નવા વર્ષમાં ગ્રહોની ચાલ:2021માં રાહુ-કેતુ અને શનિ રાશિ પરિવર્તન કરશે નહીં, અન્ય બધા જ ગ્રહોની ચાલ બદલાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બુધ 19 વાર, શુક્ર 15 વાર, સૂર્ય 11 વાર, મંગળ ગ્રહ 7 વાર, ગુરુ 3 વાર અને ચંદ્ર દર સવા બે દિવસે ઘર બદલશે

નવા વર્ષ 2021માં અનેક ગ્રહ પોતાની ચાલ બદલશે તો થોડાં ગ્રહ રાશિ પરિવર્તન કરી નવા ઘરમાં પ્રવેશ કરશે. આખા વર્ષમાં મંગળ ગ્રહ 7વાર, ગુરુ 3 વાર, સૂર્ય 11 વાર, શુક્ર 15 વાર, બુધ 19 વાર અને ચંદ્ર દર સવા બે દિવસમાં રાશિ પરિવર્તન કરશે. ખાસ વાત એ છે કે વર્ષ 2021માં રાહુ-કેતુ અને શનિ પોતાનું રાશિ પરિવર્તન કરશે નહીં.

નવા વર્ષમાં શનિ પોતાની સ્વ રાશિ મકર, રાહુ વૃષભ રાશિમાં અને કેતુ વૃશ્ચિક રાશિમાં જ રહેશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સૂર્યથી લઇને મંગળ સુધી નવા વર્ષમાં પોતાનું રાશિ પરિવર્તન કરશે. ગ્રહોની ચાલ બદલાવાથી વ્યક્તિએ અનેક વાર શુભ તો અનેક વાત અશુભ પરિણામની પ્રાપ્તિ થાય છે. રાશિ પરિવર્તન જાતકોના જીવનમાં ઉન્નતિ, નોકરી અને અચાનક ધન પ્રાપ્તિનો યોગ લઇને આવે છે.

શનિ મકર રાશિમાં આખું વર્ષ વિરાજમાન રહેશેઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે ન્યાયના દેવતા કહેવામાં આવતાં શનિદેવ વર્ષ 2021માં કોઇ રાશિ પરિવર્તન કરશે નહીં. આ રાશિમાં રહીને શનિ આખું વર્ષ જગતને પ્રભાવિત કરશે. શનિદેવને કર્મનો કારક પણ માનવામાં આવે છે, શનિ કર્મ પ્રમાણે ફળ આપે છે.

રાહુ વૃષભ અને કેતુ વૃશ્ચિકમાં આખું વર્ષ રહેશેઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે છાયા ગ્રહ રાહુ વૃષભમાં અને કેતુ વૃશ્ચિક રાશિમાં આખું વર્ષ રહેશે. 23 સપ્ટેમ્બર 2020ના રોજ રાહુ વૃષભ રાશિમાં અને કેતુ વૃશ્ચિક રાશિમાં આવ્યાં હતાં. રાહુ-કેતુના કારણે આખા વિશ્વમાં રાજનીતિ ચરમ પર રહેશે. વિશ્વના અનેક રાજનેતાઓ ઉપર સંકટ છવાયેલું રહેશે.