• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope 22 To 28 May 4th Week 2022: May Weekly Rashifal 2022, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

22 થી 28 મે સુધીનું રાશિફળ:તુલા રાશિના નોકરિયાત લોકોને ઉન્નતિના યોગ, મીન રાશિના લોકોને કિસ્મતનો સાથ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

22 થી 28 મે સુધી વૃષભ રાશિના નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે. કન્યા રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. આ સપ્તાહ તુલા રાશિના નોકરિયાત લોકોની ઉન્નતિ થવાના યોગ બનશે. મીન રાશિના લોકોને કિસ્મત અને નક્ષત્રોનો સાથ મળશે. ત્યાં જ, મકર રાશિના લોકોએ કામકાજમાં સાવધાન રહેવું પડશે. નવું કામ શરૂ કરવા માટે કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે નહીં. આ સિવાય અન્ય રાશિઓ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ.....

મેષઃ-

પોઝિટિવઃ- સમય સંતોષજનક છે. ઉતાવળની જગ્યાએ શાંતિથી કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. અન્યના સહયોગની આશા ન કરો તથા તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો. થોડા નજીકના લોકો સાથે મુલાકાત લાભદાયી સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ- ક્યારેક અભિમાન અને અતિ આત્મવિશ્વાસ જેવી સ્થિતિ તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. જેના કારણે તમારા બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. પોતાના સ્વભાવમાં સહજતા જાળવી રાખો.

વ્યવસાયઃ- વેપારમાં રૂપિયાની લેવડ-દેવડને લગતા કાર્યો કરતી વખતે સાવધાની જાળવવી.

લવઃ- તણાવના કારણે જીવનસાથી સાથે થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- પાચન પ્રણાલી નબળી રહી શકે છે.

----------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- વડીલોના માન-સન્માન અને આદરમાં ઘટાડો આવવા દેશો નહીં. તેમના આશીર્વાદ અને સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક ગતિવિધિ પણ રહેશે, જેથી પોઝિટિવ ઊર્જા બની રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ પાડોસી સાથે નાની વાતને લઇને વિવાદ થઈ શકે છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો તથા સહજ રહો. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેશો નહીં.

વ્યવસાયઃ- વર્તમાન સમયમાં ચાલી રહેલાં કાર્યોમાં ક્વોલિટી ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- કામ વધારે હોવા છતાં પરિવાર સાથે સમય પસાર કરી શકો છો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

----------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે પારિવારિક યુવા સભ્ય સાથે મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે ચર્ચા-વિચારણાં થઈ શકે છે. જેથી સારું પરિણામ પણ સામે આવી શકે છે. થોડા અટવાયેલાં કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.

નેગેટિવઃ- ક્યારેક તમે અન્ય લોકોની વાતોમાં શંકાશીલ દૃષ્ટિ રાખો છો, જેથી સંબંધોમા ખટાસ આવી શકે છે. તમારા સ્વભાવમાં સમય પ્રમાણે લચીલાપણુ લાવો. થોડી પણ બેદરકારી અને સાવધાની તમને નિર્ણય લેવામાં સક્ષમ બનાવશે.

વ્યવસાયઃ- વેપારમાં રિટેલની અપેક્ષાએ હોલસેલના કાર્યોમાં વધારે ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્ની બંને જ વ્યસ્ત રહેવાના કારણે ઘરમાં યોગ્ય સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની તકલીફના કારણે પેટમા દુખાવાની સ્થિતિ રહેશે.

----------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- થોડા વિરોધી તત્વ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. પરંતુ સફળ થઈ શકશે નહીં, એટલે નિશ્ચિંત રહો. જ્યારે અન્ય લોકોની સમસ્યા અને કાર્યોને ઉકેલવામાં તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

નેગેટિવઃ- ઉતાવળ અને વધારે ઉત્સાહિત હોવાથી તમારા બનતા કાર્યો ખરાબ થઈ શકે છે. એટલે તમારી અંદર ધૈર્ય અને સંયમ જાળવી રાખો. વાહન કે પ્રોપર્ટી માટે લોન સીમા કરતા વધારે ન લેશો.

વ્યવસાયઃ- વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓની અસર હાલની સ્થિતિમાં પણ વેપાર ઉપર પડી શકે છે.

