• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal saptahik horoscope 15 to 21 may 3nd week 2022 may weekly rashifal 2022 aries mesh vrishab weekly horoscope saptahik horoscope leo virgo libra scorpio

15 થી 21 મેનું રાશિફળ:મિથુન રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે તો કર્ક રાશિના લોકોને સારા સમાચાર મળી શકે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ રાશિ :

પોઝિટિવ : આ અઠવાડિયે આ રાશિના જાતકો માનસિક અને શારીરિક રીતે તણાવમુક્ત અનુભવશે. આ સમયે તમારા લક્ષ્યો અને કાર્યો પ્રત્યે તમારી પ્રાથમિકતા રહેશે.

નેગેટિવ : ખર્ચા વધારે થવાને કારણે ચિંતા રહેશે. કોઈ મિત્રની સલાહ તમારા માટે નકારાત્મક સાબિત થઈ શકે છે. તમારી ક્ષમતા પર વિશ્વાસ કરવો વધુ સારું છે. આ સમયે જોખમી કાર્યોમાં કોઈ રસ ન લેવો.

વ્યવસાય : ધંધામાં કોઈપણ પ્રકારની ભાગીદારી માટે સમય સારો છે. આ સમયે નસીબ તમને સંપૂર્ણ સહયોગ આપી રહ્યું છે. અધિકારીઓ સાથે સંબંધો પણ સારા રહેશે.

લવ : પતિ-પત્નીના સંબંધોમાં નિકટતા રહેશે. યુવાનોએ પ્રેમ સંબંધમાં સમય બગાડવો જોઈએ નહીં.

સ્વાસ્થ્ય : ગેસ અને કબજિયાતની સમસ્યાથી છૂટકારો મેળવવાનો બેસ્ટ રસ્તો એ છે કે તમારા આહાર અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો.
--------------
વૃષભ રાશિ :

પોઝિટિવ : આ અઠવાડિયે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. સામાજિક અને બહારની પ્રવૃત્તિઓમાં સમય વિતાવવાથી નવી માહિતી મળશે. ભાઈઓ સાથેના સારા સંબંધો તમારા માટે દરેક રીતે પ્રોત્સાહન આપશે.

નેગેટિવ : સંપત્તિ સંબંધિત કોઈપણ વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો. ઘરમાં અનુભવી લોકોની સલાહ માનવાથી ઘણી તકલીફોથી બચી શકો છો.

વ્યવસાય : વ્યવસાયની દ્રષ્ટિએ સમય અનુકૂળ છે. આ સમયે પરિસ્થિતિ ફાયદાકારક છે. કેટલાક મહત્વપૂર્ણ ઓર્ડર મળશે. ભાગીદારી વ્યવસાયમાં પ્રવૃત્તિઓ પણ સરળતાથી ચાલુ રહેશે. ઓફિસમાં પણ વ્યવસ્થા યોગ્ય રહેશે.

લવ : પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા વધશે.

સ્વાસ્થ્ય : પેટમાં ગરમી અને એસિડિટીની સમસ્યા વધી શકે છે.
--------------
મિથુન રાશિ :

પોઝિટિવ : કોઈ મિત્ર તરફથી કોઈ અગત્યના સમાચાર મળશે. યોગ્ય સમયે કરેલા કામના પરિણામો પણ યોગ્ય રહેશે. આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થવાની સંભાવના છે.

નેગેટિવ : અચાનક કોઈ સમસ્યા આવી શકે છે. કામના દબાણને કારણે તમે ફસાયેલા અનુભવશો. તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે.

વ્યવસાય : છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કામની યોજનાઓ ફળદાયી રહેશે. વિશ્વાસુ લોકોનો પણ કામમાં સહયોગ મળશે. તમને સારા ઓર્ડર મળશે. પરંતુ સમયસર કામ પૂર્ણ કરવું એ તમારી ક્ષમતા પર પણ આધારિત છે.

લવ : દાંમ્પત્ય જીવન સારું રહેશે. પ્રેમી પ્રેમિકાને આજના દિવસે મળવાનો મોકો મળી શકે છે.

