• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope 8 To 14 May 2nd Week 2022: May Weekly Rashifal 2022, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

8 થી 14 મેનું રાશિફળ:કર્ક રાશિના લોકોની આવક વધશે, તુલા રાશિના લોકોના રહેવા અને કામ કરવાની જગ્યામાં ફેરફાર થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

8 મેના રોજ ચંદ્ર કર્ક રાશિમાં રહેશે અને આ સપ્તાહ તે સિંહ રાશિથી પસાર થઈને કન્યા રાશિમાં આવી જશે. આ સપ્તાહ ત્રણ રાશિઓમાં ચંદ્ર રહેશે. જેનાથી આ સાત દિવસોમાં કર્ક અને કન્યા રાશિના લોકોની આવક વધી શકે છે. તુલા રાશિના લોકોના રહેવા અને કામ કરવાની જગ્યામાં ફેરફાર થવાના યોગ છે. તેનાથી ફાયદો પણ મળશે. ધન રાશિના લોકોને ધનલાભ થઇ શકે છે. મીન રાશિના લોકોને રોકાણમાં નક્ષત્રોનો સાથ મળશે. ત્યાં જ, અન્ય રાશિઓ માટે આ સપ્તાહ સામાન્ય ફળદાયી રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- તમારું કર્મ અને પુરૂષાર્થ તમને દરેક કામમાં સફળતા આપશે. યુવાઓ પણ ગંભીરતાથી પોતાના જીવનના મૂલ્યોને સમજશે. કોઇ પોલિસી વગેરેમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- થોડા વ્યક્તિગત કાર્યોમાં બેદરકારીના કારણે વિઘ્ન આવી શકે છે. જેથી સંબધો વચ્ચે થોડો તણાવ પેદા થઈ શકે છે. સમસ્યાઓથી ગભરાવવાની જગ્યાએ તેમનો ઉકેલ શોધવાની કોશિશ કરો. બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર ન કરો.

વ્યવસાયઃ- આ સમયે મોટાભાગનો સમય માર્કેટિંગ અને પેમેન્ટ વગેરે કલેક્ટ કરવામાં પસાર થશે.

લવઃ- કુંવારા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે

------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી જીવનશૈલીને નવું સ્વરૂપ આપવા માટે થોડી રચનાત્મક ગતિવિધિઓમાં સમય પસાર થશે. વિદ્યાર્થીઓને કોઇ પ્રતિયોગિતાને લગતી ગતિવિધિઓમાં સફળતા મળી શકે છે. સમય લાભકારી રહી શકે છે.

નેગેટિવઃ- પ્રોપર્ટી કે રૂપિયાની લેવડ-દેવડના કાર્યોમા સાવધાની જાળવી. કોઇપણ સમસ્યાને એકબીજાની સહમતી સાથે ઉકેલવાની કોશિશ કરો. આ સમયે નાની-નાની સમસ્યાઓ વધી શકે છે.

વ્યવસાયઃ- વ્યક્તિગત કારણોના કારણે વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ શ્રેષ્ઠ બનાવવા માટે થોડો સમય એકસાથે પસાર કરો.

સ્વાસ્થ્યઃ- વધારે મસાલેદાર ભોજન કરવાનું ટાળો.

------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- પારિવારિક તથા સામાજિક ક્રિયાઓમાં તમારી હાજરી જરૂર સામેલ કરો. તેનાથી સંપર્કોની સીમા અને ઓળખ વધશે. જમીનને લગતી ગતિવિધિઓમાં જો રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના ઉપર જલ્દી અમલ કરો.

નેગેટિવઃ- ક્યારેક તમારા વિચારોમાં વહેમ અને શંકા જેવી નકારાત્મક વાતો અન્ય માટે પરેશાની ઊભી કરી શકે છે. તમારી આ ખામીઓમાં ફેરફાર લાવો. યુવાઓ પણ બેકારની ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી આવશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- એલર્જી અને ઉધરસની સ્થિતિ રહી શકે છે.

------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિના સાનિધ્યમાં રહેવાથી તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. મહિલાઓ માટે દિવસ ખૂબ જ ઉત્તમ ફળયાદી રહેશે. દરેક પરિસ્થિતિમાં તેમનો સામનો કરવાની હિંમત અને સાહસ રહેશે.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજ સાચવીને રાખો. નહીંતર કોઇ તેનો ખોટો ઉપયોગ કરી શકે છે. થોડો સમય પોતાના માટે પણ પસાર કરો. તમારી ક્ષમતાથી વધારે કાર્ય કરવાથી તેની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- દૈનિક આવકમાં નફો થઇ શકે છે. આ સમયે વ્યવસાયને લગતી સ્પર્ધામાં તમારે વધારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારો આત્મવિશ્વાસ અને પોઝિટિવ વિચાર તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે.

------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ નજીકના સંબંધીના આવવાથી મનોરંજન અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. કોઈ ધાર્મિક આયોજન પણ પૂર્ણ થઈ શકે છે. યુવાઓ પોતાની પ્રતિભાને ઓળખે. સંપૂર્ણ ઊર્જા સાથે પોતાના ભવિષ્યને લગતા કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત રાખે.

નેગેટિવઃ- અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો. આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારો સરળ સ્વભાવનો થોડા લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સારી તક તમને ગુમાવી શકો છો.

વ્યવસાયઃ- કાર્યસ્થળે કર્મચારીઓ વચ્ચે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે.

લવઃ- તમારી સમસ્યાઓને ઉકેલવામાં જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગરમી સામે પોતાનું રક્ષણ કરો.

------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક છે. જે લોકો તમારા વિરૂદ્ધ હતા આ સમયે તે તમારા પક્ષમાં આવી જશે. સંબંધોમાં પણ સુધાર થશે. આ સમયે બધાં કાર્યો શાંતિથી પૂર્ણ થતાં જશે.

નેગેટિવઃ- જો કોઇને કોઇ વચન આપેલું છે તો તેને પૂર્ણ કરો. નહીંતર સમાજમાં તમારી છાપ ખરાબ થઇ શકે છે. થોડા લાભદાયક અવસર પણ હાથમાંથી સરકી જવાની સંભાવના છે.

વ્યવસાયઃ- વર્તમાન સમયના કારણે તમારા કાર્ય કરવાની રીતમાં થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં દિવસનો મોટાભાગનો સમય પસાર થશે. સાથે જ મહત્ત્વપૂર્ણ લોકો સાથે લાભદાયી સંપર્ક પણ બનશે. તમારો સ્વભાવ ઘરના વાતાવરણને સુખમય બનાવશે.

નેગેટિવઃ- નકારાત્મક ગતિવિધિઓ તરફ યુવાઓનું ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. તેનાથી દૂર રહો તો સારું. કોઈ પોલિસી વગેરેમાં રોકાણ કરતા પહેલાં તેની જાણકારી પ્રાપ્ત કરી લો. ખરાબ નિર્ણયના કારણે પછતાવું પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક યોજનાઓ સફળ રહી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને પગમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે મોટાભાગનો સમય પારિવારિક જવાબદારીઓને પૂર્ણ કરવામાં પસાર થશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી તમારી કોશિશમાં પણ સફળતા મળશે. કોઈ સામાજિક ગતિવિધિમાં તમારું યોગદાન થવાથી માનસિક સુકૂન પણ મળી શકે છે.

નેગેટિવઃ- તમારી આલોચના અને નિંદાની ચિંતા ન કરીને તમારા કાર્યો પ્રત્યે એકાગ્ર રહો. સફળતા મળવાથી આ લોકો તમારી પ્રશંસા પણ કરશે. બેંકિંગના કાર્યોમાં કોઈ વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- જોઈ કોઈ વ્યવસાયિક કાર્ય અટવાયેલું છે તો આ સમયે તેનો ઉકેલ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઇને વૈચારિક મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે સારી ધનદાયક પરિસ્થિતિ બની રહી છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી આર્થિક નીતિઓ ઉપર કામ કરો. આ સમયે તમે તમારી કોઈ નકારાત્મક વાતને છોડવાનો સંકલ્પ કરો. આ કાર્યોમાં તમને પરિજનોનો પણ પૂર્ણ સહયોગ મળી શકે છે.

