• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Planets And Constellations Of June: Sun, Mars And Venus Will Change Zodiac This Month; Saturn's Retrograde Is Also Special, It Will Affect All The Zodiac

જૂન મહિનાના ગ્રહ-નક્ષત્ર:આ મહિને સૂર્ય, મંગળ અને શુક્રનું રાશિ પરિવર્તન; શનિનું વક્રી થવું પણ ખાસ રહેશે, બધી જ રાશિઓ ઉપર અસર પડશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનમાં 5 ગ્રહોની ગતિમાં ફેરફાર થશે. વક્રી ચાલ ચાલી રહેલો બુધ મહિનાની શરૂઆતમાં માર્ગી થઈ જશે એટલે સીધી ચાલથી ચાલવા લાગશે. તેના પછીના દિવસે શનિ વક્રી થઈ જશે. તે પછી 15 જૂનના રોજ સૂર્ય રાશિ બદલશે. પછી શુક્રનું રાશિ પરિવર્તન થશે અને 18 તારીખે મંગળ પોતાની જ રાશિમાં પ્રવેશ કરશે. આ પ્રકારે ગ્રહોની ઊથલપાથલની અસર બધી જ રાશિઓ ઉપર પડશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે જૂનમાં ગ્રહોની ગતિમાં ફેરફારની અસર બારેય રાશિઓ સહિત દેશ-દુનિયા ઉપર પડશે. આ કારણે દેશમાં રાજનીતિ, આર્થિક, પ્રશાસનિક અને ભૌગોલિક ફેરફાર જોવા મળશે. સાથે જ આ ગ્રહોનો શુભ પ્રભાવ સિંહ અને કન્યા રાશિના લોકો ઉપર રહેશે.