• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope April 1st Week 2021: April Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક ભવિષ્યફળ:4 રાશિના લોકો માટે આ સપ્તાહ શુભ રહેશે, મેષ, મિથુન, વૃશ્ચિક અને કુંભ જાતકોએ સાચવવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ સાત દિવસોમાં તુલા, ધન, મકર અને મીન રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે

4 થી 10 એપ્રિલ સુધી ચંદ્ર ધનથી મીન રાશિ સુધી જશે. આ સપ્તાહ ચંદ્ર ઉપર મંગળની દૃષ્ટિ રહેશે અને ચંદ્ર-ગુરુની યુતિથી ગજકેસરી નામનો રાજયોગ બનશે. આ શુભ ગ્રહ સ્થિતિનો ફાયદો વૃષભ, કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોને મળશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ ચાર રાશિના લોકોને ધનલાભ, બિઝનેસમાં ફાયદો અને નોકરીમાં પ્રમોશન મળશે. ત્યાં જ, આ સપ્તાહ શનિ અને રાહુ-કેતુ જેવા ગ્રહોના કારણે ચંદ્ર પીડિત પણ રહેશે. જેની અશુભ અસર મેષ, મિથુન, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો ઉપર પડશે. જેથી ધનહાનિ, કામકાજમાં મુશ્કેલીઓ અને નુકસાન થવાની શક્યતા છે. આ સિવાય તુલા, ધન, મકર અને મીન રાશિના લોકો માટે આ સાત દિવસ સામાન્ય રહેશે. આ 4 રાશિઓ ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું સાપ્તાહિક ભવિષ્યફળ.....

મેષઃ-

પોઝિટિવઃ- ઘણાં સમય પછી ઘરમાં મહેમાનોના આવવાથી બધા સુખ રહેશે. સાથે જ કોઇ પારિવારિક મામલો પણ ઉકેલાઇ જશે. ધનના રોકાણને લગતી યોજનાઓ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખો.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, તેમના કારણે તમારી માનહાનિ શક્ય છે. કોઇપણ કામને શરૂ કરતા પહેલાં વડીલની સલાહ લો. આ સમયે પોતાના વ્યવહારમાં ઈગો આવવા દેશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલી મહેનતથી ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટ અને લીવરને લગતી પરેશાની થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયે ઉન્નતિના નવા રસ્તો ખોલવામાં ભાગ્ય તમને સહયોગ આપશે. પરિસ્થિતિઓ અનુકૂળ છે, તેનો ભરપૂર સદુપયોગ કરો. અચાનક જ કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત તમને સુખ આપશે અને કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે પોઝિટિવ વાતચીત થશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક શંકા અને ગુસ્સાના કારણે વિના કારણે કોઇ સાથે મનમુટાવ થવાની શક્યતા છે. આ સમયે તમારી મનોવૃત્તિને પોઝિટિવ જાળવી રાખો. વિદ્યાર્થીઓને કોઇ પ્રોજેક્ટરમાં અસફળતા મળવાના કારણે તેમના આત્મબળમાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં કર્મચારીઓ અને સહયોગીઓનો પૂર્ણ સાથ મળી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે થાક અને તણાવ હાવી થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે ઘરને લગતી તમારી જવાબદારીઓને ખૂબ જ સાદગી અને ગંભીરતાથી પૂર્ણ કરશો. તમારી જીવનશૈલીમાં થોડા પોઝિટિવ પરિવર્તન લાવવાથી તમે માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ અનુભવ કરશો. કોઇના ઘરે ઉત્સવમાં જવાનું પણ આમંત્રણ મળી શકે છે.

નેગેટિવઃ- અચાનક જ કોઇ મોટો ખર્ચ સામે આવી શકે છે. જેના કારણે બજેટ ખરાબ થઇ શકે છે. આ સમયે ધૈર્ય રાખવું જરૂરી છે. વાહન કે પ્રોપર્ટીને લગતી લોન લેવામાં પણ મુશ્કેલીઓ આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં નવા-નવા પ્રયોગ કરવામા તમારો રસ રહેશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહનથી ઈજા પહોંચવાની શક્યતા છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- થોડા દિવસોથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યામાંથી સુકૂન મેળવવા માટે તમે થોડો સમય અધ્યાત્મ અને ધાર્મિક સ્થળમાં પસાર કરશો. તેનાથી તમે શારીરિક અને માનસિક રૂપથી સુકૂન અનુભવ કરશો. કોઇ જૂનું આપેલું ઉધાર પણ પાછું મળવાથી આર્થિક સ્થિતિ સારી થઇ જશે.

નેગેટિવઃ- રાજનૈતિક લોકો તથા તેમની સાથે જોડાયેલી ગતિવિધિઓથી દૂર રહો. સમયે તમારી માનહાની થવાના યોગ બની રહ્યા છે. ભાઇઓ સાથે પણ સંબંધોને મધુર જાળવી રાખો. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપ સાથે જોડાયેલાં કારોબારમાં વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું થઇ જશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ ધાર્મિક આયોજનને પૂર્ણ કરવાની યોજના બનશે. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે થોડી નવી સફળતાનું નિર્માણ કરી રહ્યું છે. જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. પરિવારમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- થોડા અચાનક જ મોટા ખર્ચ સામે આવશે. આ સમયે તમારું બજેટ જાળવીને ચાલવું ખૂબ જ જરૂરી છે. કોઇ મોટી સમસ્યા પણ સામે આવશે. તમારા શુભચિંતકો સાથે આ વિષય અંગે ચર્ચા-વિચારણાં કરવાથી તમને યોગ્ય ફળ પ્રાપ્ત થઇ શકે છે.

વ્યવસાયઃ- અનેક ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવા માટે કર્મચારીઓની સલાહને પણ ધ્યાનમાં રાખો જેથી તમે યોગ્ય નિર્ણય લઇ શકો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- લોકોની ચિંતા ન કરીને તમે તમારી યોગ્યતા પ્રમાણે કાર્યો કરવામાં ધ્યાન આપો. તમને સફળતા મળી શકશે. સામાજિક સીમા વધશે તથા અટવાયેલું પેમેન્ટ પાછું મળવાથી રાહત અનુભવ થશે.

નેગેટિવઃ- ક્યારેક ઈગો અને અતિ આત્મવિસ્વાસ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. એટલે તમારા મનને સંયમિત કરીને રાખવું જરૂરી છે. કોઇપણ પ્રકારનો નિર્ણય લેવામાં જો મુશ્કેલી આવી રહી છે તો ઘરના વડીલ વ્યક્તિની સલાહ ઉપર ધ્યાન આપો.

વ્યવસાયઃ- મોટાભાગના વ્યવસાયિક કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થતા જશે.

લવઃ- ઘરનું વાતાવરણ મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવા જેવી સમસ્યા વધી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ પોતાના કાર્યોને લગતી નીતિઓ અંગે ફરી વિચાર કરીને તેના ઉપર વધારે સુધાર લાવવાની કોશિશ કરો, તમને ચોક્કસ સફળતા મળી શકે છે. જો કોઇ વારસાગત સંપત્તિ અંગે મામલો ચાલી રહ્યો હોય તો સરળતાથી તેનો ઉકેલ લાવો.

નેગેટિવઃ- માતા-પિતા કે કોઇપણ વડીલ વ્યક્તિના આત્મસન્માનને ઠેસ પહોંચાડશો નહીં. મોટાભાગના કામ ઘરમાં રહીને પૂર્ણ કરો. કોઇપણ પ્રકારની ગતિવિધિઓમાં નકારાત્મક પરિણામ મળશે. અન્ય પાસેથી વધારે આશા ન રાખીને પોતાની કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક વિકાસ માટે કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો સાથે અને તેનો સંપર્ક તમારા માટે વધારે લાભદાયી સાબિત થશે.

લવઃ- પારિવારિક જીવનને સુખમય જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- તણાવ અને ડિપ્રેશનની સ્થિતિથી બચવા માટે મેડિટેશન અને યોગની મદદ લો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ભાવનાઓની જગ્યાએ તમારી ચતુરાઈ અને વિવેકથી કામ લેવું પરિસ્થિતિને તમારા પક્ષમાં કરશે. ઘરના વડીલોનો પણ આશીર્વાદ અને સહયોગ મળશે. બાળકોની કિલકારીને લગતા કોઇ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- તમારી યોજનાઓને શરૂ કરતા પહેલાં તેના ઉપર યોગ્ય ચર્ચા-વિચારણાં કરો. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો. કોઇ સ્પર્ધી તમારા માટે પરેશાનીઓનું કારણ બની શકે છે, તેમની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થિતિઓ વધારે સારી જળવાયેલી રહેશે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને ડાયાબિટિક લોકો પોતાનું ખાસ ધ્યાન રાખે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારી તીર્વ ઇચ્છા અને મહેનતનો લાભ મળવાનો છે, એટલે પોતાના કામ અંગે સમર્પિત રહો. ઘરમાં કોઇ ધાર્મિક આયોજન પણ શક્ય છે. આ સમયે મનોરંજનને લગતી કોઇ યાત્રાનો પણ પ્રોગ્રામ બનશે.

નેગેટિવઃ- વારસાગત સંપત્તિને લગતા કાર્યોમાં થોડું મોડું થઇ શકે છે. આ સમયે તમારું કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે. કોઇ જૂની નકારાત્મક વાત સામે આવવાથી સંબંધો ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ અને મીડિયાને લગતા લોકો પોતાના કામ અંગે વધારે ધ્યાન આપે.

લવઃ- થોડો સમય જીવનસાથી સાથે મનોરંજન અને શોપિંગમાં પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી અસ્વસ્થતામાં આ સપ્તાહથી થોડો સુધાર અનુભવ થશે અને તમે તમારા અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો. કોઇ મિત્ર સાથે મુલાકાત થવી તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીને લગતા અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ થશે. કોર્ટ કેસને લગતા કાર્યો ટાળો. કોઇ વિવાદની સ્થિતિથી બચવું. આ સમયે વિદ્યાર્થીઓએ ખોટી વાતોમાં ન આવીને પોતાના કરિયર સાથે બેદરકારી ન કરવી.

વ્યવસાયઃ- આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં મન પ્રમાણે કામ થવાથી આનંદ પ્રાપ્ત થશે.

લવઃ- પરિવારના લોકોમાં તાલમેલ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય અંગે બેદરકારી ન કરશો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ દૃઢ નિશ્ચય સાથે તમારા દરેક કામ ઉપર ધ્યાન આપવું. આર્થિક દૃષ્ટિએ આ સમય તમારા માટે સારી સફળતા લઇને આવી રહ્યો છે. રચનાત્મક તથા મન પ્રમાણે ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ- આ સપ્તાહ ગ્રહ સ્થિતિ થોડી એવી રહેશે કે અન્યની સલાહએ કામ કરવાની જગ્યાએ પોતાના ઉપર વિશ્વાસ રાખવો. દિનચર્યાને વ્યવસ્થિત રાખવી ખૂબ જ જરૂરી છે. ક્યારેક-ક્યારેક ગુસ્સા કે વાણીમા કડવાસ આવી જવાથી બનતા કાર્યો ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં મેનેજમેન્ટ તથા કર્મચારીઓની વચ્ચે તાલમેલ જાળવી રાખવો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ ઉત્તમ રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે સ્વાસ્થ્ય સાચવવું.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કામનો ભાર વધારે હોવા છતાં તમે તમારા વ્યક્તિગત કાર્યો માટે સમય કાઢી શકશો. તમારા કોઇ સારા કામના કારણે તમારી યોગ્યતા અને આવડતના વખાણ થશે. વિદ્યાર્થીઓને તેમનું કોઇ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી રાહત મળશે.

નેગેટિવઃ- આ સમયે રિસ્કના કાર્યો જેમ કે, સટ્ટો, જુગાર વગેરે કાર્યોમાં સમય અને રૂપિયા ખરાબ ન કરો. નહીંતર મોટું નુકસાન થવાની શક્યતા છે. ખોટા ખર્ચથી બચીને રહેવું. આ સમયે બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર નજર રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ ઉપર નિર્ભર ન રહીને પોતાની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

લવઃ- કામ વધારે રહેવાથી ઘર-પરિવારમાં વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ થઇ શકે છે અને તાવ પણ આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...