નેગેટિવઃ- આ સમયે તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. એટલે ખોટી ગતિવિધિઓમાં આળસ કરીને સમય ખરાબ ન કરો. જો કોઈ ઉધાર લેવાની યોજના બની રહી છે તો તેના અંગે એકવાર ફરી વિચાર કરી લેવો.

વ્યવસાયઃ- તમારો સમય પ્રભાવશાળી અને અનુભવી લોકો સાથે સંબંધોને વધારે મજબૂત કરવામાં પસાર કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

------------------------

મકરઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજનું નિવારણ આવી શકે છે. એકબીજા સાથે સંબંધોમાં મધુરતા આવશે. પારિવારિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. સામાજિક સીમા વધારે વિસ્તૃત થઈ શકે છે.

નેગેટિવઃ- તમારી માનસિક સ્થિતિને પોઝિટિવ જાળવી રાખો. સમજ્યા વિચાર્યા વિના કોઇપણ જગ્યાએ રોકાણ ન કરો. યુવાઓ પ્રેમમા પડીને પોતાના અભ્યાસ તથા કરિયર સાથે કોઈપણ સમજોતો કરે નહીં.

વ્યવસાયઃ- આ સમયે તેજી મંદી અને શેરબજારના કાર્યોમાં ભૂલથી પણ રૂપિયાનું રોકાણ ન કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઈ પ્રકારની ઈજા પહોંચવાની સ્થિતિ બની શકે છે.

------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇ કામ ઉતાવળમાં ન કરો. સૌથી પહેલાં તેના દરેક સ્તર ઉપર યોગ્ય વિચાર કરો. તમારી પ્રતિભાને વધારે નિખારવાની કોશિશ તમને સફળતા પ્રદાન કરશે. તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો થઇ શકે છે.

નેગેટિવઃ- ઘરમાં કોઇ વાતને લઇને વાતાવરણ ખરાબ થઇ શકે છે. ઘરની વ્યવસ્થામાં વધારે રોક-ટોક ન કરો. પોતાના સ્વભાવ અને સહજતા જાળવી રાખો.

વ્યવસાયઃ- જરૂરી કાર્યોમાં થોડા વિઘ્નો આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ શારીરિક પરેશાનીથી આ સમયે રાહત મળી શકે છે.

------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારી આર્થિક યોજનાઓને સફળ કરવાનો યોગ્ય સમય છે. રોકાણને લગતા કાર્યો ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. સામાજિક ગતિવિધિઓ પ્રત્યે પણ તમારું નિઃસ્વાર્થ યોગદાન તમને આત્મિક શાંતિ પ્રદાન કરશે. તમારા માન-સન્માનમાં પણ વધારો થઈ શકે છે.

નેગેટિવઃ- તમારા બહારના સંપર્કોને મળવામં સમય ખરાબ ન કરો. કેમ કે આ સમયે તમારા દ્વારા જ કોઈ એવી ગુપ્ત વાત જાહેર થઈ શકે છે, જેના કારણે તમારું નુકસાન થઈ શકે છે. કોઈ પ્રકારના વિવાદની પણ શક્યતા જોવા મળી રહી છે.

વ્યવસાયઃ- વેપારમાં તમને તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે થોડી નવી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. હાલ આવકના સ્ત્રોત ખૂબ જ ઓછા રહી શકે છે.

લવઃ- તમારી દરેક યોજનામાં જીવનસાથીને સામેલ કરો. પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરમાં કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ભાગદોડ વધી શકે છે. તણાવ અને થાકની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડશે.