તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Rashifal February Month 2021 | February 2020 Ka Masik Rashifal (Monthly Horoscope) For EVERY Zodiac Sign (Aries Mesh, Taurus Vrishab, Gemini Mithun, Cancer Karka)

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેબ્રુઆરીનું રાશિફળ:તુલા અને મીન સહિત 5 રાશિના લોકો માટે આ મહિનો સારો રહેશે, નોકરી અને બિઝનેસમાં ધનલાભના યોગ છે

2 મહિનો પહેલા
  • સિંહ, મકર અને કુંભ રાશિના લોકોએ આ મહિને સાવધાન રહેવું પડશે, નુકસાન થવાના યોગ બની રહ્યા છે

ફેબ્રુઆરીમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્ર રાશિ પરિવર્તન કરશે. આ 5 ગ્રહની ચાલમાં ફેરફારની અસર બધી રાશિઓ પર પડશે, જેથી મેષ, કર્ક, કન્યા, તુલા અને મીન રાશિના લોકો માટે આ મહિનો શુભ રહેશે. નોકરી અને બિઝનેસમાં ઉન્નતિ મળવાના અવસર મળી શકશે. આર્થિક સ્થિતિમાં સુધારa આવશે. આ સિવાય વૃષભ, મિથુન, વૃશ્ચિક અને ધન રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. આ 4 રાશિના લોકોને ધનલાભ અને ફાયદો તો થશે, પરંતુ માનસિક તણાવ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થશે. ત્યાં જ, સિંહ, મકર અને કુંભ રાશિના લોકોએ આ મહિને સાવધાન રહેવું પડશે. આ 3 રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને ધનહાનિ થઇ શકે છે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે, સાથે જ સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ રહેશે.

કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે 12 રાશિનું ફળઃ-

મેષઃ- મહિનાની શરૂઆતમાં આવક વધશે, સાથે જ ખર્ચ પણ વધારે રહેશે. ફાયદો આપનાર સમય રહેશે. આ દિવસોમાં સાથે કામ કરતા લોકો, મિત્રો અને ભાઇઓ પાસેથી પણ તમને મદદ મળશે. બિઝનેસ કરનાર લોકોને ઉન્નતિ મળી શકે છે. સ્વાસ્થ્યને લગતા મામલે આ મહિનો તમારા માટે સારો રહેશે. લવ લાઇફ પણ સારી રહેશે. આ મહિને કોઇ વાતથી તમે દુઃખી પણ થઇ શકો છો. નોકરીમાં પડકારનો સામનો કરવો પડશે અને મહેનત પણ વધારે રહેશે.

વૃષભઃ- મહિનાની શરૂઆત ઠીક રહેશે. આર્થિક મામલે સફળતા મળશે. નવું રોકાણ થવાના યોગ બની રહ્યા છે. મહિનાની વચ્ચે કોઇ સાથે વિવાદ થઇ શકે છે. મોટા નિર્ણય લેવામાં મૂંઝવણ થશે. શું કરવું, શું ન કરવું જેવી સ્થિતિ બનશે. પરિણીત લોકોના જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. કોઇ વાત પર પરિવારમાં પણ વિવાદ પણ થઇ શકે છે. આ બધાને કારણે તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. આ મહિને નવા કામની શરૂઆત કરવાથી બચવું. જૂના કામને પૂર્ણ કરવામાં જ સમજદારી રહેશે.

મિથુનઃ- મહિનાની શરૂઆત ઠીક રહેશે નહીં. મોટા નિર્ણય સાચવીને લેવા પડશે. કામકાજમાં સાવધાની રાખવી પડશે. મહિનાના અન્ય દિવસો ઠીક રહેશે. આ મહિને કોઇ સારા સમાચાર પણ મળી શકે છે. વિચારેલાં કાર્યો પૂર્ણ થશે. તમને મહેનતનો ફાયદો મળી શકશે. ઉન્નતિના પણ યોગ બની રહ્યા છે. આ દિવસોમાં જમીન-સંપત્તિ સાથે જોડાયેલાં મામલાઓ સરળતાથી પૂર્ણ થઇ જશે, જેનો ફાયદો આવનારા દિવસોમાં પણ મળી શકશે.

