ધર્મ / પૂનમના દિવસે દાન અને ઉપવાસ કરવાથી અક્ષય પુણ્ય મળે છે, આ તિથિમાં શરૂ કરેલાં કાર્યો સફળ થાય છે

Purnima Vrat, Benefits of Purnima Fasting, Importance and Significance Purnima of April 2020
X
Purnima Vrat, Benefits of Purnima Fasting, Importance and Significance Purnima of April 2020

  • હિંદુ કેલેન્ડર પ્રમાણે દર મહિનાની પૂનમ તિથિ વિશેષ પર્વ તરીકે ઉજવાય છે

દિવ્ય ભાસ્કર

Apr 07, 2020, 10:05 AM IST

પૂનમ તિથિ સુદપક્ષની 15મી તિથિ હોય છે. સુદ પક્ષનો છેલ્લો દિવસ. આ દિવસે ચંદ્ર પોતાની 16 કળાઓથી પૂર્ણ હોય છે. આ તિથિને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. તીર્થ અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતાં દાન અને ઉપવાસથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે.

જ્યોતિષમાં પૂનમનું મહત્ત્વઃ-
સૂર્યથી ચંદ્રનું અંતર જ્યારે 169 થી 180 સુધી હોય છે, ત્યારે પૂર્ણિમા તિથિ આવે છે. જેના સ્વામી સ્વયં ચંદ્રદેવ જ છે. પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર એકદમ સામ-સામે હોય છે. આ બંને ગ્રહોની સ્થિતિથી સમસપ્તક યોગ બને છે. પૂર્ણિમાનું વિશેષ નામ સૌમ્યા છે. પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા શુભ કામનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ ગ્રંથોમાં પૂર્ણિમા તિથિની દિશા વાયવ્ય જણાવવામાં આવી છે.

દર મહિને પૂર્ણિમાને પર્વ તરીકે ઉજવવામાં આવે છેઃ-
દર મહિને પૂર્ણિમાએ કોઇને કોઇ પર્વ જરૂર ઉજવવામાં આવે છે. આ દિવસનું ભારતીય જનજીવનમાં વધારે મહત્ત્વ છે. દર મહિનાની પૂનમે એક સમય ભોજન કરવામાં આવે છે. આ દિવસે ચંદ્રદેવ અથવા ભગવાન સત્યનારાયણનું વ્રત કરવામાં આવે તો દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. સાથે જ, સમૃદ્ધિ અને પદ-પ્રતિષ્ઠા પણ મળે છે.

ચૈત્ર મહિનાની પૂનમે હનુમાન જયંતી ઉજવાય છે.
વૈશાખ મહિનાની પૂનમે બુદ્ધિ પૂર્ણિમા ઉજવાય છે.
જેઠ મહિનાની પૂનમે વટ સાવિત્રી વ્રત ઉજવાય છે.
અષાઢ મહિનાની પૂનમે ગુરૂ પૂર્ણિમા ઉજવાય છે.
શ્રાવણ મહિનાની પૂનમે રક્ષાબંધન ઉજવાય છે.
ભાદરવા મહિનાની પૂનમે ઉમા માહેશ્વર વ્રત કરવામાં આવે છે.
આસો મહિનાની પૂનમે શરદ પૂર્ણિમા ઉજવાય છે.
કારતક મહિનાની પૂનમે પુષ્કર મેળો અને ગુરૂ નાનક જયંતી ઉજવાય છે.
માગસર મહિનાની પૂનમે શ્રીદત્તાત્રેય જયંતી ઉજવાય છે.
પોષ મહિનાની પૂનમે શાકંભરી જયંતી ઉજવાય છે.
મહા મહિનાની પૂનમે સંત રવિદાસ, શ્રી લલિતા અને ભૈરવ જયંતી ઉજવાય છે. તેને માઘી પૂનમ પણ કહેવાય છે.
ફાગણ મહિનાની પૂનમે હોળિકા દહન કરવામાં આવે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી