ટેરો રાશિફળ:સોમવારે KNIGHT OF CUPS કાર્ડ પ્રમાણે સિંહ જાતકોએ ઊતાવળીયા નિર્ણયો લેવાથી બચવું

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ :-THE SUN
તમારા દ્વારા નક્કી કરવામાં આવેલી બાબતો તમારા મનને પ્રસન્ન કરી શકે છે. પૈસા સંબંધિત મોટો લાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. કાર્યક્ષેત્રે અમુક મહત્વપૂર્ણ યોજનાઓ પર કામ શરુ થઈ શકે. મોટા લક્ષ્યોને હાંસલ કરવા માટે તમારે દરેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું પડશે.
કરિયર : કરિયરમાં નવો વળાંક આવી શકે છે.
લવ : રિલેશનશીપ સંબંધીત વાતમાં ધીરે-ધીરે ફેરફાર જોવા મળશે.
હેલ્થ : સ્વાસ્થ્ય સુધારવા માટે લાઇફ સ્ટાઇલ અને ખાન-પાનની આદતોમાં બદલાવ લાવવો જરૂરી છે.
શુભ રંગ : લીલો
શુભ અંક : 3
-------
વૃષભ :-THE WORLD
ઘરનાં લોકો સાથે સમય વીતાવવાનાં કારણે તમારું મન પ્રસન્ન રહેશે. મિત્રો સાથેની મુલાકાત યાદગાર રહેશે. કામ સંબંધિત બાબતો પર ધ્યાન આપીને તમારા વ્યક્તિગત જીવનને સુધારવાનો પ્રયાસ કરો. મોજ-મસ્તી પર વધુ પડતું ધ્યાન આપવું.
કરિયર : કામને કારણે વિદેશ જવાનો મોકો મળી શકે છે.
લવ : રિલેશનશીપમાં બંનેએ ભેગા મળીને પ્રયત્ન કરવો જરૂરી છે.
હેલ્થ : જુની બીમારીઓ દૂર થશે.
શુભ રંગ : લાલ
શુભ અંક : 1
-------
મિથુન :-QUEEN OF PENTACLES
પૈસાની ચિંતા અમુક હદ સુધી પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્રે નવા-નવા અનુભવો તમારો કામ પ્રત્યેનો ઉત્સાહ વધારશે. પરિવાર સંબંધિત જવાબદારીઓને સમજવાનો પ્રયાસ કરો.
કરિયર : કામના સ્થળે કોઈ વ્યક્તિ સાથે ગેરસમજને કારણે કામમાં અવરોધ આવશે.
લવ : યોગ્ય વ્યક્તિ સાથે રિલેશનશીપમાં આગળ વધી શકો છો.
હેલ્થ : શરીરના દુખાવાની અગવડતાને દૂર કરવા માટે, ડૉક્ટરની સલાહ લો.
શુભ રંગ : પીળો
શુભ અંક : 2
-------
કર્ક :-FOUR OF CUPS
દરેક જગ્યાએ એક જ ઝાટકે પ્રગતિ મેળવવાની ઈચ્છા તમારી ચિંતામાં વધારો કરી શકે. લોકો દ્વારા બોલવામાં આવતી બાબતોને નજરઅંદાજ કરીને જે કામ કરવાનું છે તેના વિશે નિશ્ચિંત થઈને વિચારો. તમારી મહેનતનું ફળ તમને જલ્દી જ મળી શકે.
કરિયર : તમને ટૂંક સમયમાં અપેક્ષા કરતાં મોટી તક મળશે. જરાય ચિંતા કરશો નહીં.
લવ : રિલેશનશીપ સંબંધિત બાબતોમાં સંયમ જાળવવો જરૂરી રહેશે.
હેલ્થ : પેટની બીમારીને દુર કરવા માટે ખાવા-પીવામાં સુધારો કરવા જરૂરી છે.