લવઃ- કામ વધારે હોવા છતાં ઘર-પરિવાર માટે સમય કાઢવો પરિવારના સભ્યોને સુખ આપશે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે તમારા ખાનપાન અને દિનચર્યા પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે.

----------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- જો તમે થોડાં સમયથી સ્થાન પરિવર્તનની યોજના બનાવી રહ્યા છો અથવા કોઇ પ્રોપર્ટીને લગતાં કાર્ય કરતાં પહેલાં તેના અંગે ફરી ચર્ચા-વિચારણાં કરી રહ્યા છો. તો તમને સફળતા પ્રાપ્ત થશે. બાળકો તરફથી પણ કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સારું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- ક્યારેક વધારે વિચારવાના કારણે તણાવ આવી જવાથી તમારી કાર્ય ક્ષમતા પ્રભાવિત થઇ શકે છે. થોડાં મહત્ત્વપૂર્ણ કામ પણ હાથમાંથી સરકી શકે છે. આ વાતનું ધ્યાન રાખવું. ભાઇઓ સાથે સંબંધો મધુર રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં બધા કર્મચારીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે.

લવઃ- તમારા કાર્યમાં જીવનસાથીની સલાહ લેવી લાભદાયક રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળમાં દુખાવો અને ઉધરસની સમસ્યા રહી શકે છે.

----------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- પારિવારિક અવ્યવસ્થાને દૂર કરવા માટે તમારી મહેનત અને સહયોગ સફળ રહેશે. જો કોઇ વારસાગત સંપત્તિને લગતું કામ અટવાયેલું છે તો આજે તેનો ઉકેલ મળી શેક છે. સંબંધોમાં સુધાર આવી શકે છે.

નેગેટિવઃ- ભાડુઆતને લગતા મામલામાં વિવાદની સ્થિતિ વધી શકે છે. ખર્ચના મામલે વધારે દરિયાદિલી ન રાખો, નહીંતર બજેટ ખરાબ થવાથી પછતાવું પડી શકે છે. આ સમયે ફાલતૂ વાતો ઉપર વધારે ધ્યાન ન આપીને તમે તમારા વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં તમારી ક્ષમતા લગાવો.

વ્યવસાયઃ- જો વ્યવસાય વધારવા માટે કોઇ સાથે પાર્ટનરશિપ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના ઉપર તરત અમલ કરો.

લવઃ- પરિવારમાં બધા સભ્યોનો એકબીજા પ્રત્યે સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

----------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે કોઈ અટવાયેલું કામ અચાનક વ્યવસ્થિત રીતે બની જવાથી વિજય પ્રાપ્ત કરવા જેવી ફિલિંગ આવશે. સમય આનંદદાયક પસાર થશે. જરૂરિયાતમંદ તથા વડીલોની સેવામાં પણ સમય પસાર કરો. તેનાથી તમારું આત્મબળ વધશે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ યોજના અસફળ થવાથી થોડી ચિંતા રહેશે. તેના અંગે ફરીથી વિચાર કરો. ચોક્કસ જ તમને કોઈ સફળતા મળી શકે છે. અન્ય લોકોની સલાહ ઉપર અમલ કરવું નુકસાન આપી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં તમારી હેઠળ કામ કરતા લોકોનો યોગ્ય સહયોગ મળી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- અચાનક જ સાંધાનો દુખાવો થઈ શકે છે.

----------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઈપણ કામ ઉતાવળમાં ન કરીને પહેલાં તેના દરેક સ્તર અંગે વિચાર કરી લો. તેનાથી તમને ઉન્નતિના નવા રસ્તા સમજાઈ શકે છે. વિદ્યાર્થીઓને પણ સ્પર્ધાને લગતા કાર્યોમાં કોઈની હેલ્પ મળવાથી આત્મવિશ્વાસ વધશે.

નેગેટિવઃ- અચાનક જ કોઈ ખર્ચ સમે આવવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. તમારા બિનજરૂરી ખર્ચ ઉપર અંકુશ લગાવો. ઘરના વડીલ સભ્યોના માન-સન્માન તથા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. અકારણ જ ગુસ્સાની સ્થિતિથી બચવું.

