• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope 5 To 11 June 2nd Week 2022: June Weekly Rashifal 2022, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

5 થી 11 જૂનનું રાશિફળ:આ સપ્તાહ મકર રાશિના લોકો માટે સ્થાન પરિવર્તનના યોગ છે, વૃશ્ચિક રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

5 થી 11 જૂન સુધી મિથુન રાશિના નોકરિયાત લોકોના કામકાજમાં ફેરફાર થવાના યોગ છે. સિંહ અને મીન રાશિના લોકોના અધૂરા કામ પૂર્ણ થઈ શકે છે. કન્યા રાશિના લોકોને મહેનત પ્રમાણે ફાયદો મળશે. વૃશ્ચિક રાશિના લોકોના અટવાયેલાં રૂપિયા પાછા મળવાના યોગ છે. જેથી આર્થિક સ્થિતિ પણ સારી થશે. ત્યાં જ, આ સપ્તાહ મકર રાશિના નોકરિયાત લોકોના સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. આ સિવાય અન્ય રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. જેના કારણે આ સપ્તાહ સામાન્ય રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- તમારા સપના અને આશાને સાકાર કરવાનો સમય છે. અન્ય લોકોની સલાહની જગ્યાએ પોતાના મનનો અવાજ સાંભળો અને અમલ કરો. પ્રકૃતિ તમારા માટે શુભ અવસર બનાવી રહી છે.

નેગેટિવઃ- રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ વધારે રહી શકે છે. કોઈ બહારના વ્યક્તિની દખલ પોતાના પરિવાર અને વ્યવસાય ઉપર થવા દેશો નહીં. કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ ન કરો. તેમનો સહયોગ તમારા માટે જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કરેલી મહેનતનું યોગ્ય પરિણામ ન મળવાથી મનમાં થોડી ચિંતા રહેશે.

લવઃ- પ્રેમ પ્રસંગોથી દૂર રહો તો સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

----------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયે પરિવર્તનદાયક ગ્રહ સ્થિતિ રહેશે. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની સંપૂર્ણ યોજના બનાવવી તમને કોઇપણ પ્રકારની ભૂલ થવાથી બચાવશે. જો ઘરની દેખરેખને લગતી કોઇ યોજના બની રહી છે તો તે કાર્યો માટે સમય ખૂબ જ અનુકૂળ છે.

નેગેટિવઃ- સાસરિયા કે મોસાળ પક્ષ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહી. આ સમયે બહારની ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરો, કેમ કે તેનાથી કોઇપણ યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે નહીં અને મન પણ ખરાબ થશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં ઈગોના કારણે થોડી મુશ્કેલીઓ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- એસિટિટીની સમસ્યા પરેશાન કરશે.

----------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘરનું વાતાવરણ સુકૂન અને શાંતિપૂર્ણ રહેવાથી તમે તમારી વ્યક્તિગત ગતિવિધિઓને યોગ્ય રીતે ધ્યાન આપીને પૂર્ણ કરી શકશો. કોઇ સામાજિક સંસ્થામા પણ તમારું યોગદાન રહી શકે છે. અનેક પ્રકારની ગતિવિધિઓમા વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ- અજાણ વ્યક્તિઓને મળવાનું ટાળો. પોતાના કાર્યો ઉપર જ ધ્યાન આપો. જમીન કે વાહનની ખરીદદારીને લગતી યોજના ઉપર કોઈપણ અમલ ન કરો. બિનજરૂરી ખર્ચ તમને પરેશાન કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ હાલ મંદ જ રહેશે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ ખૂબ જ ઉત્તમ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ થવાથી બેદરકારી ન કરો.

----------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- માર્કેટિંગ અને મીડિયા સાથે સંબંધિત કાર્યો ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. કોઇપણ ફોન કોલ વગેરેને નજરઅંદાજ કરશો નહીં. આ સમયે કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારની ભવિષ્ય સંબંધિત યોજનાઓ બનાવતી સમયે અન્યના નિર્ણયની અપેક્ષા પોતાના નિર્ણયને વધારે પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ- નોકરિયાત લોકોએ પોતાના કાર્ય ઉપર વધારે ધ્યાન આપવું.

લવઃ- જીવનસાથીનો સહયોગ અને તેમની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારી થઇ શકે છે.

----------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયે કોઈ અટવાયેલું કામ પૂર્ણ થવાથી સુકૂન અને રાહત મળી શકે છે. તમે ફરી તમારી અંદર આત્મવિશ્વાસ અને આત્મબળ અનુભવ કરશો. કોઈ નજીકના સંબંધી સાથે પણ મહત્ત્વપૂર્ણ વિષયમાં વાર્તાલાપ થઈ શકે છે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઈ નાની વાતને લઇને વિવાદ થઈ શકે છે. ખોટી ગતિવિધિઓમાં ધ્યાન ન આપીને પોતાને કામમાં વ્યસ્ત રાખો. રાજનૈતિક કાર્યોમાં થોડું સાવધાન રહેવું.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે સહયોગીઓ અને કર્મચારીઓની મદદ અને સલાહથી અટવાયેલી ગતિવિધિઓ ફરી શરૂ કરવામાં સફળતા મળશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસની સમસ્યા રહી શકે છે.

----------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ધાર્મિક સંસ્થા પ્રત્યે તન અને મનથી સહયોગ આપવો તમને સુખ પ્રદાન કરશે. સમાજમાં માન-સન્માન વધશે. પ્રોપર્ટી ખરીદવા માટે પ્રયાસ કરો છો તો આ સમય શુભ રહેશે.

નેગેટિવઃ- તમારા અહંકાર અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. દેખાડાના કારણે ખોટા ખર્ચ થઇ શકે છે.

