• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope 2 To 8 January 1st Week 2022: January Weekly Rashifal 2022, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:2 થી 8 જાન્યુઆરી વચ્ચે તુલા રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં સફળતા મળી શકે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

2 થી 8 જાન્યુઆરી સુધી ચંદ્ર ચાર રાશિઓથી પસાર થશે. જેથી વૃષભ રાશિના લોકોને પ્રોપર્ટીના કાર્યોમાં ફાયદો થવાના યોગ છે. મિથુન રાશિના નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે. તુલા રાશિના લોકોને આ દિવસોમાં સફળતા મળી શકે છે. વૃશ્ચિક રાશિના લોકોને આર્થિક ફાયદો થવાના યોગ છે. ત્યાં જ, કુંભ રાશિના લોકોની કોઈ મહત્ત્વપૂર્ણ ડીલ થઈ શકે છે. સાથે જ, જરૂરી કામ પણ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. આ સિવાય મેષ, કર્ક, સિંહ, કન્યા, ધન, મકર અને મીન રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ...

મેષઃ-

પોઝિટિવઃ- તમારા ભાવી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોગ્ય રીતે કામ કરવાની તમારી રીત સફળ રહેશે. મિત્રો તથા સંબંધીઓ સાથે થોડો સમય પસાર કરવો બધાને સુખ આપી શકે છે.

નેગેટિવઃ- થોડા લોકો સ્વાર્થની ભાવનાથી તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપશે. કારણ વિના કોઈના કામમાં દખલ ન કરો

વ્યવસાયઃ- નોકરી કે વેપારમાં કોઈ પ્રકારના પેપરને લગતી ગડબડી થઈ શકે છે.

લવઃ- પરિવાર તથા જીવનસાથી સાથે શોપિંગ વગેરેમાં જવાનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

--------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- જો પ્રોપર્ટીની ખરીદી કે વેચાણને લગતી કોઈ કાર્યવાહી ચાલી રહી છે, તો તમને ચોક્કસ જ સફળતા મળશે. તમે શારીરિક અને માનસિક રીતે પોતાને સશક્ત અનુભવ કરશો.

નેગેટિવઃ- કોઈ સભ્યની નકારાત્મક વાતને લઈને ઘરના વાતાવરણમાં થોડી નિરાશા રહી શકે છે. તણાવ લેવાની જગ્યાએ સમસ્યાને ઉકેલવાની કોશિશ કરો. આ સમયે બિનજરૂરી યાત્રાને ટાળો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વ્યાપારિક મંદીની સ્થિતિ રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાને સહયોગ ઘરના વાતાવરણને સુખદ અને મધુર જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શન તથા કફને લગતી સમસ્યા રહેશે.

--------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- જીવન સ્તરને વધારે સારું જાળવી રાખવા માટે તમે થોડા સંકલ્પ લેશો અને તેમાં સફળ પણ થશો. સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે સમય પસાર કરવો તમને પોઝિટિવ દૃષ્ટિકોણ આપશે.

નેગેટિવઃ- ઘરના કોઈ સભ્યના વ્યવહારના કારણે ચિંતા રહી શકે છે. રૂપિયાની ઉધારીને લગતી કોઈપણ લેવડદેવડ ન કરો. કેમ કે તેના કારણે સંબંધ પણ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- કામકાજ વધારે રહેશે.

લવઃ- કોઈપણ યોજનાને શરૂ કરવા માટે જીવનસાથી તથા પરિવારના લોકોની સલાહ લો.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે સુસ્તી અને આળસ હાવી થઈ શકે છે.

--------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઈ પારિવારિક મહત્ત્વપૂર્ણ મુદ્દે ચર્ચા-વિચારણાં થશે. જમીનને લગતા કાર્યોમાં જો રોકાણ કરવાનું કોઈ પ્લાનિંગ ચાલી રહ્યું છે તો તેને શરૂ કરવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે.

નેગેટિવઃ- ક્યારેક તમારા વિચારોમાં વહેમ અને સંકીર્ણતા જેવી નકારાત્મક વાતો પારિવારિક લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. યુવાઓ ખોટી ગતિવિધિઓમાં પોતાનો સમય નષ્ટ ન કરે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે એલર્જી, ઉધરસ અને તાવ જેવી સમસ્યા રહી શકે છે.

--------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- રોકાણને લગતી ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા અને તણાવથી પણ રાહત મળશે. કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિના સાનિધ્યમાં તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ કે દસ્તાવેજ સાચવીને રાખો. વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. તેનો નકારાત્મક પ્રભાવ તમારા સ્વાભિમાન ઉપર પણ પડશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક પ્રતિસ્પર્ધાનો પ્રભાવ તમારા કાર્યો ઉપર પણ પડી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમે તમારા સ્વાસ્થ્યની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે ગંભીર રહેશો.