સ્વાસ્થ્ય : બીપી તથા ડાયાબિટીસની તપાસ નિયમિત કરવો, લાપરવાહીથી નુકસાન થઇ શકે છે.
--------------
કર્ક રાશિ :

પોઝિટિવ : આ અઠવાડિયે કોઈ સારા સમાચાર મળવાના કારણે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. જો કોઈ સમસ્યા હોય તો કોઈ વિશ્વાસુ વ્યક્તિની સલાહ અને સહયોગ લો. પરિવારના સભ્યો વિદ્યાર્થીઓની કોઈપણ ક્ષમતા પર ગર્વ અનુભવશે.

નેગેટિવ : આ અઠવાડિયે બીજાના સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. કોઈપણ અયોગ્ય કામ કરવાથી નુકસાન થઇ શકે છે.

વ્યવસાય : આ સમયે બિઝનેસમાં હાલની ગતિવિધિઓ પર જ ધ્યાન આપો. મિલ્કતને લગતા કામ કરતી વખતે કાગળોને સારી રીતે તપાસો. થોડી સાવધાની તમને મોટી પરેશાનીથી બચાવી શકે છે.

લવ : જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. તમારા વર્તન પર કાબુ રાખો. પ્રેમ સંબંધમાં સમય બગાડશો નહીં.

સ્વાસ્થ્ય : ગરમીના કારણે અપચો અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ થશે.
--------------
સિંહ રાશિ :

પોઝિટિવ : આ રાશિના જાતકોએ આ અઠવાડિયે બીજાની મદદ લેવાને બદલે તમારી કાર્ય ક્ષમતા અને યોગ્યતામાં વિશ્વાસ રાખો. કોઈપણ પોલિસીમાં પૈસા લગાવવા માટે સમય અનુકૂળ છે. ઘરના વરિષ્ઠ સભ્યોના આશીર્વાદ અને સલાહ અચૂક લો.

નેગેટિવ : કામના ભારણને કારણે તમને માનસિક અને શારીરિક થાક લાગી શકે છે. તમારા આરામ માટે થોડો સમય કાઢવો પણ જરૂરી છે. આર્થિક સમસ્યાને લઈને ભાઈ-બહેન સાથે કોઈ મતભેદ થઈ શકે છે.

વ્યવસાય : ધંધામાં મહેનત મુજબ યોગ્ય પરિણામ મળવા લાગશે. પરંતુ અઠવાડિયાના અંતે પરિસ્થિતિ થોડી ખરાબ થઇ શકે છે. કેટલાક વિઘ્નો આવશે. સરકારી કર્મચારીઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં રસ ન લેવો જોઈએ.

લવ: આ અઠવાડિયે પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે. પ્રેમ સંબંધમાં મધુરતા આવશે.

સ્વાસ્થ્ય : વધુ મહેનત અને કામની વચ્ચે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યાથી પરેશાન રહેશો.
--------------
કન્યા રાશિ :

પોઝિટિવ : આ અઠવાડિયે આ રાશિના જાતકોનો સમય મોજ-મસ્તી અને ઓનલાઈન શોપિંગમાં પસાર થશે. વડીલોની કોઈપણ સલાહ અને માર્ગદર્શન તમારા માટે ભાગ્યશાળી રહેશે. મહિલાઓ તેમના આત્મવિશ્વાસ અને કાર્ય ક્ષમતા દ્વારા કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરશે.

નેગેટિવ : આ અઠવાડિયે એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે તમારી સિદ્ધિઓને બીજાની સામે વધારે પડતી જાહેર ન કરો. આ સમયે રોકાણનો કોઈ નિર્ણય ન લેવો.

વ્યવસાય : છેલ્લા કેટલાક સમયથી કાર્યક્ષેત્રે ચાલી રહેલી સમસ્યાઓથી થોડી રાહત મળશે. પરંતુ આર્થિક બાબતોમાં સ્થિતિ યથાવત્ રહી શકે છે. તેનાથી સંબંધિત કોઈ પણ નિર્ણય લેતી વખતે અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લેવું વધુ સારું છે.

લવ : પતિ-પત્નીએ એકબીજાની લાગણીઓને માન આપવું જોઈએ. પ્રેમ સંબંધોમાં ગેરસમજો થઈ શકે છે.

સ્વાસ્થ્ય : તણાવ અને થાક લાગશે. નકારાત્મક વિચારોથી દૂર રહો.
--------------
તુલા રાશિ :
પોઝિટિવ : આ અઠવાડિયે રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓ પર તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે. તમને દરેક કાર્યમાં સકારાત્મક પરિણામો મળશે.

નેગેટિવ : મિત્રો અથવા નજીકના સંબંધીઓની પ્રવૃત્તિઓથી અજાણ ન રહો. પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડી શકે છે. સમાજમાં બદનામી થવાની પણ શક્યતા છે.

વ્યવસાય : માર્કેટમાં તમારી યોગ્યતા મુજબ કંઈક નવું હાસિલ કરશો. પરંતુ તેમના પરિણામો તમને બાદમાં મળશે. ઓફિસમાં કોઈ સહયોગી સાથે કંઈક માથાકૂટ થઇ શકે છે.

લવ : ઘરમાં ખુશીનો માહોલ રહેશે. પ્રેમસંબંધોમાં સમય ખરાબ ના કરો.

સ્વાસ્થ્ય : ઘરના કોઈ સભ્યની તબિયત ખરાબ થઇ શકે છે.
--------------
વૃશ્ચિક રાશિ :

પોઝિટિવ : આ અઠવાડિયું આ રાશિના જાતકો માટે અનુકૂળ છે. સ્વાસ્થ્યમાં સુધારો આવવાને કારણે ખુશીનું વાતાવરણ રહેશે. અધૂરા કામને પુરા કરવાનો પ્રયાસ કરો.

નેગેટિવ : કોઈ નિર્ણય લેવામાં પરેશાની થઇ શકે છે. પિતરાઈ ભાઈ-બહેન સાથેના સંબંધો સંભાળીને રાખો.

વ્યવસાય : તમારા કાર્યક્ષેત્રમાં રહીને વ્યવસાયિક પ્રવૃત્તિઓ પૂર્ણ કરો. આ સમયે કોઈપણ પ્રકારની મુસાફરી અથવા માર્કેટિંગ મુલતવી રાખવાની જ સલાહ આપવામાં આવે છે. સરકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વ્યવસાયમાં સફળ થવાની સંભાવના છે.

લવ : જીવનસાથીનો સાથ આપનું મનોબળ જાળવી રાખશે. સંબંધ પણ રોમેન્ટિક રહેશે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યક્તિગત સંબંધોમાં તિરાડ પડવાને કારણે તણાવ આવી શકે છે.
--------------
ધન રાશિ :
પોઝિટિવ : આ રાશિના જાતકો આ અઠવાડિયે મહેનતથી કોઈ ખાસ કાર્યને પૂર્ણ કરવામાં સફળ રહેશે. ભાગ્યના બદલે કર્મ પર વિશ્વાસ રાખો. તમારો આત્મવિશ્વાસ અને આત્મસન્માન પણ રહેશે.

નેગેટિવ : પૈતૃક મિલ્કત સંબંધિત વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. સંબંધોમાં કડવાશ લાવવાને બદલે સંબંધોમાં મધુરતા જાળવી રાખવાનો પ્રયાસ કરવો જરૂરી છે.

વ્યવસાય : વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને કોઈ જગ્યાએ નોકરી મેળવી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ કેટલીક નવી તકો મળવાની છે. તેથી તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખો. ઓફિસમાં કેટલાક હળવા કામ થશે અને તેમાં આરામ મળશે.

લવ : ધંધાઅને ઘરમાં સંતુલન રાખવાથી બંને તરફ ખુશીનો માહોલ રહેશે. માનસિક શાંતિ મળશે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેશે. વધુ કામના ભારણને કારણે ક્યારેક-કયારેક ગુસ્સો આવી શકે છે.
--------------
મકર રાશિ :

પોઝિટિવ : આ અઠવાડિયે આ રાશિના જાતકોનું ધાર્મિક અને સામાજિક કાર્યમાં વિશેષ યોગદાન રહેશે. આ અઠવાડિયે કોઈ કામ સમજી-વિચારીને પુરા કરો.

નેગેટિવ : ઘરમાં કોઈ સભ્યના વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાને લઈને ચિંતા થઇ શકે છે. શાંતિપૂર્ણ રીતે સમાધાન કરો.

વ્યવસાય : કામને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે.પરંતુ આ નિર્ણય તમારા માટે લાભદાયક સાબીત થઇ શકે છે. આર્થિક દ્રષ્ટિએ સમય અનુકૂળ છે.

લવ : તમારા કામમાં જીવનસાથી અને પરિવારજનોનો સહયોગ તમારી ચિંતા ઓછી કરશે. તમારા સંબંધમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ વર્તમાન વાતાવરણને કારણે લાપરવાહી કરવી સારી નથી.
--------------
કુંભ રાશિ :

પોઝિટિવ : આ અઠવાડિયે આ રાશિના જાતકોમાં ગ્રહની સ્થિતિ સારી રહેશે. તમારો વિવેક અને આદર્શવાદી સ્વભાવ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જે લોકો તમારી વિરુદ્ધમાં હતા તે લોકો તમારા પક્ષમાં આવશે અને તમારા સંબંધોમાં સુધારો આવશે.

નેગેટિવ : જો તમે કોઇની સાથે વાયદો કર્યો હોય તો તમારે પણ તેને પૂરો કરવો જ જોઇએ. નહીં તો લોકો વચ્ચે તમારી છબી પણ બગાડી શકે છે. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે કેટલાક લોકો તમારા સરળ સ્વભાવનો અયોગ્ય ફાયદો પણ ઉઠાવી શકે છે.

વ્યવસાય : કાર્યક્ષેત્રે પાડોશી સાથે ઝઘડાની સ્થિતિ છે. કેટલીક કાનૂની અથવા રોકાણ સંબંધિત ગૂંચવણોનો પણ સામનો કરવો પડી શકે છે. બિઝનેસ સિસ્ટમને સુધારવાનો પ્રયાસ કરો. નોકરિયાત લોકો કોઈ રાજકીય પ્રવૃત્તિનો ભોગ બની શકે છે.

લવ : પતિ-પત્નીનાં સંબંધો સારા રહેશે.

સ્વાસ્થ્ય : શારીરિક અને માનસિક થાકને કારણે કમજોરી રહેશે. થોડો સમય પોતાના માટે પણ કાઢો.
--------------
મીન રાશિ :
પોઝિટિવ : છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી ચિંતા અને તણાવથી રાહત મળશે. કોઈ મહત્વપૂર્ણ કામનો પાયો નાખવા માટે અઠવાડિયું ઉત્તમ છે. વધારાની આવકનો યોગ પણ બની રહ્યો છે.

નેગેટિવ : કેટલાક વિરોધીઓ એક્ટિવ થઇ શકે છે અને તમારા કામમાં દખલ કરી શકે છે. નકામા ખર્ચથી બચો. કાર્યોમાં ચાલી રહેલા બિનજરૂરી વિલંબ અને અવરોધોને કારણે, મૂડ થોડો ખરાબ રહી શકે છે. તમારા ભાઈ-બહેન સાથેના સંબંધોને મધુર રાખવાની જવાબદારી તમારી રહેશે.

વ્યવસાય : ધંધાકીય સ્પર્ધાથી પણ તમારા કામ પર નકારાત્મક અસર પડી શકે છે. પરંતુ ધારાસભ્ય કે રાજકારણી સાથેની તમારી મુલાકાત ફાયદાકારક રહેશે અને સમસ્યાનો પણ ઉકેલ આવશે. સરકારી નોકરી કરતા લોકો પોતાના વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે.

લવ : કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં પરિવાર સાથે સમય પસાર થશે. અને ઘરમાં સુખદ અને સકારાત્મક વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્ય : ગરમીથી થતા રોગો પરેશાન કરી શકે છે. આ સમયે ખોરાક વિશે ખૂબ કાળજી રાખવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...