• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope 9 To 15 January 2nd Week 2022: January Weekly Rashifal 2022, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:9 થી 15 જાન્યુઆરી સુધી મિથુન રાશિના લોકોને કિસ્મતનો સાથ મળશે, ઉન્નતિના યોગ પણ છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

9 થી 15 જાન્યુઆરી સુધી ચંદ્ર મીન રાશિથી મિથુન રાશિ સુધી જશે. આ દરમિયાન ચંદ્ર ઉપર સૂર્ય, મંગળ, શુક્ર અને શનિની દૃષ્ટિ રહેશે. જેથી 6 રાશિના લોકો માટે સમય સારો રહેશે અને અન્ય 6 રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. આ સપ્તાહ મિથુન રાશિના લોકોને કિસ્મતનો સાથ અને ઉન્નતિની તક મળશે. કર્ક રાશિના નોકરિયાત લોકોને પ્રમોશન મળવાના યોગ છે. સિંહ રાશિના લોકો માટે નોકરી અને બિઝનેસ માટે પણ સમય સારો છે. વૃશ્ચિક રાશિના લોકોને રોકાણ માટે સમય સારો છે. અટવાયેલાં કાર્યો પણ પૂર્ણ થશે. કુંભ રાશિના લોકોને તેમની આવડત પ્રમાણે મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. સાથે જ, મીન રાશિના લોકોને સારા સમાચાર અને કિસ્મતનો સાથ મળશે. ત્યાં જ, આ સિવાય મેષ, વૃષભ, કન્યા, તુલા, ધન અને મકર રાશિના લોકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ

મેષઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી મનમાં ચાલી રહેલી કોઈ દુવિધાનો આ સપ્તાહમાં અંત આવશે. ધન પ્રાપ્તિની દિશામાં કરવામાં આવતા પ્લાનમાં સફળતા ચોક્કસ મળશે. ભાઈઓ સાથે કોઈપણ મહત્ત્વપૂર્ણ મુદ્દે પોઝિટિવ ચર્ચા-વિચારણાં થશે.

નેગેટિવઃ- તમારી પ્રતિભાને ઓળખો અને તમારી ઊર્જાને પોઝિટિવ દિશામાં લગાવો. ખરાબ ગતિવિધિઓમાં સમય અને રૂપિયા નષ્ટ થઈ શકે છે. સપ્તાહના અંતમાં કોઈ ખરાબ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં શાંતિથી કામ પૂર્ણ થઈ જશે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલનો ભાવ વિદ્યમાન રહેશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવો રહેવાના કારણે કાર્યોમાં મુશ્કેલી રહેશે.

-------------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ માંગલિક કાર્યને લગતી યોજના બનશે તથા બધા સભ્યો ઉત્સાહ પૂર્ણ રહેશે. કોઈ ખાસ વ્યક્તિના માર્ગદર્શન તથા સલાહ દ્વારા તમારા બધા કામ યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. તમારા કોઈ નજીકના સંબંધી જ તમારી સમસ્યાનું કારણ બની શકે છે. ફાલતૂ વાતો ઉપર ધ્યાન ન આપીને પોતાના કામ ઉપર જ ધ્યાન આપો.

વ્યવસાયઃ- આ સપ્તાહ વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પરિવારમાં બધા સભ્યોની એકબીજા પ્રત્યે સહયોગની ભાવના રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ સાથે-સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

-------------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ભાગ્ય ઉન્નતિદાયક અવસર બનાવશે. જે કામ છેલ્લાં ઘણાં સમયથી અટવાયેલું હતું તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતી પરીક્ષાનું પરિણામ પક્ષમાં મળી શકે છે.

નેગેટિવઃ- આ સમયે આર્થિક સ્થિતિ સામાન્ય જ રહેશે. કોઈ પ્રકારના રોકાણ કે લેવડ-દેવડને લગતા કાર્યો ટાળો. ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ થઈને તમારા કામને અંજામ આપો.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારને લગતી જે યોજનાઓ છેલ્લાં ઘણાં સમયથી બનાવી રહ્યા હતાં, તેને શરૂ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે ચાલી રહેલાં વિવાદનો ઉકેલ આવશે.

સ્વાસ્થ્યઃ- વધારે વાસી અને તળેલું ભોજન ટાળો.

-------------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- નવી યોજનાઓ બનવો તથા નવા ઉપક્રમ કરવા માટે સમય અનુકૂળ છે. તમારી મહેનત અને કોશિશનું સાર્થક પરિણામ સામે આવશે. થોડા સમયથી ચાલી રહેલાં પારિવારિક વિવાદ દૂર કરવા માટે યોગ્ય સમય છે.

નેગેટિવઃ- તમારા ઈગો અને ગુસ્સા જેવી ખામીઓ ઉપર કાબૂ કરવાની કોશિશ કરો. કોઈપણ કાર્ય કરતા પહેલાં તેના અંગે પૂર્ણ તપાસ કરો. નકારાત્મક વિચારને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યક્તિગત કામ વધારે રહેવાના કારણે કાર્યક્ષેત્ર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- જીવનસાથીનો ઘર-પરિવાર પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

-------------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ ધાર્મિક યાત્રાને લગતી યોજના બનશે અને મોટાભાગનો સમય પરિવારના લોકો સાથે પસાર કરવાથી સુકૂન અને સુખ મળશે. વડીલ લોકોના અનુભવોને જરૂર અપનાવો.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેવાના કારણે તણાવ રહી શકે છે. આ સમયે પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહેશે. એટલે ધૈર્ય જાળવી રાખવું યોગ્ય છે. યુવાઓને મોજમસ્તીની જગ્યાએ પોતાના કરિયર અને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- આ સમયે કરિયર તથા કાર્યક્ષેત્રમાં વધારે સારું પ્રદર્શન કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક રીતે થોડી નબળાઈ રહેશે.

