• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal Saptahik Horoscope 12 To 18 June 3rd Week 2022: June Weekly Rashifal 2022, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

12 થી 18 જૂનનું રાશિફળ:મિથુન રાશિના લોકોને અટવાયેલાં રૂપિયા પાછા મળશે અને ધન રાશિના લોકોને કિસ્મતનો સાથ મળશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

12 થી 18 જૂનની વચ્ચે સૂર્ય અને શુક્રનું રાશિ પરિવર્તન થશે જેથી આ દિવસોમાં વૃષભ રાશિના લોકોને સારા સમાચાર મળશે. મિથુન રાશિના લોકોને અટવાયેલાં રૂપિયા મળશે અને લેવડ-દેવડમાં પણ ફાયદો થવાના યોગ છે. આ સપ્તાહ વૃશ્ચિક રાશિના લોકોના બિઝનેસમાં આવતા વિઘ્નો દૂર થશે અને નોકરિયાત લોકો માટે પણ સમય સારો રહેશે. ધન રાશિના લોકોને કિસ્મતનો સાથ મળશે. ત્યાં જ, અન્ય રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર જોવા મળી શકે છે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ......

મેષઃ-

પોઝિટિવઃ- તમારા કાર્યોને લગતી નીતિઓ અંગે ફરી વિચાર કરીને તેમાં વધારે સુધાર લાવવામાં સક્ષમ રહેશો. જો કોઈ વારસાગત સંપત્તિને લગતો મામલો ચાલી રહ્યો છે તો તેનો સરળતાથી ઉકેલ મળી શકે છે.

નેગેટિવઃ- વધારે ભાવુકતાથી બચવું તથા કોઈ પાસેથી વધારે આશા ન રાખવી. માતા-પિતા કે કોઈપણ વડીલ વ્યક્તિના માન-સન્માનને ઠેસ પહોંચાડશો નહીં. તેમના આશીર્વાદ અને સલાહનું સન્માન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક વિકાસ માટે કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ તમારા સંપર્ક સૂત્ર માટે ખૂબ જ લાભદાયી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થાક અને તણાવ હાવી રહી શકે છે.

-----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ભાવુકતાની જગ્યાએ ચતુરાઈ અને વિવેક દ્વારા કામ લેવું. જેથી તમે કોઈપણ સમસ્યાને યોગ્ય રીતે ઉકેલી શકશો. બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળવાથી પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. ધાર્મિક આયોજન પણ શક્ય છે.

નેગેટિવઃ- કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ પણ લો. તમારી ભાવુકતા જેવી નબળાઈનો થોડા લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. વધારે તણાવ લેવો તમારા સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક પ્રભાવ પાડશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થિતિ હવે સારી થતી જશે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

-----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ અમુક સમસ્યા હોવા છતાં તમે તમારા સકારાત્મક દૃષ્ટિકોણ અને સંતુલિત વિચારની સાથે આગળ વધી શકશો તથા તમારા કાર્યોને સમય પર પૂર્ણ કરી શકશો.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારના નવા રોકાણને અત્યારે ટાળી દો. કેમ કે ધન સંબંધિત કેટલીક નુકસાનદાયક સ્થિતિ પ્રતીત થઈ રહી છે.

વ્ય​​​​​​​વસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં પરિવારના વરિષ્ઠ લોકોની સલાહ જરૂરથી લેવી, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત કોઈપણ સમસ્યા થઈ શકે છે.

-----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ જ્ઞાનવર્ધક તથા ઉત્તમ સાહિત્ય વાંચવામાં પસાર થશે. નવી-નવી જાણકારીઓને પ્રાપ્ત કરવા પ્રત્યે તમારો રસ વધશે. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવી તમને આત્મિક સુકૂન આપશે. તમે તમારા જીવનની દરેક કસોટી ઉપર ખરા ઉતરવાની કોશિશ કરશો.

નેગેટિવઃ- તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો પણ જરૂરી છે. વાત વિના કોઇ સાથે વિવાદમાં ઉતરશો નહીં. ક્યાંકથી અશુભ કે અપ્રિય સમાચાર મળવાથી નિરાશા રહેશે. બનતાં કાર્યોમાં પણ વિઘ્ન આપી શકે છે. બાળકોની સમસ્યાઓમાં પણ થોડો સમય લગાવો.

વ્યવસાયઃ- વ્યવસાય પ્રત્યે તમે ગંભીરતાથી ઠોસ નિર્ણય લેશો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજનું નિરાકરણ થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

-----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયે કંટાળાજનક દિનચર્યાથી રાહત મેળવવા માટે તમારા રસના કાર્યોમાં પણ સમય પસાર કરો. તમારી દબાયેલી પ્રતિભા અને યોગ્યતાને નિખારવાનો યોગ્ય સમય છે. તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે.

નેગેટિવઃ- આર્થિક સ્થિતિ નબળી રહેવાના કારણે તમારું ધ્યાન થોડી ખરાબ પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઇ શકે છે. એટલે આ સમયે તમે પોતાની જાતને પોઝિટિવ ગતિવિધિઓમાં જ વ્યસ્ત રાખો તો સારું

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય થોડો અનુકૂળ રહી શકે છે.

લવઃ- ઘરની નાની-મોટી વાતોને વધારે ખેંચવી નહીં.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યા તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખી શકે છે.

-----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- જે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે કોશિશ કરી રહ્યા હતાં, આ સપ્તાહ તેના પ્રમાણે પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. મનોબળ તથા આત્મવિશ્વાસ પણ ભરપૂર રહી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે સારા સંપર્ક સ્થાપિત થઈ શકે છે.