શુભ રંગ : સફેદ
શુભ અંક : 4
-------
સિંહ :-KNIGHT OF CUPS
પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખીને નિર્ણય લેવા. કોઈપણ બાબત અંગે ઊતાવળિયા નિર્ણય ન લેવા. દરેક નિર્ણયનું પરિણામ જાણીને જ આગળ વધવું. માનસિક રુપથી મહેસૂસ થનારી નબળાઈ ફક્ત અત્યારે જ મહેસૂસ થશે અને તેના કારણે પોતાની જાતને જરાપણ નેગેટિવ ન થવા દેતા.
કરિયર : કામના સ્થળે મળેલા દરેક સ્તોત્રનો યોગ્ય રીતે ઉપયોગ કરીને આગળ વધવું જોઈએ.
લવ : સંબંધોને લગતી ચિંતા દૂર કરવા માટે પાર્ટનર અને પરિવારના સભ્યો સાથે બેસીને ચર્ચા કરો.
હેલ્થ : શરીર ડિહાઇડ્રેટ થઇ શકે છે.
શુભ રંગ : કેસરી
શુભ અંક : 7
-------
કન્યા :-EIGHT OF WANDS
જીવનની દરેક ક્ષણે અપેક્ષા મુજબની પ્રગતિ મળતી જણાય. મનમાં ઉત્પન્ન થતી નકારાત્મકતાને દૂર કરવા માટે સંભવ પ્રયાસ કરો. તમારા દ્વારા થતી ભૂલોને સુધારવાની તક મળશે. આ તકનો ભરપૂર ફાયદો ઊઠાવીને પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરો.
કરિયર : કોઇ પણ વ્યક્તિએ આપેલી સલાહને ખોટી રીતે ન લો.
લવ : રિલેશનશીપમાં સુધારો કરવા માટે સમયની જરૂર છે.
હેલ્થ : પેટમાં ઇન્ફેકશનના અનેક કારણો હોય શકે છે.
શુભ રંગ : બ્લૂ
શુભ અંક : 5
-------
તુલા :-THE FOOL
તમારા દ્વારા લેવામાં આવેલ રિસ્ક તમને આવનાર સમયમાં ફાયદો કરાવી શકે પણ આ જ વાત તમારા માટે સમસ્યા ઊભી ન કરે તેનું તમારે વિશેષ ધ્યાન રાખવું પડશે. તમારે તમારી સંગત સુધારવાની જરુરિયાત છે. ફક્ત પૈસાની લાલચનાં કારણે ખોટા વ્યક્તિઓનો સાથ આપવાનાં કારણે તમારે પૈસાનું નુકશાન ભોગવવું પડી શકે છે.
કરિયર : કોઇ પણ કામની શરૂઆત કરતા પહેલાં તે અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી લો.
લવ : પાર્ટનરે તમારા પર જે ભરોસો કર્યો છે, તેનો ખોટો ફાયદો ન લો.
હેલ્થ : લો બીપી અને શુગરની સમસ્યા થઇ શકે છે.
શુભ રંગ : સફેદ
શુભ અંક : 6
-------
વૃશ્ચિક :-TEMPERANCE
કોઈપણ પરિસ્થિતિમાં લાગણીઓની સાથે પ્રેક્ટિકલ વાતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરુર છે. આધ્યાત્મિક બાબતો તરફનો વધુ પડતો ઝુકાવ તમને અન્ય બાબતો પ્રત્યે બેદરકાર ન બનાવી દે, તે ધ્યાન રાખવું. તમારા પ્રયાસો દ્વારા તમે જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકો.
કરિયર : કરિયરમાં અત્યાર સુધી મળેલી પ્રગતિનું અવલોકન કરીને આગામી યોજના બનાવો.
લવ : પાર્ટનર દ્રારા કરવામાં આવેલી ભૂલને માફ કરો.
હેલ્થ : શરદી- ઉધરસની બીમારી થવાની શક્યતા છે.
શુભ રંગ : ગ્રે
શુભ અંક : 9
-------
ધન :-THE MOON
કોઈપણ વ્યક્તિ સાથે વાત કરતા સમયે તેઓની લાગણીઓને ધ્યાનમાં રાખવી. તમારા સ્વભાવમાં આવતું ચીડિયાપણુ અન્ય લોકોને દુખી કરી શકે છે. જાણે-અજાણે કરેલી અમુક વાતો સંબંધોમાં તિરાડ પડવાનું કારણ બની શકે છે. સતર્કતા જરુર રાખવી.
કરિયર : કામની જગ્યા કોઇપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં ફાયદા અને નુકસાન વિશે વિચારો.
લવ : પાર્ટનરની વાત સાંભળ્યા વગર કોઇ અનુમાન ન લગાવો.
હેલ્થ : કબજિયાતની અસ્વસ્થતાને કારણે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
શુભ રંગ : પર્પલ
શુભ અંક : 8
-------
મકર :-TWO OF PENTACLES
જો તમે કોઈ નિર્ણયને અમલમાં લાવવા ઈચ્છો છો તો પરિણામની જવાબદારી લેવી પડશે. કોઈપણ કામ માટે લોકો પર આધારિત રહેવાનું ટાળો. કોઈપણ સંબંધને તોડવાની ભૂલ ન કરશો. સ્વભાવમાં ઉતાર-ચડાવ મહેસૂસ થવાના કારણે નિર્ણયમાં બદલાવ ન આવે એ વાતનું ધ્યાન રાખવું.
કરિયર : કામ સંબંધિત તમને બે મોકા મળી શકે છે, જે બંનેમાં તમને ફાયદો થઇ શકે છે.
લવ : પાર્ટનર પર અન્ય લોકોનો પ્રભાવ વધતો જોવા મળશે.
હેલ્થ : કમરના દુખાવાની સમસ્યા થઇ શકે છે.
શુભ રંગ : ગુલાબી
શુભ અંક : 4
-------
કુંભ :-SEVEN OF SWORDS
વર્તમાન સમયમાં ફક્ત વ્યક્તિગત બાબતો પર ધ્યાન આપો. જો તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો તેને માનીને તેને સુધારવાનો પ્રયાસ કરો. નિયમ કે કાયદા સંબંધિત બાબતોમાં બેદરકારી દાખવવી નહી. પ્રોપર્ટી સાથે જોડાયેલા નિર્ણયો લેતા પહેલા અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા જરુર કરવી.
કરિયર : નોકરી કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે.
લવ : જો તમે સંબંધના કારણે તણાવ અનુભવી રહ્યા છો, તો એકબીજા સાથે મર્યાદામાં રહીને જ વાતચીત કરો.
હેલ્થ : પગમાં દુખાવો અને સોજાની સમસ્યા થઇ શકે છે.
શુભ રંગ : લીલો
શુભ અંક : 1
-------
મીન :-THE TOWER
જૂની ભૂલની અસર જીવન પર હજુ પણ ચાલુ રહેશે. ભૂતકાળ સંબંધિત બાબતોમાંથી પોતાની જાતને બહાર કાઢો. તમારી ભૂલનો આક્ષેપ બીજા પર લગાવીને તેનાથી છૂટકારો મેળવવાનો પ્રયાસ નિરર્થક સાબિત થશે.
કરિયર : ખોટી વ્યક્તિ પર વિશ્વાસ કરીને કામને બદલે પૈસાનું નુકસાન થઇ શકે છે.
લવ : ખોટી વ્યક્તિ સાથે સંબંધને આગળ વધારવાથી બદનામી થઈ શકે છે.
હેલ્થ : વાળ અને ત્વચા સંબંધીત બીમારીને દુર કરવા માટે ડોક્ટરની સલાહ લો.
શુભ રંગ : પીળો
શુભ અંક : 7
-------

અન્ય સમાચારો પણ છે...