર્ચા-વિચારણા કરવાથી તમને અવશ્ય જ કોઇ યોગ્ય પરિણામ મળી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાય પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરમાં યોગ્ય વ્યવસ્થા અને તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે માઇગ્રેન કે સર્વાઇકલનો દુખાવો થઇ શકે છે.

------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમને તમારી કોઇ મહેનત અને કોશિશનું પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. રાજકારણ તથા સામાજિક સંપર્કોને વધારે મજબૂત કરો. આ સમયે નવી યોજનાઓ બનાવવી તથા નવા ઉપક્રમ કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી જ કોઇ ભૂલ તમારા માટે પરેશાનીનું કારણ બનશે. આ સમયે તમારા નજીકના સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો. બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર પણ નજર રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થિતિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- વ્યસ્તતા સિવાય તમે તમારા ઘર-પરિવારને સમય આપી શકશો. પરિસ્થિતિઓ ધીમે-ધીમે તમારા પક્ષમાં રહી શકે છે. યુવા વર્ગ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે મહેનત કરી શકે છે. તમને ચોક્કસ જ સફળતા મળશે.

નેગેટિવઃ- થોડી આર્થિક મુશ્કેલીઓ અને પરેશાનીઓ સામે આવી શકે છે. જોકે, તમે તમારા વિવેક અને ચતુરાઈથી સમાધાન પ્રાપ્ત કરવામા સક્ષમ રહેશો. કારણ વિના કોઇના મામલે દખલ કરશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આ સમયે સહકર્મીઓનો પૂર્ણ સહયોગ મળી શકશે નહીં.

લવઃ- મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારનો પૂર્ણ સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શનની સમસ્યા વધી શકે છે.