તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Prediction Of Planet Transit Due To The Arrival Of Ketu In Anuradha Nakshatra, The Sum Of Relief In The Transition, But Also The Possibility Of Natural Disaster

ગ્રહ ગોચરની ભવિષ્યવાણી:અનુરાધા નક્ષત્રમાં કેતુના આવવાથી સંક્રમણમા રાહતના યોગ, પરંતુ પ્રાકૃતિક આપત્તિઓની પણ શક્યતા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિથુન, કન્યા અને મકર રાશિના લોકો માટે સમય શુભ, જરૂરી કાર્યો પૂર્ણ થશે અને મોટી જવાબદારી મળવાના પણ યોગ છે

આ મહિને કેતુ ગ્રહ જયેષ્ઠા નક્ષત્રમાંથી અનુરાધામા આવી ગયો છે. જે શનિનો નક્ષત્ર છે. કેતુ આ નક્ષત્રમાં હવે 8 મહિના સુધી રહેશે. કેતુની ચાલમાં ફેરફારની અસર દેશ-દુનિયા સાથે જ 12 રાશિઓ ઉપર પણ પડશે. કેતુના નક્ષત્ર પરિવર્તનના કારણે 3 રાશિઓ માટે સમય સારો રહેશે, પરંતુ 9 રાશિઓએ સાવધાન રહેવું જરૂરી છે. ત્યાં જ, દેશમાં રાજનૈતિક અને પ્રાકૃતિક ફેરફાર જોવા મળી શકે છે. સાથે જ, વાતાવરણ ઉપર પણ તેની અસર પડશે.

મોટા રાજનૈતિક ફેરફારના યોગ બનશેઃ-
જ્યોતિષ શાસ્ત્રમાં વિદ્વાનો કેતુને ક્રૂર ગ્રહ માને છે. કેતુ ગ્રહ અધ્યાત્મ, વૈરાગ્ય અને મોક્ષનો કારક ગ્રહ છે. જ્યોતિષના વિદ્વાનો પ્રમાણે કેતુ ગ્રહનો નક્ષત્ર પરિવર્તન મહામારી નિવારણની દૃષ્ટિએ શુભ સંકેત છે. તેનાથી બીમારીઓના સંક્રમણથી રાહત મળવાના અણસાર છે. કેતુના પ્રભાવથી દેશમાં મોટા રાજનૈતિક ફેરફાર થવાની શક્યતાઓ પણ છે. દેશમાં થોડી જગ્યાએ પ્રાકૃતિક આપત્તિઓ આવવાની પણ શક્યતાઓ છે. દેશમાં કોઇ જગ્યાએ વધારે તો કોઈ જગ્યાએ ઓછો વરસાદ થશે.

આ ગ્રહનો કોઈ વાસ્તવિક રૂપ કે આકાર નથી. એટલે તેને છાયા ગ્રહ કહેવામાં આવે છે. હાલ કેતુ ગ્રહ વૃશ્ચિક રાશિમાં છે અને તે આખું વર્ષ આ રાશિમાં જ રહેશે
આ ગ્રહનો કોઈ વાસ્તવિક રૂપ કે આકાર નથી. એટલે તેને છાયા ગ્રહ કહેવામાં આવે છે. હાલ કેતુ ગ્રહ વૃશ્ચિક રાશિમાં છે અને તે આખું વર્ષ આ રાશિમાં જ રહેશે

સ્વરભાનુ રાક્ષસનું ધડ કેતુ અને માથુ રાહુ છેઃ-
પુરાણો પ્રમાણે કેતુ ગ્રહ સ્વરભાનુ રાક્ષસનું ધડ છે, જ્યારે તેના માથાના ભાગને રાહુ કહેવામાં આવે છે. આ ગ્રહનો કોઈ વાસ્તવિક રૂપ કે આકાર નથી. એટલે તેને છાયા ગ્રહ કહેવામાં આવે છે. હાલ કેતુ ગ્રહ વૃશ્ચિક રાશિમાં છે અને તે આખું વર્ષ આ રાશિમાં જ રહેશે. જેથી મિથુન, કન્યા અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ સિવાય મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

કેતુના નક્ષત્રમા ફેરફાર થવાથી 3 રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં ફાયદો મળશે. અટવાયેલાં જરૂરી કાર્યો પૂર્ણ થવા લાગશે
કેતુના નક્ષત્રમા ફેરફાર થવાથી 3 રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં ફાયદો મળશે. અટવાયેલાં જરૂરી કાર્યો પૂર્ણ થવા લાગશે

મિથુન, કન્યા અને મકર રાશિ માટે શુભઃ-
કેતુના નક્ષત્રમા ફેરફાર થવાથી મિથુન, કન્યા અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ 3 રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં ફાયદો મળશે. અટવાયેલાં જરૂરી કાર્યો પૂર્ણ થવા લાગશે. મોટા અને પ્રભાવશાળી લોકો પાસેથી મદદ મળશે. બીમારીઓથી રાહત મળી શકે છે. મહેનતનું સંપૂર્ણ ફળ મળી શકે છે. અચાનક યાત્રાઓ થઈ શકે છે અને મોટી જવાબદારી પણ મળવાના યોગ બની રહ્યા છે.

અનુરાધા નક્ષત્રમા કેતુના આવી જવાથી મેષ, વૃષભ, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે
અનુરાધા નક્ષત્રમા કેતુના આવી જવાથી મેષ, વૃષભ, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

9 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશેઃ-
અનુરાધા નક્ષત્રમા કેતુના આવી જવાથી મેષ, વૃષભ, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિના નોકરિયાત લોકોનું મન કામમાં લાગશે નહીં. મહેનત વધારે કરવી પડશે. બની શકે છે કે તેનો ફાયદો મળી શકે નહીં. સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થઈ શકે છે. રોજિંદા કાર્યો પૂર્ણ થવામાં વિઘ્ન આવી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં પણ સાવધાન રહેવું પડશે. નુકસાન થઈ શકે છે.