--------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારા કાર્યને ઉતાવળની જગ્યાએ સહજ રીતે અને સમજી-વિચારીને પૂર્ણ કરવાની કોશિશ કરો. તમારા કાર્ય સરળતાથી પૂર્ણ થતાં જશે. સંબંધોને મજબૂત જાળવી રાખવાની કોશિશ તમે કરશો.

નેગેટિવઃ- ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવા માટે કઠોર નિર્ણય ન લેશો. ધૈર્ય પૂર્વક પરિસ્થિતિઓને પોઝિટિવ જાળવી રાખો. ક્યારેક અકારણ જ તમારો ગુસ્સો તમારા માટે નુકસાનદાયી રહેશે.

વ્યવસાયઃ- જૂની પ્રોપર્ટીની ખરીદી કે વેચાણને લગતા વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવ જેવી પરેશાની રહી શકે છે.

--------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા તમારી રાહ જોઈ રહી છે. ખાસ કરીને મહિલાઓ માટે સમય અનુકૂળ છે. તમારા કાર્યો પ્રત્યે સજાગ રહેવું તમને સફળતા આપશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારી નાની-મોટી વાતો ઉપર ગુસ્સે થવું ઘરના વાતાવરણને અવ્યવસ્થિત કરશે. ફાલતૂ ગતિવિધિઓમાં તમારું ધ્યાન લગાવશો નહીં. બિનજરૂરી ખર્ચ વધતાં જશે.

વ્યવસાયઃ- આસપાસના વેપારીઓ સાથે ચાલી રહેલી સ્પર્ધામાં કોઈ સફળતા મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- ગેસ, એસિડિટીની સમસ્યા વધી શકે છે.

--------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવો. તમારી જીવનશૈલીને વધારે ઉન્નત કરવા માટે કોશિશ કરવી સફળતા આપશે. શારીરિક અને માનસિક રીતે તમે તમારી અંદર સ્વસ્થ અનુભવ કરશો.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધીની પર્સનલ લાઇફમાં થોડી મુશ્કેલીઓ આવવાના કારણે ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને પોતાની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ ન મળવાથી આત્મબળમાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ- આર્થિક રીતે દિવસ ઉત્તમ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને માંસપેશીઓનો દુખાવો વધી શકે છે.

--------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારી કોઈ પરેશાનીમાં નજીકના સંબંધીઓનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે. જેના કારણે તમને તણાવમાંથી રાહત મળશે. કોઈ પારિવારિક સભ્યના લગ્ન સંબંધ આવવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- તમારી એકાગ્રતામાં ઘટાડો આવવાના કારણે કોઈ કામ બનતા-બનતા ખરાબ થઈ શકે છે. ખોટા ખર્ચ પરેશાન કરશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળે શાંતિપૂર્ણ વાતાવરણ રહી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે થોડી મુશ્કેલીઓથી રાહત મેળવવા માટે એકાંત કે કોઈ આધ્યાત્મિક સ્થળે સમય પસાર કરવાની કોશિશ કરશો. તેનાથી તમને સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ- કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો. આ સમયે તમારું તમારા રોજિંદા કાર્યો પ્રત્યે ધ્યાન રહેશે નહીં. તમારા બજેટથી વધારે ખર્ચ કરવાનું ટાળો. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરવો જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં પરિસ્થિતિઓ સામાન્ય રહી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખ- શાંતિ પૂર્ણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અનુભવ કરી શકો છો.

--------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે યોજના બનાવીને તમે કામ કરશો અને તેમાં સફળતા પણ મળશે. કોઈ સારા કામના કારણે સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થઈ શકે છે. ઘરમાં સજાવટ કે ફેરફારને લગતી યોજના બની શકે છે.

નેગેટિવઃ- ઘરમાં સંબંધીઓ આવવાથી તમારા થોડા કાર્યોમાં વિધ્ન આવી શકે છે તથા ખર્ચ પણ વધી શકે છે. આ સમયે તમારા વ્યવહારને સહજ જાળવી રાખવો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક રીતે બધા કાર્યો યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સન્માન આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઈ પારિવારિક મુદ્દા અંગે ચર્ચા-વિચારણાંમાં તમારી હાજરી ખાસ મહત્ત્વપૂર્ણ રહેશે. કોઈ સામાજિક કે ધાર્મિક સંસ્થા પ્રત્યે તમારું યોગદાન તમને એક નવી ઓળખ આપી શકે છે.

નેગેટિવઃ- સપ્તાહની વચ્ચે ગ્રહ સ્થિતિ થોડી વિપરીત થશે. મનમાં થોડા નકારાત્મક વિચાર ઊભા થઈ શકે છે. ઘરના કોઈ વડીલ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. આ સમયે કોઈપણ યાત્રા કરવી અનુકૂળ નથી.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો.

લવઃ- ઘરનું વાતાવરણ વ્યવસ્થિત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે પગમાં થાક અને સોજાની સમસ્યા રહી શકે છે.