13 ફેબ્રુઆરીએ ચંદ્ર મિથુન રાશિમાં રહેશે અને તે પછી કર્ક અને સિંહ રાશિમાંથી પસાર થઈને 19 ફેબ્રુઆરી સુધી કન્યા રાશિમાં પહોંચશે. આ દરમિયાન ચંદ્ર ઉપર સૂર્ય, બુધ, મંગળ, ગુરુ, શુક્ર અને શનિની દૃષ્ટિ રહેશે. જેથી મહાલક્ષ્મી શુભ યોગ અને અશુભ વિષયોગ બનશે. નક્ષત્રોની આ સ્થિતિની અસર બધી જ રાશિઓ ઉપર પડશે. આ દિવસોમાં કન્યા રાશિન લોકોની ચિંત અને પરેશાનીઓ દૂર થશે. બિઝનેસ માટે પણ સમય સારો રહેશે. તુલા રાશિના લોકોને મહત્ત્વપૂર્ણ સફળતા મળવાના યોગ છે. આ દિવસોમાં કુંભ રાશિના લોકોને ધનલાભ થવાની શક્યતા છે. નવું કામ શરૂ કરવાની યોજના પણ બની શકે છે. આ સિવાય થોડા લોકોના કામકાજમાં વિઘ્ન આવી શકે છે. એટલે આખું સપ્તાહ સાચવીને રહેવું પડશે. ત્યાં જ, થોડા લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર જોવા મળી શકે છે.
એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે બારેય રાશિનું ફળ......
મેષઃ-
પોઝિટિવઃ- તમારી દિનચર્યામાં પરિવર્તન આવશે. મોટાભાગનો સમય ઘરની દેખરેખ તથા યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં પસાર થશે. તમારા વ્યવહાર કુશળતાના કારણે સમાજ તથા નજીકના સંબંધીઓમાં તમારા વખાણ થશે.
નેગેટિવઃ- કોઈ જૂની નકારાત્મક વાત યાદ આવવાથી મન નિરાશ રહેશે. તમારા રસ પૂર્ણ કાર્યોમાં સમય પસાર કરવાથી તમને પોઝિટિવ ઊર્જા મળી શકે છે. અન્યના મામલે વધારે દખલ ન કરો.
વ્યવસાયઃ- જો વેપારમાં વિસ્તારને લગતી કોઇ યોજના બની રહી છે તો તેના અંગે ફરી વિચાર કરવો જરૂરી છે.
લવઃ- ઘરના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ- તણાવ અને ડિપ્રેશન તથા સિઝનલ બીમારીઓથી બચવા માટે તેને લગતા નિયમોનું પાલન કરવું.
----------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- જો કોઇ વિશેષ પોલિસીમાં રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પરિસ્થિતિ અનુકૂળ છે. માત્ર તમારે તમારા કાર્યોના દરેક સ્તર ઉપર યોગ્ય ચર્ચા-વિચારણા કરીને કામ કરવાની જરૂરિયાત છે.
નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાની શક્યતા છે. તેનો પ્રભાવ ઘર-પરિવાર ઉપર પડી શકે છે. ક્યારેક બધાને સુખ રાખવાની પ્રવૃત્તિ તમારા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે.
વ્યવસાયઃ- વર્તમાન સમયમાં ચાલી રહેલાં વ્યવસાયિક કાર્યો સાથે-સાથે થોડા નવા કામ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.
લવઃ- લગ્નજીવનમાં મધુરતા જળવાયેલી રહેશે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં નબળાઈ અનુભવ થઇ શકે છે.
----------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- પારિવારિક વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવાને લગતો તમારો મહત્ત્વપૂર્ણ નિર્ણય સફળ રહેશે. બપોર પછી અસ્ત-વ્યસ્ત દિનચર્યાથી રાહત મળી શકે છે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે ક્યારેક તમારો જિદ્દી સ્વભાવ તમારા માટે જ કોઈ પરેશાની ઊભી કરી શકે છે. લોકો સાથે હળવુ-મળવુ કે વાર્તાલાપ કરતી સમયે તમારી કોઈ ગુપ્ત વાત ઉજાગર થાય નહીં તેનું ધ્યાન રાખવું.
વ્યવસાયઃ- માર્કેટિંગને લગતા કાર્યો ઉપર વધારેમા વધારે ધ્યાન આપો.
