21 જૂને બે ખગોળીય ઘટના:દુર્લભ ગ્રહ સ્થિતિમાં સૂર્ય ગ્રહણ થશેઃ 6 ગ્રહ વક્રી રહેશે, 500 વર્ષોમાં આવી સ્થિતિ બની નથી

2 વર્ષ પહેલાલેખક: વિનય ભટ્ટ
  • સદીનું આવું બીજું સૂર્યગ્રહણ જે 21 જૂને થશે
  • 2 ખગોળીય ઘટના, કર્ક રેખાની ઠીક ઉપર સૂર્ય હશે અને ગ્રહણ પણ
  • દેશ-દુનિયા સહિત 12માંથી 8 રાશિઓ માટે ગ્રહણ અશુભ રહેશે

21 જૂને બે મોટી ખગોળીય ઘટના થશે. પહેલી ઘટના સૂર્યગ્રહણ છે. તેમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર એવી રીતે આવી જશે કે, સૂર્યનો અડધાથી વધારે ભાગ ઢંકાઇ જશે અને બંગડી જેવો દેખાશે. તેને રિંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે.

બીજી ઘટના, 21 જૂને જ સૂર્ય કર્ક રેખાની ઠીક ઉપર આવી જશે, જેનાથી આ વર્ષનો સૌથી મોટો દિવસ પણ હશે. આ સદીનું બીજુ એવું સૂર્યગ્રહણ છે, જે 21 જૂને થઇ રહ્યું છે. આ પહેલાં 2001માં 21 જૂને સૂર્યગ્રહણ થયું હતું.

જ્યોતિષની દૃષ્ટિએ 21 જૂન, એટલે રવિવારે સૂર્યગ્રહણના દિવસે ગ્રહોની એવી સ્થિતિ બની રહી છે, જે 500 વર્ષોમાં બની નથી. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાના કહેવા પ્રમાણે જેઠ મહિનામાં થતાં આ સૂર્યગ્રહણના સમયે 6 ગ્રહ વક્રી રહેશે. આ સ્થિતિ દેશ અને દુનિયા માટે ઠીક રહેશે નહીં.

6 ગ્રહોના વક્રી થવાથી ગ્રહણ ખાસ રહેશેઃ-
પં. મિશ્રાના કહેવા પ્રમાણે આ ગ્રહણ રાહુગ્રસ્ત છે. મિથુન રાશિમાં રાહુ સૂર્ય-ચંદ્રને પીડિત કરી રહ્યું છે. મંગળ જળ તત્વની રાશિ મીનમાં છે અને મિથુન રાશિના ગ્રહો ઉપર દૃષ્ટિ પડી રહી છે. આ દિવસે બુધ, ગુરુ, શુક્ર અને શનિ વક્રી રહેશે. રાહુ અને કેતુ હંમેશાં વક્રી જ રહે છે. આ 6 ગ્રહોની સ્થિતિના કારણે આ સૂર્યગ્રહણ વધારે ખાસ થઇ ગયું છે.

આગની દુર્ઘટના, વિવાદ અને તણાવની પરિસ્થિતિ બની શકે છેઃ-
પં. મિશ્રાના કહેવા પ્રમાણે દેશમાં આ ગ્રહણની અશુભ અસર જોવા મળશે. વરાહમિહિરના જ્યોતિષ ગ્રંથ બૃહતસંહિતા પ્રમાણે આ ગ્રહણ ઉપર મંગળની દૃષ્ટિ પડવાથી દેશમાં આગની દુર્ઘટના, વિવાદ અને તણાવની સ્થિતિઓ બની શકે છે. જેઠ મહિનામાં આ ગ્રહણ હોવાથી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, કાશ્મીર અને દિલ્હીમાં તેની વિશેષ અસર જોવા મળશે. સાથે જ, યમુના નદીના કિનારે વસેલાં શહેરો ઉપર પણ તેની અશુભ અસર પડશે. ત્યાં જ, અફઘાનિસ્તાન અને ચીન માટે આ ગ્રહણ અશુભ રહેશે.

સૂર્યગ્રહણ ક્યારે અને ક્યાં જોવા મળશેઃ-
રવિવારે સૂર્યગ્રહણ સવારે લગભગ 10.20 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1.49 વાગ્યે પૂર્ણ થશે. તેનું સૂતક 12 કલાક પહેલાં એટલે 20 જૂને રાતે 10.20 વાગ્યે શરૂ થઇ જશે. જે ગ્રહણ સાથે જ પૂર્ણ થશે. આ ગ્રહણ ભારત, નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરબ, યૂએઈ, ઇથિયોપિયા અને કાંગોમાં જોવા મળશે.

12માંથી 8 રાશિઓ માટે અશુભઃ- અશુભ- વૃષભ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન સામાન્ય- મેષ, મકર, કન્યા અને સિંહ

શું કરવું અને શું નહીં-
ગ્રહણના સમયે ઘરની બહાર જવું નહીં. ગ્રહણ પહેલાં સ્નાન કરો. તીર્થ સ્નાન કરી શકો નહીં તો ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો. ગ્રહણ દરમિયાન ભગવાન શિવના મંત્રનો જાપ કરો. શ્રદ્ધા પ્રમાણે દાન કરવું જોઇએ. પં. મિશ્રાના કહેવા પ્રમાણે મુહૂર્ત ચિંતામણી ગ્રંથ પ્રમાણે સૂર્ય ગ્રહણ દરમિયાન સૂવું, યાત્ર કરવી, પાન કે ડાળી તોડવી, લાકડા કાપવા, ફૂલ તોડવા, વાળ અને નખ કાપવા, કપડા ધોવા, સીવણકામ, દાંત સાફ કરવાં, ભોજન કરવું, શારીરિક સંબંધ બાંધવા, ઘોડેસવારી, હાથીની સવારી કરવી અને ગાય-ભેંસનું દૂધ કાઢવું. આ દરેક બાબતો વર્જિત છે.

અન્ય સમાચારો પણ છે...