વ્યવસાયઃ- વેપારમાં જે વિસ્તારની યોજના બની રહી છે, તેને ભવિષ્ય માટે ટાળી દો તો સારું રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી શારીરિક સમસ્યાથી આજે થોડી રાહત મળી શકે છે.

----------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઈ અટવાયેલું સરકારી કામ આજે પૂર્ણ થઈ શકે છે. એટલે સંપૂર્ણ ધ્યાન તેના ઉપર કેન્દ્રિત રાખો. આજનો દિવસ તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ખૂબ જ અનુકૂળ છે.

નેગેટિવઃ- ઘરના વડીલોનું સન્માન જાળવી રાખો. કોઇ બહારના વ્યક્તિના કારણે ઘરમાં થોડો તણાવ રહી શકે છે. રૂપિયા-પૈસાના મામલે કોઈના ઉપર પણ વિશ્વાસ ન કરીને બધા નિર્ણય જાતે જ લેવાં.

વ્યવસાયઃ- મીડિયા તથા માર્કેટિંગને લગતા વ્યવસાયમાં યોગ્ય સફળતા મળી શકે છે

લવઃ- પરિવારમાં સારું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન દ્વારા કે કોઇ જગ્યાએ પડી જવાથી ઈજાની સ્થિતિ બની શકે છે.

----------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા કડવા અનુભવોથી બોધપાઠ લઇને તમે તમારી કામ કરવાની રીતમાં ફેરફાર કરશો. જે તમારા માટે યોગ્ય સાબિત થશે. કોઈ ખોવાયેલી વસ્તુ આજે અચાનક મળી જવાથી અથવા કોઈ મન પ્રમાણે કામ બની જવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- તમારા ઉપર કામની એટલી વધારે જવાબદારી ન લેશો કે તેને પૂર્ણ કરવામાં પરેશાની આવે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવો યોગ્ય નથી. કોઇ અન્ય વ્યક્તિ પાસેથી મદદ લેવાની જગ્યાએ તમારી બનાવેલી નીતિઓ ઉપર જ ધ્યાન આપો.

વ્યવસાયઃ- સ્વાસ્થ્યને લગતી યોજનાઓ કોઈ સામે જાહેર ન કરશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે ગરમીના કારણે ગભરામણ અને બેચેની રહી શકે છે.

----------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમારી નાણાકીય યોજનાઓ ઉપર વધારે સમય લગાવો. સમય અનુકૂળ છે. તમને મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મન પ્રમાણે કાર્ય બનતા જવાથી તમે ફ્રેશ અને તણાવમુક્ત રહેશો

નેગેટિવઃ- બાળકો તરફથી કોઇ ચિંતા રહી શકે છે. શાંતિથી સમસ્યાનો ઉકેલ શોધો. આજે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં. નહીંતર તમે કોઈ દુવિધામાં ખરાબ રીતે ફસાઈ શકો છો. ફાલતૂ કાર્યોમાં ખર્ચની પણ સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વર્તમાન ગતિવિધિઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે.

લવઃ- પારિવારિક સભ્યોની ગતિવિધિઓ ઉપર વધારે રોક-ટોક ન કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

----------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અને ભાગ્ય બંને જ તમને સહયોગ કરી રહ્યા છે. જો કોઈ પ્રોપર્ટી વેચવાનો પ્લાન કરી રહ્યા છો તો તમને ઇચ્છા પ્રમાણે યોગ્ય કિંમત મળી શકે છે. અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત તથા વાર્તાલાપ તમારા બંને માટે લાભદાયક રહેશે.

નેગેટિવઃ- દૂરના ક્ષેત્રો સાથે અટવાયેલી વ્યવસાયિક ગતિવિધિઓમાં ફરી શરૂઆત થશે. એટલે આ કાર્યો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત રાખો. આ સમયે તમારી યોજનાઓને સીક્રેટ રાખવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- દૂરના ક્ષેત્ર સાથે અટવાયેલી વ્યવસાયિક ગતિવિધિઓ ફરી શરૂ થઈ શકે છે.

લવઃ- કુંવારા લોકો માટે સારો સંબંધ આવવાથી ઘરમાં સુખનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડના કારણે શારીરિક અને માનસિક થાક રહી શકે છે.