લવઃ- વિપરિત પરિસ્થિતિમા પરિવારનો સહયોગ તમને પોઝિટિવ જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- થોડો સમય પોઝિટિવ લોકો સાથે તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર કરો.
----------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- તમે તમારી વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય સુકૂન અને મોજમસ્તી માટે પણ કાઢી શકશો. સંબંધીઓ તથા મિત્રો સાથે વાર્તાલાપ કે મેલજોલથી અનેક સમસ્યાઓનો ઉકેલ પણ મળી શકે છે. તમે તમારા વ્યક્તિત્વ અને વ્યવહારને નિખારવા માટે પણ થોડા ખાસ નિયમ બનાવશો.
નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યોમાં અન્યની દખલ થવા દેશો નહીં. તમારી સફળતાનો અન્ય સામે દેખાડો ન કરો. તેનાથી તમારા વિરોધીઓમા ઇર્ષ્યાની ભાવના આવી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઈ નવી યોજના બનાવતા પહેલાં તેને લગતી સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવી જરૂરી છે.
લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી પરેશાની રહેશે.
----------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- કોઇ મિત્રની મદદથી છેલ્લાં થોડા સમયતી ચાલી રહેલી ચિંતા અને પરેશાનીઓથી રાહત મળી શકે છે. તમારી દિનચર્યા તથા વિચારશૈલીમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. આ સમયે કોઇ પ્રકારની યાત્રાને ટાળો તો સારું રહેશે.
નેગેટિવઃ- બાળકોની ગતિવિધિઓ પ્રત્યે બેદરકાર ન રહો. આ સમયે તેમની સાથે થોડો સમય પસાર કરવો અને કાઉન્સલિંગ કરવું જરૂરી છે. બજેટ કરતા વધારે ખર્ચ ન કરો તો સારું રહેશે.
વ્યવસાયઃ- વેપારમાં થોડી નવી જવાબદારીઓ મળી શકે છે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
----------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ચિંતા અને પરેશાનીનું સમાધાન મળશે. તમે તમારા બળે દરેક કામ કરવાની ક્ષમતા રાખશો. વ્યક્ત હોવા છતાંય સંબંધીઓ અને મિત્રો માટે પણ સમય કાઢવો સંબંધોને વધારે મજબૂત કરશે.
નેગેટિવઃ- ક્યારેક અતિ આત્મવિશ્વાસની સ્થિતિ નુકસાન આપી શકે છે. ઉધાર આપેલાં રૂપિયા હાલ પાછા મળવાની આશા નથી. વિદ્યાર્થી વર્ગ પણ આ સમયે પોતાના અભ્યાસ ઉપર યોગ્ય ધ્યાન આપી શકશે નહીં.
વ્યવસાયઃ- વ્યવસાયમાં અનુકૂળ પરિણામ મળવાની આશા છે. આ સમયે માર્કેટિંગને લગતાં કાર્યોને વધારે મહત્ત્વ આપો.
લવઃ- ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખવામાં તમારો વિશેષ સહયોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી પરેશાનીથી બચવા માટે આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો.
----------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં સંતુલન જાળવી રાખવાથી સુખમય વાતાવરણ બની રહેશે. આ સમયે આર્થિક લાભને લગતી સારી શક્યતાઓ બની રહી છે. વિદ્યાર્થીઓ પણ પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રાખે.
નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, નહીંતર તમારા માન-સન્માન ઉપર પણ વાત આવી શકે છે. કોઈપણ કાર્યમાં રિસ્ક લેવાનું ટાળો. આ સમયે સહજતાથી જ તમારી દિનચર્યા પસાર કરવી યોગ્ય છે.
વ્યવસાયઃ- કામકાજમાં આજે કોઈ ખાસ સફળતા તો મળશે નહીં, પરંતુ કાર્યસ્થળે ચાલી રહેલો વિવાદ આજે દૂર થશે.
લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોની સલાહ માટે ફાયદાકારક અને સુકૂન આપનાર સમય રહેશે
સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ અનુભવ થઈ શકે છે.
----------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- રચનાત્મક કાર્યો સાથે અભ્યાસમા પણ રસ વધશે. કોઇ જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી વધારે સુકૂન અનુભવ કરી શકો છો. મીડિયા તથા સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો.
નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે ગેરસમજના કારણે વાદ-વિવાદ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. શાંતિપૂર્ણ રીતે સમસ્યાને સમજવાની કોશિશ કરો. કોઇ પાસેથી વધારે આશા રાખવાની જગ્યાએ તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો.