-------------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઈ ધાર્મિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો જેથી તન અને મન બંને પ્રફુલ્લિત રહેશે. પ્રોપર્ટીની લે-વેચને લગતી કોઈ યોજના સફળ થઈ શકે છે, એટલે પોતાના ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો.

નેગેટિવઃ- તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. નહીંતર તમે કોઈ પરેશાનીમાં પડી શકો છો. આર્થિક રોકાણને લગતો કોઈ નિર્ણય સમજી-વિચારીને લો. જો શક્ય હોય તો તેમને હાળ ટાળી દો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં પોઝિટિવ હલચલ બની રહેશે.

લવઃ- ઘર-પરિવારની સુખ-શાંતિ જાળવી રાખવામાં જીવનસાથીની મુખ્ય ભૂમિકા રહેશે.

સ્વાસ્થ્યઃ- જોખમી કાર્યોથી દૂર રહો.

-------------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારા ઉપર કામનો ભાર વધારે રહેશે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ અને સુકૂન મળશે. જો કોઈ સરકારી કામ અટવાયેલું છે તો તેના ઉપર ચોક્કસ ધ્યાન આપો.

નેગેટિવઃ- કોઈ અન્ય લોકોની પરેશાનીમાં ગુંચવાશો નહીં કે દખલ આપશો નહીં. યુવાઓ મોજ-મસ્તીમાં સમય પસાર કરવાની જગ્યાએ પોતાના ભવિષ્યને લગતી ગતિવિધિઓ ઉપર ધ્યાન આપો.

વ્યવસાયઃ- મેન્યુફેક્ચરિંગને લગતા વેપારમાં ખાસ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવપૂર્ણ સ્થિતિથી તમે પોતાને દૂર રાખો.

-------------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- રોકાણ કરવા માટે આ સપ્તાહ ખૂબ જ અનુકૂળ છે. ઘરમાં ફેરફારને લગતા વિષયો ઉપર પણ મહત્ત્વપૂર્ણ ચર્ચા થશે. બાળકોને તમારા માર્ગદર્શનમાં કોઈ ખાસ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- આળસના કારણે તમે થોડા કામ ઇગ્નોર કરી શકો છો, જેની અસર તમારી આર્થિક સ્થિતિ ઉપર પણ પડી શકે છે. સમજદારી અને સાવધાનીથી કામ લેવાનો સમય છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અટવાયેલાં કાર્યો હવે ગતિ પકડશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

-------------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારા કોઈ ખાસ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સપ્તાહ અનુકૂળ છે. એટલે પોતાના ઉદેશ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈપણ મુશ્કેલી આવે ત્યારે કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લેવી યોગ્ય રહેશે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે ક્યારેક-ક્યારેક તમારી શંકા કરવાની ટેવ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. એટલે પોતાના વિચારોને પોઝિટિવ રાખવા જરૂરી છે.

વ્યવસાયઃ- કામકાજને લઈને થોડા ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા લાભદાયી રહેશે.

લવઃ- આ વાતનું ધ્યાન રાખો કે પતિ-પત્ની વચ્ચે કોઈપણ પ્રકારના વિવાદની અસર પરિવારની વ્યવસ્થા ઉપર પણ પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શન અને તાવની સ્થિતિ રહેશે.

-------------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સપ્તાહના મધ્ય પછી પરિસ્થિતિઓ તમારા માટે કોઈ સફળતા આપનારી રહેશે. કોઈ નજીકના સંબંધીનું ઘરમાં આગમન થશે તથા કોઈ ખાસ મુદ્દાને લઈને ચર્ચા-વિચારણાં થઈ શકે છે.

નેગેટિવઃ- આવકની સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહી શકે છે. બાળકો ઉપર કઠોર નિયંત્રણ ન રાખીને મિત્રતાભર્યો વ્યવહાર કરો. તમારી કોઈપણ યોજના કોઈની સામે જાહેર ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા કામ તમારી દેખરેખમાં જ કરાવો.

લવઃ- પતિ-પત્નીના એકબીજાના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

-------------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિના સાનિધ્યમાં થોડો સમય પસાર કરવાથી તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે. વાહન ખરીદવાની યોજના બનશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે.

નેગેટિવઃ- અજાણ્યા વ્યક્તિ સાથે કોઈ વિવાદ ન કરો. તેના કારણે તમને તણાવ થઈ શકે છે. યુવાઓ મોજ-મસ્તીમાં સમય પસાર ન કરવાના કારણે ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ધ્યાન આપો.

વ્યવસાયઃ- ઓફિસમાં વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે.

લવઃ- જીવનસાથી તથા પારિવારિક સભ્યોનો તમને પૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- વ્યસન તથા નકારાત્મક પ્રવૃતિના લોકોથી દૂર રહો.

-------------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઈ શુભ સમાચાર મળવાથી દિવસ સુખમય પસાર થશે. કોઈ પૂર્વ યોજનાને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. વિદ્યાર્થીઓને પોતાના કોઈ પ્રોજેક્ટમાં સફળતા મળશે. માતા-પિતાના આશીર્વાદ અને સ્નેહ તમારા ભાગ્યને વધારે પ્રબળ કરશે.

નેગેટિવઃ- આર્થિક મામલે વધારે સાવધાની જાળવવી. કામકાજ વધારે રહેવાની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. ધ્યાન રાખો કે થોડા લોકો તમારા કાર્યમાં વિઘ્ન ઊભું કરવાની કોશિશ કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સપ્તાહ મધ્યમ જ રહેશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામ હોવા છતાંય થોડો સમય તમારા આરામ માટે પણ પસાર કરો.

અન્ય સમાચારો પણ છે...