તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ સપ્તાહના છેલ્લાં 2 દિવસ એટલે 20-21 ફેબ્રુઆરીએ તિથિ, વાર અને નક્ષત્રો મળીને શુભયોગ બનાવી રહ્યા છે. જેના કારણે પ્રોપર્ટી અને વાહન સાથે જ દરેક પ્રકારની ખરીદદારી માટે આ 2 દિવસ ખૂબ જ શુભ રહેશે. આ દિવસોમાં મંગળ, બુધ અને શુક્ર ગ્રહની ચાલમાં પણ ફેરફાર થવાનો છે. જેની અસર બધી જ રાશિઓ ઉપર પડશે.
5 શુભયોગ અને 3 ગ્રહોની ચાલમાં ફેરફારઃ-
આ સપ્તાહના છેલ્લાં 2 દિવસોમાં સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને રવિયોગ બનશે. સાથે જ, મંગળ-ચંદ્રની યુતિ હોવાથી મહાલક્ષ્મી યોગ પણ બનશે. આ સપ્તાહ 20 ફેબ્રુઆરી, શનિવારે શુક્ર ગ્રહ મકર રાશિમાંથી કુંભ રાશિમં પ્રવેશ કરશે. ત્યાં જ, તેના પછીના દિવસે એટલે 21 તારીખે મંગળ ગ્રહ પણ પોતાની રાશિ છોડીને વૃષભમાં પ્રવેશ કરશે અને મકર રાશિમાં બુધની ચાલ બદલાશે. આ ગ્રહ સીધી ચાલથી ચાલવા લાગશે. આ દિવસોમાં પ્રોપર્ટી અને વાહન ખરીદદારીનું વિશેષ મુહૂર્ત પણ છે.
20 ફેબ્રુઆરી, શનિવારઃ આ દિવસોમાં તિથિ, વાર અને નક્ષત્ર મળીને સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ નામના 2 મોટા શુભ યોગ બની રહ્યા છે. તેમાં નવા અને ખાસ કામની શરૂઆત કરવાથી સફળતા મળે છે. સાથે જ દરેક પ્રકારના માંગલિક કાર્યો પણ કરી શકાય છે. આ દિવસોમાં નોકરીમાં કોઇ પદ ગ્રહણ કરવા કે નવા બિઝનેસની શરૂઆત કરવાથી સફળતા મળે છે. આ દિવસે શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન કરવું પણ અનેક રાશિઓ માટે શુભ રહેશે.
21 ફેબ્રુઆરી, રવિવારઃ આ દિવસે રવિયોગ રહેશે. સાથે જ ચંદ્ર મૃગશિરા નક્ષત્ર સાથે પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે. મંગળનો નક્ષત્ર હોવાથી આ દિવસે પણ પ્રોપર્ટી અને વાહન ખરીદદારી માટે વિશેષ મુહૂર્ત છે. સાથે જ અનેક પ્રકારની જરૂરી વસ્તુઓની ખરીદદારી પણ આ દિવસે કરવામાં આવી શકે છે. રવિવારે મંગળ ગ્રહ વૃષભ રાશિમાં જશે અને બુધ મકર રાશિમાં જ માર્ગી થઇ જશે એટલે સીધી ચાલ ચાલવા લાગશે.
આ 2 દિવસોમાં થઇ શકે તેવા કામઃ-
20 અને 21 ફેબ્રુઆરીએ ઘરેણા, ફર્નીચર, કપડાં અને અન્ય જરૂરી સામાનની ખરીદદારી માટે શુભ મુહૂર્ત રહેશે. આ 2 દિવસોમાં કોઇપણ પ્રકારના ખાસ કામની શરૂઆત કરી શકાય છે. શનિવારે આર્દ્રા નક્ષત્ર દરમિયાન જૂની વસ્તુઓ વેચવાથી ફાયદો મળશે. આ દિવસોમાં સેકેન્ડ હેન્ડ વસ્તુઓ પણ ખરીદી શકાય છે. સાથે જ, આ દિવસોમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવાથી સફળતા મળશે.
રવિવારે મૃગશિરા નક્ષત્રમાં કપડાં, ઘરેણા અને ઘરની સજાવટમાં ઉપયોગમાં આવતી જરૂરી વસ્તુઓની ખરીદદારી આ કરી શકાય છે. આ દિવસોમાં એવા કામની શરૂઆત કરવામાં આવી શકે છે જે કળા અને રચનાત્મકતા સાથે જોડાયેલી હોય છે. મૃગશિરા નક્ષત્રમાં કરેલાં કાર્યોથી દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત થાય છે. આ નક્ષત્ર દરમિયાન પ્રોપર્ટી અને વાહન ખરીદદારી કરવું શુભ માનવામાં આવે છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.