પર્વ:એપ્રિલ મહિનામાં રામનોમ અને અખાત્રીજ આવશે, આ તિથિઓમાં વિષ્ણુજીની વિશેષ પૂજા કરો

ધર્મ દર્શન ડેસ્ક2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2 એપ્રિલે ચૈત્ર નોરતાનો છેલ્લો દિવસ, 8 તારીખે પૂનમ

એપ્રિલ મહિનામાં ભગવાન શ્રીવિષ્ણુના અવતાર શ્રીરામ અને પરશુરામનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. આ તિથિએ ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અર્પણ કરવા જોઇએ. આ મહિના કઇ ખાસ તિથિ આવશે તે વિશે જાણીશું. > બુધવાર, 1 એપ્રિલ એટલે આજે ચૈત્ર નવરાત્રિની આઠમ તિથિ છે. આ દિવસે દુર્ગા માતાને લાલ ફૂલ અને લાલ ચુંદડી ચઢાવો. વ્રત કરો. ગરીબ વ્યક્તિને દાન કરો. > ગુરૂવાર, 2 એપ્રિલે ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ છે. આ દિવસે શ્રીરામ નવમી પણ ઉજવવામાં આવશે. ગુરૂવારે દુર્ગા માતાની પૂજા સાથે કન્યાઓને દાન-દક્ષિણા આપવી જોઇએ. આ તિથિએ શ્રીરામચરિત માનસની જયંતી પણ ઉજવવામાં આવે છે. શ્રીરામ સાથે જ ભગવાન વિષ્ણુ અને શ્રીરામચરિત માનસની વિશેષ પૂજા કરો. શ્રીહરિને પીળા વસ્ત્ર ચઢાવો. > શનિવાર, 4 એપ્રિલે કામદા એકાદશી છે. આ તિથિએ વિષ્ણુજી માટે વ્રત કરો. સૂર્યાસ્ત બાદ તુલસી પૂજા કરો. > સોમવાર, 6 એપ્રિલે ભગવાન મહાવીરની જયંતી છે. આ તિથિએ મહાવીર સ્વામીનો અભિષેક કરો. > મંગળવાર, 7 એપ્રિલે વ્રતની પૂનમ છે. ત્યાર બાદ બુધવારે સ્નાન અને દાનની પૂર્ણિમા છે. આ દિવસોમાં ઘરે જ બધા તીર્થનું ધ્યાન કરીને સ્નાન કરો અને ત્યારબાદ જરૂરિયાતમંદ લોકોને દાન કરો. > શુક્રવાર, 10 એપ્રિલે ગુડ ફ્રાઇડે છે. આ દિવસ ઈસા મસીહને સમર્પિત છે અને આ દિવસે વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. > શનિવાર, 11 એપ્રિલે ગણેશ ચોથ છે. આ વ્રત ગણેશજી માટે કરવામાં આવે છે. સૂર્યાસ્ત બાદ ભગવાન ગણેશ અને ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે. > રવિવાર, 12 એપ્રિલે ઈસા મસીહ સાથે સંબંધિત ઇસ્ટર સંડે છે. આ દિવસે પણ વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. > સોમવાર, 13 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ ખરમાસ પૂર્ણ થઇ જશે. > શનિવાર, 18 એપ્રિલે વરૂથિની એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરો > બુધવાર, 22 એપ્રિલે અમાસ છે. આ તિથિએ પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવું જોઇએ. આ મહિને ગુરૂવારે પણ અમાસ તિથિ છે. > રવિવાર, 26 એપ્રિલે અક્ષય તૃતીયા છે. આ તિથિએ ભગવાન પરશુરામ પ્રકટ થયા. આ દિવસે છત્રી અને માટલાનું દાન કરવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...