કર્કઃ- આ મહિને કોઇ સારા સમાચાર તમને મળી શકે છે. મિત્ર અને સાથે કામ કરતા લોકોની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. અટવાયેલા રૂપિયા પાછા મળવાના યોગ બની રહ્યા છે. પ્રોપર્ટીને લગતી ખરીદદારી અને વેચાણમાં ફાયદો થઇ શકે છે. કોર્ટ-કચેરીના મામલે તમને સફળતા મળી શકે છે. કોઇ નવું કામ કે જવાબદારી મળી શકે છે. આસપાસ અને સાથે કામ કરતા લોકોની વચ્ચે તમારી સારી ઇમેજ બનશે. સ્વાસ્થ્યને લગતા મામલે સાવધાની જાળવવી પડશે. આ મહિને નોકરી અને બિઝનેસ સાથે જોડાયેલા મોટા નિર્ણય પણ બને તેવી સંભાવના છે.

સિંહઃ- આ મહિને કામકાજ અને જવાબદારીઓ વધશે. મહેનત પણ વધારે કરવી પડશે. નવું વાહન ખરીદવાના પણ યોગ બની રહ્યા છે. આ મહિને કામકાજ અને પરિવારમાં તાલમેલ જાળવી રાખવો પડશે, નહીંતર વિવાદ થઇ શકે છે. આ મહિને કોઇ બનતું કામ ખરાબ થઇ શકે છે. નોકરી કે બિઝનેસમાં કામ પૂર્ણ ન થવાથી અધિકારીઓ નિરાશ થઇ શકે છે. લવ લાઇફ માટે પણ સમય ઠીક નથી. સાસરિયાં પક્ષથી કોઇ ખરાબ સમાચાર મળવાની સંભાવના છે. સ્વાસ્થ્યને લગતા મામલે સમય ઠીક નથી.

કન્યાઃ- આ મહિને તમને નક્ષત્રોનો સાથ મળી શકે છે. ચલ-અચલ સંપત્તિ સાથે જોડાયેલા મામલાઓ પૂર્ણ થઇ શકે છે. અટવાયેલાં કાર્યો પણ પૂર્ણ થઇ શકે છે. પારિવારિક મામલાઓ માટે સમય સારો રહેશે. લવ લાઇફ અને લગ્નજીવનમાં સુખ વધશે. ગેરસમજ દૂર થશે. કોઇ સારા સમાચાર મળી શકે છે. ધનલાભ અને ફાયદાના યોગ બની રહ્યા છે. નવાં કામ અને નવી જવાબદારીઓ મળી શકે છે. નોકરિયાત લોકોને નક્ષત્રોનો સાથ મળી શકે છે. જોકે કામકાજમાં મહેનત વધારે રહેશે. એનો ફાયદો મળી શકશે..

તુલાઃ- નોકરિયાત લોકો માટે આ મહિનો શુભ રહેશે. બિઝનેસ કરનાર લોકોને ફાયદો મળશે. નવી યોજનાઓ બનશે અને એના ઉપર કામ શરૂ થશે, જેનો ફાયદો આવનારા દિવસોમાં મળશે. આ મહિને ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. ઇચ્છાઓ અને શોક પૂર્ણ થઇ શકે છે. નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થઇ શકે છે. મોટા અને ખાસ લોકો સાથે મુલાકાત થઇ શકે છે. આ મહિને સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. જૂની બીમારીઓથી પરેશાનીઓ વધી શકે છે. દુર્ઘટનાઓ થવાની સંભાવના છે.

વૃશ્ચિકઃ- આ મહિને કોઇ સારા સમાચાર મળી શકે છે. રોકાણ માટે પણ આ મહિનો સારો છે. આ મહિને કરેલું રોકાણ આવનારા દિવસોમાં ફાયદો આપી શકે છે. આસપાસના અને સાથે કામ કરનાર લોકો પાસેથી મદદ મળી શકે છે. મહેનત વધારે થશે, પરંતુ એનો ફાયદો પણ વધારે જ મળશે. બિઝનેસમાં ફાયદાકારક નિર્ણય અને રોકાણ થઇ શકે છે. લવ લાઇફ અને લગ્નજીવન માટે આ મહિનો સારો રહેશે. મહિનાના થોડા દિવસોમાં ખર્ચ વધી શકે છે, જેનાથી આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. કામકાજમાં બેદરકારી કરવાથી બચવું પડશે. સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઇ શકે છે.

