• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope 19 To 25 December 4th Week 2021: December Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

સાપ્તાહિક રાશિફળ:આ સપ્તાહ મિથુન અને સિંહ રાશિના લોકો માટે ભાગ્યશાળી રહેશે, વૃષભ જાતકોને ધનલાભ થઈ શકે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કન્યા અને વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમયગાળો સારો રહેશે, કુંભ સહિત સાત રાશિના જાતકો ઉપર મિશ્રિત અસર રહેશે

19 થી 25 ડિસેમ્બર સુધી ચંદ્ર મિથુન રાશિમાંથી કર્ક અને પછી સિંહ રાશિ સુધી ગતિ કરશે. આ ત્રણેય રાશિમાં રહીને ચંદ્ર ઉપર સૂર્ય, બુધ, મંગળ, ગુરુ, શુક્ર અને શનિની દૃષ્ટિ પડશે. નક્ષત્રોની આ સ્થિતિ 5 રાશિના લોકો માટે શુભ રહેશે. ત્યાં જ, અન્ય સાત રાશિના લોકો ઉપર તેની મિશ્રિત અસર રહેશે.

આ સપ્તાહ વૃષભ રાશિના લોકોને અટવાયેલાં રૂપિયા મળી શકે છે. મિથુન રાશિના લોકોને કિસ્મત અને નક્ષત્રોનો સાથ મળશે. સિંહ રાશિના લોકોને પ્રોપર્ટીના કાર્યોમાં ફાયદો મળી શકે છે. કન્યા રાશિના લોકો માટે પણ સમય અનુકૂળ છે. સફળતા મળી શકે છે. સાથે જ વૃશ્ચિક રાશિના લોકોના અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે. આ સિવાય મેષ, કર્ક, તુલા, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ.....

મેષઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારી સાથે થોડી એવી સુખદ ઘટના ઘટશે કે તમે આશ્ચર્યચકિત રહી જશો. તમારી યોગ્યતાઓને ઓળખો. ઘરમાં મહેમાનોની અવરજવર રહેશે તથા એકબીજાને મળવું સુખ આપશે.

નેગેટિવઃ- જમીનને લગતા કાર્યોમાં પેપરવર્ક યોગ્ય રીતે કરવું. કોર્ટ કેસને લગતા મામલાઓમાં તમારે કોઈ શુભચિંતક સાથે ચર્ચા-વિચારણાં કરવી પડશે. થોડી સમજદારી અને સમજણથી કામ પૂર્ણ થઈ જશે.

વ્યવસાયઃ- કારોબારને લગતી ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવા માટે કર્મચારીઓની સલાહને પણ ધ્યાનમાં રાખો.

લવઃ- ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

-------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ અચાનક જ કોઈ અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાથી તણાવ દૂર થશે. તમારી દિનચર્યામાં થોડો ફેરફાર લાવવા માટે આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં પણ રસ રહેશે.

નેગેટિવઃ- આ સમયે કોઈપણ જગ્યાએ રોકાણને લગતી યોજના ન બનાવો. કેમ કે નુકસાનદાયી સ્થિતિ બની રહી છે. વધારે મેલજોલ રાખશો નહીં, પોતાના કામ ઉપર જ ધ્યાન આપો.

વ્યવસાયઃ- કોઈપણ કામ કે ધનને લગતી લેવડ-દેવડ કરતી સમયે પેપરવર્ક ચોક્કસ કરો.

લવઃ- પારિવારિક જીવન ઉપર તમારી વ્યવસાયિક પરેશાનીઓને હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્ત્રી વર્ગે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ જાગરૂત રહેવાની જરૂરિયાત છે.

-------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઈ ઉત્તમ વિચારધારાના વ્યક્તિ સાથે હળવા મળવાથી તમારી અંદર એક નવી ઊર્જા ઉત્પન્ન થશે. સ્પોર્ટ્સ સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓ માટે લાભદાયક શુભ અવસર બની રહ્યા છે.

નેગેટિવઃ- અન્ય લોકોના મામલે વધારે દખલ ન કરો, કેમ કે તેના કારણે વિવાદની સ્થિતિ બની શકે છે. આર્થિક સ્થિતિમાં પણ ભાગદોડ વધી શકે છે. સંતુલિત બજેટ બનાવીને રાખવું.

વ્યવસાયઃ- આ સમયે ભાગ્ય અને ગ્રહ ગોચર તમારા પક્ષમાં રહેશે.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી સમસ્યાથી રાહત મળી શકે છે.

-------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ઘર માટે કોઈ કિંમતી વસ્તુની ખરીદદારીમાં પરિવાર તમારી સાથે સુખમય સમય પસાર થશે. તમે તમારા વ્યક્તિત્વને નિખારવામાં પણ ધ્યાન આપશો. વિદ્યાર્થીઓને કોઈ પ્રતિયોગિતાને લગતી પરીક્ષામાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારી કટુ વાણી અન્ય લોકોને નિરાશ કરી શકે છે. તમારી આ ખામી ઉપર કાબૂ મેળવવું જરૂરી છે. આ સમયે ધનને લગતું કોઈ નુકસાન થવાની પણ સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- વેપારને લગતો કોઈ નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે.

લવઃ- આર્થિક સ્થિતિને લઈને પતિ-પત્ની વચ્ચે થોડો મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી જૂની પરેશાનીથી રાહત મળી શકે છે.

-------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ભાગ્યના નક્ષત્ર પ્રબળ થઈને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરશે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ અને આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે.

નેગેટિવઃ- કોઈપણ નવું કામ કે રોકાણ કરતા પહેલાં તેના અંગે યોગ્ય તપાસ કરી લો. કોઈની વાતોમાં આવશો નહીં. ભાવનાઓમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો.

વ્યવસાયઃ- છેલ્લાં થોડા સમયથી કાર્યક્ષેત્રમાં જે પરેશાનીઓ ચાલી રહી હતી તેમાં રાહત મળવાની શક્યતા છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન રાખવું.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

-------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ વારસાગત સંપત્તિ કે વસીયત સાથે જોડાયેલાં મામલાઓ ઉકેલાઈ શકે છે, તેમાં કોશિશ કરતાં રહો. તમારા વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં પણ ધ્યાન આપો.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધીનો નકારાત્મક વ્યવહાર તમને નિરાશ કરી શકે છે. તમારી દરેક યોજનાને ગુપ્ત રાખો. નહીંતર કોઈ ખોટો ફાયદો ઉઠાવી શકે છે. ધનને લગતી લેવડ-દેવડ કરતી સમયે સાવધાની રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ ઉપર વધારે વિશ્વાસ ન કરીને બધી ગતિવિધિઓ ઉપર તમારી હાજરી રાખવી જરૂરી છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરના વાતાવરણને સુખદ જાળવી રાખવામાં સફળ રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે તણાવ અને ગુસ્સો હાવી રહી શકે છે.

-------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ પરિવારના લોકો સાથે શોપિંગ જેવા કાર્યોમાં સમય પસાર થશે. પારિવારિક વ્યવસ્થાને પણ ઉત્તમ જાળવી રાખવામાં તમારી કોશિશ સફળ રહેશે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઈપણ પ્રકારનો મનમુટાવ કે ઝઘડાની સ્થિતિ બની શકે છે. અન્ય લોકોના કાર્યોમાં દખલ ન કરીને તમારા કામથી કામ રાખો. બાળકોને લગતા કાર્યોમાં વ્યસ્ત રહેશો.

વ્યવસાયઃ- વ્યક્તિગત કાર્યોના કારણે તમે તમારા વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પારિવારિક સભ્યોએ એકબીજા પ્રત્યે સહયોગની ભાવના મજબૂત રાખવી પડશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય અનુકૂળ નથી.

-------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. અટવાયેલાં કાર્યો યોગ્ય રીતે સંપન્ન થવા લાગશે. પાડોસીઓ સાથે કોઈ ધાર્મિક સમારોહમાં જવાથી સુખ મળી શકે છે. ઘરને લગતી ગતિવિધિઓમાં પણ તમારો સહયોગ રહેશે.

નેગેટિવઃ- કોઈ નાની નકારાત્મકતાના કારણે તમારું મન વિચલિત રહી શકે છે. તમારી મનઃસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. ખોટા ખર્ચ વધારે રહી શકે છે. સાસરિયા પક્ષ સાથે સંબંધ મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- વેપારમાં અચાનક જ સ્થિતિ સારી થવાથી મન પ્રસન્ન રહી શકે છે.

લવઃ- પારિવારિક તથા આર્થિક મામલે જીવનસાથીનો સહયોગ તમને રાહત આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારી થઈ શકે છે.

-------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ છેલ્લા થોડા કડવા અનુભવોથી બોધપાઠ લઈને તમે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર લાવશો. જે તમારા માટે સારા સાબિત થશે. જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓથી પણ રાહત મળી શકે છે.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેશો. ધ્યાન રાખો કે કોઈ અજાણ વ્યક્તિ તમારી નજીક આવવાની કોશિશ કરી શકે છે, કોઈની વાતોમાં આવશો નહીં. તમે તમારી બનાવેલી નીતિઓ ઉપર જ કામ કરો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં દરેક ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે.

લવઃ- પારિવારિક વાતાવરણ મધુર અને સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- ક્યારેય વધારે કામના ભારને લીધે બેચેની રહેશે.

-------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સફળતા મેળવવા માટે તમારે તમારી ઊર્જા એકઠી કરીને ફરીથી નવી નીતિઓ બનાવવાની જરૂરિયાત છે. જોકે, તમે તમારા મનોબળ દ્વારા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરી શકો છો.

નેગેટિવઃ- માતા-પિતા કે તેમની સમાન કોઈપણ વ્યક્તિ સાથે વિવાદ કે મતભેદ થવા દેશો નહીં. એટલું ધ્યાન રાખો કે મહેનત કરવાથી જ ભાગ્ય તમારો સહયોગ કરશે. ખોટી ગતિવિધિઓમાં તમારો સમય ખરાબ ન કરો.

વ્યવસાયઃ- તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર લાવવો તમારા વ્યવસાય માટે પોઝિટિવ રહેશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના સહયોગ દ્વારા પારિવારિક વાતાવરણમાં શાંતિ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- કોઈ-કોઈ સમયે તણાવ અને ગુસ્સા જેવી સ્થિતિ હાવી રહી શકે છે.

-------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઈ ધાર્મિક સંસ્થામાં સેવાને લગતા કાર્યોમાં તમારું ખાસ યોગદાન રહેશે. કોઈ જગ્યાએથી મન પ્રમાણે પેમેન્ટ આવવાથી આર્થિક સ્થિતિ સારી સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ- અન્ય લોકો ઉપર વધારે વિશ્વાસ કરવો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે સાવધાન રહો. કોઈપણ પ્રકારની અનિર્ણયની સ્થિતિમાં પરિવારના અનુભવી તથા વડીલ લોકોની સલાહ લેવી તમારા માટે હિતકર રહેશે.

વ્યવસાયઃ- વિદેશને લગતા વ્યવસાયમાં ફરી ગતિ આવી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને ડાયાબિટિક લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું.

-------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઈ ધાર્મિક યાત્રાને લગતી યોજના બનશે. સંતાનની કોઇ સફળતાથી સુકૂન અને રાહત મળશે. યુવાઓ પણ કોઈ દુવિધાને દૂર થવાથી રાહત અનુભવ કરશે અને ભવિષ્યને લગતા નિર્ણયોને લેવા માટે તમારી અંદર હિંમત પણ આવશે.

નેગેટિવઃ- અન્ય લોકોના દખલના કારણે તમારી દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહેશે. કોઈપણ નિર્ણય જાતે જ લો. કોઈ સાથે પણ વાતચીત કરતી સમયે તમારા વ્યવહારમાં કોમળતા જાળવી રાખો.

વ્યવસાયઃ- કારોબારી વિસ્તારને લગતો કોઈ પ્રસ્તાવ મળી શકે છે.

લવઃ- વધારે કામ હોવા છતાંય પરિવાર માટે થોડો સમય કાઢશો.

સ્વાસ્થ્યઃ- તમારા ખાનપાન અને દિનચર્યા પ્રત્યે બેદરકારી ન કરો.