• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope 29 May To 4 June 1st Week 2022: June Weekly Rashifal 2022, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra

4 જૂન સુધીનું રાશિફળ:તુલા અને ધન રાશિના નોકરિયાત લોકો માટે આ સપ્તાહ સારું રહેશે, કર્ક રાશિના લોકોને ધનલાભના યોગ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

29 મેથી 4 જૂન સુધી કર્ક રાશિના લોકોને ધનલાભના યોગ બનશે. નોકરી અને બિઝનેસ માટે પણ આ સાત દિવસ સારા રહેશે. કન્યા રાશિના લોકોને આર્થિક મામેલ પણ સફળતા અને નક્ષત્રોનો સાથ મળશે. તુલા રાશિના નોકરિયાત લોકોને મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. ધન રાશિના નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે. મકર રાશિના લોકોને કારોબારમાં સફળતા મળી શકે છે. આ સિવાય અન્ય રાશિના લોકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે બારેય રાશિનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ સંતાનને લગતી કોઈ સમસ્યા ઉકેલ થવાથી સુકૂન અને રાહત મળશે. તમારા કાર્યો તરફ ધ્યાન આપી શકશો. આ સમયે ભાઈ કે કોઈ નજીકના સંબંધીની પરેશાનીમાં તેમનો સહયોગ કરવો પડી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક થોડા નકારાત્મક વિચાર હાવી થઇ શકે છે, પરંતુ તમે મનોબળ અને આત્મવિશ્વાસ દ્વારા તેના ઉપર કાબૂ પણ મેળવી લેશો. ફરી તમારા કામમાં લાગી જશો. કોઈ નવી યોજના હાલ બનાવશો નહીં.

વ્યવસાયઃ- જો કોઈ નવો વ્યવસાય કે કામ શરૂ કર્યું છે, તો તેમાં વધારે મહેનત કર્યા પછી જ સફળતા મળશે.

લવઃ- લવ પાર્ટરના ખરાબ વ્યવહારના કારણે અલગ થવાની સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે વાસી અને બહારનું ભોજન પેટને લગતી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારા સિદ્ધાંતો ઉપર અડગ રહેવું તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ વાતનું ધ્યાન રાખો કે તમને તમારી મહેનત દ્વારા જ તમારી મહત્ત્વકાંક્ષાઓની પૂર્તિ કરવાની રહેશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ પણ બની રહેશે.

નેગેટિવઃ- ભાઈઓ સાથે સંબંધોમાં કટુતા આવી શકે છે. તમારી માનસિક સ્થિતિને સ્થિર જાળવી રાખો તથા મનમા નકારાત્મક વિચાર ઊઠે નહીં તેનું ધ્યાન રાખો. કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ચોરી થવાની પણ શક્યતા છે.

વ્યવસાયઃ- વેપારને લગતાં કાર્યોમાં તમારી કોઈ નવી ટેકનિક કે હુનર સફળતા સુધી લઇ જશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં થોડો મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- થોડો સમય એકાંતમાં કે અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો.

------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે ઘર કે વ્યવસાય બંને જગ્યાએ પોતાની જવાબદારીને ખૂબ જ સાદગી અને ગંભીરતાથી પૂર્ણ કરશો. કોઇ સરકારી મામલે પણ વિજય મળવાની શક્યતા છે. કોઇ સમાજ સેવા સંસ્થા સાથે જોડાવવું તથા સહયોગ કરવો તમને સુખ આપશે.

નેગેટિવઃ- કોઈ એવી નકારાત્મક વાત થઈ શકે છે જેના કારણે આર્થિક સ્થિતિ ઉપર પ્રભાવ પઢશે. કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો, ખાસ કરીને રૂપિયા-પૈસાના મામલે.

વ્યવસાયઃ- વેપારને લગતી થોડી નવી જાણકારીઓ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો.

------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- લોકપ્રિયતા સાથે-સાથે જનસંપર્કની સીમા પણ વધશે. રાજનૈતિક લોકો સાથે મુલાકાત ભવિષ્યમાં તમારા માટે ફાયદો આપી શકે છે. સાથે જ ઘરની વ્યવસ્થાને લગતા થોડા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ પણ પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ જૂની નકારાત્મક વાતો વર્તમાન ઉપર હાવી થવાથી તમારા મનોબળમાં ઘટાડો આવી શકે છે. તમારા સ્વભાવને પોઝિટિવ રાખો. આ સમયે કોઈપણ પ્રકારની લેવડ-દેવડ ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં માર્કેટિંગને લગતા કાર્યોને પૂર્ણ કરવામાં વધારે ધ્યાન આપો.

લવઃ- પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળવાથી લગ્ન સંબંધી યોજના બનશે,

સ્વાસ્થ્યઃ- અસંતુલિત ભોજનના કારણે ગેસની સમસ્યા રહેશે

------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ શુભ ફળદાયી રહેશે. વ્યક્તિગત કાર્યોમાં સફળતા મળવાથી માનસિક શાંતિનો અનુભવ થશે. તમે મુશ્કેલ કાર્યોને દઢ વિશ્વાસ સાથે પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમે અન્યની વાતોમાં આવીને તમારું નુકસાન કરી બેસો છો. આજે પણ ગ્રહ સ્થિતિ થોડી એવી જ છે. એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખીને કાર્ય કરશો. ત્યારે જ સફળતા પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડાં નવા કરાર પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ ખૂબ જ સુકૂનભર્યું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ રહેવાથી તમારા વિચારો પણ પોઝિટિવ અને સંતુલિત રહેશે. આર્થિક મામલે વધારે સફળતા મળવાની સ્થિતિ બની રહી છે એટલે તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરતા રહો.

નેગેટિવઃ- ફોન કે મિત્રો સાથે ફરવા જવામાં તમારા રૂપિયા ખર્ચ ન કરો. ક્યારેક મનમરજી અને અતિ આત્મવિશ્વાસના કારણે તમે ભૂખ્યા પણ રહી શકો છો. વધારે વિચાર કરવામાં સમય ન લગાવશો અને તરત યોજનાઓને શરૂ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ વધારે સુધારની શક્યતા નથી.

લવઃ- પારિવારિક વાતાવરણ પોઝિટિવ બની રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે પ્રદૂષણ અને ભીડભાડવાળા સ્થાને જવાનું ટાળો

------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેની સંપૂર્ણ યોજના તૈયાર કરી લેવાથી કોઈ ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. કોઈ સમાજ સેવી સંસ્થામાં સહયોગ કરવો તમને માનસિક અને આત્મિક રૂપથી સુખ આપી શકે છે.

નેગેટિવઃ- ભાઈઓ કે મામા પક્ષ સાથે સંબંધોમાં વિવાદ ઊભો થાય નહીં તેનું ધ્યાન રાખો. તેની નકારાત્મક અસર તમારા સંબંધો તથા તમારી માનસિક શાંતિ ઉપર પડી શકે છે. બહારની ગતિવિધિઓમાં સમય ખરાબ ન કરશો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને ગળું ખરાબ થવાની સ્થિતિ રહી શકે છે.

------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં અઢળક કામથી આજે રાહત મેળવવા માટે થોડા જ્ઞાનવર્ધક અને રોચક સાહિત્યને વાંચવામાં દિવસ પસાર થશે. સાથે જ થોડી નવી જાણકારીઓ અને સમાચાર પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ કાયદાકીય વિવાદમાં ફસાઈ શકો છો. એટલે ટ્રાફિક નિયમોનું પાલન કરવું અતિ જરૂરી છે. કોઈપણ મોટું રોકાણ કરતી સમયે પહેલાં તેની યોગ્ય તપાસ કરી લો.

વ્યવસાયઃ- ઓફિસમાં અન્ય લોકોના મામલે વધારે ગુંચવાશો નહીં.

લવઃ- પતિ-પત્નીમાં મધુર સંબંધ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને સાંધામાં દુખાવા જેવી સમસ્યા રહી શકે છે.

------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમે તમારી જવાબદારીને યોગ્ય રીતે નિભાવી શકશો. બાળકોમાં નિયમિતતા લાવવા માટે થોડા કાયદાઓ પણ બનશે. જેથી તેમની દિનચર્યામાં પોઝિટિવ ફેરફાર આવી શકે છે. તમારા વ્યક્તિગત કાર્યોમાં પણ સફળતા મેળવવા માટે ભરપૂર મહેનત કરો.

નેગેટિવઃ- અટવાયેલું કોઈપણ પેમેન્ટ આવવાના કોઈ અણસાર નથી. હાલ ધૈર્ય રાખવું જ યોગ્ય છે. વિતેલી નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. આ સમય નિર્ણય લેવામાં પણ મુશ્કેલી આવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં આજે ગતિવિધિઓ ધીમી રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે ભાવનાત્મક પ્રેમ વધશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી પરેશાનીઓની નિયમિત દેખરેખ કરાવો.

------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો તમે કોઈ વિશેષ કાર્યને પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આજે તેના ઉપર ગંભીરતાથી વિચાર કરી લો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. કોઇ મિત્રની તકલીફમાં તેમની મદદ કરવાથી તમને સુકૂન મળશે.

નેગેટિવઃ- વાહનના ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે. એટલે ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત કરતી સમયે માન-સન્માનનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંબંધ તમારા માટે નવી સફળતા પ્રદાન કરી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે હળવું ભોજન લેવું.

------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- જરૂરિયાતમંદ લોકો પ્રત્યે તમારો નિસ્વાર્થ સેવા ભાવ સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠાને વધારશે તથા તમને પણ આત્મિક સુકૂન મળી શકશે. કોઈ જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું પણ કામ પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- થોડો સમય તમારા પરિવાર તથા સંબંધીઓ માટે પણ પસાર કરો. સંબંધોમા મધુરતા જાળવી રાખવી જરૂરી છે. વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્યને આંખથી દૂર થવા દે નહીં. આ સમયે અભ્યાસ પ્રત્યે એકાગ્રતા જરૂરી છે.

વ્યવસાયઃ- વેપાર અને કામકાજને લઇને કોઈ નજીકની યાત્રા તમારા ઉત્તમ ભવિષ્યનો રસ્તો ખોલી શકે છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઘરનું વાતાવરણ પોઝિટિવ જાળવી રાખવામા તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. ઘરના વડીલોનો પણ સ્નેહ અને આશીર્વાદ પણ રહેશે. વિદ્યાર્થીઓએ પોતાની મહેનત અને વિશ્વાસથી કોઈ પ્રતિસ્પર્ધાને લગતા કાર્યોમાં સરળતા મળી શકે છે.

નેગેટિવઃ- આ સમયે તમારી આર્થિક સ્થિતિ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. આવકની અપેક્ષાએ ખર્ચ વધારે રહેશે. ક્યારેક વધારે પ્રાપ્તિની ઇચ્છા અને કામ પ્રત્યે ઉતાવળ બંને જ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઈ નવા કામની શરૂઆત કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના ઉપર ગંભીરતાથી વિચાર કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રાખો.