ધનઃ- આ મહિનો મિશ્રિત રહેશે. આ મહિને તમે જરૂરી કાર્યોને યોગ્ય રીતે કરી શકશો અને એનો ફાયદો પણ તમને મળી શકશે. નવા મકાન સાથે જોડાયેલી યોજનાઓ આ દિવસોમાં બની શકે છે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવે એવા યોગ બની રહ્યા છે. પ્રોપર્ટીને લગતા મામલાઓ આગળ વધી શકે છે. આ મહિનો કોર્ટ-કચેરીના મામલે સફળતા મળી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા મોટા નિર્ણય પણ લેવાઇ શકે છે. આ મહિને સાવધાન રહેવું પણ જરૂરી છે. કોઇ ષડયંત્રના શિકાર તમે થઇ શકો છો. સ્વાસ્થ્યને લગતા મામલે સાવધાન રહેવું પડશે. પેટ સાથે જોડાયેલી પરેશાની થઇ શકે છે. કામકાજમાં મહેનત વધારે રહેશે.

મકરઃ- નોકરિયાત અને બિઝનેસ કરનારા લોકોએ આ મહિને સાવધાન રહેવું પડશે. કામકાજમાં ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. કોઇ ખરાબ સમાચાર પણ મળી શકે છે. નોકરીમાં ફેરફાર થવાના યોગ છે. દુશ્મન પરેશાન કરી શકે છે. તમારા વિરુદ્ધ કોઇ ષડયંત્ર બની શકે છે. આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. કોઇ રહસ્યની વાત સામે આવે એવી સંભાવના છે. આ મહિને કોઇ દુર્ઘટના પણ બની શકે છે. કોઇની વાતમાં આવીને ખોટા નિર્ણય લઇ શકો છો. આ મહિને મહેનત વધારે કરવી પડશે.

કુંભઃ- મહિનાની શરૂઆતમાં વિવાદ થઇ શકે છે. થોડા ફાયદા માટે ખરાબ લોકો સાથે સોદો કરી શકો છો. આ સમયે બિઝનેસમાં જોખમ ન લેવું જ સમજદારી રહેશે. સુખ-સુવિધાની વસ્તુઓ પર ખર્ચ થઇ શકે છે. કામકાજ અને મહેનત વધારે રહેશે. મનમાં અજાણ્યો ભય બની રહેશે. જૂની ભૂલોનું નુકસાન પણ આ મહિને થઇ શકે છે. ભાઇઓ, મિત્રો તથા સાથે કામ કરતા લોકો સાથે વિવાદ થઇ શકે છે. પરિવારમાં કોઇનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. આ મહિને યાત્રાના પણ યોગ બની રહ્યા છે. સમજી-વિચારીને જ કોઇ કામ કરવું.

મીનઃ- મહિનાની શરૂઆતના દિવસોમાં જરૂરી અને મોટાં કામ પૂર્ણ થશે. યાત્રા કે સ્થાન પરિવર્તન થવાના યોગ બની રહ્યા છે. નોકરિયાત લોકોને અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. કામકાજનાં વખાણ થશે. નવી યોજનાઓ બનશે. નવાં કામ શરૂ થઇ શકે છે. કોઇ ખાસ અને પ્રભાવશાળી વ્યક્તિને મળવાનું થશે. આ મહિને ચલ-અચલ સંપત્તિ ખરીદવાના યોગ બની રહ્યા છે. થોડા ખાસ લોકોની મદદ મળી શકે છે. સ્વાસ્થ્યને લગતા મામલે ધ્યાન આપવું પડશે. બિઝનેસ કરનારા લોકો સાવધાની સાથે લેવડ-દેવડ કરશે તો નુકસાનથી બચી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો