ગ્રહ ગોચર:રોહિણી નક્ષત્રમા સૂર્ય ઉપર રાહુની છાયા પછી રહી છે, અશુભ અસરથી બચવા માટે દાન અને સૂર્યને અર્ઘ્ય આપો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૂર્ય પૂજાથી કામકાજમાં આવી રહેલા વિઘ્નો દૂર થાય છે અને શારીરિક પરેશાનીઓથી પણ રાહત મળે છે

25 મેના રોજ સૂર્ય રોહિણી નક્ષત્રમા આવી ગયો છે. હવે 8 જૂન સુધી આ નક્ષત્રમા રહેશે. આ નક્ષત્રમા રાહુ પહેલાથી જ છે. એટલે હવે સૂર્ય ઉપર રાહુની છાયા પણ પડી રહી છે. હવે સૂર્ય, રાહુ અને શુક્ર આ ત્રણેય ગ્રહ વૃષભ રાશિમા છે. આ પ્રકારે સૂર્ય બે દુશ્મન ગ્રહો સાથે યુતિ બનાવી રહ્યો છે. જેની અશુભ અસર બધી જ રાશિઓ ઉપર પડી રહી છે. સૂર્યના ઉપાય અને પૂજા કરવાથી અશુભ અસરમા ઘટાડો આવી શકે છે.

સૂર્યની અશુભ અસરથી બચવા માટે શું કરવું જોઈએઃ-
ભવિષ્ય પુરાણના બ્રાહ્મ પર્વમા સૂર્ય પૂજાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ અધ્યાયમા શ્રીકૃષ્ણએ સાંબને સૂર્યનો મહિમા જણાવ્યો છે. જેના પ્રમાણે પૂજા, વ્રત અને દાન કરવાથી સૂર્યના અશુભ પ્રભાવમા ઘટાડો આવી શકે છે. સૂર્ય ઉપાસનાથી ઉંમર વધે છે. શારીરિક પરેશાનીઓ દૂર થાય છે અને કામકાજમા આવી રહેલા વિઘ્નો પણ દૂર થવા લાગે છે.

સૂર્ય ઉપાસનાથી ઉંમર વધે છે. શારીરિક પરેશાનીઓ દૂર થાય છે અને કામકાજમા આવી રહેલા વિઘ્નો પણ દૂર થવા લાગે છે
સૂર્ય ઉપાસનાથી ઉંમર વધે છે. શારીરિક પરેશાનીઓ દૂર થાય છે અને કામકાજમા આવી રહેલા વિઘ્નો પણ દૂર થવા લાગે છે

સૂર્ય પૂજા અને ઉપાયઃ-
રોજ સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરવું જોઈએ. તે પછી ઉગતા સૂર્યને જળ ચઢાવવું જોઈએ. જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરો. તેમા ચોખા અને ફૂલ રાખીને સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ. જળ ચઢાવતી સમયે ઓમ ધ્રણિ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે જ શક્તિ, બુદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરવી જોઈએ. આવું કરવાથી સૂર્યની અશુભ અસરથી બચી શકાય છે.

રાહુથી બચવા માટે ભૈરવ પૂજાઃ-
રાહુની અશુભ અસરથી બચવા માટે ભૈરવ પૂજાનું વિધાન ગ્રંથોમા ઉલ્લેખવામાં આવ્યું છે. તેના માટે ભૈરવ મંદિરમા સરસિયાના તેલમાં દીવો પ્રગટાવવો જોઈએ અને અડદના વડા બનાવીને ભગવાન ભૈરવને નૈવેદ્ય ધરાવવું જોઈએ. આ સિવાય ગૌમૂત્રના થોડા ટીપા પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવાથી તેની અશુભ અસરમા ઘટાડો આવી શકે છે.

ભવિષ્ય પુરાણના બ્રાહ્મ પર્વમા સૂર્ય પૂજાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ અધ્યાયમા શ્રીકૃષ્ણએ સાંબને સૂર્યનો મહિમા જણાવ્યો છે
ભવિષ્ય પુરાણના બ્રાહ્મ પર્વમા સૂર્ય પૂજાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ અધ્યાયમા શ્રીકૃષ્ણએ સાંબને સૂર્યનો મહિમા જણાવ્યો છે

શુક્રના ઉપાયઃ-
શુક્રની અશુભ અસરથી બચવા માટે દેવી મંદિરમા ઘી, દહી, સફેદ ફૂલ, કપૂર, સફેદ કપડું, રૂ, સફેદ મીઠાઈ, માવો અથવા ફળનું દાન કરવું જોઈએ. ફળના રસથી દેવી કે શિવજીનો અભિષેક કરવાથી શુક્રની અશુભ અસર ઓછી થઈ શકે છે. આ સિવાય કોઇપણ દેવી મંદિરમા મૂર્તિ ઉપર ફૂલનું અત્તર ચઢાવવાથી શુક્રની અશુભ અસરમા ઘટાડો આવી શકે છે.