વ્યવસાયઃ- જો કોઇ જગ્યાએ રોકાણ કરવાની યોજના બની રહી છે તો સમય અનુકૂળ છે.
લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
----------------------------
ધનઃ-
પોઝિટિવઃ- માનસિક અને આત્મિક સુખ-શાંતિનો અનુભવ કરશો. ઇચ્છિત કાર્ય સમયે પૂર્ણ થઇ જવાથી મન પ્રસન્ન રહેશે. જો તમે સ્વયંનો વિકાસ કરવા માગો છો તો તમારે તમારા સ્વભાવમાં થોડું સ્વાર્થીપણું પણ લાવવું પડશે.
નેગેટિવઃ- જીવનમાં બધું જ હોવા છતાં એકલતાનો અનુભવ થશે. કોઇ અજાણી વસ્તુની શોધનો અનુભવ થશે, પરંતુ થોડું મનન અને આત્મવિશ્લેષણ કરવાથી તમે આ દુવિધાથી પોતાને બહાર લાવવામાં સક્ષમ રહેશો.
વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે, પરંતુ સાથે જ ખર્ચ પણ વધારે રહેશે.
લવઃ- પારિવારિક લોકો સાથે ઘરની સજાવટને લગતી યોજના બનશે.
સ્વાસ્થ્યઃ- સીઝનલ બીમારીઓનો સંકેત મળી રહ્યો છે.
----------------------------
મકરઃ-
પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. સુકૂન અને શાંતિદાયક દિવસ પસાર થશે. ઘરેલુ કાર્યોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવાની કોશિશ કરશો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ રહેશે.
નેગેટિવઃ- આ સમયે કોઇપણ પ્રકારનું દેવુ લેવાથી બચવું. અન્યની આલોચનામાં સમય તથા ઊર્જા નષ્ટ ન કરો. તમારી યોગ્યતા અને આવડત ઉપર પ્રશ્ન ઊભો થઇ શકે છે. એટલે સાવધાન રહેવું જરૂરી છે.
વ્યવસાયઃ- વેપારમાં ફાયદો આપતી નવી યોજનાઓ બનશે.
લવઃ- પતિ-પત્નીમાં ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થવાની શક્યતા છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક રહી શકે છે.
----------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- આ સમયે આર્થિક લાભને લગતી સારી સંભાવનાઓ બની રહી છે. એટલે તમારા કાર્યો પ્રત્યે સંપૂર્ણ રૂપથી ધ્યાન કેન્દ્રિત રાખો. પરિવાર તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં તાલમેલ પણ જાળવી રાખવામાં તમે સફળ રહેશો.
નેગેટિવઃ- અપરિચિત વ્યક્તિઓ સાથે કોઇ પ્રકારનો વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો. નહીંતર તમે કોઇ નુકસાન કે ષડ્યંત્રના શિકાર થઇ શકો છો. રિસ્ક લેનાર વ્યક્તિઓથી દૂર રહો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલો તણાવ કોઇની મધ્યસ્થતાથી ઉકેલાઇ જશે.
લવઃ- પરિવારમાં વાતાવરણ સુખમય રહેશે.
સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થાક અને શારીરિક નબળાઇ રહેશે.
----------------------------
મીનઃ-
પોઝિટિવઃ- ઘણા સમય પછી મિત્રો સાથે મુલાકાત કે વાર્તાલાપ થવાથી સુખ અને ઉમંગ અનુભવ કરી શકો છો. તમારા ભાવી લક્ષ્યો પ્રત્યે યોગ્ય રીતે કામ કરવામાં તમે સફળ પણ થઈ શકો છો.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારું કોઇ નજીકનું સંબંધી તમારી પરેશાનીનું કારણ બની શકે છે. એટલે દરેક કાર્યો ઉપર નજર રાખો. ધનની લેવડ-દેવડને લગતા મામલાઓમા કોઇના ઉપર વધારે વિશ્વાસ કરવો નુકસાનદાયી રહી શકે છે.
વ્યવસાયઃ- દિવસની શરૂઆતમા વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઇ પ્રકારના વિઘ્નનો સામનો કરવો પડી શકે છે.
લવઃ- પારિવારિક વાતાવરણ મધુર અને સુખમય જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે સાવધાન રહેવું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.