નેગેટિવઃ- આર્થિક ગતિવિધિઓ મંદ પડવાના કારણે ચિંતા રહી શકે છે. આ તાત્કાલિક છે એટલે વધારે પરેશાન થવાની જરૂરિયાત નથી. સ્વભાવમાં નેગેટિવિટી લાવવાની જગ્યાએ પોતાના કામ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિના કારણે અત્યાર સુધી જે વ્યવસાયિક ગતિવિધિઓમાં ઘટાડો આવ્યો હતો, તેમાં હવે સુધાર આવશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બાફના કારણે એલર્જી થઈ શકે છે.

-----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં દિવસનો મોટાભાગનો સમય પસાર થશે. સાથે જ મહત્ત્વપૂર્ણ લોકો સાથે લાભદાયી સંપર્ક પણ બનશે. તમારો સ્વભાવ ઘરના વાતાવરણને સુખમય બનાવશે.

નેગેટિવઃ- નકારાત્મક ગતિવિધિઓ તરફ યુવાઓનું ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. તેનાથી દૂર રહો તો સારું. કોઈ પોલિસી વગેરેમાં રોકાણ કરતા પહેલાં તેની જાણકારી પ્રાપ્ત કરી લો. ખરાબ નિર્ણયના કારણે પછતાવું પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક યોજનાઓ સફળ રહી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને પગમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

-----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- જો પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતી કોઈ ગતિવિધિ ચાલી રહી છે તો આ સપ્તાહ તેને લગતા કામ થઈ શકે છે. પરિવારમાં કોઈ ધાર્મિક આયોજનને લગતી યોજના બનશે. ઘરની દેખરેખને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. તેના કારણે તમારે તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ ટાળવા પણ પડી શકે છે. તમારા વિચારો પોઝિટિવ રાખો, તણાવ લેવાથી બચવું.

વ્યવસાયઃ- આ સપ્તાહ વ્યવસાયિક કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થતાં જશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ વાહન દ્વારા ઈજા પહોંચવાની શક્યતા છે.

-----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઈપણ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ જાળવી રાખવો તમારો વિશેષ ગુણ છે. આ સમયે ભાગ્યથી વધારે તમે તમારા કર્મ ઉપર વિશ્વાસ રાખો. કર્મ કરવાથી ભાગ્ય જાતે જ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓને કોઈ પ્રોજેક્ટમાં અસફળતા મળવાના કારણે તેમના આત્મબળમાં ઘટાડો આવી શકે છે. માતા-પિતાની જવાબદારી છે કે થોડો સમય બાળકો સાથે પસાર કરે. પોતાના વ્યક્તિગત કાર્યોમાં પણ ધ્યાન આપો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં સહયોગીઓ અને કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે.

લ​​​​​​​વઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે પેટને લગતી થોડી સમસ્યા રહી શકે છે.

-----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમે થોડાં સમયથી જે લક્ષ્ય નિર્ધારિત કર્યાં છે. આ સપ્તાહ તેના ઉપર કામ કરવાનો ઉત્તમ સમય છે. ધાર્મિક અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલાં કાર્યો પ્રત્યે રસ વધશે.

નેગેટિવઃ- કોઇ નજીકના મિત્ર અથવા સંબંધી સાથે મનમુટાવ થઇ શકે છે. કોઇપણ પ્રકારની યાત્રા કરતાં પહેલાં સાવધાની રાખો

વ્યવસાયઃ- મીડિયા સાથે સંબંધિત ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ થઇ શકે છે.

-----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારા પરિવારમાં સારી વ્યવસ્થા જાળવી રાખવા માટે જે નિયમ અને કાયદા બનાવ્યાં છે, તેના કારણે ઘરમાં અનુશાસિત અને સુખદ વાતાવરણ રહેશે. થોડા સમયથી ચાલી રહેલી ઘરેલૂ પરેશાનીનું પણ સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ- ઘરના વડીલ સભ્યોના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલી આવવાથી તમારી દિનચર્યા થોડી અસ્ત વ્યસ્ત રહી શકે છે. આ સમયે બાળકો સાથે પણ તેમની સમસ્યાઓનો ઉકેલ મેળવવો જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યક્તિગત કામ વધારે રહેવાના કારણે કાર્યક્ષેત્રમાં ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસની સમસ્યાથી રાહ મેળવવા માટે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી જરૂરી છે.

-----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આસપાસનું વાતાવરણ સુખદ રહેશે. નવી-નવી યોજનાઓ દિમાગમાં આવશે અને નજીકના સંબંધીઓની મદદથી તે યોજનાઓને શરૂ કરવામાં સફળતા પણ મળશે. પરિવારમાં કોઈ વ્યક્તિના લગ્નને લગતી ખરીદદારી પણ શક્ય છે.

નેગેટિવઃ- ક્યારેક કોઈ નિર્ણય લેવામાં અસમંજસની સ્થિતિ આવી શકે છે. કોઇ વડીલ વ્યક્તિ પાસેથી સલાહ લો. તમારા વ્યવહારને સંયમિત રાખો. તણાવની અસર તમારી ઊંઘ ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ- વેપાર તથા નોકરી, બંને જ કાર્યક્ષેત્રોમાં કોઈ રાજનીતિ બની શકે છે.

લવઃ- લગ્નસંબંધોને મધુર જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક રૂપથી પોઝિટિવ રહેવા માટે યોગ અને મેડિટેશન કરો