વ્યવસાયઃ- નવા પ્રભાવશાળી સંપર્ક બનશે.

લવઃ- ઘર તથા વેપાર સંબંધિત બધા કાર્યોમા જીવનસાથીનો ભરપૂર સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- દિનચર્યા વ્યવસ્થિત રાખો.

----------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- થોડા નજીકના લોકો સાથે હળવા-મળવાનું વાતાવરણ રહેશે. એકબીજા સાથે વાર્તાલાપ દ્વારા તમે સારું પરિણામ મેળવી શકશો. થોડો સમય ઘરની ગતિવિધિઓ અને બાળકોની સમસ્યાઓને વ્યવસ્થિત કરવામાં પણ પસાર કરશો.

નેગેટિવઃ- સવાર-સવારમાં કોઈ સાથે વિવાદ થવાની સ્થિતિ બની શકે છે. જેની અસર તમારી સંપૂર્ણ દિનચર્યા ઉપર પણ પડી શકે છે. તમારી સફળતાનો વધારે દેખાડો ન કરો અને શાંતિથી પોતાના કાર્યો ઉપર ધ્યાન આપો

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કોઈ બહારના વ્યક્તિની દખલ તમારા કર્મચારીઓ વચ્ચે વિવાદ ઊભો કરી શકે છે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘરના કાર્યોમાં સહયોગ આપવો તથા વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવી સંબંધને મધુર બનાવશે.

સ્વાસ્થ્યઃ- થાક હાવી થઈ શકે છે.

----------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- જો જમીન-જાયદાદને લગતો કોઈ મામલો અટવાયેલો છે તો આ સમયે તે કાર્ય થવાની શક્યતા છે. ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. ઘણાં સમયથી કોઈ અટવાયેલું પેમેન્ટ મળી જવાથી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

નેગેટિવઃ- કોશિશ કરો કે તમારા મોટાભાગના કામ સપ્તાહની શરૂઆતમાં જ પૂર્ણ થઈ જાય. કેમ કે પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહી શકે છે. બનતા કાર્યોમાં વિઘ્ન આવી જવાની શક્યતા છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્તરે તમારું માન-સન્માન અને વર્ચસ્વ જળવાયેલું રહેશે,

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવ રહી શકે છે.

----------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે તમારી અંદર નવો જોશ અને ઊર્જાનો અનુભવ કરશો. થોડા સમયથી ચાલી રહેલી ઘરેલૂ સમસ્યાઓને તમે અનેક રીતે વ્યવસ્થિત કરવામાં સફળ રહેશો. વર્તમાન સમયના નકારાત્મક પ્રભાવથી બચવા માટે તમે તમારા પરિવારની સુરક્ષાને લગતાં જે નિયમ બનાવ્યાં છે, તે ખૂબ જ યોગ્ય રહેશે.

નેગેટિવઃ- બાળકોની સમસ્યાઓના સમાધાનમાં તેમનો સહયોગ કરો, તેના દ્વારા તેમાં સુરક્ષાની ભાવના વધશે. ઘરના કોઇ વડીલ વ્યક્તિને સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ આવવાથી તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી ન કરશો.

લવઃ- જીવનસાથીનો તમારા પ્રત્યે ભાવનાત્મક સહયોગ તમારી કાર્યક્ષમતાને નવી દિશા આપશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ પરેશાનીની ફરિયાદ રહેશે.

----------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- મિત્રો તથા મનોરંજનમાં સારો સમય પસાર થશે. તમે તમારી યોગ્યતા દ્વારા થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો જે ફાયદો આપી શકે છે. બાળકોને સફળતા મળવાથી ઘર-પરિવારમાં પણ ઉત્સવનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કામથી દૂર રહો. નહીંતર તમે પણ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તેની નકારાત્મક અસર તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડી શકે છે. ભાઈઓ સાથે સંબંધ બનાવીને રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- પારિવારિક વ્યવસાય તરફ તમારું વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજાનો વ્યવહાર સંબંધને મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ- વધારે ચિંતા કરવાના કારણે તમારી અંદર ઊર્જા ઓછી રહેશે.

----------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- થોડા વિશેષ લોકોના સંપર્કમાં આવવાથી તમારી વિચાર શૈલીમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. તમારા કામ પ્રત્યે વધારે જાગરૂત રહેવું અને એકાગ્રતા રાખવી તમને ચોક્કસ સફળતા આપી શકે છે.

નેગેટિવઃ- કોઈ નજીકના વ્યક્તિ દ્વારા તમારી આલોચના થવાથી તમારું મન નિરાશ થઈ શકે છે. એટલે કોઈના ઉપર પણ વધારે વિશ્વાસ ન કરીને તમારી યોજનાઓને જાહેર કરો. આ સમયે ખર્ચ વધારે રહી શકે છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપના વ્યવસાયમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

----------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઘણાં સમયથી કોઈ અટવાયેલું કામ આ સમયે પૂર્ણ થઈ શકે છે. એટલે તમારું ધ્યાન તેના ઉપર કેન્દ્રિત રાખો. નજીકના સંબંધીઓ સાથે મળીને કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં કરો તમને સારું પરિણામ મળી શકશે.

નેગેટિવઃ- તમારા સ્વભાવ અને વિચારો ઉપર નિયંત્રણ રાખો. પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ થવાથી તમારા ઉપર તણાવ અને ગુસ્સો હાવી થઈ શકે છે. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઈપણ લેવડ-દેવડ પાક્કા બિલ દ્વારા જ કરો.

લવઃ- પતિ-પત્ની કામમાં વ્યસ્ત હોવા છતાંય એકબીજા માટે સમય કાઢી શકશે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે સ્વભાવ ખરાબ થઈ શકે છે.